સામગ્રી :

  • ૧ કપ છીણેલી દૂધી
  • ૧/૪ કપ મેશ કરેલા બાફેલા બટાકા
  • ૧/૪ કપ પનીર મેશ કરેલું
  • ૧ નાની ચમચી આદું સમારેલું
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૧/૪ કપ વેસણ
  • ૧/૪ નાની ચમચી ગરમ મસાલો
  • ૨ નાની ચમચી કોથમીર સમારેલી
  • મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી ગ્રેવીની :

  • ૧/૨ કપ ડુંગળીની પેસ્ટ
  • ૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
  • ૧/૪ નાની ચમચી જીરું પાઉડર
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૨ નાની ચમચી ધાણા પાઉડર
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  • ૧/૪ કપ ટામેટાં છીણેલાં
  • ૧ તમાલપત્ર
  • ૨ નાની ચમચી તેલ
  • ૧ મોટી ચમચી કોથમીર સમારેલી
  • મીઠું સ્વાદ મુજબ.

રીત :

છીણેલી દૂધીને વ્યવસ્થિત રીતે નિચોવી લો. તે પાણીને મસાલો ચડવા માટે કામમાં લો. દૂધીમાં પનીર, બટાકા અને અન્ય સામગ્રી મિક્સ કરો અને નાનાનાના રોલ બનાવો. લગભગ ૧૨ રોલ બનશે. એક વાસણમાં ૨ ચમચી તેલ ગરમ કરીને કોફ્તા શેકી લો. એક પ્રેશરપેનમાં ૧ ચમચી તેલમાં તમાલપત્રનો વઘાર કરીને ડુંગળી, આદુંલસણ ફ્રાય કરો. આખા મસાલા, ગ્રેવી અને દૂધીનું પાણી નાખીને મસાલો પકાવો. જ્યારે મસાલો થઈ જાય ત્યારે ૧-૧/૨ કપ પાણી નાખીને ૧ સીટી વગાડો. સર્વિંગ ડિશમાં ગ્રેવી લો અને તેમાં કોફ્તા લઈને ૫ મિનિટ સુધી ઢાંકી રાખો. પછી કોથમીર નાખીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....