વાર્તા - કરુણા કુમારી.

પ્રેમિકા સંગીતા સાથે તેના ફ્લેટમાં કલાકો વિતાવવા છતાં નીરજ ઉદાસ હતો. તેને મોજમસ્તી કરવામાં રસ નથી, ન ખાણીપીણીમાં.
‘‘જે વીતી ગયું છે તેના વિશે વિચારીને મગજ બગાડવામાં નાસમજી છે, સ્વીટ હાર્ટ. આજે હું તારા ફેસ પર સ્મિત જેાવા તરસી ગઈ છું.’’ નીરજના વાળમાં પ્રેમથી હાથ ફેરવતા સંગીતાએ ફરિયાદ કરી.
‘‘તે મૂરખ છોકરીએ કોઈ વાત વિના નોકરીમાંથી રાજીનામું આપીને મગજ બગાડ્યું છે. અરે, ૭૫ હજારની નોકરી જિદ્દમાં છોડવામાં શું સમજદારી?’’ નીરજ પત્ની અનુરાધા વિશે બોલતા એક વાર ફરીથી ગુસ્સે થયો.
નીરજ અને અનુરાધાના પ્રેમ લગ્ન હતા. તે તેને લખનૌમાં કાકાની મોટી દીકરીના લગ્નમાં મળ્યો હતો. અનુરાધા તેની પિતરાઈ બહેનની ખાસ ફ્રેન્ડ હતી. ભણવામાં હોશિયાર, સુંદર અને બિલકુલ સિંપલ. લગ્નમાં પણ તે બિલકુલ સામાન્ય કપડાંમાં આવી હતી, પણ તમામ ફ્રેન્ડ્સ તેનું માનસન્માન કરતા હતા, કારણ કે તે જ બધાને દર વર્ષે ભણાવીને એક્ઝામમાં પાસ કરાવતી હતી. તેને એમબીએમાં સરળતાથી એડમિશન મળી ગયું હતું, પણ તેની રહેણીકરણી બિલકુલ બદલાઈ નહોતી.
નીરજના માતાપિતાને તે ખૂબ ગમતી હતી. નીરજ પર તો પ્રેમિકા સંગીતાનું ભૂત સવાર હતું, પણ કેટલીય વાર કહેવા છતાં તે લગ્ન કરવા તૈયાર નહોતી. જ્યારે સંગીતાને અનુરાધા વિશે ખબર પડી તો તેણે તરત નીરજને તેની સાથે લગ્ન કરવા કહ્યું અને સમજવ્યો કે સીધીસાદી પત્ની હશે તો બંને જીવનને પ્રેમ રસમાં વિતાવીશે.
અનુરાધા લગ્ન કરીને દિલ્લી આવી ગઈ. નીરજના માતાપિતા લખનૌમાં રહેતા હતા. અનુરાધાને સારી નોકરી મળી ગઈ અને તેમને એક દીકરો પણ જન્મ્યો. તેને સંગીતા વિશે ખબર પડી હતી, પણ ૧-૨ વાર બોલીને ચુપ રહી. તેનો પગાર દર મહિને નીરજ લેતો હતો.
‘‘જેકે આશ્ચર્યની વાત છે કે તારી સીધીસાદી પત્નીએ મહત્ત્વનો નિર્ણય તારી સલાહ વિના લીધો.’’
‘‘તે મૂરખના મગજમાં ભૂસું ભરાયું છે.’’
‘‘મને લાગે છે કે થોડા દિવસ ઘરમાં રહેવાનો તેનો શોખ પૂરો થશે ત્યારે તે કંટાળીને ફરીથી નોકરી કરશે.’’
‘‘હવે તેણે મારી સામે ક્યારેય નોકરી કરવાનું નામ પણ લીધું તો હું તેનું માથું ફોડી દઈશ. હવે તેણે આજીવન ઘરમાં જ રહેવું પડશે.’’
‘‘જ્યારે તેં વિચારી જ લીધું છે, તો આટલો ગુસ્સો કેમ કરે છે? મારી શું ભૂલ છે જેા તું અઠવાડિયામાં ૧ વાર મળતો પ્રેમ કરવાનો આ સમય વેડફી રહ્યો છે?’’
સંગીતાની આંખમાં નીરજે જેાતા ચિડ અને ગુસ્સો ભુલાવીને સંગીતાને નજીક ખેંચી લીધી.
પ્રેમિકાના સુડોળ અંગોની માદક સુગંધનો અહેસાસ તરત જ તેના રોમરોમને ઉત્તેજિત કરવા લાગ્યા. પ્રેમની બાબતમાં સંગીતા તેની દરેક જરૂરિયાત, પસંદ અને ઈચ્છા પૂરી કરતી હતી. ૧ કલાક સુધી તેના મગજમાં પત્ની અનુરાધાના કોઈ જ વિચાર ન આવ્યા.
તે લગભગ ૧૦ વાગે ઘરે પહોંચ્યો. પત્ની પર નજર જતા તે ફરી ગુસ્સે થઈ ગયો.
‘‘આજે પૂરો દિવસ ઘરમાં રહીને કેવું લાગ્યું જરા હું પણ સાંભળું કે ઘરે બેસવાના પહેલા દિવસે કયા મહાન કાર્યક્રમ પતાવ્યા?’’ નીરજના લહેકામાં સ્પષ્ટ દેખાતું હતું કે તે અનુરાધા સાથે ઝઘડો કરવાના મૂડમાં છે.
અનુરાધાએ બેદરકારીથી જવાબ આપ્યો, ‘‘નાનાનાના કામમાંથી નવરાશ મળે તો કોઈ મહાન કાર્ય કરવાનું વિચારું ને. એક વાત તો સમજઈ ગઈ.’’
‘‘કઈ?’’
‘‘પહેલા તું મારી ઓફિસથી ઘરે આવવાની રાહ જેાતો હતો અને આજે તે જ કામ મારે કરવું પડ્યું. તેમાં કોઈ શંકા નથી કે રાહ જેાતી વખતે સમયની ઝડપ ધીમી થઈ જાય છે. ક્યાં રોકાઈ ગયા હતા?’’
‘‘પહેલા જ દિવસથી કોઈ મૂરખ ગૃહિણીની જેમ પૂછપરછ શરૂ કરી દીધી.’’ નીરજ કટાક્ષ કરતા બોલ્યો.
‘‘તમે છુપાવવા માંગો છો, તો છુપાવો.’’ પગ પછાડતા અનુરાધા કિચનમાં ગઈ.
ગુસ્સામાં નીરજે ખાવાની ના પીડી દીધી. તેને ભૂખ પણ નહોતી, કારણ કે તેણે સંગીતા સાથે પિઝા ખાધા હતા.
અનુરાધા કંઈ જ બોલ્યા વિના ૬ વર્ષના દીકરા રોહિત સાથે ઊંઘવા ગઈ. નીરજે મોબાઈલ જેાયો અને સોફા પર થાકીને ઊંઘી ગયો.
મોબાઈલ કે ટીવીમાં આવતા કોઈ પણ કાર્યક્રમ જેાવામાં તેને રસ નહોતો. ચિંતા અને બેચેનીના લીધે અડધી રાતે તે ઊંઘ્યો.
બીજા દિવસે રવિવારની રજા હતી. તે જ દિવસથી નીરજની સમસ્યા અને મુસીબતની શરૂઆત થઈ.
અનુરાધાએ સ્વાદિષ્ટ કોબીજ અને બટાકાના ભજિયાનો નાસ્તો કરાવ્યો. રોહિત સાથે રમતા તે ખુશ દેખાતી હતી. નીરજની નારાજગી તેના ઉત્સાહને ઓછો કરવામાં નિષ્ફળ રહી હતી.
સવારે ૧૧ વાગ્યાની આસપાસ અનુરાધાએ તેને મહિનાના સામાનનું લાંબું લિસ્ટ પકડાવી દીધું.
‘‘આ હું શું કરું?’’ નીરજે ચિડાઈને પૂછ્યું.
‘‘બજારમાં જઈને ખરીદી લાવો, સાહેબ.’’ અનુરાધઆએ સ્મિત કરતા જવાબ આપ્યો.
‘‘મેં આ કામ પહેલાં ક્યારેય નથી કર્યું, તો હવે શું કરું?’’
‘‘હું ઘરનું કામ સંભાળીશ તો બહારના કામની જવાબદારી હવે તમારી રહેશે ને.’’
‘‘આ બધું મારાથી નહીં થાય.’’
‘‘ઘરમાં સામાન વિના ખાવાનું કેવી રીતે બનાવું, મને સમજાવો.’’ કહીને અનુરાધા રોહિત સાથે લૂડો રમવા લાગી.
‘‘હું જ જાઉં છું.’’ નીરજ ઊભો થયો, ‘‘સામાન લાવવા પૈસા આપ.’’
‘‘હવે મારી પાસે ક્યાંથી પૈસા આવશે?’’
‘‘કેમ? તને પગાર તો મળ્યો છે ને?’’
‘‘મળ્યો છે અને મેં ૮ વર્ષ સતત જે નોકરી કરી છે તેના છેલ્લા પગારને મેં મારા અને રોહિતના જરૂરી કામ માટે બચાવીને રાખવાનો નિર્ણય લીધો છે.’’
‘‘આ વખતે ખર્ચા તમે જ ઉઠાવો.’’
‘‘સોરી ડિયર.’’
‘‘ગો ટૂ હેલ.’’ નીરજ ગુસ્સે થયો અને ફરશ પર પગ પછાડતા બજાર જવા ઘરેથી નીકળ્યો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....