વાર્તા -તેજિંદર કૌર.

અહેસાસ ક્યાં સમજે છે કે ઉંમર હવે ઢળવા આવી છે, પરંતુ કાયા કોમળતાને ઢાળી શકે છે, પરંતુ અહેસાસને ઢળવા નથી દેતી. અરીસામાં જેઈને લહેરાતી લટને કાનની પાછળ કરતા લતિકા આજે પણ શરમાઈ જાય છે. આજે પણ દરેક વાત, દરેક સપના અને દરેક આશા એવા ને એવા રહ્યા હતા. ઉંમર ઢળવા આવી છે, પરંતુ ઈચ્છાઓને ક્યાં અહેસાસ હોય છે તેનો. એ જ ગીત આજે પણ ગણગણે છે તેના હોઠ, એ જ સપના આજે પણ તેની આંખને ભીની કરી જાય છે. પોતાની ધુનમાં જીવતજીવતા ન જાણે ક્યારે વીતી ગયા આટલા વર્ષ.
૨૫ વર્ષ થવા આવ્યા હતા, પરંતુ લતિકા આજે પણ તે એક નજર માટે તરસતી હતી, આજે પણ દરેક સવાર એક નવું કિરણ લઈને આવે છે. આજે પણ હવાની એક લહેર તેના નજીક હોવાનો અહેસાસ અપાવે છે, જે નજીક હોવા છતાં નજીક નથી.
‘‘લતિકા, લતિકા... ક્યાં છે?’’
લતિકાને સપનાની દુનિયામાંથી હકીકતમાં લઈ આવનાર આ અવાજ હતો તેના પતિના બોસની પત્નીનો.
‘‘હું અહીં છું, આવી... ઘણા દિવસ પછી આવ્યા છો તમે, તમે અહીં આવતા નથી.’’ આશા જીજીને જેાઈને લતિકાએ આશ્ચર્યથી કહ્યું.
લતિકા, ચાલો મારી સાથે જલદી ચાલો.’’ આશા જીજી લતિકાનો હાથ ખેંચતા બોલી.
‘‘પરંતુ ક્યાં જવાનું છે જીજી, કઈ તો કહો? હવાના ઘોડા પર સવાર થઈને આવ્યા છો, થોડું બેસો તો ખરા... હું શરબત લાવું છું, પછી વાતો કરીએ.’’ લતિકા બોલી.
‘‘ના, મોડું ન કર, ચાલ મારી સાથે, ઉતાવળ છે, ગાડીમાં બેસ.’’ આશા બોલ્યા.
‘‘પરંતુ શું થયું છે? ક્યાં જવાનું છે? અરે જીજી તમે મને ડરાવી રહ્યા છો?’’ લતિકાએ ખૂબ ગભરાતા કહ્યું.
‘‘લતિકા, સિટી હોસ્પિટલ જવાનું છે, ચાલ જલદી.’’ જીજીએ કહ્યું.
‘‘બધું ઠીક છે ને?’’ લતિકાની સમજમાં કઈ આવી રહ્યું નહોતું.
‘‘અરે લતિકા જલદી ચાલ, તે લોકો લલિતને સિટી હોસ્પિટલમાં લઈ ગયા છે... તેનો એક્સિડન્ટ થઈ ગયો છે અને ખૂબ ઈજા થઈ છે.’’
‘‘શું થયું છે લલિતને, જીજી? એક્સિડેન્ટ કેવી રીતે થયો, ક્યારે થયો?’’
પરંતુ લતિકાને પ્રશ્નોના જવાબ ન મળ્યા, બસ જીજી સાથે હોસ્પિટલ ક્યારે પહોંચી ગઈ તેની તેને જાણ ન થઈ.
ડોક્ટર આઈસીયૂમાંથી બહાર આવ્યા ત્યારે બધા તેમને જેાઈને ઊભા થઈ ગયા, પરંતુ લતિકા ચહેરો નીચે કરીને એક બાજુ બેઠી હતી અને બિલકુલ દિગ્મૂઢ બનીને બેઠી હતી.
ડોક્ટરે કહ્યું, ‘‘લતિકા, લલિતને ખૂબ વધારે ઈજા થઈ છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. બસ થોડા મહિનાનો આરામ અને ત્યાર પછી બધું ઠીક થશે. જેાકે તેના ચહેરા પર ખૂબ ઘા પડી ગયા છે... ઠીક તો થશે, પરંતુ સમય જરૂર લાગશે, ત્યાં સુધી તેઓ બોલી પણ નહીં શકે. તમારે તેમની ખૂબ કાળજી લેવી પડશે. જેા તમારી ઈચ્છા હોય તો હું નર્સની વ્યવસ્થા કરી દઈશ.’’
લતિકાની સમજમાં આવી રહ્યું નહોતું કે શું પ્રતિક્રિયા આપે. પછી બોલી, ‘‘ના સર, નર્સ નથી જેાઈતી, હું છું ને.’’
લલિત પૂરા એક અઠવાડિયા પછી પરત આવીને આરામ કરી રહ્યો હતો. ત્યાં તેની પાસે બેસીને લતિકા તેને જેાઈ રહી હતી.
‘‘તેં કેટલી કોશિશ કરી મારાથી દૂર ભાગવાની, પરંતુ આખરે આજે તું મારી પાસે છે અને હવે ઘણા બધા દિવસ સુધી મારો રહીશ... ૨૫ વર્ષમાં મેં એવું જ કર્યું છે જે તમે ઈચ્છ્યું અથવા કહ્યું, પરંતુ થોડા દિવસ તમે મારા છો, માત્ર મારા છો.’’ વિચારતાંવિચારતાં ક્યારે આંખ મળી ગઈ તેની લતિકાને જાણ ન થઈ.
પછી ક્યારે સવાર પડી તેની પણ જાણ ન થઈ. લતિકા આજે થોડી સજીધજીને લલિત માટે ચા અને નાસ્તો બનાવી લાવી. આ સમયે લલિત લતિકાને એક નજરે જેાઈ રહ્યો હતો.
‘‘સાંભળો, આજથી માત્ર હું બોલીશ અને તમે સાંભળશો, માત્ર સાંભળશો.’’ હળવું હાસ્ય હોઠ પર લાવતા લતિકા લલિતને વહાલ કરવા લાગી, ‘‘શું તમે જાણો છો જ્યારે પહેલી વાર તમને જેાયા હતા ત્યારે લાગ્યું હતું કે બસ જિંદગી પ્રેમ અને પ્રેમમાં પસાર થશે, પરંતુ તમે ખૂબ ખડૂસ નીકળ્યા. ક્યારેક પ્રેમભરી નજર ન નાખી.’’
લલિત નાસ્તો કરતાંકરતાં બસ લતિકાને જેાઈ રહ્યો હતો. નાસ્તા પછી લતિકા લલિતના ચહેરાને સાફ કરતા પંપાળવા લાગી. ન જાણે કેમ આજે તેને લલિત નહીં, પરંતુ એ લલિત દેખાઈ રહ્યો હતો જે તેને જેાવા આવ્યો હતો અને લતિકાને ખૂબ સારા સપના આપીને ચાલ્યો ગયો હતો. પછી લતિકાના હોઠ ન જાણે ક્યારે લલિત તરફ આગળ વધી ગયા અને ત્યાર પછી લતિકાએ એ જ કર્યું જે તે ક્યારની કરવા ઈચ્છતી હતી... લલિતના ચહેરા પરની દરેક ઈજાને તે પોતાના હોઠથી લૂછી નાખવા ઈચ્છતી હતી.
થોડું પ્રેમાળ હાસ્ય અને થોડી ચહેરા પર શરમ લઈને લતિકા ગણગણવા લાગી, ‘‘શું તમને ગીતો ગમતા નથી?’’
લલિત સાંભળીને બીજી તરફ જેાવા લાગ્યો.
‘‘જુઓ, હવે મોં ન ફેરવો, હવે અહીં બસ તમે અને હું જ છીએ. મારી સામે જુઓ, ભલે ને પ્રેમથી નહીં, પરંતુ આ રીતે મોં ન ફેરવો. સારું, એ તો કહો કે ખાશો શું?’’
લતિકાએ ધ્યાનથી જેાયું તો લલિતની આંખમાં પાણી આવી ગયું હતું. પછી લતિકાએ પોતાની સાડીના પાલવથી લલિતના ચહેરાને સાફ કર્યો અને પછી ગણગણતી ત્યાંથી ચાલી ગઈ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....