વાર્તા - મુમતાઝ હુસૈન.

એક સમય હતો જ્યારે હંમેશાં સિતારનાં તારનો ઝણકાર કાનમાં ગૂંજતો રહેતો હતો. હવા રોમરોમને સહેલાવતી, રમતી પસાર થતી હતી. ખુલ્લા આકાશમાં લાઈનમાં ઊડતા પંખીઓને જેાઈને મારું મન પણ સ્વચ્છંદ પાંખો ફેલાવીને દૂર આકાશમાં ઊડવા લલચાતું હતું. દરરોજ સવાર એક સુખદ નવજીવનનો સંદેશ લઈને આવતી હતી અને દરેક રાત સોનેરી સપનાં સાથે ઊંઘ ભરેલી પાંપણો પર દસ્તક આપતી હતી. દૂર આકાશમાં દૂધિયો ચંદ્ર વાદળની આડમાં ડોકિયું કરતો, હસ્તો અને આવનાર જીવન માટે શુભ આશિષ આપતો લાગતો હતો.
જિંદગીના પુસ્તકનાં પાના ખૂબ ઝડપથી ફડફડતા બદલાતા ગયા અને એક કિશોરી પોતાની મોટી મોટી આંખોમાં તરતા સપના સાથે યુવાવસ્થામાં પ્રવેશ કરીને જિંદગીની હકીકતને થોડીથોડી સમજવા લાગી હતી. યુગનો તે એક સમય હતો જ્યારે માતાપિતા એક યુવા યુવતીના ભાવિના તાંતણાને ગૂંથીને તેને એક એવું?આવરણ પ્રદાન કરવા ઈચ્છે છે, જ્યાં તે દરેક પ્રકારનાં દુ:ખની નિશાનાં?અંધકારથી દૂર રહ્યા. હવે શરૂ થઈ તરુણાઈ અને ઈચ્છાઓનાં સુંદર મેળ સાથે જિંદગીની તે સફર જ્યાંથી આગળ વધ્યા પછી પોતાના શૈશવ અને કિશોર જીવનમાં જવું અશક્ય છે. આ છે કુદરતનો નિયમ, નિયતિનો કાયદો, જ્યાં ન ઈચ્છવા છતાં પણ આગળ વધતા જવું એક વિટંબણા જ છે.
મેં પાછળ ફરીને જેાવાનો પ્રયાસ કર્યો તો ૨ સુંદર પણ આંસુ ભીની આંખો મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી. હા, કદાચ એ જ કે અમે તારી શૈશવકાળની આંખો છીએ, જયંા આંખમાં થોડાક આંસુ આવતા જ માનો કોમળ, પ્રેમથી મહેકતો પાલવ ધીરેથી તે આંસુની ભીનાશને સુકવી દેતો હતો. અમે તારી કિશોરાવસ્થાની આંખો છીએ, જેમણે જીવનનાં તે સમયમાં બધું સારું જ જેાયું હતું. મારામાં તે આંખોનો સામનો કરવાની બિલકુલ હિંમત નહોતી.

હું મારા જીવનમાં આગળ વધી ગઈ હતી અને એક યુવા હોવાના લીધે અનેક જવાબદારીઓ અને કાયદા કાનૂનથી બંધાયેલી હતી. મારી આંખોમાં સજેલા સપના હજી પણ તરતા હતા, પરંતુ મહત્વાકાંક્ષાઓના ગાઢ પડછાયાથી ઘેરાયેલા, થોડા ડરેલા અને થોડા ગભરાયેલા, લાગતું હતું કે જીવનની કઠોર ધરા, સપનાનાં કોમળ પગલાને થોડીક વધારે કર્કશતા સાથે જખમ આપવા માટે તૈયાર હતા.
તે જાણતી હતી કે કિશોરાવસ્થામાં તેણે જે સુંદર અને કોમળ સપના જેાયા હતા, તે ક્યારેય પણ પૂરા થવાના નહોતા. તેમ છતાં આશાના કિરણનાં પ્રકાશે પ્રયાસ ચાલું રાખ્યો કે વાસ્તવિકતાનો અંધકાર જીવનમાંથી થોડા સમય માટે દૂર જ રહે.
આ સમાજ, ક્રૂર સમાજ કોઈપણ યુવતીને સપના જેાવા સુદ્ધાનો અધિકાર નથી આપતો, સપનાં પૂરા કરવાના તો દૂરની વાત છે. એક નાનકડા શહેરની આ યુવતી પોતાના જીવનમાં કંઈક એવું કરવા ઈચ્છતી હતી જેથી તેના માતાપિતાને સન્માન મળે તથા સમાજમાં તે અન્ય યુવતીઓ માટે પ્રેરણા બની શકે, તેમને કંઈક કરવાની દિશા આપી શકે, તેમનું માર્ગદર્શન કરી શકે.
પોતાની તરફ ઊઠતી હજારો આંખોમાં વસેલા એક જ પ્રશ્નનો પડછાયો દેખાતો હતો કે શું તે શક્ય બનશે? શું આ નિર્દયી સમાજ એવું થવા દેશે? પછી અન્ય કુટિલ આંખોમાં પોતાના માટે કટાક્ષમાં ધૃણાના ભાવના દર્શન કરતી હતી. જે મને કહી રહ્યા હતા કે યુવતીને આ અધિકાર આપણો સમાજ ક્યારેય નથી આપતો કે તે સુશિક્ષિત થઈને પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરતા આજીવિકાપાર્જન કરે. તેને તો માત્ર એક એવા જીવનસાથીનો ઈંતેજર કરવો જેાઈએ જે પોતાના અહમના સંતોષ માટે તેના જીવનમાં પ્રવેશ કરશે? જેના માટે મારી કોમળ લાગણીઓની કોઈ કદર નહીં હોય. તે આવશે કોઈ રાજાની જેમ અને તેના વિચારોથી મને જાણે તુચ્છ, દીનહીન નારી પર દયા કરીને, મારા દ્વારા તેના માટે કરેલી હજારો સેવાના બદલામાં તે મને ૨ ટંક ખાવા આપવાનું અહેસાન કરશે. ૨ ટંક જમવાની સાથે હજારો મહેણા અને કટાક્ષનો તાપ પણ હશે,
જેને સાંભળીને તે ભોજન મારા માટે સ્વાદિષ્ટ ભોજન નહીં પરંતુ સ્વયંને પોતાના સંતાનો માટે જીવિત રાખવાનું એક માધ્યમ માત્ર હશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....