નવરાત્રિના પર્વ પર નિધિના ઘરમાં ખૂબ ધાર્મિક વાતાવરણ રહેતું હતું. તે આ ૯ દિવસ વ્રત રાખતી હતી. દરરોજ મંદિરે જતી અને નવમીના દિવસે મહાકન્યા ભોજન કરાવતી હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે આટલું બધું તું કેવી રીતે કરી લે છે, ત્યારે તેણે ખૂબ શ્રદ્ધાપૂર્વક જણાવ્યું, ‘‘બધું દેવીની શક્તિથી શક્ય બને છે અને આ બધું હું મારા ઘરની સુખશાંતિ માટે કરું છું.’’ જ્યારે સત્ય તો એ છે કે તેના ઘરમાં હંમેશાં પતિપત્ની વચ્ચે ઝઘડા ચાલ્યા કરે છે. ઘણી વાર તો આ ઝઘડા એટલા વધી જાય છે કે પાડોશીઓ કે પરિચિતોએ હસ્તક્ષેપ કરવો પડે છે. વ્યવસાયે શિક્ષિકા એવી નિધિના બંને દીકરા પોતાના ઘરે આવવાથી દૂર રહે છે. તેઓ કહે છે કે જ્યારે પણ ઘરે આવો ત્યારે મમ્મીપપ્પા બંને નાનીનાની વાતને પણ પ્રતિભાનો મુદ્દો બનાવીને ઝઘડતા રહે છે. તેમના ઝઘડા જેવા કરતા વધારે સારું એ રહે છે કે ઘરમાં ઓછામાં ઓછું રહેવું. નીતાના પતિનું મૃત્યુ થયું, ત્યારે તેનો દીકરો ૮ મા ધોરણમાં ભણતો હતો. પપ્પા સાથે ખૂબ હળીમળી ગયો હોવાથી તેમના મૃત્યુ પછી તે બિલકુલ એકલો પડી ગયો હતો. નીતા બેંકમાં સર્વિસ કરતી હતી. તે સવારે બેંક જતા પહેલાં ૨ કલાક પૂજા કરતી અને પછી ઓફિસથી આવીને સાંજે પણ ૧ કલાક ફરી પૂજા. જ્યારે તેને નવરાશ મળે ત્યારે દીકરો ઊંઘી ગયો હોય. આમ તેની બાળક સાથે માત્ર ઔપચારિક વાતચીત થતી હતી. દિલની વાત કોઈની સાથે શેર ન કરી શકવાથી દીકરો પણ ધીરેધીરે એકલતાનો શિકાર બનીને તાણગ્રસ્ત થઈ ગયો. હવે પરેશાન થતા નીતા તેને ડોક્ટર પાસે લઈ જવા આમતેમ ફરી રહી છે. અંધશ્રદ્ધાની પરાકાભા ગરિમાને ટેવ છે કે સ્નાન કરીને જ્યાં સુધી પૂજા ન કરે ત્યાં સુધી પાણી પણ નહોતી પીતી. પછી ભલે ને ઘરના કામ કરતાંકરતાં બપોર કેમ ન થઈ જાય. પતિ વિનયે પણ તેને ઘણી વાર સમજાવી, ‘‘ગરિમા, નાસ્તો કર્યા વિના આમ બપોર સુધી ભૂખ્યા રહેવું બરાબર નથી. કોઈ દિવસ મુશ્કેલી ઊભી થશે.’’ પરંતુ ગરિમાએ વિનયની વાત તરફ ધ્યાન ન આપ્યું. એક દિવસ અચાનક ચક્કર ખાઈને તે બેભાન થઈ ગઈ. ડોક્ટરે કહ્યું કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી તેનું બીપી લો થઈ ગયું છે. આટલું બધું થયા પછી પણ ગરિમા પોતાની ટેવને ન છોડી શકી, જેથી રોજ તેના ઘરમાં કંકાસ થતો હતો. પૂજાના પતિને લિવર સિરોસીસ થયું હતું. ૧ મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા પછી એક દિવસે ડોક્ટરોએ તેને જવાબ આપી દીધો. આ સમયગાળા દરમિયાન પૂજાના કહેવાતા ગુરુ આવી ગયા. જ્યારે પૂજાએ તેમને પોતાના પતિની સ્થિતિ વિશે જણાવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘‘જેા મહામૃત્યુંજયનો જાપ કરાવવામાં આવે તો તેમનો જીવ બચી શકે છે.’’ આશાનું કિરણ જેાયા વિના જ પોતાના વિવેકનો પ્રયોગ કરીને પૂજાએ ખૂબ ઉતાવળમાં પંડિતને જાપ માટે રૂપિયા ૨૫ હજાર આપી દીધા. જેાકે બીજા દિવસે તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું.

રીટાની સોફ્ટવેર એન્જિનિયર દીકરીને પોતાના એક સહકર્મી સાથે પ્રેમ થઈ ગયો. તેણે સૌપ્રથમ આ વાત પોતાની માને જણાવી. જેાકે માતાપિતાને પણ આ વાતમાં કોઈ વિરોધ નહોતો. એક જ જ્ઞાતિના હોવાથી બંને પક્ષ મંજૂર હતા, પરંતુ જ્યારે પંડિતને બંને પક્ષે કુંડળી બતાવી ત્યારે તેમણે કહ્યું, ‘‘છોકરી તો ઘોર મંગળી છે. તેથી આ લગ્ન તો થઈ જ ન શકે. તેમ છતાં જેા થશે તો છોકરો અથવા છોકરી બંનેમાંથી કોઈ એક પોતાનો જીવ ગુમાવશે.’’ પછી થવાનું શું હતું, બંને પરિવારે આ લગ્ન માટે ના પાડી દીધી. છોકરાછોકરી બંનેએ પોતપોતાના માતાપિતાને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ રાજી ન થતા અંતે બંનેએ કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. બંનેના માતાપિતા આ લગ્નમાં સામેલ ન થયા અને પોતાના બાળકોને ખોઈ બેઠા. જેાકે આજે છોકરો અને છોકરી લગ્નના ૧૫ વર્ષ પછી પણ એક ખુશહાલ જીવન જીવી રહ્યા છે. આત્મઘાતી પગલું અસ્મિતા એક ભજનમંડળની સભ્ય છે. દર બીજા-ત્રીજા દિવસે તે પોતાના મંડળના સભ્યો સાથે ભજન કરવા જાય છે. તાજેતરમાં તેના ધોરણ ૧૦ મા ભણતા દીકરાએ ગણિતનું પેપર ખરાબ જતા આત્મહત્યા કરી લીધી. જેા અસ્મિતાએ પોતાનો થોડો સમય આપીને દીકરાની લાગણીઓ અથવા તેના મનની ગડમથલને જાણી લીધી હોત તો દીકરાને આ આત્મઘાતી પગલું ભરતા અટકાવી શકી હોત. આવી જ કેટલીક ઘટના રોજ આપણી આસપાસ જેાવા મળે છે. પૂજાપાઠ, ધાર્મિક કર્મકાંડ કેટલાય ઘરમાં એ હદે ઘર કરી જાય છે કે અંતે તેઓ આંતરિક કજિયા અને બરબાદીનું કારણ બની જાય છે. ભારતીય જનમાનસમાં પ્રત્યેક સમસ્યાનું સમાધાન ઈશ્વર પાસેથી માગવામાં આવે છે, જ્યારે હકીકતમાં તેનું સમાધાન તો તેમની સ્વયંની સમજદારી, વિવેક અને બુદ્ધિમાં જ છુપાયેલું હોય છે. કોઈ કિંમતી વસ્તુના ખોવાઈ જવાથી, કોઈ સભ્યના બીમાર થવા પર, ઘરમાં કંકાસ અને ઝઘડા થવા પર, બાળકોની બેરોજગારી પર તરત ઈશ્વરને એ રીતે યાદ કરવામાં આવે છે કે પ્રભુ, અમુક સમસ્યાનું સમાધાન આપજેા, તો હું રૂપિયા ૧૧૦૦ તમને ચઢાવીશ. જ્યારે હકીકતમાં જીવન એક એવી નાવ છે, જેમાં બેસીને તમારે દરેક ક્ષણે પોતાની બુદ્ધિ અને વિવેકરૂપી હલેસાથી દુનિયાદારીના સમુદ્રમાં પોતાની નાવને આગળ વધારવાની છે, પરંતુ હા, જ્યાં તમે પોતાની અજ્ઞાનતા અથવા અણસમજને દર્શાવશો ત્યાં તમારી નાવ હાલકડોલક થવા લાગશે. આ સ્થિતિમાં તમે પણ ઈચ્છશો કે તમારી સામે પણ આવી સ્થિતિ ન આવી જાય તો આપેલી સલાહને અમલમાં મૂકો :

પરિવારને આપો પ્રાથમિકતા : પતિપત્ની વચ્ચેના પરસ્પરના ઝઘડાનું સમાધાન કરવા માટે એકબીજા સાથેની સમજ અને ધીરજની જરૂર હોય છે. દેવીના વ્રત, ઉપાસના, ઉપવાસ, કન્યાભોજ, કલાકો સુધી પૂજાપાઠ અથવા કોઈ કર્મકાંડ કરવાના બદલે એકબીજાને સમજવા વધારે ઉત્તમ રહેશે. થોડું તેમના પ્રમાણે પરિવર્તન લાવો અને થોડો પોતાની મત પ્રમાણે પરિવર્તન લાવો ત્યારે મોટામાં મોટી સમસ્યાનું સમાધાન આવી જશે. ગૃહસ્થજીવનનો તો આધાર જ પ્રેમ, વિનમ્રતા, સહનશીલતા, ત્યાગ, સહકાર અને સમર્પણની ભાવના છે. પતિપત્નીના સંબંધને સુંદર રીતે નિભાવવા માટે સૌથી વધારે જરૂરી છે અહંકારનો ત્યાગ કરવો. ઘરપરિવારની નાનીમોટી સમસ્યાને ક્યારેય મુદ્દો ન બનાવો. કોઈ પણ પ્રકારના મતભેદ અથવા નારાજગીને અહ્મના કારણે લાંબા ન ખેંચાય તે જ સમયે નિરાકરણ લાવી દો. જેા તમારા પૂજાપાઠ ઘરમાં કલેશનું કારણ બનતા હોય તો, તાર્કિક બુદ્ધિથી વિચારો કે આવા પૂજાપાઠથી શું લાભ, જેનાથી તમારા ઘરની શાંતિ હણાઈ હોય. તેથી ઘરની શાંતિની ભોગે કંઈ જ ન કરો.

બાળકોને ભરપૂર સમય આપો : આજકાલના મુક્ત વાતાવરણમાં કિશોરવયના થતા બાળકોને વધારેમાં વધારે સમય ફાળવવાની જરૂર છે, તેથી તેમને ભરપૂર સમય આપો. તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો, તેમના જીવનના પ્રત્યેક વિષય પર ખૂલીને વાતચીત કરો, જેથી તેઓ પોતાના દિલની દરેક વાતને તમારી સાથે વહેંચી શકે. જેા તેઓ ગમે ત્યારે મુશ્કેલીમાં હોય તો તેમની સ્થિતિને જાણીને તેમને યોગ્ય માર્ગ બતાવો. જ્યારે બાળકોને ઘરમાં પૂરતો પ્રેમ અને સારું વાતાવરણ નથી મળતા ત્યારે તેઓ પોતાના મિત્રો તરફ વધારે ઢળે છે, જેથી ઘણી વાર અવળા માર્ગે પણ ચડી જાય છે. ધ્યાન રાખો તમારા પૂજાપાઠના કારણે તમારા બાળકો ઉપેક્ષિત ન બને, સાથે બાળકોને પણ બિનજરૂરી પૂજાપાઠ, વ્રતઉપવાસ કે બીજી અંધશ્રદ્ધામાં ન ફસાવો. ‘તેમના માટે તો તેમનો અભ્યાસ જ તેમની પૂજા છે.’ આ શિખામણ આપો, જેથી તેઓ પૂરા દિલથી અભ્યાસ કરી શકે.

સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો : કેટલાક લોકોનો નિયમ હોય છે કે પૂજાપાઠ કર્યા વિના અન્ન ગ્રહણ નથી કરતા. પુરુષ અને નોકરિયાત મહિલાઓ જેાકે ઓફિસ જતા હોય છે. તેથી તેઓ સમય પર જમી લે છે, પણ જે મહિલાઓ ઘરે રહેતી હોય છે તે કામ પૂરું કરવાના ચક્કરમાં નાસ્તો ન કરીને સીધું ભોજન કરી લે છે અને આમ ન કરીને કેટલીય બીમારીને આમંત્રણ આપે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, રાત્રિ અને બપોરના ભોજન વચ્ચે સારો એવો સમયગાળો રહેવાથી શરીર માટે નાસ્તો ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે વધારે સમય પસાર થઈ જતા શરીરમાંથી કેટલાય ઝેરી હોર્મોન્સ નીકળવા લાગે છે, જે સ્વાસ્થ્યની દષ્ટિએ વધારે નુકસાનકારક હોય છે, સાથે સ્થૂળતા પણ વધારે છે.

અંધશ્રદ્ધાળુ ન બનો : કેટલાક ઘરમાં કોઈ બીમાર થવા પર અથવા કોઈ સમસ્યાના સમાધાન હેતુ મંત્રતંત્ર, ઝાડફૂંક, જાદૂટોણાંનો સહારો લેવામાં આવતો હોય છે, જે ખોટું છે. તેની અપેક્ષાએ ડોક્ટર પાસે જવું જેાઈએ, જેથી બીમારીની દવા લઈ શકાય અને બીમારીને આગળ વધતી અટકાવી શકાય. રીમાની ૩ વર્ષની દીકરી ખૂબ નટખટ અને તોફાની છે. એક દિવસ તેને અચાનક તાવ આવી ગયો. રીમા ૧ અઠવાડિયા સુધી તેની અહીંતહીં નજર ઉતરાવતી રહી, જ્યારે તેને ટાઈફોઈડ થયો હતો. ત્યાર પછી ડોક્ટર પાસે લાંબી સારવાર કરાવ્યા પછી તે સ્વસ્થ થઈ શકી. તેથી આડંબર, અંધશ્રદ્ધા અને કર્મકાંડના ચક્કરમાં ન પડો. ધર્મના નામે પૈસા કમાનારાથી બચો. તમારા પૈસાનો સદુપયોગ કરો ન કે દુરુપયોગ.

બાળકોની ખુશીને પ્રાથમિકતા આપો : લગ્ન સમજદારી, ત્યાગ અને સહયોગથી નિભાવવામાં આવે છે ન કે જન્માક્ષરમાં દર્શાવેલા ગુણ મેળવવાથી. જેા આ જ સાચું હોત તો પછી જન્માક્ષર મેળવેલા દરેક યુગલ તો સુખી દાંપત્યજીવન વ્યતિત કરતા હોત. બાળકની પસંદગીમાં પણ જન્મપત્રિકા જેવી અંધશ્રદ્ધાભરી વાતને બદલે યોગ્યતા અને સારા ઘરપરિવારને જ માપદંડ બનાવો અને તમારા બાળકની ખુશીમાં સામેલ થાઓ. તેની ખુશીમાં તમે ખુશ રહો. વ્યર્થ કર્મકાંડના ચક્કરમાં પડીને તમારા બાળકની ખુશીની અવગણના ન કરો, કારણ કે દરેક બાળક માતાપિતાની છત્રછાયામાં પોતાના લગ્નજીવનનો પ્રારંભ કરવા ઈચ્છે છે. જ્યારે માતાપિતા પોતાની જિદ્દ પર મક્કમ રહે છે, ત્યારે તેમની ગેરહાજરીમાં લગ્ન કરવા તેમની વિવશતા બની જાય છે, ખુશી નહીં. તાર્કિક બનો જીવન એક સંઘર્ષ છે. તેમાં સમયાંતરે સુખ અને દુખ તો આવતાજતા રહે છે. જીવનમાં આવનાર અનેક સમસ્યાનું સમાધાન વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને શોધી શકાય છે, નહીં કે પૂજાપાઠથી. વર્તમાન સમયમાં ધર્મની આડમાં ભગવાનના દૂત બનીને પૂજાપાઠ કરનારની સંખ્યા ખૂબ વધી ગઈ છે, જે સ્વયં તો પૂજાપાઠ કરાવે છે, સાથે તમને પણ પૂજાના વિભિન્ન ઉપાય જણાવે છે. ન માત્ર મહિલાઓ, પરંતુ પુરુષ પણ જીવનની વિવિધ સમસ્યાના સમાધાન માટે પૂજાપાઠ, ધાર્મિક અનુભાનનો સહારો લે છે, જ્યારે વાસ્તવમાં તેમને આવશ્યકતા હોય છે પોતાની તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરવાની કે જે સમસ્યા તમારા જીવન અને તમારા પોતાના લોકો સાથે જેાડાયેલી છે તેનું સમાધાન પણ તમારા હાથમાં છે. બીજું કોઈ કેવી રીતે તેનું સમાધાન શોધી શકે છે? સમજવું જેાઈએ કે સાચું શું છે અને ખોટું શું છે? શું ફાયદાકારક છે અને શું નુકસાનકારક? પૂર્વગ્રહો, અંધશ્રદ્ધા અને વહેમ જેવી ભાવનાથી ઉપર ઊઠીને જ્યાં સુધી સમજ અને તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરીને જીવન જીવવામાં નહીં આવે, ત્યાં સુધી જીવન નિરસ થતું જશે. તેથી પૂજાપાઠની જગ્યાએ જીવનમાં પોતાની પ્રાથિમકતા નક્કી કરીને સમજદારીથી કામ લેવું જેાઈએ.

– પ્રતિભા અગ્નિહોત્રી.

વધુ વાંચવા કિલક કરો....