દરેક ઉંમરે હોર્મોનલ બદલાવ ફેસ પર ઝડપથી બદલાવ લાવતા હોય છે, જેની અસર ફેસ પર ડાઘધબ્બા અને પિંપલ્સ રૂપે દેખાવા લાગે છે. આ સ્થિતિમાં સ્કિન સમસ્યાથી મુક્તિ મેળવવા તમે કોણ જાણે અનેક સ્કિન પ્રોડક્ટ અજમાવી ચૂક્યા હશે, પરંતુ તમે જે રેડિએન્ટ સ્કિનની ઈચ્છા રાખો છો, તે અત્યાર સુધી મળી નહીં હોય અથવા આ મહેનત પર અત્યાર સુધીમાં બ્યૂટિ પ્રોડક્ટ પર પાણીની જેમ પૈસા વહેવડાવી ચૂક્યા હશો. તેનું કારણ છે કે તમે યોગ્ય ફેસ સીરમનો ઉપયોગ નથી કરી રહ્યા, જે વધતી ઉંમરે ખાસ કરીને ૩૦ પછી આ બાબતે વિચારવું ખૂબ જરૂરી બની જાય છે.
આ સ્થિતિમાં તમારા સ્કિન કેર રૂટિનમાં કેવા પ્રકારના ઈન્ગ્રીડિએંટ્સવાળું સીરમ હોવું જેાઈએ, તે વિશે જાણીએ બ્યૂટિ એક્સપર્ટ નમૃતા પાસેથી :
વિટામિન સી તથા હળદરની ખૂબીવાળું સીરમ
વિટામિન સી એન્ટિઓક્સિડેન્ટનું કામ કરે છે, જે હાનિકારક તત્ત્વોથી સ્કિનનો બચાવે છે, સાથે જ્યારે આપણે આપણા ડાયટ તથા બ્યૂટિ પ્રોડક્ટથી પૂરતા પ્રમાણમાં વિટામિન સી લઈએ છીએ, ત્યારે તે આપણી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાની સાથેસાથે આપણી સ્કિનમાં ન્યૂ કોલોજનને પણ પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, જે સ્કિનને સન ડેમેજથી બચાવવાની સાથેસાથે સ્કિનની ડ્રાયનેસને દૂર કરીને સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે. તે સ્કિનટોનને ઈમ્પ્રૂવ કરીને નવા ટિશ્યૂને ઈમ્પ્રૂવ કરીને સ્કિન એજિંગ અને ફાઈન લાઈન્સને ઓછી કરવામાં ખૂબ મદદ કરે છે. જ્યારે હળદરમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી તત્ત્વો હોય છે, જે સ્કિનમાં વધારે ચમક લાવવાનું કામ કરે છે. તે એક રીતે સ્કિન લાઈટિંગ એજન્ટનું કામ કરે છે. તેમાં રહેલું કરક્યૂમિન સ્કિનમાં વધારાના મેલેનિનના ઉત્પાદનને અટકાવવાની સાથે તમારા સ્કિનટોનને ઈમ્પ્રૂવ કરીને તેને બ્રાઈટ પણ બનાવે છે.
આ સ્થિતિમાં જ્યારે વાત કરીએ ફેસ સીરમની પસંદગીની તો તમે તેના માટે મામાઅર્થના સ્કિન ઈલ્યૂમિનેટ વિટામિન સી ફેસ સીરમ ફોર રેડિએન્ટ સ્કિનની પસંદગી કરી શકો છો, કારણ કે તે વિટામિન સી અને હળદર જેવા નેચરલ ઈન્ગ્રીડિએન્ટ્સથી બનેલું હોવાની સાથે ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ પણ હોય છે. તે હાનિકારક સલ્ફેર, પેરાબેન્સ, પ્રિઝર્વેટિવ્સ તેમજ આર્ટિફિશિયલ કલર્સથી મુક્ત છે. તેના ૩૦ ગ્રામ પેકની કિંમત લગભગ ૫૦૦ રૂપિયાની આસપાસ હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મીડિયા ડિવિઝન હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગે પણ નોંધ્યું છે કે ટ્રોપિકલ વિટામિન સી ડર્મેટોલોજિસ્ટનું ગમતું તત્ત્વ છે, જે એજિંગની પ્રોસેસને ધીમી કરવાની સાથેસાથે સૂર્યના હાનિકારક કિરણોથી સ્કિનને બચાવવામાં પણ મદદ કરે છે. તે એક એન્ટિઓક્સિડેન્ટ હોવાથી ખીલ તથા કાળા ડાઘને ઘટાડવામાં સહાયક છે.
ટીટ્રી ઓઈલ ફેસ સીરમ
તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાથી તે પોર્સને ક્લીન કરીને ખીલને પેદા કરનાર બેક્ટેરિયાનો નાશ કરીને સ્કિનને સ્પોરસેસ બનાવવામાં મદદ કરે છે. સાથે તેની એન્ટિસેપ્ટિક પ્રોપર્ટી સ્કિન પરથી એક્સ્ટ્રા ઓઈલને કંટ્રોલ કરીને પોર્સને ક્લોગ થતી અટકાવવાની સાથે ખીલને કંટ્રોલ કરવામાં પણ ખૂબ મદદરૂપ બને છે. તેની ખાસ વાત એ છે કે તે સ્કિનને ક્લીન, ક્લીયર બનાવીને દરેક પ્રકારની સ્કિન પર સૂટ કરે છે.
આ સ્થિતિમાં તમે ગુડ વાઈબ્સના ટીટ્રી ફેસ સીરમની પસંદગી ખુશીથી કરી શકો છો, કારણ કે તે અનઈવન સ્કિનટોનને ઈમ્પ્રૂવ કરીને સ્કિનને ડાઘરહિત બનાવે છે, સાથે હેલ્ધિ, સોફ્ટ તેમજ ગ્લોઈંગ સ્કિન આપવાનું કામ કરે છે. તે પેરાબિન તથા સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ છે. તે તમને ઓનલાઈન, ઓફલાઈન રૂપિયા ૨૦૦ થી પણ ઓછી કિંમતમાં મળશે. કેટલાક રિચર્સમાં સાબિત થયું છે કે જે લોકોને હળવાથી મધ્યમ ખીલની સમસ્યા હતી, તેમણે ટ્રીટી ઓઈલયુક્ત પ્રોડક્ટનો પોતાની સ્કિન પર દિવસમાં ૨ વાર ઉપયોગ કર્યો, તેમનામાં ૪ થી ૮ અઠવાડિયા પછી ખીલના ડાઘ લગભગ ૬૨ ટકા સુધી ઓછા થઈ ગયેલા જેાવા મળ્યા.
હ્યાલૂરોનિક એસિડ સીરમ
હાલના દિવસોમાં બ્યૂટિ પ્રોડક્ટમાં ખાસ કરીને ફેસ સીરમમાં હ્યાલૂરોનિક એસિડનું નામ ખૂબ ચર્ચિત છે અને હોય પણ કેમ નહીં, કારણ કે જેટલું તેનું નામ સ્ટ્રોંગ છે, તેટલું જ પાવરફુલ તે પોતાનું કામ પણ કરે છે. વાસ્તવમાં તેમાં સ્કિનને સુપર હાઈડ્રેટ કરવાની પ્રોપર્ટી હોય છે ને. તે સ્કિન પર ઈંસ્ટંટ ગ્લો તથા હાઈડ્રેશન લાવવાનું કામ કરે છે, કારણ કે હ્યાલૂરોનિક એસિડ સ્કિન ટિશ્યૂને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે.
તે સ્કિન ટેક્સ્ચરને ઈમ્પ્રૂવ કરવાનું કામ કરે છે, સાથે તેના થોડા દિવસના એપ્લાય પછી પેચી સ્કિન પણ ઠીક થઈ જાય છે. તે સ્કિનની ફર્મનેસને જાળવી રાખીને સ્કિનને પ્લંપ બનાવવામાં મદદ કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્કિનની ઈલાસ્ટિસિટી ઈમ્પ્રૂવ થાય છે, જે એજિંગની પ્રોસેસને સ્લો કરીને સ્કિનને ડાઘરહિત બનાવવામાં પણ મદદ કરે છે. તેના માટે તમે ધ મોમ્સ કંપનીના હ્યાલૂરોનિક એસિડ, જેમાં ઘણા બધા વિટામિન્સની પણ ખૂબીઓ છે તેનો ઉપયોગ કરી શકો છો. તે સ્કિનને ડીપ હાઈડ્રેટ કરીને સ્કિન પિગમેન્ટેશન ઘટાડે છે, સાથે તે ફાઈન લાઈન્સને ઘટાડીને સ્કિનને ગ્લોઈંગની સાથેસાથે ક્લીયર બનાવવાનું કામ કરે છે. તેનું ૩૦ એમએસ પેક રૂપિયા ૩૩૦ માં મળશે.
ક્લિનિકલ, કોસ્મેટિક અને ઈન્વેસ્ટિગેશન ડર્મેટોલોજીમાં જુલાઈ, ૨૦૧૭ માં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, રિસર્ચે નોંધ્યું હતું કે જે ભાગ લેનારાએ ૧૨ અઠવાડિયા સુધી ૧૨૦ મિલીગ્રામ હ્યાલૂરોનિક એસિડ લીધું, તેમની સ્કિનમાં કરચલીની સમસ્યા ઓછી થવાની સાથેસાથે તેમની સમગ્ર સ્કિનની સ્થિતિમાં પણ સુધારો થયો હતો.
નિયાસિનમાઈડ ફેસ સીરમ
આ સીરમનો ઉપયોગ કરવાથી ન માત્ર ડાઘરહિત સ્કિન મળશે, પરંતુ સ્કિન પર એક અલગ ચમક જેાવા મળશે. તે સ્કિનટોનને લાઈટ કરવાની સાથેસાથે ડાર્ક સ્પોટ્સને પણ ઓછા કરવામાં મદદરૂપ બને છે. નિયાસિનમાઈડ એક રીતે વિટામિન બી-૩ નું રૂપ છે, જે સ્કિન માટે ખૂબ જરૂરી પોષક તત્ત્વ હોય છે. તેની ઊણપથી સ્કિન ડલ દેખાવાની સાથે તેની પર એજિંગ પણ દેખાવા લાગે છે, જે આજે કોઈને પણ પસંદ નથી હોતું. પછી ભલે ને તેને દૂર કરવા માટે હજારો રૂપિયાની બ્યૂટિ પ્રોડક્ટ કેમ ન ખરીદવી પડે.
આ સ્થિતિમાં નિયાસિનમાઈડ કેરાટિન એક પ્રકારના પ્રોટીનને બનાવવાનું કામ કરે છે, જે સ્કિનને અંદરથી સ્વસ્થ રાખીને સ્કિનમાં ભીનાશ જાળવી રાખવાનું કામ કરે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર નિયાસિનમાઈડનો સ્કિન પર નિયમિત ઉપયોગ કરવાથી એક્ઝિમા અને ખીલની સમસ્યા દૂર થાય છે. જેનાથી સ્કિન આ પ્રોબ્લેમથી દૂર થઈને નિખરેલી દેખાવા લાગે છે. સાથે તે હેલ્ધિ કોશિકાઓ બનાવવામાં પણ મદદ કરે છે, જેનાથી સ્કિન એક તરફ અંદરથી ખીલી ઊઠી છે, જ્યારે બીજી તરફ બહારથી પણ આપમેળે નિખરવા લાગે છે. તેના માટે તમે લેક્મે એબ્સોલ્યૂટના પરફેક્ટ રેડિયન્સી સીરમનો ઉપયોગ કરી શકો છો. તેના ૧૫ એમએલ પેકની કિંમત રૂપિયા ૨૭૦ છે.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર જે ફેસ સીરમમાં ૫ ટકા નિયાસિનમાઈડ હોય તો તે બ્લેક સ્પોટને ઘટાડવામાં અસરકારક બને છે. ૫ રેટિનોલ સીરમ ફોર યંગર સ્કિન રેટિનોલ સ્કિન સેલ્સના ઉત્પાદનને વધારે આપવાનું કામ કરે છે. સાથે તે સ્કિનને એક્સફોલિએટ કરીને કોલોજનના ઉત્પાદનને પણ વધારે છે, જે ફાઈન લાઈન્સ, કરચલી ઘટાડીને સ્કિનને ફ્રેશ તથા પ્લંપ લુક આપવાનું કામ કરે છે. તે ખૂબ લાઈટ વેટ સીરમ હોય છે, જે સ્કિનમાં સરળતાથી એબ્ઝોર્બ થાય છે, સાથે ડાર્ક સ્પોટ્સને પણ ઓછા કરીને સ્કિનને બ્રાઈટ બનાવવામાં ખૂબ મદદ કરે છે. રેટિનોલ વિટામિન એનો એક ભાગ છે, જે સેલ્સના પુનર્નિર્માણમાં મદદ કરે છે.
તેના માટે તમે ઓફલાઈન અથવા ઓનલાઈન ધ ડર્માનું ૦.૩ ટકા રેટિનોલ સીરમ ફોર સ્પોટલેસ સ્કિનનો ઉપયોગ કરી શકો છો. તે તમારી સ્કિનને ડે બાઈ ડે યંગર લુક આપવાનું કામ કરશે. તેના ૩૦ એમએલ પેકની કિંમત રૂપિયા ૮૦૦ છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગ અનુસાર માર્કેટમાં સૌપ્રથમ રેટિનોઈડ રેટિન એ હતું. પહેલી વાર તેનો પ્રયોગ ખીલને ટ્રીટ કરવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી જાણ થઈ કે તે સેલ ટર્નઓવરને પ્રોત્સાહિત કરે છે અને સ્કિન પર પિગમેન્ટેશન સ્પોટ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે.
– પારૂલ ભટનાગર.





