વાર્તા – મુમતાઝ હુસૈન.

એક સમય હતો જ્યારે હંમેશાં સિતારનાં તારનો ઝણકાર કાનમાં ગૂંજતો રહેતો હતો. હવા રોમરોમને સહેલાવતી, રમતી પસાર થતી હતી. ખુલ્લા આકાશમાં લાઈનમાં ઊડતા પંખીઓને જેાઈને મારું મન પણ સ્વચ્છંદ પાંખો ફેલાવીને દૂર આકાશમાં ઊડવા લલચાતું હતું. દરરોજ સવાર એક સુખદ નવજીવનનો સંદેશ લઈને આવતી હતી અને દરેક રાત સોનેરી સપનાં સાથે ઊંઘ ભરેલી પાંપણો પર દસ્તક આપતી હતી. દૂર આકાશમાં દૂધિયો ચંદ્ર વાદળની આડમાં ડોકિયું કરતો, હસ્તો અને આવનાર જીવન માટે શુભ આશિષ આપતો લાગતો હતો.
જિંદગીના પુસ્તકનાં પાના ખૂબ ઝડપથી ફડફડતા બદલાતા ગયા અને એક કિશોરી પોતાની મોટી મોટી આંખોમાં તરતા સપના સાથે યુવાવસ્થામાં પ્રવેશ કરીને જિંદગીની હકીકતને થોડીથોડી સમજવા લાગી હતી. યુગનો તે એક સમય હતો જ્યારે માતાપિતા એક યુવા યુવતીના ભાવિના તાંતણાને ગૂંથીને તેને એક એવું?આવરણ પ્રદાન કરવા ઈચ્છે છે, જ્યાં તે દરેક પ્રકારનાં દુ:ખની નિશાનાં?અંધકારથી દૂર રહ્યા. હવે શરૂ થઈ તરુણાઈ અને ઈચ્છાઓનાં સુંદર મેળ સાથે જિંદગીની તે સફર જ્યાંથી આગળ વધ્યા પછી પોતાના શૈશવ અને કિશોર જીવનમાં જવું અશક્ય છે. આ છે કુદરતનો નિયમ, નિયતિનો કાયદો, જ્યાં ન ઈચ્છવા છતાં પણ આગળ વધતા જવું એક વિટંબણા જ છે.
મેં પાછળ ફરીને જેાવાનો પ્રયાસ કર્યો તો ૨ સુંદર પણ આંસુ ભીની આંખો મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી. હા, કદાચ એ જ કે અમે તારી શૈશવકાળની આંખો છીએ, જયંા આંખમાં થોડાક આંસુ આવતા જ માનો કોમળ, પ્રેમથી મહેકતો પાલવ ધીરેથી તે આંસુની ભીનાશને સુકવી દેતો હતો. અમે તારી કિશોરાવસ્થાની આંખો છીએ, જેમણે જીવનનાં તે સમયમાં બધું સારું જ જેાયું હતું. મારામાં તે આંખોનો સામનો કરવાની બિલકુલ હિંમત નહોતી.

હું મારા જીવનમાં આગળ વધી ગઈ હતી અને એક યુવા હોવાના લીધે અનેક જવાબદારીઓ અને કાયદા કાનૂનથી બંધાયેલી હતી. મારી આંખોમાં સજેલા સપના હજી પણ તરતા હતા, પરંતુ મહત્વાકાંક્ષાઓના ગાઢ પડછાયાથી ઘેરાયેલા, થોડા ડરેલા અને થોડા ગભરાયેલા, લાગતું હતું કે જીવનની કઠોર ધરા, સપનાનાં કોમળ પગલાને થોડીક વધારે કર્કશતા સાથે જખમ આપવા માટે તૈયાર હતા.
તે જાણતી હતી કે કિશોરાવસ્થામાં તેણે જે સુંદર અને કોમળ સપના જેાયા હતા, તે ક્યારેય પણ પૂરા થવાના નહોતા. તેમ છતાં આશાના કિરણનાં પ્રકાશે પ્રયાસ ચાલું રાખ્યો કે વાસ્તવિકતાનો અંધકાર જીવનમાંથી થોડા સમય માટે દૂર જ રહે.
આ સમાજ, ક્રૂર સમાજ કોઈપણ યુવતીને સપના જેાવા સુદ્ધાનો અધિકાર નથી આપતો, સપનાં પૂરા કરવાના તો દૂરની વાત છે. એક નાનકડા શહેરની આ યુવતી પોતાના જીવનમાં કંઈક એવું કરવા ઈચ્છતી હતી જેથી તેના માતાપિતાને સન્માન મળે તથા સમાજમાં તે અન્ય યુવતીઓ માટે પ્રેરણા બની શકે, તેમને કંઈક કરવાની દિશા આપી શકે, તેમનું માર્ગદર્શન કરી શકે.
પોતાની તરફ ઊઠતી હજારો આંખોમાં વસેલા એક જ પ્રશ્નનો પડછાયો દેખાતો હતો કે શું તે શક્ય બનશે? શું આ નિર્દયી સમાજ એવું થવા દેશે? પછી અન્ય કુટિલ આંખોમાં પોતાના માટે કટાક્ષમાં ધૃણાના ભાવના દર્શન કરતી હતી. જે મને કહી રહ્યા હતા કે યુવતીને આ અધિકાર આપણો સમાજ ક્યારેય નથી આપતો કે તે સુશિક્ષિત થઈને પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરતા આજીવિકાપાર્જન કરે. તેને તો માત્ર એક એવા જીવનસાથીનો ઈંતેજર કરવો જેાઈએ જે પોતાના અહમના સંતોષ માટે તેના જીવનમાં પ્રવેશ કરશે? જેના માટે મારી કોમળ લાગણીઓની કોઈ કદર નહીં હોય. તે આવશે કોઈ રાજાની જેમ અને તેના વિચારોથી મને જાણે તુચ્છ, દીનહીન નારી પર દયા કરીને, મારા દ્વારા તેના માટે કરેલી હજારો સેવાના બદલામાં તે મને ૨ ટંક ખાવા આપવાનું અહેસાન કરશે. ૨ ટંક જમવાની સાથે હજારો મહેણા અને કટાક્ષનો તાપ પણ હશે,
જેને સાંભળીને તે ભોજન મારા માટે સ્વાદિષ્ટ ભોજન નહીં પરંતુ સ્વયંને પોતાના સંતાનો માટે જીવિત રાખવાનું એક માધ્યમ માત્ર હશે.

૨૨ વર્ષની ઉંમરમાં જ મારા જીવનનાં તમામ અધિકાર છીનવાઈ ગયા. હું શ્વાસ તો લેતી હતી પણ મારા માટે નહીં પોતાની અનેક ફરજનું પાલન કરવા માટે. હું જીવતી તો હતી પણ મારા માટે નહીં કેટલા એવા લોકો માટે જે મને માણસ પણ નહોતા સમજતા. હું તો બસ એક કઠપૂતળી બનીને રહી ગઈ હતી જે લોકોના ઈશારે, ન ઈચ્છવા છતાં પણ સતત, અથાગ નૃત્ય કરી રહી હતી.
કેટલીય જેાડી આંખો મારી પાસેથી આખા દિવસનો હિસાબ માંગતી હતી. હું મારી ફરજને પૂર્ણ કરતા કરતાં પૂરા દિવસના થાક પછી રાત્રે અંધકારમાં મારા અસ્તિત્વને શોધવાનો પ્રયાસ કરતી હતી, પણ હંમેશાં નિષ્ફળ સાબિત થતી હતી. મારું મગજ જે ક્યારેક વીણાના તારના ઝણકારની જેમ દરરોજ ફ્રેશ, સુમધુર રાગ છેડતું રહેતું હતું, આજે તે એવું જ લાગતું હતું કે હંમેશાં માટે ઊંઘવા ઈચ્છે છે, ચિરનિદ્રામાં લીન થવા ઈચ્છે છે.
રાતનાં અંધકારમાં અરીસાની સામે ઊભી હું સ્વયંને જેાઈ રહી હતી અને સ્તબ્ધ હતી. અરીસામાં આ છબિ કોની છે? કેટલી સદીઓ પછી આજે હું અરીસાની સામે ઊભી હતી અને અરીસાને વારંવાર એ પ્રશ્ન પૂછવા ઈચ્છતી હતી કે તે મને કોની છબિનાં દર્શન કરાવી રહ્યા છે? આ તો હું નથી, નથી… ના, આ તો હું હોઈ જ ન શકું.
મારા તો કાળા, લાંબા, જાડા વાળ ઘૂંટણને સ્પર્શતા હતા. મારા ગોરા ચહેરા પર ૨ મોટી બોલતી આંખો હતી, જે હંમેશાં સપનામાં ખોવાયેલી લાગતી હતી. હોઠ પર સવારની તાજગી સમાન ખિલેલું સ્માઈલ હતું. કોમળ લતા સમાન લચીલું તન, જે પ્રાકૃતિક રીતે સુંદર, સુગંધિત છટા વિખેરતું સાક્ષાત અદ્ભુત સ્વપ્નિલ પ્રતિમા જેવું દેખાતું હતું.
અરીસાવાળી વૃદ્ધ મહિલાની આંખો તો ધૂંધળી છે. તેમાં સપના નથી, માત્ર નિરાશા અને આંસુ છે. તેના ચહેરા પર તો કરચલી જ કરચલી છે. માથા પર પડેલી રેખાઓ કહી રહી છે કે આ મહિલાએ પોતાની નિસ્તેજ જિંદગીમાં ઘણા ઉતારચડાવ જેયા છે. જિંદગીભર તેનો સામનો સમસ્યાઓ સાથે થતો રહ્યો છે. તે તો આ પૂરા સંસારમાં પ્રેમ વહેંચવા ઈચ્છતી હતી, પોતાની વણથાકી સેવાથી લોકોના દિલને જીતવા ઈચ્છતી હતી, પણ આ તમામ પ્રયાસ પછી પણ આ સંસારમાં તેને નફરત, અપમાન અને ધુત્કાર સિવાય કંઈ ન મળ્યું. તેના પોતાનાઓ એ જ તેને દુખના અંધકારમાં ધકેલી દીધી.

એક સમય હતો જ્યારે તે એ બોલતી આંખોની રાહ જેાતી હતી જે તેના જીવનમાં આવીને તેની પર અપાર પ્રેમનો વરસાદ કરીને કહેશે કે તારી છબિ મારામાં દરેક ક્ષણ વસે છે, જે આંખોથી જીવન જીવવાની દિશા મળશે, જે આંખો ઊઠતીપડતી પાંપણો સાથે તેના દરેક સેવાભાવ માટે કૃતજ્ઞતાપૂર્વક સ્મિત વિખેરશે, જે તેના મનની વાત કહ્યા વિના જ વાંચી લેશે, જે આંખોમાં તેના માટે સન્માન હશે.
પરંતુ કાશ… એવું થઈ શકતું. મેં તો આજીવન દરેક બાજુથી નફરતનો વરસાદ સહન કર્યો છે. હું?આજે અરીસા પર પડેલી ધૂળ જેવી થઈ ગઈ છું, હું સમયના પ્રવાહને પૂછવા ઈચ્છું છું કે હું ક્યાં ખોટી હતી? મેં ખોટું શું કર્યું જેની સજા મને મળી?
પ્રિયજનો માટે સપ્રેમ ફરજનું પાલન કર્યું, કોઈ અપેક્ષિત અંધકાર તો હતો જ નહીં. તનમનધન પોતાના પ્રિયજનો પર લૂંટાવ્યું. મારા શરીરનાં અંગ જ મને પીડિત કરી ગયા. શું મારે છોકરી હોવાની સજા આજીવન મળતી રહેશે? શું મારા દુખનો અંત નથી? મારા સપનાઓની હત્યા કરી દેવામાં આવી. મારી પાસેથી દરેક શ્વાસનો હિસાબ માંગવામાં આવ્યો.
મારી સપનાથી ધૂંધળી આંખોભરીને આજે સંસારને પૂછવા ઈચ્છે છે કે શું મારા જીવનમાં આવેલા દુખ, યાતનાઓની આંઘીનો તેમની પાસે કોઈ જવાબ છે? મારી દુખી આંખો કહેવા ઈચ્છે છે કે કાશ આ જીવનમાં કોઈ તેમની વ્યથાને સમજી શકતું. જ્યારે આ આંકો હસવા ઈચ્છતી હતી ત્યારે લોકોએ તેમાં આંસુ ન ભર્યા હોત. જ્યારે આ સુખની ઊંઘ ઊંઘવા ઈચ્છતી હતી, ત્યારે તેમાં પીડા અને તૃષ્ણા ન ભરી ગઈ હોત.
પ્રેમતરસી આંખો આજે આંસુમાં ડૂબીડૂબીને આ સૃષ્ટિના પાલનહારને એ પૂછી રહી છે કે આ દુ:ખી જીવનનો અંત ક્યારે આવશે? આખરે બીજી દુનિયામાં પ્રવેશ કર્યા પછી પણ શું ભાવનાત્મક અસલામતી રહેશે? શું મારા દુખોનો અંત ક્યારેય આવશે?

વધુ વાંચવા કિલક કરો....