પિગમેન્ટેશન ત્યારે થાય છે જ્યારે તમારા ફેસ અથવા બોડીના કોઈ ખાસ ભાગની કોશિકા મરવા લાગે છે અને તેને પોષક તત્ત્વો મળવાના બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં સ્કિન બ્લેક થવા લાગે છે. કેટલીય વાર મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ પરિવર્તનના લીધે પણ એવું થાય છે. કીમોથેરપિ પછી પણ પિગમેન્ટેશનની સમસ્યા થાય છે.
નવી દિલ્લીના નજફગઢ વિસ્તારમાં પાર્લર ચલાવતા વીણા જણાવે છે, ‘‘સ્કિન પિગમેન્ટેશન ત્યારે વધારે થાય છે, જ્યારે મેલાનિન વધારે બનવા લાગે છે. મેલાનિન તે છે, જેનાથી સ્કિન, આંખો અને હેરને પોતાનો રંગ મળે છે. તે સૂર્યના કિરણોથી સ્કિનને નુકસાન થતા બચાવે છે. મેકઅપ દ્વારા ફેસના પિગમેન્ટેશન છુપાવી શકો છો, પણ તમે હંમેશાં મેકઅપ નથી કરી શકતા. એવામાં તમારે પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે તેનો પરમેનન્ટ ઈલાજ કરાવવો જેાઈએ.’’
પિગમેન્ટેશન થવું સામાન્ય છે, પરંતુ તે થવાથી તમારી સુંદરતા પર અસર થાય છે. તમે ઉંમરથી મોટા દેખાવા લાગો છો. સ્કિન પોતાનો ગ્લો ગુમાવી દે છે. તમે ઈચ્છો છો કે પિગમેન્ટેશનના લીધે તમારો કોન્ફિડન્ટ ઓછો ન થાય તો તમારે આ ખાસ વાતનું ધ્યાન રાખવું જેાઈએ :
સનસ્ક્રીનનો ઉપયોગ કરો
પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે જ્યારે પણ તમે સૂર્યપ્રકાશમાં બહાર નીકળો છો ત્યારે ૩૦ એસપીએફવાળું સનસ્ક્રીન લગાવો. આ સૂર્યના હાનિકારક કિરણોથી તમારી સ્કિનને બચાવો. સનસ્ક્રીન લગાવવાથી સ્કિન ડ્રાય નથી થતી, જેથી તમારો ફેસ પિગમેન્ટેશનની સમસ્યાથી બચી શકે છે. સનલાઈટથી બચવા માટે તમે મામાઅર્થ અલ્ટ્રાલાઈટ ઈન્ડિયન સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. જે એસપીએફ ૫૦ સાથે આવે છે. જે ઈન્ડિયન સ્કિન ટોન માટે સારું સનસ્ક્રીન છે.
વિટામિન સી સીરમ ફાયદાકારક
પિગમેન્ટેશનથી બચવા માટે તમે વિટામિન સી સીરમનો ઉપયોગ કરો. તે તમારી સ્કિનને પોષણ આપે છે અને ટાયરોસિનેસનું મુખ્ય કામ છે મેલાનિનનું નિર્માણ કરવું. જેા રોજ વિટામિન સી સીરમનો ઉપયોગ કરશો તો હાઈપર પિગમેન્ટેશનની સમસ્યા ધીરેધીરે દૂર થશે.
લેઝર થેરપિનો ઓપ્શન
તમને ક્રીમ, સનસ્ક્રીન?અને સીરમથી કોઈ ફાયદો ન થાય, તો તમારી પાસે લેઝર ટેક્નિકનો પણ ઓપ્શન છે. તેમાં કેટલાક સેશન લેવાથી તમને પિગમેન્ટેશનથી છુટકારો મળી શકે છે.
ઓટીસી પ્રોડક્ટનો ઉપયોગ
તમારી સ્કિન માટે હંમેશાં ઓટીસી પ્રોડક્ટનો ઉપયોગ કરો. ઓટીસી પ્રોડક્ટ તે હોય છે જેમાં ગ્લિસરીન, હ્યાલુરોનિક એસિડ અને રેટિનોલ જેવા મોઈશ્ચરાઈઝિંગ એજેન્ટ સામેલ હોય છે. તે સ્કિન પિગમેન્ટેશન અને બ્લેક ડાઘથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સ્કિન સેલ્સને વધારવામાં મદદ કરે છે.
કોજિક એસિડ પ્રોડક્ટનો ઉપયોગ કરો
એવી પ્રોડક્ટનો ઉપયોગ કરો, જેમાં અલ્ફાહાઈડ્રોક્સી એસિડ હોય. તે પિગમેન્ટેશન ઓછા કરવા માટે બેસ્ટ છે. તે પ્રોડક્ટનો ઉપયોગ કરો જેમાં વિટામિન સી, લીકોરિસ રૂટ અને કોજિક એસિડ જેવા તત્ત્વ હોય. તે ટાયરોસિનેસને અટકાવીને હાઈપર પિગમેન્ટેશન ઓછા કરવામાં મદદ કરે છે.
લીંબુ અને મધની પેસ્ટ
જ્યાં લીંબુ ફેસના ડાઘધબ્બા દૂર કરવાનું કામ કરે છે બીજી બાજુ હની સ્કિનને ટાઈટનેસ પ્રદાન કરીને નેચરલ પોષણ આપે છે. પિગમેન્ટેશનને દૂર કરવા માટે લીંબુ અને મધની પેસ્ટને ૧૦ મિનિટ સુધી પિગમેન્ટેશનવાળા પાર્ટ પર લગાવી રાખો. ત્યાર પછી તે પાર્ટને નોર્મલ પાણીથી ધોઈ લો.
મસૂર દાળ, દહીં અને કાચા દૂધનો પેક
આ પેક સ્કિન પિગમેન્ટેશનથી છુટકારો અપાવે છે. લાલ મસૂર દાળ ડેડ સ્કિન સેલ્સને રિમૂવ કરવામાં હેલ્પ કરે છે. આ નેચરલ ક્લીંઝરનું કામ કરે છે. તેની સાથે આ એક શ્રેષ્ઠ બ્લીચિંગ એજેન્ટ પણ છે. તેથી તે બ્લેક ડાઘને હળવા કરવામાં મદદ કરે છે.
ટામેટા ઓટ્સનો ફેસપેક
ટામેટામાં એન્ટિએજિંગના ગુણ હોય છે. ટામેટા ઉંમર વધવાના સંકેતો જેમ કે પિગમેન્ટેશન, ફાઈન લાઈન્સ, રિંકલ્સ, ડાર્ક સર્કલ્સથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ટામેટા એક સ્કિન લાઈટરની જેમ કામ કરે છે. તેના ઉપયોગથી ફેસ પર ગ્લો આવે છે. બીજી બાજુ દહીંમાં રહેલા લેક્ટિક એસિડ સ્કિનના પોર્સને ટાઈટ કરવામાં મદદ કરે છે. દહીં ડાઘધબ્બાને ઓછા કરે છે. ઓટ્સ એક્સફોલિએટર તરીકે કામ કરીને ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને સ્કિનની હેલ્ધિ લેયર
કરે છે.
તે ઉપરાંત તમે ઘરે કેટલાક ફેસ પેક બનાવીને પિગમેન્ટેશન પર લગાવી શકો છો. તમે બટાકાનો રસ, કાકડીનો રસ, લાલ ડુંગળીનો રસ લગાવી શકો છો. તેને લગાવવાથી તમારી સ્કિનમાં ગ્લો આવશે. તેનો એક ફાયદો એ પણ છે કે પહેલા જેા પિગમેન્ટેશન વધારે દેખાતા હતા તે ઓછા દેખાવા લાગશે. આ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલદી તમે સ્કિન પિગમેન્ટેશનનો ઈલાજ કરશો, એટલી જ ઝડપથી તમે તેનાથી છુટકારો મેળવી લેશો.
– પ્રિયંકા યાદવ.





