વાર્તા – રિતુ વર્મા.

નંદિની પાસે આજે કાયરાનો ફોન આવ્યો હતો. કાયરા રોકાયા વિના એકશ્વાસે બોલી રહી હતી, ‘‘મમ્મી, જેા તું ન આવી તો મારા હાથમાંથી આ પ્રોજેક્ટ નીકળી જશે.’’
નંદિની કહેવા માંગતી હતી કે તે નથી આવી શકતી. કોણ જાણે કેમ નંદિની જમાઈ આરવનો સામનો નહોતી કરવા ઈચ્છતી, પણ હંમેશાંની જેમ મનની વાત મનમાં રહી ગઈ અને ઉપરથી કાયરાએ ફોન કટ કરી દીધો હતો.
રાતે જ્યારે પ્રશાંત આવ્યો ત્યારે સ્મિત કરતા બોલ્યો, ‘‘લાગે છે મારી આઝાદીના દિવસ નજીક આવી રહી છે.’’
‘‘તારી દીકરીએ તારી બેંગલુરુ જવાની ટિકિટ બુક કરાવી લીધી છે.’’
‘‘આવતા રવિવારે જવાની તૈયાર કર.’’
નંદિની ગુસ્સામાં બોલી, ‘‘તમે કે તેણે મને પૂછવાની જરૂર પણ ન સમજી.’’
પ્રશાંત આશ્ચર્યચકિત થતા બોલ્યો, ‘‘કેવી મા છે તું, મારે શું છે, ના જઈશ.’’
નંદિની પ્રશાંતને કહેવા માગતી હતી કે આરવની હયાતી તેને પરેશાન કરે છે, પણ તે શું અને કેવી રીતે કહે?
એવું નથી કે આરવે નંદિની સાથે છેડતી કરી હોય, પણ કોણ જાણે કેમ નંદિનીને આરવ સાથે કંઈક અલગ ફિલ થાય છે. આરવનું નંદિનીને કોમ્પ્લિમેન્ટ આપવું, તેની પ્રશંસા કરવી બધું તેને આરવ બાજુ ખેંચે છે. તેથી નંદિની આરવનો સામનો નહોતી કરવા ઈચ્છતી. એક ૫૨ વર્ષની મહિલા, એક ૨૭ વર્ષના હેન્ડસમ છોકરા વિશે આવું કેવી રીતે વિચારી શકે છેે. તે પણ જ્યારે સામે તેનો જમાઈ હોય.
નંદિની કમને તૈયારી કરી રહી હતી. તે અસમંજસમાં ગૂંચવાઈ ગઈ હતી. કોની સાથે વાત કરે તેને સમજાતું નહોતું. કાયરાના લગ્નને હજી સમય જ કેટલો થયો છે. ૭ મહિના તો થયા છે, આજે પણ નંદિનીની આંખ સામે તે હોળી આવી જાય છે, જ્યારે આરવ નંદિનીને રંગ લગાવતા કહેતો હતો, ‘‘કોણ કહેશે તમે કાયરાના મમ્મી છો, તમે આજે પણ કેટલા ફિટ છો?’’
આ વાત કહેતા આરવ મસ્તીભર્યું સ્મિત કરી રહ્યો હતો. નંદિની શરમથી પાણી પાણી થઈ ગઈ, પણ કોણ જાણે કેમ તેનું મન આરવને જેાઈને ખીલી ઊઠતું હતું.
તે સાંજે નંદિનીએ જાણીજેાઈને સાડી ન પહેરીને સ્કર્ટટોપ પહેર્યું હતું. તે આરવના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળવા માંગતી હતી. આરવે પણ તે પૂરી સાંજ નંદિનીના નામે કરી દીધી હતી. અહીં સુધી કે નંદિનીની નાની બહેન સુરુચિ પણ બોલી, ‘‘આરવ બેટા નંદિની તારી સાસુ છે અને કાયરા પત્ની, તું ભૂલી તો નથી ગયો…’’
તે અલગ વાત છે કે નંદિનીના પતિ પ્રશાંતને આ વાતથી કોઈ ફરક નથી પડતો અને કાયરા પણ આરવની વાત મજાકમાં લેતી હતી.
પણ નંદિનીનું આકર્ષણ હતું જે આરવ પ્રત્યે ઓછું નહોતું થઈ રહ્યું. તેને નહોતી ખબર કે આરવના મનમાં શું છે કે તે તેની મજક ઉડાવી રહ્યો છે. આરવ અને કાયરા હોળીમાં પૂરા ૪ દિવસ રોકાયા. આ ૪ દિવસમાં આરવ બસ નંદિનીની આગળપાછળ ફરતો રહેતો હતો.
નંદિની પ્રત્યે પ્રશાંત એકદમ શાંત હતો. તે પોતાના પરિવારને પ્રેમ કરતો હતો, પણ જહેર નહોતો કરી શકતો. તેને નંદિની ખૂબ ગમતી હતી, પણ તેને આ બોલવાની ક્યારેય જરૂર ન અનુભવી. બીજી બાજુ નંદિની પોતાની પ્રશંસા સાંભળવા માટે તરસી ગઈ હતી. એવામાં આરવનું તેને આટલું મહત્ત્વ આપવું તેને ગમવા લાગ્યું હતું.
પોતાની ૨૫ વર્ષની દીકરીથી તે અજણતા સ્પર્ધા કરવા લાગી હતી. આરવને જે પસંદ છે તે કાયરાથી વધારે નંદિનીને ખબર હતી. નંદિનીની જેમ આરવ પણ હેલ્થ ફ્રીક હતો અને બંનેને સાહિત્યમાં રુચિ હતી.

હોળી પછી આરવ નંદિનીને લગભગ રોજ ફોન કરતો હતો. કોણ જાણે કેમ નંદિની આ વાત કાયરા અને પ્રશાંતથી છુપાવતી હતી. તેને ખબર હતી કે કોઈ આ સમજી નહીં શકે.
બીજી બાજુ આરવને કાયરાથી કોઈ ફરિયાદ નહોતી, પણ જે અહેસાસ તેને નંદિની સાથે મળતો હતો તે કાયરા સાથે નહોતો મળતો. કાયરા આજકાલની છોકરીઓની જેમ બસ પાર્ટી, નાચવુંગાવું અને ટ્રિપ્સ સુધી સીમિત હતી. એક્સર્સાઈઝ કરવાથી તે ભાગતી હતી અને પુસ્તકોથી તેને એલર્જી હતી, તેથી આરવને નંદિની સાથે વાત કરીને આનંદ મળતો હતો.
આરવ આજના જમાનાનો યુવક હતો, તેથી નંદિની સાથે પોતાની મિત્રતાને લઈને તેને થોડું પણ દુખ નહોતું. તેના જીવનનો એક જ મૂળમંત્ર હતો કે જે માર્ગ પર ખુશી મળે તેને અપનાવો. નંદિનીને પૂરી રાત ઊંઘ ન આવી તો સવારે પ્રશાંત પ્રેમથી બોલ્યો, ‘‘શું વાત છે નંદિની, જેા કોઈ પરેશાની હોય તો મને કહે.’’
નંદિની આશ્ચર્યચકિત રહી ગઈ. કેવી રીતે બોલે કે તે આરવ જેાકે તેમનો જમાઈ છે તેના પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છે.
બસ પ્રશાંતને એટલું કહ્યું, ‘‘કઈ નહીં, તમે પણ મારી સાથે આવતા તો મને ટેન્શન ન રહેતું.’’
તે કેવી રીતે આ વાત પ્રશાંતને કહી શકતી હતી કે પોતાની દીકરીના ઘરે જતા તે એક કિશોરી જેવું અનુભવી રહી છે.
‘‘તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે, ઠીક તે રીતે જે રીતે કિશોરાવસ્થામાં ધબકતું હતું.’’

જ્યારે નંદિની એરપોર્ટથી બહાર નીકળી ત્યારે આરવ બહાર જ ઊભો હતો, નંદિનીને જેાતા જ બોલ્યો, ‘‘તમને ખબર નથી કે હું કેટલો ખુશ છું કે તમે મારી સાથે રહેશો.’’
‘‘તમે કેટલા સુંદર લાગો છો આ પસ્ટેલ કલરના સૂટમાં, મારી પત્નીને પણ કંઈક શિખવાડો.’’
નંદિની ચુપ રહી, પણ સ્મિત કર્યું. રસ્તામાં આરવ અને તે એક નવા પુસ્તક પર ચર્ચા કરતા હતા. જ્યારે નંદિની આરવ સાથે ઘરે પહોંચી ત્યારે ઘરની અને કાયરાની હાલત જેાઈને તે દંગ રહી ગઈ હતી. નંદિનીને આરવના પોતાના પ્રત્યે આકર્ષણનું કારણ આજે સમજાયું હતું.
નંદિની નહાઈને બહાર આવી તો જેાયું કે કાયરાએ ચા બનાવી હતી. ચા એકદમ બેસ્વાદ બની હતી. નંદિનીને ખૂબ ભૂખ લાગી હતી, તેથી ચા પીધા પછી તેણે કાયરાને કહ્યું, ‘‘કાયરા, લાવ હું નાસ્તો બનાવી દઉં છું.’’
રસોઈની હાલત ખરાબ હતી, તેમ છતાં કોઈ રીતે જુગાડ કરીને નંદિનીએ વેસણના પરોઠા અને આલૂનું શાક બનાવ્યુ. કાયરાએ જલદીજલદી નાસ્તો કર્યો, પણ આરવની પ્રશંસા ચાલુ થઈ ગઈ હતી.
કાયરા નાસ્તો કર્યા પછી પોતાના રૂમમાં બંધ થઈ ગઈ હતી. આરવ અને નંદિની માયા મેમસાહેબ મૂવી જેાઈ રહ્યા હતા. અચાનક આરવ બોલ્યો, ‘‘તમને ખબર છે, બાળપણથી મને આંટી ખૂબ ગમતી હતી.’’
‘‘મારી પાડોશમાં રહેતી નીરા આંટી મારો ક્રશ હતી.’’
એક વાત કહું જે તમે ખોટું ન માનો તો.’’
નંદિનીનું હૃદય ધબકવા લાગ્યું તેમ છતાં બોલી, ‘‘હા બોલો.’’
‘‘હું કાયરાને મળવા આવ્યો હતો ત્યારે મને કાયરાથી વધારે તમે પસંદ આવ્યા હતા.’’
નંદિની પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી.
આરવ રોકાયા વિના બોલી રહ્યો હતો, ‘‘તમારી સાથે હું રિલેટ કરી શકું છું, પણ કાયરા સાથે હું ઈચ્છવા છતાં નથી કરી શકતો.’’
નંદિનીને સમજાતું નહોતું કે તે આ વાતનો શું જવાબ આપે, પણ નંદિનીના રુવાંડાં ઊભા થઈ ગયા હતા.
નંદિની જવાબ આપ્યા વિના બહાર બાલ્કનીમાં આવીને બેસી ગઈ. તેણે ક્યારેય સપનામાં વિચાર્યું નહોતું કે તે આવી મુશ્કેલીમાં ફસાશે. આરવનો સાથ તેને ગમતો હતો, તેની સાથે વાત કરીને તે ફ્રેશ અનુભવતી હતી, પણ વચ્ચે તેના અને આરવના સંબંધની મર્યાદા આવી જતી હતી.
સવારે નંદિનીની આંખ રોજની જેમ જલદી ખૂલી ગઈ હતી. તે ફ્રેશ થઈને બહાર આવી તો જેાયું આરવ કિચનમાં ચા બનાવતો હતો. નંદિની આરવને હટાવતા બોલી, ‘‘અરે, હું બનાવી દઉં છું.’’
આરવ બોલ્યો, ‘‘અરે હું તૈયાર છું. તમે જલદીથી ટ્રેક સૂટ પહેરી લો, પછી જેાગિંગ કરવા જઈશું.’’
બહારની ઠંડી હવામાં નંદિની તરોતાજ અનુભવી રહી હતી. જ્યારે આરવ અને નંદિની જેાગિંગ કરીને પાછા આવ્યા ત્યારે કાયરા વાસી ચહેરો લઈને તે બંનેની રાહ જેાઈ રહી હતી.
કાયરા હસતા બોલી, ‘‘ચાલો દીકરી નહીં તો મા જ.’’
‘‘મમ્મી તું તો ધીરેધીરે આરવની બધી ફરિયાદ દૂર કરી દઈશ જે તેને મારાથી છે.’’
નંદિની બોલી, ‘‘તું કેમ નથી તેની સાથે.’’
કાયરા બોલી, ‘‘અરે, મને ઓફિસથી સમય મળે તો આ બધું કરું ને.’’
આરવના ઓફિસ ગયા પછી નંદિનીએ કાયરાને કહ્યું, ‘‘તારી હાલત આ જ રહી તો જલદી જ આરવ કોઈ બીજાની બાહોમાં હશે.’’
કાયરા હસતા બોલી, ‘‘અરે આરવને તારાથી નવરાશ નથી જે બીજા સામે જુએ.’’
નંદિની ગુસ્સામાં બોલી, ‘‘શું મતલબ?’’
કાયરા બોલી, ‘‘અરે મારી ભોળી મમ્મી તારો જમાઈ બુદ્ધુ છે, તું ચિંતા ન કર.’’
નંદિની કયા મોઢે કહેતી કે તેનો બુદ્ધુ પતિ તેની સાસુને પત્નીથી વધારે પસંદ કરે છે.
આરવ હવે રોજ સાંજે આવીને નંદિની સાથે કોઈ ને કોઈ સાહિત્યિક વિચારવિમર્શમાં બિઝી રહેતો હતો અને પછી નંદિનીની રસોઈમાં મદદ કરતો હતો. નંદિનીને આ બધું પ્રશાંતમાં જેાઈતું હતું.

૧૦ દિવસ વીતી ગયા હતા, પણ જ્યારે પણ નંદિની જવાનું નામ લેતી હતી કાયરા ના પાડી દેતી હતી. એક રોજ સાંજે કાયરા નંદિનીના ખોળામાં ઊંઘતા બોલી, ‘‘મમ્મી તું જ્યારથી આવી છે ત્યારથી આરવ બદલાઈ ગયો છે, નહીં તો તે ઘર સામે જેાતો પણ નહોતો.’’
‘‘કોણ જાણે કોની સાથે ફોન પર બિઝી રહેતો હતો?’’
‘‘મમ્મી શું બધા પતિ આવા હોય છે?’’
‘‘તેથી મારું મન નથી કરતું કે તું પાછી જાય, ઘર ઘર જેવું લાગે છે.’’
નંદિની કાયરાની વાત સાંભળીને વિચારવા લાગી. શું કાયરાની બેદરકારી તેના માટે જવાબદાર છે કે પછી આરવનું મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષણ હતું કે પછી નંદિનીએ જ આરવને એટલી ઢીલ આપી છે કે તે નંદિનીને સાસુ નહીં એક મિત્ર સમજે છે.
નંદિની જ્યારે સમજી ન શકી ત્યારે તેણે તેની સૌથી સારી સાહેલી શ્વેતાને ફોન લગાવ્યો હતો. શ્વેતા બિનધાસ્ત અને મસ્તમૌલા છોકરી હતી. જિંદગીને ભરપૂર જીવતી હતી અને ક્યારેય કોઈને જજ નહોતી કરતી.
નંદિનીએ શ્વેતાને ફોન લગાવ્યો ત્યારે શ્વેતા બોલી, ‘‘તું તો ઈંસ્ટા પર નવા ફોટા શેર કરીને આગ લગાવી રહી છે.’’
‘‘તારો જમાઈ આરવ હજી પણ તારાથી એટલો જ ઈમ્પ્રેસ કે છે જેટલો લગ્નની રાતે.’’
નંદિની બોલી, ‘‘તને કેવી રીતે ખબર?’’
શ્વેતા હસતા બોલી, ‘‘અરે, તેને જેાઈને કોઈ પણ કહી શકે છે?’’
નંદિની બોલી, ‘‘શ્વેતા, મને પણ સારું લાગે છે આરવનું મારી આગળપાછળ ફરવું, તે પણ આ ઉંમરમાં.’’
શ્વેતા બોલી, ‘‘તો શું થયું, તું એક સુંદર મહિલા છે અને પ્રશંસા કોને ન ગમે યાર.’’

નંદિની બોલી, ‘‘પણ યાર, હું આરવ સાથે સંબંધમાં, ગરિમામાં અને ઉંમરમાં મોટી છું.’’
શ્વેતાએ કહ્યું, ‘‘નંદિની તું સ્વયંને જેટલી રોકી રાખીશ એટલું જ આકર્ષણ થશે. આ કંઈ ખોટું નથી, આ કુદરતી છે પણ તારો આ ઈન્કાર જ તને દુખમાં લઈ જાય છે.’’
નંદિની બોલી, ‘‘શું કરું હું યાર, હું પરેશાન છું.’’
શ્વેતા બોલી, ‘‘આરવ તારો જમાઈ હોવાથી પહેલાં એક વ્યક્તિ છે. શું ખોટું છે જેા તે તને પસંદ કરે છે? જેા તમને બંનેને એકસાથે મિત્રોની જેમ વાત કરવી પસંદ છે તો તેમાં ખોટું છે?’’
‘‘મારી અને મારી વહુ વચ્ચે સારી મિત્રતા છે તો જેા તારી તારા જમાઈ વચ્ચે મિત્રતા છે તો તેમાં કંઈ ખોટું નથી.’’
‘‘હા જેા તું તેની કોઈ વાતને લઈને અસહજ થાય તો એક મિત્ર હોવાથી તેને સારી સલાહ આપી શકે છે…’’
‘‘કંઈ જ ખોટું નથી, બસ તારી વિચારસરણી ખોટી છે.’’
નંદિનીને તેની વાતનો જવાબ મળી ગયો હતો. તેને સમજઈ ગયું હતું કે તેણે શું કરવું. શનિવારનો દિવસ હતો, આરવે બહાર લંચ કરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. નંદિનીએ કાયરા માટે સારી સાડી અને મેચિંગ જ્વેલરી કાઢી. મનોમન તે વિચારતી હતી કે આ બેદરકાર છોકરીને તો પોતાની ઉપર ધ્યાન આપવાનો સમય જ નથી.
તૈયાર થઈને કાયરા ખરેખર ખૂબ સુંદર લાગતી હતી. બીજી બાજુ નંદિનીએ પિસ્તા રંગની સાડી પહેરી હતી. લંચ પર હસીખુશીનો માહોલ હતો. કાયરાની ઓફિસથી કોલ આવ્યો અને તે વચ્ચે બધું છોડીને નીકળી ગઈ.
આરવ ગુસ્સે થતા બોલ્યો, ‘‘જેાયું તમે, હું તેની સાથે રહીને પણ એકલો છું.’’
‘‘જેા હું તેને કંઈક કહીશ તો એવું લાગશે કે હું મારી પત્નીની નોકરી કરવા વિરુદ્ધ છું.’’
‘‘નંદિનીજી, તમે મને જે રીતે સમજેા છો તે કેમ નથી સમજતી.’’
નંદિની બોલી, ‘‘આરવ, હું મારી દીકરીના વખાણ નથી કરી રહી, પણ શું તમે કાયરાને તેની ઓફિસના પ્રોગ્રામ વિશે પૂછ્યું હતું પહેલાં?’’
આરવ બોલ્યો, ‘‘અરે, પણ શનિવારે બધાની રજા હોય છે.’’
નંદિની બોલી, ‘‘પણ તેની નહોતી તેમ છતાં તે તૈયાર થઈને તારા લીધે આવી.’’
‘‘જ્યારે આપણે એકસાથે રહીએ છીએ ત્યારે એકબીજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, આપણે આ વાત જીવનસાથીને કહેવાનું ભૂલી જઈએ છીએ કે તે આપણા માટે કેટલો ખાસ છે.’’
‘‘કાયરા, તને ખૂબ પ્રેમ કરે છે.’’
‘‘ખબર છે, તેણે મને રોકી રાખી છે?’’
આરવ બોલ્યો, ‘‘કેમ?’’
‘‘કારણ કે મારા આવ્યા પછી તું ખુશ રહે છે. કાયરા તારી પર વિશ્વાસ કરે છે. તે બેદરકાર થઈ શકે છે, પણ તને ખૂબ પ્રેમ કરે છે.’’
‘‘હશે કોઈ એવી પત્ની જે આ વાતનું બિલકુલ ખોટું નથી માનતી કે તેનો પતિ તેનાથી વધારે તેની માને વધારે મહત્ત્વ આપે છે?’’
આરવ બોલ્યો, ‘‘તમને લાગે છે બધી મારી ભૂલ છે?’’
નંદિની બોલી, ‘‘ના ભૂલ તારી નથી, પણ એકબીજાને સમજવામાં સમય તો લાગે છે.’’

આરવ બોલ્યો, ‘‘તમે મદદ કરશો મારી કાયરાને સમજવામાં?’’
નંદિની બોલી, ‘‘હા, તેના માટે સૌપ્રથમ તમે લોકો ઘર અને ઓફિસની તાણથી દૂર ક્યાંક ફરવા જઓ.’’
આરવ બોલ્યો, ‘‘ઠીક છે, પણ તમે પ્રોમિસ કરો કે તમે એક મિત્રની જેમ મારું આ રીતે માર્ગદર્શન કરતા રહેશો.’’
નંદિની બોલી, ‘‘ ચોક્કસ કરીશ જેા મારો આ મિત્ર પોતાની સીમારેખાનું ધ્યાન રાખે.’’
આરવ બોલ્યો, ‘‘તેથી જ તો તમે મને પસંદ છો, કારણ કે તમને બધું ખબર છે.’’
‘‘ક્યારેક-ક્યારેક લાગે છે કે તમે મારા જીવનની કૃષ્ણા છો, મારી દરેક સમસ્યાનું સમાધાન હોય છે તમારી પાસે.’’
નંદિની બોલી, ‘‘લાગે છે આ કૃષ્ણાને પોતાની જીવન પહેલીનું પણ સમાધાન મળી ગયું.’’
આજે નંદિની કોઈ આત્મગ્લાનિ વિવના આરવ સાથે વાત કરતી હતી. નંદિનીના મનમાં જે છેલ્લા કેટલાય મહિનાથી મંથન ચાલી રહ્યું હતું આજે તે પૂરું થઈ ગયું હતું.

વધુ વાંચવા કિલક કરો....