પોતાની પર્સનાલિટી બાબતે તે ખૂબ કોંશિયસ છે. તે પોતાના આઉટફિટથી લઈને સ્કિન સુધ્ધાંનું ખૂબ ધ્યાન રાખે છે. આ જ કારણસર ૩૫ વર્ષ પૂરાં થયા પછી પણ તેની સ્કિન બિલકુલ યુવા છે, જાણે કોઈ કોલેજમાં ભણતી ૨૧-૨૨ વર્ષની છોકરી ન હોય. કોવિડ-૧૯ ના સમયે જ્યારે તે પોતાની આસપાસના લોકોને કંઈક નવું શીખતા જેાઈ રહી હતી, ત્યારે તેણે પણ પોતાની પર્સનાલિટીમાં બદલાવ લાવવાનું નક્કી કરી લીધું. સૌપ્રથમ તેણે પોતાના બેડોળ શરીરને શેપ આપ્યો. ત્યાર પછી પોતાનું મેકઓવર કર્યું તેમજ સૌથી જરૂરી પોતાની સ્કિન કેર કરી.
પરંતુ તેની સ્કિન કેરની આ જર્ની સરળ ન રહી. ઘણી વાર એવા પ્રસંગો પણ આવ્યા જ્યારે તેનો પતિ નવીન તેને જાતજાતની ક્રીમ, સીરમ?અને અલગઅલગ પ્રકારના ફેસવોશ યૂઝ કરતા જેાતો ત્યારે ચિડાઈ જતો. તેને ઘણી વાર તે સમયે ટોકતો હતો અને કહેતો કે કેમ આ બધા પાછળ વ્યર્થ પૈસા બરબાદ કરી રહી છે. પૈસા ઝાડ પર ઊગતા નથી કે તું આ બધી નકામી વસ્તુમાં ખર્ચી રહી છે. તેમ છતાં સુંદરતાની એટલી ચિંતા હોય તો પછી ઘરેલુ નુસખા કેમ અપનાવતી નથી. હું કંટાળી ગયો છું તારા આ ખર્ચાથી. રાત્રે ઊંઘતી વખતે કહેતા, રાત પડી નથી કે શરૂ થઈ જાય છે શૃંગાર સજવા. શાંતિથી ઊંઘવા પણ નથી દેતી. કલાકો સુધી લાઈટ ચાલુ રાખીને તારી સ્કિન કેરમાં ખોવાઈ જાય છે. શું તને આ બધામાં થાક નથી લાગતો. એક જ તો રવિવાર મળે છે એન્જેાય કરવા, તેમાં પણ તારાં નખરાં ઓછાં નથી થતાં. ક્યારેક તો કહે કે ચાલો, ક્યાંક બહાર ફરવા જઈએ તો કહે છે, બહાર ખૂબ તડકો છે, મારી સ્કિન ખરાબ થઈ જશે, જાણે અમારે તો સ્કિન હોય જ નહીં. અમે પથ્થરના બનેલા છીએ. તારાં આવાં નાટક કોઈ કેટલું સહન કરશે.
સેલ્ફ કેર કરવી નાટક કેમ
દર અઠવાડિયે બ્યૂટિપાર્લર પહોંચી જય છે. જે તેનાથી પણ સંતોષ ન થયો તો પછી પહોંચી જય છે સ્કિન ક્લિનિકમાં. હજરો રૂપિયાના ઈંજેક્શન, પીલ માસ્ક, સર્જરી, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્ટેડ ક્રીમ્સ. આખરે તું જેવી છે તેવી જ રહેવાની છે, કેટરિના કૈફ નથી બની જવાની. હવે આ બધાથી હું કંટાળી ગયો છું. બંધ કર આ બધા ડ્રામા.
આવો જ એક કિસ્સો ૫૨ વર્ષની બિઝનેસ વુમન અંશિકા બજાજ જણાવે છે. તે કહે છે, ‘‘આજે પણ જ્યારે હું સ્કિન ટ્રીટમેન્ટ માટે ક્લિનિક જવાની વાત કરું છું, ત્યારે મારાં બાળકો મને ગુસ્સાથી જેાવા લાગે છે. હું મારી ફેમિલીના આ પ્રકારના રિએક્શન સમજી નથી શકતી, જ્યારે મારો પૂરો ખર્ચ હું ઉઠાવું છું. મારા ડેલી રૂટિનની વસ્તુ, મારું મેડિકલ બિલ, સલૂનનું બિલ, બધું જ. એવું નથી કે મારા હસબન્ડ અને દીકરા જ આ પ્રકારનું રિએક્શન આપે છે. મારી ૨૪ વર્ષની દીકરી રીના કહે છે, ‘‘મમ્મી, તમારી ઉંમર તો જુઓ. તમારી ઉંમરના લોકો તેમનું મન પૂજાપાઠમાં કેન્દ્રિત કરે છે અને એક તમે છો કે સ્વયંનેે યુવાન દર્શાવવાની કોશિશમાં જ રચ્યાપચ્યા રહો છો. હવે સ્કિન ટ્રીટમેન્ટ લેવાની તમારી ઉંમર નથી.’’
દીકરી રીનાની આ બધી વાત સાંભળીને અંશિકા કહે છે, ‘‘જ્યારે તમે તમારી બધી જવાબદારીથી મુક્ત થઈ જશો અથવા તો જ્યારે તમે તમારી ન્યૂ મેરિડ લાઈફમાં હોય, ત્યારે દરેક સમયે તમને રોકનાર કે ટોકનાર કોઈ ને કોઈ જરૂર આવશે. આ લોકો તમને એ વાતનો?અહેસાસ અપાવશે કે તમે તમારી જવાબદારીથી ભાગી રહ્યા છો. તે સમજતા હોય છે કે આપણો રોલ માત્ર ને માત્ર જવાબદારીને વહન કરવાનો છે. તે સિવાય તમારી પોતાની કોઈ લાઈફ નથી, પરંતુ જે તમે તમારી કાળજી રાખવા લાગો છો તો આ જ લોકોને તમે સેલ્ફિશ લાગવા લાગો છો.
એક મહિલા પોતાના લગ્ન જીવનમાં પતિ અને બાળકોની જવાબદારીઓમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે મોટાભાગની મહિલાઓ પોતાન લુક બાબતે સભાન નથી હોતી ન તો કોઈ ખાસ કાળજી લે છે. તેને ચિંતા હોય છે તો માત્ર પતિ ને બાળકો માટે ગરમાગરમ નાસ્તો બનાવવાની, તેમના લંચ બોક્સ તૈયાર કરવાની, તેમની જરૂરી તમામ વસ્તુને યોગ્ય જગ્યાએ ગોઠવવાની, તેમના કપડાંથી લઈને તેમની નાની-નાની જરૂરિયાતને યાદ કરીને અવેલેબલ રાખવાની. જેથી પતિ અને બાળકોની દિનચર્યામાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે. શું પતિ અને બાળકોએ એટલું ન સમજવું જેાઈએ કે તેમની પત્ની કે મા ને આટલા કામ કર્યા પછી પોતાને સુઘડ, સ્વચ્છ અને ફ્રેશ રાખવા માટે સેલ્ફકેરનો હક ન હોય. મારા મતે તો દરેક સ્ત્રીએ સૌપ્રથમ પોતાની જાતને ખુશ અને અપટૂડેટ રાખવી જ જેાઈએ.
માનસિકતા બદલવી પડશે
વાસ્તવમાં આ લોકો સ્કિન કેરને નાટક સમજે છે. સૌપ્રથમ તેઓ સ્કિન કેરને ઉંમર સાથે જેાડે છે.પછી તેઓ ઈચ્છે છે કે તેમની વાઈફ, મા, બહેન સુંદર તો હોય, પરંતુ તેઓ ક્રીમ, સીરમ અથવા કોઈ મેડિકલ ટ્રીટમેન્ટમાં પોતાનો સમય અને પૈસા બરબાદ ન કરે. તેમના હિસાબે જે તમારી બોડી પર રિંકલ્સ હોય, કોઈ નિશાન હોય અને તેને તમે રિમૂવ કરવા ઈચ્છો તો પણ આ બધું તેમને નાટક લાગે છે. આખરે શું સેલ્ફ કેર એ માત્ર નાટક હોય છે? તેનો જવાબ છે લોકોની પુરુષપ્રધાન માનસિકતા. આપણો સમાજ પણ પુરુષપ્રધાન માનસિકતા પર બનેલો છે. તેથી પુરુષોનું માઈન્ડ સેટ હોય છે કે મહિલાઓ ઘરની ચાર દીવાલ સુધી સીમિત રહે. આ જ કારણ રહ્યું છે કે તે ઈચ્છતા નથી કે તેમની વાઈફ, મા, બહેન અને દીકરી પોતાની પર્સનાલિટી પર વર્ક કરે. તે સમજતા હોય છે કે તેમણે ઘરમાં રહેવાનું છે તો પછી તેઓ પોતાનો મેકઓવર કરીને શું કરશે. તેમને શું જરૂર છે આટલી કેર લેવાની કે શણગાર સજવાની? ચુપચાપ ઘરમાં બેસી રહે.
આત્મવિશ્વાસ વધે છે
વાસ્તવમાં પુરુષોને એ ડર સતાવતો રહે છે કે પર્સનાલિટી ચેન્જ થતા તેઓ પોતાના વિશે વિચારવા લાગશે. તે પછી તેઓ ઘર અને ફેમિલીનું ધ્યાન નહીં રાખે. તે સ્વયંમાં ખુશ રહેવા લાગશે. તેમના આ કરવાથી તેઓ સારી ગૃહિણી નહીં કહેવાય. આ જ કારણ છે કે જ્યારે મહિલાઓ પોતાની કેર કરેે છે ત્યારે તેઓ તેમને નાટ્યકલા કહેવા લાગે છે. મહિલાઓ પોતાની પર ધ્યાન આપે એ તેમને નાટક લાગે છે, પરંતુ જે આ ધ્યાન તેમનું અને તેમના ફેમિલીનું રાખે તો તેમને સારી વાઈફ કહેવાય છે. બીજું એક કડવું સત્ય એ છે કે જેા તે પોતાની કાળજી ન લે, તો આ જ સુંદર પત્નીઓ તેમને કદરૂપી દેખાવા લાગે છે. તમે તમારાં બાળકો જેમના ભવિષ્ય માટે તમે તમારું ભવિષ્ય હોડમાં મૂકી દીધું હોય, તે જ બાળકો આજે મને આંખો બતાવી રહ્યા છે. આ જ બાળકો આજે તમને કહી રહ્યા છે કે તમારે શું કરવાનું છે અને શું નહીં. સેલ્ફ કેર લેવા પર તમારા આ જ બાળકો તમને નાટકબાજ કહેવા લાગે છે. આ સ્થિતિમાં તમે પણ પોતાના વિશે કેમ ન વિચારો. તેથી ભલે ગમે તે થાય તમારે તમારી કેર જરૂર લેવી જેાઈએ.
એક સારી સ્કિન તમને સ્વસ્થ અને તાજગીભર્યા રાખે છે. તમે વધારે સારી રીતે ઘણા બધા કામ સેલ્ફ કોન્ફિડન્સ સાથે પૂરા કરી શકો છો. ૪ વ્યક્તિની વચ્ચે ભલે ને તમે આકર્ષણનું કેન્દ્ર ન બનો, પરંતુ તમારી સ્કિન રિંકલફ્રી હોવા પર તમને વધારે સારો વ્યવહાર લોકો તરફથી મળે છે. કામકાજી યુવતીઓ જે પોતાની સ્કિનનું બરાબર ધ્યાન નથી રાખતી તે સારી પ્રગતિ નથી કરી શકતી અને સહકર્મીઓથી પાછળ રહી જાય છે અને તેમને આગળ વધવાનો ચાન્સ પણ નથી મળતો.
– પ્રિયંકા યાદવ.





