આપણે બધા સતત દોડી રહ્યા છીએ, મુસાફરી કરી રહ્યા છીએ, આપણી રોજબરોજની જિંદગીમાં ખૂબ વ્યસ્ત છીએ અને ખૂબ મુશ્કેલીથી આપણને નવરાશનો સમય મળી શકે છે. આ દોડધામભરી જિંદગીમાં આપણે આપણા રોજબરોજના કામને પતાવવા દરમિયાન ભોજન, ૮ કલાકની પૂરતી ઊંઘ અને નિયમિત ફિટનેસ રિજીમને એટલું મહત્ત્વ નથી આપતા. આ બધાને સૌથી ઓછી પ્રાથમિકતા આપીએ છીએ અને આખરે આપણા સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરી બેસીએ છીએ. આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે આપણું હૃદય, જે ૨૪ કલાક કાર્યરત હોય છે, કારણ કે આપણે જિંદગીને સંપૂર્ણ રીતે જીવી શકીએ, પરંતુ આજે જીવનમાં સતત તાણ વધી રહી છે અને સ્વાસ્થ્ય બીજા ક્રમની પ્રાથમિકતા બની રહ્યું છે. આ સ્થિતિમાં આપણા હૃદયની તંદુરસ્તી પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવતું. વર્ષ ૨૦૧૫ ના એક અભ્યાસ અનુસાર, હૃદય સંબંધિત બીમારીના લીધે ભારતમાં ૨.૧ મિલિયનથી વધારે મૃત્યુ થયા છે. દેશમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (સીવીડી) માં વૃદ્ધિ થઈ રહી છે. જે ખૂબ ગંભીર વાત કહી શકાય. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગમાં વધારો થવાનું કારણ સતત વધી રહેલી વસ્તી, લોકોની વધતી ઉંમર અને સૌથી મહત્ત્વનું કારણ જીવનશૈલીમાં થઈ રહેલા બદલાવના લીધે વધતી સંવેદનશીલતા છે. આ એ વાતનું પ્રમાણ છે કે ઉંમરની સાથે આપણી જીવનશૈલી પણ આપણા હૃદયના સ્વાસ્થ્યને નિર્ધારિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણી જીવનશૈલી માત્ર આપણા દ્વારા કરવામાં આવતા રોજબરોજના કામ અને તાણને મેનેજ કરવાથી પ્રભાવિત નથી થતી, પણ આપણે જે ખોરાક લઈએ છીએ અથવા તો રાત્રે કેટલી ઊંઘ લઈએ છીએ, તેની પણ અસર થાય છે. આપણી આ બધી બાબતોથી સુનિશ્ચિત થાય છે કે આપણું શરીર પૂરો દિવસ સારામાં સારી રીતે કામ કરી રહ્યું છે. હકીકતમાં, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જેા વયજૂથને હૃદય સંબંધિત બીમારી થવાનું જેાખમ સૌથી વધારે છે તે છે ૩૦ વર્ષ. જેાકે આ આંકડા પણ ખૂબ ભયજનક છે. હવે હૃદયરોગ માટેની ઉંમર વિષયે કોઈ સ્પષ્ટ માપદંડ નથી રહ્યા.

આજે હૃદયરોગ માત્ર વૃદ્ધો સુધી સીમિત નથી રહ્યો. થાક અને તાણ વધવાથી આજની નવી યુવા પેઢી માટે પણ આ બીમારી ચિંતાનો વિષય બની ગઈ છે. તેનાથી બચવાનો કોઈ સમય નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે અત્યારથી જ એક તંદુરસ્ત જિંદગી જીવવા માટેના પ્રયાસો શરૂ કરી દઈએ. આ બધું જેાતા એક વાત તો સ્પષ્ટ છે કે આપણે આપણા હૃદય અને સ્વાસ્થ્યની કાળજી નાની ઉંમરથી લેવાનું શરૂ કરી દેવું જેાઈએ. આપણે બધાએ એક સ્વસ્થ દિનચર્યા અને ટેવો અપનાવવી જેાઈએ, જેથી આપણને તંદુરસ્ત રહેવામાં અને એક સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળી રહે. આ પગલું તમારા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લાવી શકે છે.

શારીરિક ગતિવિધિ :
આપણે આપણી રોજિંદી દિનચર્યામાં ઓછામાં ઓછો ૩૦ મિનિટ માટે શારીરિક શ્રમને સામેલ કરવો જરૂરી છે, તમે બ્રિસ્ક વોક, જિમ, યોગ, ડાન્સ અથવા તો બીજું કંઈક કરી શકો છો જેનાથી હાર્ટ પંપિંગમાં મદદ મળે. આમ કરવાથી તમારા મગજને પણ શાંતિ મળશે અને તમારું હૃદય વધારે સક્રિય થઈને કાર્ય કરશે. તેનાથી તમારો સ્ટેમિના પણ જળવાઈ રહેશે.

યોગ્ય આહાર :
બહારથી સરળતાપૂર્વક ઓર્ડર દ્વારા મંગાવી શકાતા ભોજનના વિકલ્પોના બદલે ઘરનું બનાવેલું ભોજન ખાઓ. સ્વસ્થ ખાવાનું બનાવવાની શરૂઆત થાય છે અને એવા ખાદ્ય તેલની સાથે જેમાં તમારા હૃદયના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે યોગ્ય પ્રમાણમાં યોગ્ય સામગ્રી રહેલી હોય. તેલમાં ઉચ્ચ એમયૂએફએ હોવું જેાઈએ, જેા ભોજનમાં તેલના અવશોષણને ઘટાડે છે. તે ઓમેગા ૩ નો સારો સ્ત્રોત છે જે બળતરા સામે લડે છે.

આદર્શ ઓમેગા-૬ :
ઓમેગા -૩ અનુપાત (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જણાવેલ ૫ થી ૧૦ ની વચ્ચે) હોવું જેાઈએ, જેા હૃદયની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવી રાખવામાં મદદ કરે છે. સંપૂર્ણ પોષણ માટે તેલ ઓરાઈઝનોલ જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને વિટામિન એ, ડી તથા ઈ વાળું હોવું જેાઈએ.

ધૂમ્રપાન તથા દારૂથી દૂર રહો :
ધૂમ્રપાન અને નિયમિત દારૂ પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે. તમાકુનું સેવન તમારા ફેફસામાં ઓક્સિજનના પ્રમાણને ઓછું કરે છે અને આમ થવાથી ઘણી બીમારી થવાની શક્યતા રહે છે. આ જ રીતે જરૂર કરતા વધારે દારૂ પીવાથી તમારી ધમનીઓ અને કિડની ખરાબ થઈ જાય છે. તેથી ધૂમ્રપાનથી દૂર રહો અને દારૂનું સેવન મર્યાદિત કરો. આમ કરવાથી તમારા મગજ અને શરીરને સક્રિય તથા તંદુરસ્ત રાખવામાં મદદ મળશે.

પૂરતી ઊંઘ લો :
ઓછામાં ઓછી ૭-૮ કલાકની ઊંઘ લેવી મહત્ત્વની છે, કારણ કે તેનાથી તમારા મગજને આરામ મળે છે. સાથે હૃદય તથા શરીરના બીજા અંગોને અસરકારક રીતે કામ કરવામાં મદદ મળે છે, કારણ કે જ્યારે આપણે ઊંઘી રહ્યા છીએ છીએ, ત્યારે આપણા અંગો વધારે સક્રિયતાથી કામ કરતા હોય છે.

જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે ધીરજ તથા સંપૂર્ણ પ્રતિબદ્ધતાની પણ જરૂર હોય છે. જેાકે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આપણી પાસે ખરેખર વિકલ્પ નથી. તેથી આપણે હવે નાની ઉંમરથી આપણામાં પરિવર્તન લાવવું પડશે, જેથી એક સ્વસ્થ અને લાંબી જિંદગી સુનિશ્ચિત થઈ જાય. આવો, આજે આપણે બધા સ્વયંને એક વચન આપીએ કે હવેથી અમે એક સક્રિય અને તંદુરસ્ત જિંદગી જીવીશું.

– પ્રતિનિધિ

વધુ વાંચવા કિલક કરો....