જે ઘર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહેતું હોય તો ન માત્ર આપણું મન શાંત રહે છે, પણ ખુશ રહે છે. ઘરને સજાવવા માટે ૨ વસ્તુની જરૂર પડે છે. પ્રથમ સમય અને બીજા પૈસા. સમય તો આપણે કાઢી લેતા હોઈએ છીએ, પરંતુ જેા સૌથી મોટી મુશ્કેલી આવે છે તે છે પૈસાની. આમ પણ આજકાલ જવાબદારી એટલી વધી ગઈ છે કે ઘરની સજાવટ પાછળ વધારે પૈસા ખર્ચવાની હિંમત ચાલતી નથી. આ સ્થિતિમાં અહીં કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેને ધ્યાનમાં લઈને વધારે પૈસાનો ખર્ચ કર્યા વિના તમે પણ તમારા ઘરને એક નવો અને ફ્રેશ લુક આપી શકો છો :

જૂના ફર્નિચરનો આ રીતે કરો ઉપયોગ
જેા તમે જૂના ફર્નિચરને બદલવા વિચારી રહ્યા હોય તો તેનો ઉપયોગ બેડરૂમમાં સાઈડ ટેબલના રૂપે કરી શકો છો. જેા કેન સ્ટૂલમાં કાણું થઈ ગયું હોય તો તેને ટ્રેથી ઢાંકીને તેના પર રીડિંગ લેમ્પ, ફ્લાવરવાઝ અથવા એલાર્મ ક્લોક મૂકી શકો છો. ડેકોરેશન માટે પ્લેટ્સનો યૂઝ ખાવા ઉપરાંત પ્લેટ્સનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ઘરની દીવાલોને ડેકોરેટ કરવા માટે પણ કરી શકીએ છીએ, પરંતુ તેના માટે થોડી મહેનત કરવાની જરૂર રહે છે. પ્લેટ્સને સ્ટેન્ડ અથવા સેલ્ફમાં મૂકવાના બદલે તેને વાયર પ્લેટ હેંગર્સની મદદથી લટકાવી દો. હવે જુઓ. આ ડ્રામેટિક લુક તમારી પ્લેન અને બોરિંગ દીવાલને કેવી રીતે બદલી નાખે છે. તદુપરાંત તમે વિવિધ આકારના કાચના ગ્લાસિસનો પણ ડેકોરેશન આઈટમ તરીકે ઉપયોગ કરી શકો છો. કુદરત કરતા વધારે ઉત્તમ કશું જ નથી નેચરલ વસ્તુ બધાને ગમતી હોય છે, પરંતુ જેા તેનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરવામાં આવે તો પછી પૂછવું જ શું. ઓછા ખર્ચમાં ઘરને એટ્રેક્ટિવ લુક આપવાની તેના કરતા વધારે સારી રીત કદાચ બીજી કોઈ હોઈ શકે છે. તમે વિવિધ પ્રકારના પ્લાન્ટ્સને ઘરમાં સજાવી શકો છો. આ છોડ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. તદુપરાંત ઘરના કોઈ શાંત ખૂણામાં કોઈ બીચ પરથી લાવવામાં આવેલા કાંકરાપથ્થરને કાચના બાઉલ અથવા ગ્લાસમાં ભરીને મૂકી શકો છો. શંખનો તમે કેન્ડલ સ્ટેન્ડના રૂપે પણ ઉપયોગ કરી શકો છો. આ રોશની છે ખાસ મીણબત્તીનું નામ સાંભળતા જ મનમાં રોશનીનો વિચાર આવી જાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે ઘરને ડેકોરેટ કરવા માટે પણ તે એક સારો ઓપ્શન છે. કોઈ ખાલી ટેબલ પર વિવિધ રંગ અને આકારની મીણબત્તી મૂકો. પછી જુઓ કેવો તમારા ઘરનો લુક બદલાઈ જાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....