સામગ્રી :
* ૧ કાચું નાળિયેર
* ૧ બાફેલું બટાકું
* ૧ નાની ચમચી કોર્ન ફ્લોર
* ૧ નાની ચમચી વેસણ
* ૨ નાની ચમચી આદું?અને લસણ પેસ્ટ
* ૧૦-૧૨ મીઠો લીમડોુ
* ૧/૨ નાની ચમચી હળદર
* ૩-૪ લીલાં મરચાં
* ૧ નાની ચમચી ચિલી ફ્લેક્સ
* રિફાઈન્ડ તેલ તળવા માટે
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
નાળિયેરને એક મોટા વાસણમાં છીણી લો. હવે તેમાં બટાકાને મેશ કરીને નાખો. મીઠો લીમડો અને લીલાં મરચાંને બારીક કાપીને નાખો. રિફાઈન્ડ તેલ સિવાય બાકીની તમામ સામગ્રીને નાળિયેર અને બટાકાના તૈયાર મિશ્રણમાં નાખો. મિશ્રણને બરાબર મિક્સ કરો. હવે ૨ મોટી ચમચી રિફાઈન્ડ તેલ મિક્સ કરતા હથેળીને ચિકણી કરીને ફ્રિટર્સ બનાવો. ગરમ રિફાઈન્ડમાં મધ્યમ આંચ પર ફ્રિટર્સને સોનેરી તળી લો. ગરમગરમ ફ્રિટર્સને સેઝવાન ચટણી સાથે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....