વાર્તા – શુભા દ્વિવેદી.

સાંજે ૫ વાગે અનન્યાને અચાનક યાદ આવ્યું કે આજે બુધવારના દિવસે તેનું એક કમિટમેન્ટ પોતાની જાત સાથે હતું. ફેસ પર રેલાતા હાસ્યને અટકાવવામાં અસમર્થ, તેણે જલદીજલદી સ્વયંને એકત્રિત કરતા શરૂ કર્યું કે અરે, આર્યનની મેથ્સની વર્કશીટ તો તેણે ક્યારની બનાવીને તૈયાર કરી છે. જલદી તેને અધ્યયન કક્ષમાં મૂકતા તે દીકરી અવનીને ઉઠાડવા તેના રૂમમાં ગઈ, કારણ કે તેને બપોરના આરામ પછી ક્લાસિસમાં જવાનું હતું.
તમામ કામકાજની વચ્ચે રાતના ડિનરની પણ એક રૂપરેખા તૈયાર કરવાની હતી, તેથી અનન્યા કિચનમાં ગઈ. તેણે ફ્રિજમાંથી શાક કાઢીને પ્લેટફોર્મ પર મૂક્યા, જેથી તેની ગેરહાજરીમાં તેની હેલ્પર પોતાનું કામ શરૂ કરી શકે. આ તમામ તૈયારી પછી અનન્યાએ ફ્રિજના દરવાજા પર પતિ અક્ષત માટે એક નાની ચિઠ્ઠી ચોંટાડી દીધી, જેમાં લખ્યું હતું, ‘‘જલદી મળીએ, કોફી ડેટ પછી, તમારી પ્રિયા.’’
હવે ૫ વાગીને ૨૦ મિનિટે તે તૈયાર થવામાં વ્યસ્ત થઈ ગઈ. ખરેખર આ વિચાર કેટલો આનંદદાયક હતો કે અઠવાડિયાની વચ્ચે તેને તૈયાર થવાની તક મળતી હતી. આ વાત એક ઉપલબ્ધિ કરતા ઓછી નહોતી. ચેષ્ટા અને મનોયોગથી તેણે સ્વયંને આ ક્ષણ માટે તૈયાર કરી, નહીં તો ઘરની દિનચર્યા, પતિ અને બાળકો સાથે તેમની જરૂરિયાત સમજતા તેને આ આભાસ જ નહોતો કે અનન્યા કોણ હતી અને તેના જીવનનો ઉદ્દેશ શું હતો?

વધતી જવાબદારીની વચ્ચે અનન્યા સ્વયંને વિસ્તૃત અને વિસ્મૃત બંને કરતી હતી. લગ્ન પછીના વર્ષોમાં તેને ખબર ન પડી કે તે એક સ્વતંત્ર મનુષ્ય છે, જેની સમજવાવિચારવાની ક્ષમતા અને મહત્ત્વાકાંક્ષા અન્ય લોકો જેવી છે. એક સ્વચાલિત યંત્રવત્ પ્રાણીની જેમ તેનું અસ્તિત્વ તેની આસપાસના લોકોની જરૂરિયાત, નિર્ભરતા અને તેના અનુમોદન પર નિર્ભર હતું.
તેને ક્યારેય ભાન ન થયું કે તમામ વ્યસ્તતાની વચ્ચે તેના જીવનની અનેક વસંત વીતી ગઈ અને પરિણામે છેલ્લા કેટલાય દિવસથી એક પ્રકારની શૂન્યમનસ્કતા, ઉત્સાહહીનતા અને આત્મતિરસ્કારની ભાવના તેના મનમાં ઘર કરી રહી હતી. આશાના ઘરે આયોજિત કિટીમાં એક નાના વિષય પર સાહેલીઓ સાથે સલાહસૂચન કરતા તેની ધીરજ ખૂટી ગઈ. વિષય તો રોજિંદા જીવનને સ્પર્શતો એક નાનો વિચાર હતો, પણ તેની પ્રાસંગિકતાના તણખલાએ તેના મનને અંદરથી ઈજા પહોંચાડી દીધી, ‘‘શું સેલ્ફ લવ સેલ્ફિશનેસ છે?’’
બસ પછી શું હતું તે વિચારતી જ રહી ગઈ કે પેઢી દર પેઢી મહિલાઓ શું આ કથનથી પીડાતી રહી છે કે શું સ્વયં માટે પ્રેમ સ્વાર્થ પરાયણતા છે કે પછી એક પ્રકારની જરૂરિયાત?
ભલે, અનેક પ્રકારના વિચારોથી પીડિત થયા પછી તેણે મનોમન નિશ્ચિત કરી લીધું કે તે અઠવાડિયામાં એક વાર પોતાની ઈચ્છાનુસાર કોઈ એક એવું કાર્ય કરશે જેથી તેનું મન ખુશ થાય અને જેમાં તેને સુખની અનુભૂતિ થાય અને આજની આ કોફી ડેટ તે દિશામાં પ્રથમ પગલું હતું.

પોતાની પ્રિય લેખિકા – ગરટ્રુડ સ્ટાઈન અને જેાકે રાઉલિંગના જીવન પરથી પ્રેરણા લેતા તેણે મનોમન સંકલ્પ લીધો કે તે ઘરની નજીક આવેલા એનબીસીમાં જઈને એક કપ કોફી સાથે પોતાના આગામી જીવનની કલ્પના તો કરી જ શકે છે. આજે, બની પાર્કમાં આવેલા એનબીસીમાં બેસીને સામેના રસ્તા પર થતા આવાગમન, કિશોરાના સ્વચ્છંદ વાર્તાલાપ, વયસ્કોના આત્મવિશ્વાસુ ચહેરા અને તેમની ચિંતામાં હસ્તક્ષેપ કર્યા વિના રસ લેતા વિવિધ ઘટનાક્રમને પોતાના મગજમાં નિબંધિત કરતા તેણે મનોમન સ્વીકારી લીધું કે પોતાની અવહેલના કરીને તેણે પોતાના પ્રતિ મોટો અપરાધ કર્યો છે.
તેથી સ્વયંની સ્વીકારોક્તિ પોતાના ઉત્થાન માટે ખૂબ જરૂરી છે. મનપસંદ કેપેચીનોના ઘૂંટ લેતા તેને અનુભૂતિ થઈ કે સ્વયં સાથે કોફી ડેટનો આ નિર્ણય કેટલો મહત્ત્વપૂર્ણ હતો. જે તેને જીવન પ્રત્યે એક નવી દષ્ટિ આપવામાં સાર્થક પણ રહ્યો. નિશ્ચિત રીતે સ્વયં સાથેનો પ્રેમ એક પ્રકારની સ્વાર્થ પરાયણતા કહી શકાય છે, પરંતુ તેના વિના આત્મકલ્યાણ અને સ્વાભિમાનની ભાવનાનો વિકાસ કદાચ શક્ય નથી.

કોફીના કપથી ઉપર ઊઠતી સુગંધિત વરાળ સાથે તેનો આ અહમ્ ઊડી ગયો કે તે બધાને દરેક સ્થિતિમાં ખુશ રાખી શકે છે અને એ ભ્રમ પણ કે તેની પ્રસન્નતા માટે તે બીજા પર નિર્ભર છે. આ ઊહાપોહ અને આત્મવિવેચનની પ્રક્રિયામાં લીન, પોતાની આસપાસના જીવનને વધારે તન્મયતા સાથે અંકિત કરતા, ૭ વાગે એક મધુર સ્મિત અને એક નવા ઉત્સાહ સાથે પૃભભૂમિમાં વાગતા મનપસંદ ગીત ‘લવ યૂ જિંદગી…’ પર નાચતા તે ઘરે જવા નીકળી.

વધુ વાંચવા કિલક કરો....