નવરાત્રિના પર્વ પર નિધિના ઘરમાં ખૂબ ધાર્મિક વાતાવરણ રહેતું હતું. તે આ ૯ દિવસ વ્રત રાખતી હતી. દરરોજ મંદિરે જતી અને નવમીના દિવસે મહાકન્યા ભોજન કરાવતી હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે આટલું બધું તું કેવી રીતે કરી લે છે, ત્યારે તેણે ખૂબ શ્રદ્ધાપૂર્વક જણાવ્યું, ‘‘બધું દેવીની શક્તિથી શક્ય બને છે અને આ બધું હું મારા ઘરની સુખશાંતિ માટે કરું છું.’’ જ્યારે સત્ય તો એ છે કે તેના ઘરમાં હંમેશાં પતિપત્ની વચ્ચે ઝઘડા ચાલ્યા કરે છે. ઘણી વાર તો આ ઝઘડા એટલા વધી જાય છે કે પાડોશીઓ કે પરિચિતોએ હસ્તક્ષેપ કરવો પડે છે. વ્યવસાયે શિક્ષિકા એવી નિધિના બંને દીકરા પોતાના ઘરે આવવાથી દૂર રહે છે. તેઓ કહે છે કે જ્યારે પણ ઘરે આવો ત્યારે મમ્મીપપ્પા બંને નાનીનાની વાતને પણ પ્રતિભાનો મુદ્દો બનાવીને ઝઘડતા રહે છે. તેમના ઝઘડા જેવા કરતા વધારે સારું એ રહે છે કે ઘરમાં ઓછામાં ઓછું રહેવું. નીતાના પતિનું મૃત્યુ થયું, ત્યારે તેનો દીકરો ૮ મા ધોરણમાં ભણતો હતો. પપ્પા સાથે ખૂબ હળીમળી ગયો હોવાથી તેમના મૃત્યુ પછી તે બિલકુલ એકલો પડી ગયો હતો. નીતા બેંકમાં સર્વિસ કરતી હતી. તે સવારે બેંક જતા પહેલાં ૨ કલાક પૂજા કરતી અને પછી ઓફિસથી આવીને સાંજે પણ ૧ કલાક ફરી પૂજા. જ્યારે તેને નવરાશ મળે ત્યારે દીકરો ઊંઘી ગયો હોય. આમ તેની બાળક સાથે માત્ર ઔપચારિક વાતચીત થતી હતી. દિલની વાત કોઈની સાથે શેર ન કરી શકવાથી દીકરો પણ ધીરેધીરે એકલતાનો શિકાર બનીને તાણગ્રસ્ત થઈ ગયો. હવે પરેશાન થતા નીતા તેને ડોક્ટર પાસે લઈ જવા આમતેમ ફરી રહી છે. અંધશ્રદ્ધાની પરાકાભા ગરિમાને ટેવ છે કે સ્નાન કરીને જ્યાં સુધી પૂજા ન કરે ત્યાં સુધી પાણી પણ નહોતી પીતી. પછી ભલે ને ઘરના કામ કરતાંકરતાં બપોર કેમ ન થઈ જાય. પતિ વિનયે પણ તેને ઘણી વાર સમજાવી, ‘‘ગરિમા, નાસ્તો કર્યા વિના આમ બપોર સુધી ભૂખ્યા રહેવું બરાબર નથી. કોઈ દિવસ મુશ્કેલી ઊભી થશે.’’ પરંતુ ગરિમાએ વિનયની વાત તરફ ધ્યાન ન આપ્યું. એક દિવસ અચાનક ચક્કર ખાઈને તે બેભાન થઈ ગઈ. ડોક્ટરે કહ્યું કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી તેનું બીપી લો થઈ ગયું છે. આટલું બધું થયા પછી પણ ગરિમા પોતાની ટેવને ન છોડી શકી, જેથી રોજ તેના ઘરમાં કંકાસ થતો હતો. પૂજાના પતિને લિવર સિરોસીસ થયું હતું. ૧ મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા પછી એક દિવસે ડોક્ટરોએ તેને જવાબ આપી દીધો. આ સમયગાળા દરમિયાન પૂજાના કહેવાતા ગુરુ આવી ગયા. જ્યારે પૂજાએ તેમને પોતાના પતિની સ્થિતિ વિશે જણાવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘‘જેા મહામૃત્યુંજયનો જાપ કરાવવામાં આવે તો તેમનો જીવ બચી શકે છે.’’ આશાનું કિરણ જેાયા વિના જ પોતાના વિવેકનો પ્રયોગ કરીને પૂજાએ ખૂબ ઉતાવળમાં પંડિતને જાપ માટે રૂપિયા ૨૫ હજાર આપી દીધા. જેાકે બીજા દિવસે તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....