સેક્સ પતિપત્ની વચ્ચે પ્રેમનો જ એક ભાગ છે. સેક્સ ખરેખર આનંદદાયક હોય છે. તેના તમામ શારીરિક અને માનસિક લાભ છે. તેનાથી તાણ દૂર થાય છે, સાથે મૂડ પણ સારો રહે છે, પરંતુ ક્યારેય સેક્સ મજાના બદલે સજા લાગવા લાગે છે ખાસ તે મહિલાઓને. તેનું મુખ્ય કારણ સેક્સ દરમિયાન અથવા પછી થતો દુખાવો હોય છે. એક સર્વેના મતે લગભગ ૭૫ ટકા મહિલાઓ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો અનુભવ જરૂર કરે છે. તેનું પરિણામ એ હોય છે કે પીડાના લીધે મહિલાઓમાં સેક્સ પ્રત્યે અરુચિ વધી રહી છે. તેમને સેક્સથી ડર લાગે છે અને સેક્સ માટે પાર્ટનરને ના પાડી દે છે. સેક્સ દરમિયાન કે પછી કોમળ અંગમાં થતી પીડાના અનેક કારણ છે. આ કારણો જાણીને તેને દૂર કરવાની કોશિશ કરવામાં આવે તો સેક્સની સજાને મજામાં બદલી શકાય છે.

વજાઈનલ ઈંફેક્શન
વજાઈનલ ઈંફેક્શન કોમન સમસ્યા છે. તેમાં યીસ્ટ ઈંફેક્શનનો પણ સમાવેશ થાય છે. કોઈ ને કોઈ પ્રકારનું વજાઈનલ ઈંફેક્શન મહિલાઓને તેમના જીવનમાં થતું રહે છે, જેમાં વાઈટ ડિસ્ચાર્જનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે બેક્ટેરિયલ, યીસ્ટ અથવા યૌન સંચારિત ઈંફેક્શનથી સેક્સ દરમિયાન પીડા થાય છે. સામાન્ય રીતે તેનું મુખ્ય લક્ષણ પ્રવાહીનું વજાઈનામાંથી ડિસ્ચાર્જ થવું છે.

વેજિનિસ્મસ
વેજિનિસ્મસ એક એવી સ્થિતિ છે, જેમાં યોનિની માંસપેશીઓમાં ખેંચાણ થાય છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ જખમ હોય છે. તેમાં જ્યારે સેક્સ કરવામાં આવે છે ત્યારે વેજિનિસ્મસના લીધે પીડા થાય છે. અનેક પ્રકારની થેરપિ લઈને તેને દૂર કરી શકાય છે.

ગર્ભાશયની સમસ્યા
ગર્ભાશયની સમસ્યામાં ફાઈબ્રોઈડ્સનો સમાવેશ થાય છે, જે ડીપ સેક્સના લીધે પીડાનું કારણ બને છે. આવું જ કંઈ ગ્રીવાનું પણ છે. ડીપ અને વધારે પેનીટ્રેશનના લીધે ગ્રીવાની સમસ્યા કે પીડા થાય છે.

એંડોમિટ્રિઓસિસ
સેક્સ દરમિયાન કે પછી ખેંચાણ થવાના અનેક કારણોમાંથી એક કારણ એંડોમિટ્રિઓસિસ પણ છે. હકીકતમાં આ તે સ્થિતિ છે જ્યારે એંડોમિટ્રિઓસિસ ગર્ભાશયની બહાર વિકસિત થાય છે. એંડોમિટ્રિઓસિસ ગર્ભાશયનું ટિશ્યૂ હોય છે. જે મહિલાઓને આ સમસ્યા થાય છે તે માસિકધર્મમાં પણ આ સમસ્યાનો અનુભવ કરે છે અને સેક્સ સમયે પણ.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈંફેક્શન
સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન ઈંફેક્શનને સંક્ષેપમાં એસટીઆઈ તરીકે ઓળખાય છે. આ ઈંફેક્શનમાં ગુપ્તાંગમાં મસા, દાદ, ઈજા અથવા અન્ય બીમારી થઈ શકે છે, જે પછી પીડાનું કારણ બને છે.

દવાઓનું સેવન
એવી તમામ દવાઓ છે, જે સેક્સ્યુઅલ ઈચ્છાને ઓછી કરી શકે છે. તેમાં બર્થ કંટ્રોલ પિલ્સનો પણ સમાવેશ થાય છે. તેની સાથે પેનકિલર દવાઓ પણ સેક્સની ઈચ્છા ઘટાડે છે. મેડિકલ અને સર્જિકલ સ્થિતિમાં પણ તેને પ્રભાવિત કરી શકે છે, જેમ કે ડાયાબિટીસ, થાઈરોઈડ અને કેન્સર વગેરે. તેનાથી પણ તમને સેક્સ દરમિયાન પીડા અને ખેંચાણ થઈ શકે છે.

પાર્ટનરની સેક્સ્યુઅલ સમસ્યા
જેા પાર્ટનરને કોઈ પ્રકારની સેક્સ્યુઅલ સમસ્યા થાય છે તો તમને સેક્સને લઈને ચિંતા થઈ શકે છે. જેા પાર્ટનર ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની દવાઓ લે છે તો તેને ઓર્ગેઝમમાં વાર લાગે છે. તેથી સેક્સ તકલીફભર્યું હોય છે. ક્યારેક પાર્ટનર સાથે કોઈ સમસ્યા હોય તો સેક્સ દરમિયાન કે પછી પીડા થાય છે.

અંડાશયની સમસ્યા
આ સમસ્યામાં ઓવેરિયન સિસ્ટનો સમાવેશ થાય છે, જે સેક્સ દરમિયાન અથવા પછી પીડા અને ખેંચાણનું કારણ બને છે.

પેલ્વિક ઈંફ્લેમેટરી ડિસીસ
આ સમસ્યાથી અંદરના ટિશ્યૂ ખરાબ રીતે ફૂલી જાય છે અને સેક્સ દરમિયાન દબાણના લીધે પીડાનો અનુભવ કરાવે છે.

ચિંતા અથવા તાણ
તમારા મગજમાં કોઈ ડર, ચિંતા, શરમ-સંકોચ અથવા અન્ય કોઈ મુશ્કેલી હોય તો તમને સેક્સ દરમિયાન અથવા પછી પીડા થઈ શકે છે. જ્યારે તમારું મન શાંત ન થાય તો તેના પરિણામરૂપ પીડા અથવા ખેંચાણ થઈ શકે છે. તેની સાથે તાણ અથવા થાક સેક્સની ઈચ્છા પર પોતાની અસર કરે છે.

દર્દ અથવા ખેંચાણ દૂર કરવાના ઉપાય
લુબ્રિકેંટ્સનો ઉપયોગ : સેક્સ દરમિયાન વજાઈનામાં પીડા થઈ રહી છે તો પાણીમાં ભળી જતા લુબ્રિકેંટ્સનો ઉપયોગ કરી શકો છો. સિલિકોનવાળું લુબ્રિકેંટ્સ પણ એક સારો વિકલ્પ છે, પરંતુ કોન્ડોમ સાથે પેટ્રોલિયમ જેલી, બેબી ઓઈલ વગેરેનો ઉપયોગ ન કરો.

સેક્સનો યોગ્ય સમય
સેક્સ દરમિયાન અને પછી થતી પીડા દૂર કરવા માટે સેક્સ માટે યોગ્ય સમય નક્કી કરો. સેક્સ માટે એવો સમય પસંદ કરો, જ્યારે તમે અને તમારો પાર્ટનર થાકેલા ન હોય. પાર્ટનર સાથે વાત કરો કે તમને ક્યાં પીડા થાય છે. તમને જે શારીરિક પ્રવૃત્તિમાં આનંદ આપે છે, તેના વિશે જણાવો.

ડોક્ટરની સલાહ લો : તાણ, ચિંતા કે દુખની સ્થિતિમાં પણ આવી સમસ્યા થઈ શકે છે. તમે કોઈ દવા લઈ રહ્યા છો તો આ સમસ્યાનો શિકાર બની શકો છો. દવા અચાનક બંધ ન કરી શકાય, તેથી ડોક્ટરની સલાહ અચૂક લો.
– સ્નેહા સિંહ.

વધુ વાંચવા કિલક કરો....