ઢીલા અને લટકી ગયેલા બ્રેસ્ટ દેખાવે ખરાબ લાગે છે. મોટાભાગે આવું મોટી ઉંમરે થાય છે, પરંતુ ઘણી વાર આવું નાની ઉંમરમાં પણ જેાવા મળે છે. તેનું કારણ છે બ્રા ન પહેરવી. ઢીલા અને લટકી ગયેલા બ્રેસ્ટ બિલકુલ એટ્રેક્ટિવ નથી દેખાતા, પરંતુ તે વાતથી પણ ઈન્કાર ન કરી શકાય કે બ્રાને પૂરો દિવસ પહેરી રાખવી સરળ નથી હોતી. બ્રા સાથે જેાડાયેલો પોતાનો એક્સપીરિયંસ જણાવતા ૨૪ વર્ષની રચના યાદવ કહે છે, ‘‘મને શરૂઆતમાં બ્રા પહેરવી બિલકુલ પસંદ નહોતી, પરંતુ ધીરેધીરે તે મારી આદતમાં સામેલ થઈ ગઈ. ટીનેજમાં જ્યારે મા મને બ્રા પહેરવા માટે કહેતી હતી, ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો હતો, કારણ કે હું કપડાનો વધુ એક બોજેા શરીર પર લાદવા નહોતી ઈચ્છતી, પરંતુ મને કહેવામાં આવ્યું કે હું હવે મોટી થઈ રહી છું.

મારા શરીરમાં જાતજાતના બદલાવ આવી રહ્યા છે અને તેમાં છોકરીની છાતી ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. આ બદલાવમાં મારા બ્રેસ્ટ ઊભરવા લાગશે, તેથી મારે બ્રા પહેરવી જેાઈએ.’’ ‘‘પરંતુ બ્રા પહેરવી સરળ નહોતી. તેમાં પણ સૌથી મોટી મુશ્કેલી તેને પૂરો દિવસ પહેરી રાખવાની હતી. બ્રા પહેર્યા પછી મને મારી બોડી બંધાયેલી બંધાયેલી લાગવા લાગી, પરંતુ ધીરેધીરે તે મારી હેબિટમાં આવી ગયું. હવે બ્રા ન પહેરું તો વિચિત્ર લાગે છે. એવું લાગે છે જાણે કે કંઈક ખાલી ન હોય.’’

સ્વયંની ચોઈસ હોવી જેાઈએ
કંફર્ટની વાત પર રચના કહે છે, ‘‘શરૂઆતમાં તે બિલકુલ કંફર્ટેબલ નહોતી. શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. બ્રાની સ્ટ્રેપના નિશાન પડી જતા હતા. ગરમીમાં આ મુશ્કેલી વધી જતી હતી જેમ કે પરસેવો થવો, બ્રેસ્ટ અને તેની આસપાસ ખંજવાળ આવવી.’’ એટલું જ નહીં, ઘણી વાર બ્રાથી રેશિઝ પણ થઈ જાય છે. આ બધું છતાં બ્રા પહેરવાથી બ્રેસ્ટ યોગ્ય પોઝિશનમાં રહે છે. તે ટાઈટ રહે છે અને લટકતી નથી. એટલું જ નહીં, અલગઅલગ એક્ટિવિટી કરતી વખતે તે ઊછળતા પણ નથી, જેથી તે ખરાબ નથી દેખાતી. તેને પહેરવાથી હું કોન્ફિડન્ટ ફીલ કરું છું. હું બ્રા પહેરવાની તરફેણમાં છું, પરંતુ હા હું તેને પૂરો દિવસ પહેરવાના પક્ષમાં નથી, તેથી હું તેને રાત્રે કાઢીને ઊંઘવાનું પસંદ કરું છું.’’

નવી દિલ્લીના એક બુક સ્ટોરમાં જેાબ કરતી પ્રીતિ તિવારી જણાવે છે, ‘‘પૂરો દિવસ બ્રા પહેરીને રાખવી ખૂબ અનકંફર્ટેબલ હોય છે. જ્યારે મેં પહેલી વાર બ્રા પહેરી હતી, ત્યારે મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારા બ્રેસ્ટને જકડી લીધા ન હોય અને હવે હું શ્વાસ નહીં લઈ શકું. હું તેને બસ ઉતારીને ફેંકી દેવા ઈચ્છતી હતી, પરંતુ ઘણા દિવસો સુધી તેને પહેર્યા પછી મને ધીરેધીરે તેની આદત પડી ગઈ.’’ ‘‘બ્રાથી થતી પરેશાની હું આ ગંદી સોસાયટીની સામે ભૂલી ગઈ હતી. હું બ્રા વિના બહાર જવામાં બિલકુલ કંફર્ટેબલ નથી રહેતી, પરંતુ એ વાત પણ સાચી છે કે ઘરે આવતા જ હું તેને કાઢી નાખું છું. તેને ઉતારતા જ મને રાહત મળે છે. હું ફ્રી ફીલ કરું છું. મારું માનવું છે કે બ્રા પહેરવી કે ન પહેરવી તે છોકરીની પોતાની ચોઈસ હોવી જેાઈએ. ન કે સોસાયટીનો ડર, જેના લીધે તેણે બ્રા પહેરવી પડે છે.’’

પરંતુ પ્રશ્ન એ છે કે આટલા પ્રોબ્લેમ હોવા છતાં પણ છોકરીઓ અને મહિલાઓને બ્રા કેમ પહેરવી પડે છે? તેના જવાબમાં નિધિ ધાવરિયા જણાવે છે, ‘‘મહિલાઓ પર પુરુષપ્રધાન માનસિકતાનો બોજેા હોય છે જે તેમને વાતવાતમાં બતાવતી હોય છે કે શું સારું છે અને શું ખોટું. જેા કોઈ મહિલા સભ્ય પુરુષપ્રધાનની માનસિકતા મુજબ કપડાં પહેરવા ઈન્કાર કરી દે તો તેને ફૂવડ કહેવામાં આવે છે. સમાજે પુરુષમહિલાની બનાવટના આધારે ન માત્ર તેમના અધિકારોને વહેંચી દીધા છે, પરંતુ તેમના કપડાને પણ વહેંચી દીધા છે. પુરુષપ્રધાન સમાજે હંમેશાં મહિલાઓને પોતાના તાબા હેઠળ રાખવાની કોશિશ કરી છે.’’ ‘‘તે ઈચ્છતા હોય છે કે મહિલાઓ માત્ર તેમનું કહેવું જ માને, પરંતુ તેનાથી વિપરીત મહિલાઓ પુરુષોની આ રૂઢિવાદી માનસિકતાનો હિસ્સો બનવા નથી ઈચ્છતી. તેઓ ઈચ્છે છે કે બ્રા પહેરવી કે નહીં. તેનો નિર્ણય તેઓ સ્વયં કરે ન કે આ તથાકથિત વાત કરનાર પુરુષવર્ગ.’’

બ્રા પર થોપી પુરુષપ્રધાન માનસિકતા
ઉત્તરપ્રદેશથી દિલ્લી આવીને વસનાર ૨૬ વર્ષના માનવી રાય કહે છે, ‘‘ગામડામાં બ્રાને ‘બોડી’ કહે છે. કેટલીક શહેરી છોકરીઓ તેને ‘બી’ કહીને પણ બોલાવે છે. અમારા ગામમાં બ્રા બોલવા પર પણ હોબાળો મચી જાય છે, પરંતુ હવે છોકરીઓ પોતાની આઝાદી બાબતે વધારે જાગૃત થઈ ગઈ છે. તેઓ સમજી ગઈ છે કે બ્રા તેમની પર થોપવામાં આવેલી એક પુરુષવાદી માનસિકતા છે. તેથી હવે ઘણી બધી મહિલાઓ બ્રાનો વિરોધ કરવા લાગી છે. આજે દુનિયાભરમાં એવી ઘણી બધી મહિલાઓ છે, જેમણે બ્રાને ‘નો’ કહીને તેને પહેરવાનો ઈન્કાર કરી દીધો છે.’’

વિશ્વમાં એવી અનેક મહિલાઓ છે જે બ્રા પહેરવાનું પસંદ નથી કરતી. વર્ષ ૨૦૧૭ માં સાઉથ કોરિયાની મોડલ અને એક્ટ્રેસ સૂલીએ એક ફેમિનિસ્ટ કેમ્પેઈન શરૂ કર્યું, જેને ‘નો બ્રા મૂવમેન્ટ’ નામ આપવામાં આવ્યું. તેમણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર બ્રા વિના ટોપ પહેરીને પિક્ચર અપલોડ કર્યા. પછી તેનું પરિણામ એ આવ્યું કે મહિલાઓ વર્કિંગ અને પબ્લિક પ્લેસ પર વિધાઉટ બ્રા ફરવા લાગી. આ ચળવળે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો હતો. મહિલાઓ હેશટેગ નો બ્રા લખીને બ્રા વિના કપડાં પહેરીને પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા લાગી હતી.

નેશનલ નો બ્રા ડે
આવું જ એક મહિલા ગ્રૂપ છે, જેને ‘ફેન’ ના નામથી ઓળખવામાં આવે છે, જે પોતાની અનોખી વિરોધ કરવાની રીત માટે ઓળખાય છે. આ ગ્રૂપ પોતાની છાતીને ઢાંકતું નહોતું, તેથી તે ચર્ચાનો વિષય બન્યું હતું. આ જ રીતે ૧૯૬૦ માં ‘બ્રા બર્નિંગ’ નામની મૂવમેન્ટ આવી હતી. તેમાં મહિલાઓ પોતાનો વિરોધ દર્શાવવા માટે બ્રાને સળગાવ્યા કરતી હતી, જ્યારે બીજી કેટલીક મહિલાઓ બ્રાને સળગાવવાના બદલે તેમને ડસ્ટબિનમાં ફેંકી દેતી હતી. આ બધી તેમની વિરોધ દર્શાવવાની અનોખી રીત હતી. ભારતમાં દર વર્ષે ૧૩ ઓક્ટોબરના દિવસે ‘નેશનલ બ્રા ડે’ રૂપે ઊજવવામાં આવે છે. આ ઉજવણી બ્રેસ્ટ કેન્સર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે.

બ્રા ન પહેરવાની તરફેણ કરનાર કોલકાતાની ૨૨ વર્ષની વિનિતા મુખર્જીનું પણ આવું જ માનવું છે. તે જણાવે છે, ‘‘જેા આપણે આપણા શરીર સાથે અનકંફર્ટેબલ ફીલ કરતા હોઈએ તો બીજાને પણ તે જ અહેસાસ થશે. પહેલા મને બ્રા વિના પબ્લિક પ્લેસ પર જવામાં પ્રોબ્લેમ થતો હતો, પરંતુ ધીરેધીરે હું કંફર્ટેબલ થઈ ગઈ. હું એ જ કહીશ કે છોકરીઓ અને મહિલાઓ સ્વયં નિર્ણય કરે કે તેમને બ્રા પહેરવી છે કે નહીં.’’ વિધાઉટ બ્રા ઘરમાંથી બહાર જવા પર મહિલાઓની માનસિકતા મિશ્ર રહી છે. દિલ્લીના નજફગઢ વિસ્તારમાં બ્યૂટિપાર્લર ચલાવનાર ૩૨ વર્ષની વીણા દુબે જણાવે છે, ‘‘આમ તો બ્રા આપણી બોડી પર એક એક્સ્ટ્રા કપડું છે, પરંતુ આપણી સોસાયટીએ આપણા માઈન્ડમાં ફિટ કરી દીધું છે કે મહિલાઓએ બ્રા વિના બહાર નીકળવું ન જેાઈએ. બ્રા તેમના સંસ્કારી દેખાવા માટે ખૂબ જરૂરી છે. આ લોકોએ બ્રાને આપણી આદત બનાવી દીધી છે. તેથી આપણે પોતાને બ્રા વિના જેાઈને અનકંફર્ટેબલ ફીલ કરીએ છીએ.’’

વીણાની જેમ મુંબઈમાં રહેતી યોગા ઈંસ્ટ્રક્ટર સૂર્યંકા મિશ્રા કહે છે, ‘‘વિધાઉટ બ્રા ઘરની બહાર નીકળવા વિશે વિચારતા મને થોડું વિચિત્ર લાગે છે. બ્રા બ્રેસ્ટને સપોર્ટ કરે છે. જેા બ્રા પહેરી ન હોય તો બ્રેસ્ટ લટકવા લાગે છે. બ્રા ન પહેરવાથી નાની ઉંમરની મહિલાઓ પણ વધારે ઉંમરની દેખાવા લાગે છે. બ્રા પહેર્યા પછી કપડાનું ફીટિંગ પણ સારું લાગે છે. ટોપની નીચે બ્રા પહેરેલી છોકરી વિધાઉટ બ્રા પહેરેલી છોકરી કરતા વધારે એટ્રેક્ટિવ લાગે છે, પરંતુ અંતે બ્રા પહેરવી કે ન પહેરવી તે તમારી પોતાની ચોઈસ છે.’’ ઘણી વાર ટીનેજમાં છોકરીઓને બ્રા વિશે વધારે નોલેજ નથી હોતું, તેથી તેઓ બ્રા પહેરી નથી શકતી. આ જ કારણસર તેમની બ્રેસ્ટ લટકવા લાગે છે. આવું મોટાભાગે સ્લમ એરિયામાં જેાવા મળે છે.

બ્રાનો ઈતિહાસ
જેા બ્રાના ઈતિહાસ પર એક નજર નાખીએ તો જેાવા મળશે કે મહિલાઓને હંમેશાં બ્રા પહેરી છે કે પોતાની છાતીને ઢાંકી છે. બ્રા કેવી રીતે અસ્તિત્વમાં આવી તેના માટે જાણવું જરૂરી છે કે બ્રા શબ્દ છે શું. વાસ્તવમાં બ્રા ફ્રેન્ચ શબ્દ ‘બ્રાસિએટ’ નું નાનું રૂપ છે, જેનો શાબ્દિક અર્થ થાય છે શરીરનો ઉપરનો ભાગ. વાત કરીએ દુનિયાની પહેલી મોડર્ન બ્રા ક્યાં બની હતી, તો તેનો જવાબ છે ૧૮૬૯માં ફ્રાન્સની હર્મિની કેડોલે એક જેકેટ જેવા પોશાકને ૨ ટુકડામાં કાપીને અંડરગાર્મેન્ટ લાવ્યા હતા. પછી તેની ઉપરના ભાગને બ્રાની જેમ પહેર્યો અને ત્યાર પછી તે વેચાવા લાગ્યો.

રોમન મહિલાઓ પોતાના સ્તનને છુપાવવા છાતીના ભાગની ચારે બાજુ એક કપડું બાંધી લેતી હતી. જ્યારે ગ્રીક મહિલાઓની વાત કરીએ તો તેઓ એક બેલ્ટથી બ્રેસ્ટને ઉભારવાની કોશિશ કરતી હતી. આ બધા બ્રાના શરૂઆતના સ્વરૂપ હતા. જ્યારે આજે દુકાનોમાં જે બ્રા જેાઈએ છીએ, તેવી બ્રા અમેરિકામાં વર્ષ ૧૯૩૦ માં બનવાની શરૂ થઈ હતી. મહિલાઓએ હંમેશાં બ્રા પહેરી નથી. તેમને બ્રાની ભેટ અથવા એમ કહીએ કે તેમને આ વિચિત્ર ભેટ આપવા પાછળ પુરુષોનું ષડ્યંત્ર હતું. તેઓ મહિલાઓને હંમેશાં આકર્ષણની વસ્તુ માનતા રહ્યા છે. બ્રા એક સેક્સ્યુઅલી વસ્ત્ર છે, જેા મહિલા બ્રા પહેરશે તો તે સેક્સી દેખાશે અને પુરુષ તેને ભોગવવા માટે ઉત્સુક બનશે. બીજું કારણ છે બિઝનેસ. બ્રા વિના પણ કામ ચાલી શકે છે, પરંતુ પોતાના વેપારને વધારવા માટે વેપારીઓએ બ્રાની શોધ કરી છે. ત્યાર પછી ધીરેધીરે અલગઅલગ પ્રકારની બ્રા બનાવીને પોતાના બિઝનેસને વધારતા રહ્યા છે.

ન પહેરવું કેટલું કંફર્ટેબલ રહે છે
જેા વાત કંફર્ટની કરીએ તો પૂરો દિવસ બ્રા પહેરી રાખવી બિલકુલ કંફર્ટેબલ નથી રહેતી. તેથી ઘરે એકલી રહેતી છોકરીઓ અને મહિલા બ્રા નથી પહેરતી હોતી. લગભગ દરેક છોકરી અને મહિલા રાત્રે ઊંઘતા પહેલાં બ્રા કાઢી નાખતી હોય છે. પૂરી દુનિયા જ્યારે કોવિડની પકડમાં હતી ત્યારે બ્રાના વેચાણમાં ઘટાડો જેાવા મળ્યો હતો. કોવિડ-૧૯ ના સમયે વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હતું. તે સમયે મોટાભાગની મહિલાઓ ઘરે હતી. વર્ક ફ્રોમ હોમ કરતી મહિલા કંફર્ટેબલ ફીલ કરવા માટે ઘરે બ્રા પહેરવાને અવોઈડ કરતી હતી.

૩૩ વર્ષની રાગિણી ખન્ના વ્યવસાયે ટીચર છે. તે જણાવે છે, ‘‘કોવિડ સમયે સ્કૂલકોલેજ બધું બંધ હતું, પરંતુ દેશનું ભવિષ્ય કહેવાતા બાળકોના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તેથી સરકારે ઓનલાઈન ક્લાસિસ શરૂ કર્યા હતા. તે સમયે બધા ટીચર્સે બાળકોને ઓનલાઈન ભણાવ્યા હતા. જ્યારે મારા ઓનલાઈન ક્લાસિસ રહેતા ત્યારે હું બ્રા પહેરતી હતી, પરંતુ ક્લાસિસ પૂરા થતા હું બ્રા કાઢી નાખતી હતી. બ્રા વિના રહેવું મને વધારે કંફર્ટેબલ ફીલ કરાવતું હતું. રાગિણી આગળ જણાવે છે, ‘‘પૂરો દિવસ બ્રા પહેરવી બિલકુલ કંફર્ટેબલ નથી હોતી. એવું લાગે છે જાણે કે કોઈએ શ્વાસ રોકી દીધા ન હોય. બીજી તરફ જેા વિધાઉટ બ્રા રહેવું તો ફ્રી જ ફીલ થાય છે. બોડી બિલકુલ રિલેક્સ લાગે છે. એવું લાગે છે જાણે કોઈ બોજ દૂર થઈ ગયો ન હોય, પરંતુ બ્રા પહેરવાના કયા લાભ અને નુકસાન છે તે વિશે ચોક્કસપણે જાણવું જેાઈએ.’’

દિલ્લીની બત્રા હોસ્પિટલની એમબીબીએસ ડોક્ટર શ્રુતિ ગુપ્તા જણાવે છે, ‘‘બ્રેસ્ટ હ્યૂમન ફીમેલ બોડીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ફીમેલ બોડીમાં બ્રેસ્ટ એટ્રેક્શનનું મુખ્ય કેન્દ્ર હોય છે. બ્રા વિના રહેવાથી સ્તન કેન્સરની શક્યતા ઘટાડી શકાય છે.’’ ‘‘બ્રા બ્રેસ્ટ ડેવલપમેન્ટમાં હેલ્પ કરે છે. તેને ન પહેરવાથી બ્રેસ્ટ ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે. જે છોકરીઓ અથવા મહિલાઓ બ્રા નથી પહેરતી તેમના બ્રેસ્ટ લટકવા લાગે છે. એટલું જ નહીં બ્રા ન પહેરવાથી બ્રાની સાઈઝ વધી જાય છે, પરંતુ એ વાત પણ સાચી છે કે ૧૨ કલાકથી વધારે સમય સુધી બ્રા પહેરી રાખવી હાનિકારક હોય છે. રાત્રે બ્લડ સર્ક્યુલેશન ઝડપી હોય છે, તેથી રાત્રે બ્રા કાઢીને ઊંઘવું જેાઈએ.’’

તમે જાતે નિર્ણય કરો
મોનિકા ગુપ્તા જણાવે છે, ‘‘એક યોગ્ય બ્રા તમારા ડ્રેસને વધારે સુંદર બનાવે છે. કેટલાક ડ્રેસિસ એવા હોય છે જેના માટે અલગઅલગ પ્રકારની બ્રાની જરૂર પડે છે. બ્રા વિના તે ડ્રેસ એટલા સુંદર દેખાશે નહીં જેટલા બ્રાની સાથે દેખાશે. આ સ્થિતિમાં બ્રાને એવોઈડ કરવી યોગ્ય નહીં રહે.’’

બ્રા છે તો છે
તમારી બ્રાની સ્ટ્રેપ દેખાઈ રહી છે, તેને જરા ઠીક કરો. તું તારી બ્રાને બાલ્કનીમાં બહાર ન સૂકવીશ. કોઈ જેાઈ જશે તો શું કહેશે. તું બ્રાને તારી તિજેારીમાં છુપાવીને કેમ નથી રાખતી. આ પ્રકારની વાતો દરેક છોકરીએ પોતાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક જરૂર સાંભળી હશે, પરંતુ અહીં પ્રશ્ન એ છે કે બ્રા એ તો માત્ર એક કપડું છે ન કે છુપાવવાની કોઈ ગુપ્ત વસ્તુ. નહાતી વખતે પણ મહિલાઓ પોતાના અંડરગાર્મેન્ટને કપડામાં છુપાવીને લઈ જાય છે. એટલું જ નહીં બ્રાને સૂકવતી વખતે પણ તેને બીજા કપડાની નીચે છુપાવીને રાખે છે, જેથી તે કોઈને દેખાય નહીં. સમયની સાથેસાથે મોટા બદલાવ તો થયા છે, પરંતુ આજે પણ સમાજમાં બ્રાને જેાવી એક મુદ્દો બનેલો છે. જેા કોઈ છોકરી અથવા મહિલાની બ્રાની સ્ટ્રેપ દેખાતી હોય તો લોકો તેને વિચિત્ર નજરે જુએ છે અને જાતજાતની કોમેન્ટ્સ પણ કરતા હોય છે. તેને સંસ્કારહીન છોકરી માની લેવામાં આવે છે, પરંતુ હવે આ માનસિકતા બદલવી ખૂબ જરૂરી છે. બ્રાની સ્ટ્રેપ દેખાવી કોઈ આપત્તિજનક કે મોટી વાત નથી, તે ખૂબ સામાન્ય છે, બિલકુલ તે રીતે જે રીતે પુરુષની બનિયાનની સ્ટ્રેપ દેખાય છે.
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....