વાર્તા -તેજિંદર કૌર.

અહેસાસ ક્યાં સમજે છે કે ઉંમર હવે ઢળવા આવી છે, પરંતુ કાયા કોમળતાને ઢાળી શકે છે, પરંતુ અહેસાસને ઢળવા નથી દેતી. અરીસામાં જેઈને લહેરાતી લટને કાનની પાછળ કરતા લતિકા આજે પણ શરમાઈ જાય છે. આજે પણ દરેક વાત, દરેક સપના અને દરેક આશા એવા ને એવા રહ્યા હતા. ઉંમર ઢળવા આવી છે, પરંતુ ઈચ્છાઓને ક્યાં અહેસાસ હોય છે તેનો. એ જ ગીત આજે પણ ગણગણે છે તેના હોઠ, એ જ સપના આજે પણ તેની આંખને ભીની કરી જાય છે. પોતાની ધુનમાં જીવતજીવતા ન જાણે ક્યારે વીતી ગયા આટલા વર્ષ.
૨૫ વર્ષ થવા આવ્યા હતા, પરંતુ લતિકા આજે પણ તે એક નજર માટે તરસતી હતી, આજે પણ દરેક સવાર એક નવું કિરણ લઈને આવે છે. આજે પણ હવાની એક લહેર તેના નજીક હોવાનો અહેસાસ અપાવે છે, જે નજીક હોવા છતાં નજીક નથી.
‘‘લતિકા, લતિકા… ક્યાં છે?’’
લતિકાને સપનાની દુનિયામાંથી હકીકતમાં લઈ આવનાર આ અવાજ હતો તેના પતિના બોસની પત્નીનો.
‘‘હું અહીં છું, આવી… ઘણા દિવસ પછી આવ્યા છો તમે, તમે અહીં આવતા નથી.’’ આશા જીજીને જેાઈને લતિકાએ આશ્ચર્યથી કહ્યું.
લતિકા, ચાલો મારી સાથે જલદી ચાલો.’’ આશા જીજી લતિકાનો હાથ ખેંચતા બોલી.
‘‘પરંતુ ક્યાં જવાનું છે જીજી, કઈ તો કહો? હવાના ઘોડા પર સવાર થઈને આવ્યા છો, થોડું બેસો તો ખરા… હું શરબત લાવું છું, પછી વાતો કરીએ.’’ લતિકા બોલી.
‘‘ના, મોડું ન કર, ચાલ મારી સાથે, ઉતાવળ છે, ગાડીમાં બેસ.’’ આશા બોલ્યા.
‘‘પરંતુ શું થયું છે? ક્યાં જવાનું છે? અરે જીજી તમે મને ડરાવી રહ્યા છો?’’ લતિકાએ ખૂબ ગભરાતા કહ્યું.
‘‘લતિકા, સિટી હોસ્પિટલ જવાનું છે, ચાલ જલદી.’’ જીજીએ કહ્યું.
‘‘બધું ઠીક છે ને?’’ લતિકાની સમજમાં કઈ આવી રહ્યું નહોતું.
‘‘અરે લતિકા જલદી ચાલ, તે લોકો લલિતને સિટી હોસ્પિટલમાં લઈ ગયા છે… તેનો એક્સિડન્ટ થઈ ગયો છે અને ખૂબ ઈજા થઈ છે.’’
‘‘શું થયું છે લલિતને, જીજી? એક્સિડેન્ટ કેવી રીતે થયો, ક્યારે થયો?’’
પરંતુ લતિકાને પ્રશ્નોના જવાબ ન મળ્યા, બસ જીજી સાથે હોસ્પિટલ ક્યારે પહોંચી ગઈ તેની તેને જાણ ન થઈ.
ડોક્ટર આઈસીયૂમાંથી બહાર આવ્યા ત્યારે બધા તેમને જેાઈને ઊભા થઈ ગયા, પરંતુ લતિકા ચહેરો નીચે કરીને એક બાજુ બેઠી હતી અને બિલકુલ દિગ્મૂઢ બનીને બેઠી હતી.
ડોક્ટરે કહ્યું, ‘‘લતિકા, લલિતને ખૂબ વધારે ઈજા થઈ છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. બસ થોડા મહિનાનો આરામ અને ત્યાર પછી બધું ઠીક થશે. જેાકે તેના ચહેરા પર ખૂબ ઘા પડી ગયા છે… ઠીક તો થશે, પરંતુ સમય જરૂર લાગશે, ત્યાં સુધી તેઓ બોલી પણ નહીં શકે. તમારે તેમની ખૂબ કાળજી લેવી પડશે. જેા તમારી ઈચ્છા હોય તો હું નર્સની વ્યવસ્થા કરી દઈશ.’’
લતિકાની સમજમાં આવી રહ્યું નહોતું કે શું પ્રતિક્રિયા આપે. પછી બોલી, ‘‘ના સર, નર્સ નથી જેાઈતી, હું છું ને.’’
લલિત પૂરા એક અઠવાડિયા પછી પરત આવીને આરામ કરી રહ્યો હતો. ત્યાં તેની પાસે બેસીને લતિકા તેને જેાઈ રહી હતી.
‘‘તેં કેટલી કોશિશ કરી મારાથી દૂર ભાગવાની, પરંતુ આખરે આજે તું મારી પાસે છે અને હવે ઘણા બધા દિવસ સુધી મારો રહીશ… ૨૫ વર્ષમાં મેં એવું જ કર્યું છે જે તમે ઈચ્છ્યું અથવા કહ્યું, પરંતુ થોડા દિવસ તમે મારા છો, માત્ર મારા છો.’’ વિચારતાંવિચારતાં ક્યારે આંખ મળી ગઈ તેની લતિકાને જાણ ન થઈ.
પછી ક્યારે સવાર પડી તેની પણ જાણ ન થઈ. લતિકા આજે થોડી સજીધજીને લલિત માટે ચા અને નાસ્તો બનાવી લાવી. આ સમયે લલિત લતિકાને એક નજરે જેાઈ રહ્યો હતો.
‘‘સાંભળો, આજથી માત્ર હું બોલીશ અને તમે સાંભળશો, માત્ર સાંભળશો.’’ હળવું હાસ્ય હોઠ પર લાવતા લતિકા લલિતને વહાલ કરવા લાગી, ‘‘શું તમે જાણો છો જ્યારે પહેલી વાર તમને જેાયા હતા ત્યારે લાગ્યું હતું કે બસ જિંદગી પ્રેમ અને પ્રેમમાં પસાર થશે, પરંતુ તમે ખૂબ ખડૂસ નીકળ્યા. ક્યારેક પ્રેમભરી નજર ન નાખી.’’
લલિત નાસ્તો કરતાંકરતાં બસ લતિકાને જેાઈ રહ્યો હતો. નાસ્તા પછી લતિકા લલિતના ચહેરાને સાફ કરતા પંપાળવા લાગી. ન જાણે કેમ આજે તેને લલિત નહીં, પરંતુ એ લલિત દેખાઈ રહ્યો હતો જે તેને જેાવા આવ્યો હતો અને લતિકાને ખૂબ સારા સપના આપીને ચાલ્યો ગયો હતો. પછી લતિકાના હોઠ ન જાણે ક્યારે લલિત તરફ આગળ વધી ગયા અને ત્યાર પછી લતિકાએ એ જ કર્યું જે તે ક્યારની કરવા ઈચ્છતી હતી… લલિતના ચહેરા પરની દરેક ઈજાને તે પોતાના હોઠથી લૂછી નાખવા ઈચ્છતી હતી.
થોડું પ્રેમાળ હાસ્ય અને થોડી ચહેરા પર શરમ લઈને લતિકા ગણગણવા લાગી, ‘‘શું તમને ગીતો ગમતા નથી?’’
લલિત સાંભળીને બીજી તરફ જેાવા લાગ્યો.
‘‘જુઓ, હવે મોં ન ફેરવો, હવે અહીં બસ તમે અને હું જ છીએ. મારી સામે જુઓ, ભલે ને પ્રેમથી નહીં, પરંતુ આ રીતે મોં ન ફેરવો. સારું, એ તો કહો કે ખાશો શું?’’
લતિકાએ ધ્યાનથી જેાયું તો લલિતની આંખમાં પાણી આવી ગયું હતું. પછી લતિકાએ પોતાની સાડીના પાલવથી લલિતના ચહેરાને સાફ કર્યો અને પછી ગણગણતી ત્યાંથી ચાલી ગઈ.

બપોર થવા આવી હતી. બહાર સામાન્ય વરસાદ વરસી રહ્યો હતો. લલિતને ન જાણે ત્યારે ઊંઘ મળી ગઈ તેની જાણ થઈ નહોતી, પરંતુ વરસાદના અવાજથી તેની ઊંઘ ઊડી ગઈ, આંખો ખૂલી ત્યારે જેાયું તો લતિકા તેની પાસે બેસીને તેને જેાઈ રહી હતી.
‘‘સાંભળો, આ જે તમારા ચહેરા પર હળવું હાસ્ય ઊંઘતી વખતે હંમેશાં જેાવા મળે છે, તે જાગતા ક્યાં ચાલ્યું જાય છે? ચાલો હવે ભોજનનો સમય થઈ ગયો છે, પછી દવા પણ લેવાની છે. સાજા થવાનું છે ને… જલદી સ્વસ્થ થઈ જાઓ. એક દિવસમાં તમારા ન બોલવાથી કઈ ખૂટતું હોય તેવું લાગી રહ્યું છે.’’
ન જાણે ક્યાં દિવસો પસાર થતા ગયા તેની જાણ ન થઈ. લતિકા રોજ નવાનવા કપડાં પહેરીને લલિતનું અને પૂરા ઘરનું કામ કરતી રહેતી અને બાકીનો સમય બસ લલિત સાથે વાતો કરતી અને ગીતો ગણગણતી રહેતી.
‘‘લતિકા, ઓ લતિકા, ક્યાં છે?’’ લતિકા.
આશા જીજીનો અવાજ સાંભળીને લતિકાએ બારણું ખોલી નાખ્યું.
‘‘અરે ચાલ લતિકા, ડોક્ટર પાસે જવાનું છે. શું લલિત ઊઠી ગયો છે. હવે કેવું છે તેને?’’
‘આજે ડોક્ટરની પાસે જવાનું છે.’ તે વિચાર માત્રથી લલિતને ખૂબ ગભરાટ થઈ રહ્યો હતો. હવે લલિત ઠીક થઈ ગયો તો પોતે તેનાથી દૂર થશે. બસ આ વિચારથી લતિકાનું મન ખૂબ ડરી રહ્યું હતું.
‘‘અરે ખૂબ ખુશીની વાત છે. તમને આજે ખૂબ સારું દેખાઈ રહ્યું છે, લતિકાએ કોઈ ઊણપ રહેવા દીધી નથી તમારી સારસંભાળમાં.’’ ડોક્ટરે તપાસ્યા પછી લતિકા અને બીજા બધાને જણાવ્યું કે લલિતનું સ્વાસ્થ્ય હવે ખૂબ સારું દેખાઈ રહ્યું છે. ડોક્ટરે કહ્યું, ‘‘આશ્ચર્ય થાય છે કે હજી સુધી લલિતે વાતચીત કરવી શરૂ કેમ નથી કરી.’’
ઘરે આવતા જ લતિકા બધા માટે ચા બનાવવા ચાલી ગઈ. તે આજે લલિતની સામે પણ ન ગઈ. સવારે કપડાં બદલતા અને નાસ્તા સમયે તેણે લલિત સામે એક વાર પણ ન જેાયું. લતિકાને મનમાં બસ એ જ લલિત આવી રહ્યો હતો, જે ગુસ્સેલ હતો. ચા-નાસ્તો આપીને તે કોઈ જ વાત કર્યા વિના ખાવાનું બનાવવા ચાલી ગઈ.
‘‘શું તે દિવસ પણ આવી જશે?’’ વિચારતા લતિકાનું મન ખૂબ ગભરાઈ રહ્યું હતું.
‘‘આટલા દિવસની હસીખુશીની પળને તે ક્યારેય ભૂલી નહીં શકે. લલિત અને તે, તે અને લલિત, કેટલી ખુશીની પળ હતી તે, લલિતને ગળે ભેટવું, તેને વહાલથી પંપાળવો, કેટલા વર્ષ તેણે આ પળ વિશે માત્ર વિચાર્યું હતું અથવા કહાણીમાં વાચ્યું હતું.
આમ પણ સુંદર પળમાં જીવવું એક સપનું હોય છે અને સપનું બસ આંખ ખૂલતા જ ગાયબ થઈ જાય છે. વિચારતાંવિચારતાં લતિકાની આંખમાંથી આંસુ રોકાવાનું નામ લઈ રહ્યા નહોતા. બસ થોડા વધારે દિવસ મળી જય તો પોતે પૂરી જિંદગી જીવી લેત અને આવનાર પળ માટે ખૂબ સારી યાદ એકઠી કરી લેત.’
માત્ર વધુ એક દિવસ મળી જાય તો તે લલિતને મન ભરીને જેાઈ લે, બિલકુલ નજીકથી, પોતાની નજરમાં બસ તેની દરેક અદાને વસાવી લે. માત્ર વધુ એક દિવસ મળી જાય તો તે લલિતને નજીકથી જેાઈ લે.
એટલા નજીકથી કે તેના દરેક શ્વાસ બસ લલિતના શરીરની ખુશ્બૂથી ભરાઈ જાય, એક વાર બસ, વધુ એક તક મળી જાય તો તે હંમેશાં માટે લલિતની છબિને મનમાં વસાવો અને તેના આલિંગનમાં પ્રાણ ત્યાગી દે.
‘‘લતિકા, લતિકા અને લતિકા.’’ આશા જીજી જેારજેારથી બૂમો પાડી રહ્યા હતા.
આશા જીજીની બૂમોએ લતિકાને સપના અને વિચારોની દુનિયામાંથી બહાર નીકળવા વિવશ કરી દીધી. લતિકા દોડતી બેઠકમાં પહોંચી ગઈ.
‘‘અરે લતિકા, લલિત તને બોલાવી રહ્યો છે. લલિત ચા પિવડાવવા માટે કહી રહ્યો છે, લે.’’
લતિકાએ આશા જીજીના હાથમાંથી ચાની પ્યાલી લઈ લીધી અને લલિત તરફ ચાલવા લાગી. લલિત ખૂબ ધીરા અવાજમાં હજી પણ લતિકાને બોલાવી રહ્યો હતો.
લતિકા આંખમાં આંસુ સાથે લલિતને ચા પિવડાવા લાગી. બંનેની નજર બસ એકબીજાને જેાઈ રહી હતી. ચા પૂરી થતા જેવી લતિકા પ્યાલી મૂકવા માટે ઊભી થવા લાગી ત્યારે તેને અહેસાસ થયો કે લલિતની આંગળીઓ તેની આંગળીએ સાથે જકડાયેલી હતી. લતિકાની આંખમાંનું પાણી જમાનાને પોતાની હસ્તીનો અહેસાસ અપાવવા ઈચ્છતું હતું, પરંતુ લતિકા દરેક અહેસાસને માત્ર પોતાના રહેવા દેવું માગતું હતું. આમ પણ દરેક અહેસાસને જમાના સાથે વહેંચવાથી, તે અહેસાસ પોતાના નથી રહેતા.
‘‘ચાલો ભાઈ બધું ઠીક થઈ ગયું છે, હવે અમે જઈએ અને તમે લોકો પણ આરામ કરો. લતિકા, કોઈ જરૂર હોય તો અમને જણાવી દેજેા, ચાલો પછી મળીશું.’’ આશા જીજી બોલ્યા.
લતિકા આશા જીજીને વિદાય કરવા તેમની પાછળ ચાલી.

આશા જીજી લતિકાને ભેટી પડ્યા અને બોલ્યા, ‘‘આજે આ આંસુને રોકીશ નહીં, પરંતુ આજ પછી તેને ભૂલી જજે અને પોતાનું તથા લલિતનું ધ્યાન રાખજે… માત્ર સમય નહીં ક્યારેક-ક્યારેક લોકો પણ બદલાઈ જાય છે.’’
આશા જીજી બોલીને ચાલ્યા ગયા, પરંતુ હવે પોતે શું કરે ધરતી માર્ગ આપે તો બસ તેની ગોદમાં સમાઈ જાય, પરંતુ તે સીતા નહોતી, લતિકા હતી, માત્ર લતિકા.

લતિકા ને લાગી રહ્યું હતું જાણે હવાની દરેક લહેર લતિકા, લતિકા બોલી રહી હતી, પરંતુ સ્ટીલના ગ્લાસ પડવાના અવાજે જણાવ્યું કે આ હવા નહીં, પરંતુ લલિત તેને બોલાવી રહ્યો હતો.
લલિતા દોડીને જવા ઈચ્છતી હતી, પરંતુ કેવી રીતે જાય, લલિત વારંવાર તેનું નામ લઈ રહ્યો હતો. પછી લતિકા ગભરાતી લલિતના રૂમમાં દાખલ થઈ ત્યારે જેાયું તો લલિત પલંગ પરથી ઊભા થવાની કોશિશ કરી રહ્યો હતો. લતિકાએ દોડીને તેને સહારો આપ્યો અને લલિત ત્યાં પલંગ પર બેસી ગયો.
‘‘જુઓ ડોક્ટરે કહ્યું છે કે હજી બિલકુલ સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે, થોડા દિવસ વધારે, પછી જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા જજેા.’’ લતિકાએ લલિતની તરફ જેાયા વિના એકશ્વાસમાં બોલી નાખ્યું.
‘‘શું તું મારાથી દૂર જઈ શકીશ?’’ લલિત બોલ્યો.
લતિકાના આંસુ હવે પોતાની હદને તોડી નાખવા ઈચ્છતા હતા અને તેની આંખને છોડીને લલિતની છાતીને ભીંજવી દેવા ઈચ્છતા હતા. તે આ પળે લલિતમાં બસ સમાઈ જવા ઈચ્છતી હતી.
‘‘બોલ, તું શું મને પોતાનાથી દૂર કરવા ઈચ્છે છે? આટલો પ્રેમ અને આ બધા અહેસાસ તું કેવી રીતે છુપાવી લેતી હતી? બોલ લતિકા આ બધું શું છે.’’ અને બીજી પળે લલિતે લતિકાને પોતાના આલિંગનમાં જકડી લીધી. આ પળે લતિકા પણ પોતાના આંસુથી લલિતને પોતાના બધા લાગણી અને પ્રેમનો અહેસાસ કરાવી દેવા ઈચ્છતી હતી.
એટલામાં દૂરથી ગીતનો મધુર અવાજ સંભળાવા લાગ્યો, ‘તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહીં’… અને પછી એ જ અહેસાસ દિલ પર ટકોરા મારવા લાગ્યા.

વધુ વાંચવા કિલક કરો....