મુંબઈની એકતા સોસાયટીના ફ્લેટ નંબર-૧૫ બી માં ઈશિતા મેહરા અને મયંક મેહરા ૨ મહિના પહેલાં શિફ્ટ થયા છે. આજે જ્યારે ઈશિતાની સાહેલી નમિતા મુખર્જી તેના ઘરે આવી તો તે ઘરની હાલત જેાઈને દંગ રહી ગઈ. તે સમજી નહોતી શકતી કે ઘરની હાલત આટલી ખરાબ કેમ છે, જ્યારે તેમના ઘરમાં તો કોઈ નાનું બાળક પણ નથી. તેમ છતાં ઘરનો સામાન આમતેમ ફેલાયેલો પડ્યો છે. જ્યારે નમિતા કિચનમાં ગઈ ત્યારે ત્યાંની હાલત જેાઈ તેનાથી રહેવાયું નહીં. ઈશિતા, આ ઘરની શું હાલત કરી દીધી છે? કોઈ પણ સામાન યોગ્ય જગ્યાએ નથી ગોઠવેલો. આ ઘરમાં તું કેવી રીતે રહે છે? ઈશિતાએ ઉત્તર આપ્યો, ‘‘યાર, હું વર્કિંગ વુમન છું. હું કામ કરતાંકરતાં થાકી જાઉં છું. મને મારા માટે તો સમય નથી મળતો. ઘરની સાફસફાઈ માટે કેવી રીતે સમય કાઢું. મયંક પણ બિલકુલ હેલ્પ નથી કરતો.’’

નમિતાએ તેને સમજાવતા કહ્યું, ‘‘આવું ફેલાયેલું ઘર સારું નથી લાગતું. જેા ઘરમાં કોઈ આવે તો શું કહે કે તું કેવી આળસુ છે. બાકી રહી વાત સમયની તો સમય હોતો નથી, કાઢવો પડે છે. તું કોશિશ કરે તો ઘર અને ઓફિસ બંને મેનેજ કરી શકે છે. આ વિશે મયંક સાથે વાત કર. તેને સમજાવ કે તું પણ વર્કિંગ છે. એવામાં તને ઘર અને ઓફિસ બંને એકસાથે સંભાળવામાં પ્રોબ્લેમ થાય છે. તેથી તે પણ ઘરના કામમાં તારી મદદ કરશે.’’ ‘‘તે ઉપરાંત તમે બંને ઈચ્છો તો કોઈ મેડ રાખી શકો છો. તેમ છતાં તારે અને મયંકે કેટલીક વાતનું ધ્યાન રાખવું પડશે જેમ કે ઘરે આવતા જ શૂઝ અને ચાવી યોગ્ય જગ્યાએ મૂકવા.’’ ‘‘ઈશિતા તને ખબર છે કે ઘરને મેનેજ કરવું સરળ નથી. એક વર્કિંગ વુમન જ્યારે ઓફિસથી થાકીને ઘરે આવે છે ત્યારે તે પણ ઈચ્છે છે કે તે તેના પાર્ટનર સાથે થોડો રોમેન્ટિક સમય વિતાવે, પણ ફેલાયેલા ઘરમાં આ બધું પોસિબલ નથી. તેના માટે ઘર વ્યવસ્થિત હોવું ખૂબ જરૂરી છે. ઘર મેનેજ ન હોવાથી કપલ્સ વચ્ચે ઝઘડા થાય છે. તેનાથી તેમની રિલેશનશિપમાં પ્રોબ્લેમ આવે છે જે બિલકુલ યોગ્ય નથી. તેથી કપલ્સે મળીને ઘર મેનેજ કરવું જેાઈએ, જેથી લોકો તેમનું ઉદાહરણ આપતા ન થાકે.’’

પર્સનલ સ્પેસ જરૂરી
ઘરને હંમેશાં સ્વચ્છ અને ટિપટોપ રાખવું કોઈ ચપટી વગાડવાનું કામ નથી. એક વર્કિંગ વુમન માટે તે વધારે મુશ્કેલ છે, કારણ કે તેણે ૨ કામ કરવા પડે છે. એક ઓફિસ અને બીજું ઘરનું. તેમ છતાં એવી કેટલીક રીત છે જેના દ્વારા તમે ઘર અને ઓફિસ બંને સારી રીતે મેનેજ કરી શકો છો. આવો જાણીએ તે રીત વિશે :

તમે ન્યૂલી મેરિડ કપલ છો અને તમે તમારું ઘર ભાડે લેવા જઈ રહ્યા છો તો પ્રયત્ન કરો કે ઓછામાં ઓછું તમે ૨ બીએચકે લો. તેના અનેક ફાયદા છે. જેમ કે કોઈ ગેસ્ટ તમારા ઘરમાં રહેવા આવતા તમે અને તમારા પાર્ટનરને અલગઅલગ ઊંઘવું ન પડે. જ્યારે એક પાર્ટનરને પર્સનલ સ્પેસ જેાઈતી હોય છે તો ૨ બીએચકેનો ફ્લેટ ફાયદાકારક સાબિત થાય છે. ક્યારેક-ક્યારેક કપલ્સ વચ્ચે ઝઘડો થાય છે. તેથી તેઓ અલગઅલગ ઊંઘવા લાગે છે. એક રૂમ હોવાથી તેમાંથી કોઈ એકને હોલમાં ઊંઘવું પડે છે, પણ ૨ બીએચકેનો ફ્લેટ હોવાથી તેમનો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બીજી બાજુ જેા ૧ બીએચકેનો ફ્લેટ હશે તો પાર્ટનર સોફા પર ઊંઘશે. એવામાં જ્યારે તમે તેને મનાવવા માટે જશો તો સોફા પર એટલી સ્પેસ નહીં હોય કે તમે તમારા પાર્ટનર સાથે ઊંઘી શકો, પરંતુ બીજા રૂમમાં આ પોસિબલ નથી. સાથે ઊંઘવાથી શક્ય છે કે તમારો નારાજ પાર્ટનર તમારી નારાજગી ભૂલી જશે.

બેડરૂમ ખાસ છે
વાત બેડરૂમની કરો તો તેને રોમેન્ટિક બનાવો. વોલપેપરનો કલર એવો હોય જે બંનેને ગમતો હોય. આ વાતનું ધ્યાન રાખો કે આ રોમેન્ટિક થીમ બેઝ હોય. બેડરૂમ વિંડો પર કર્ટન જરૂર લગાવો. આ કર્ટન અટ્રેક્ટિવ હોવું જેાઈએ. રૂમ વોલપેપર મુજબ કર્ટનનો કલર અને ડિઝાઈન રાખો. બેડરૂમમાં ૨ પ્રકારની લાઈટિંગ કરો. દિવસે નોર્મલ લાઈટ અને રાતે રેડ કલરની નાનીનાની લાઈટ્સ રાખી શકો છો. આ લાઈટ્સમાં રોમાન્સ કરતી વખતે તમને અને તમારા પાર્ટનરને વધારે મજા આવશે. કપલ માટે તેને બેસ્ટ માનવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખો. બેડરૂમમાં એક ચટ્ટાઈ કે શેતરંજી પણ હોય.

તમે ન્યૂલી મેરિડ કપલ છો તો તમે એંગેજમેન્ટ, લગ્ન અથવા રિસેપ્શનનો એક મોટો ફોટો બેડરૂમમાં બેડની પાછળ લગાવી શકો છો. તેના સિવાય તમે બેડરૂમને ક્યૂટ અને રોમેન્ટિક મૂવમેન્ટવાળા ફોટા કોલોજથી સજાવી શકો છો, જે તમને લાઈફમાં સોનેરી પળ યાદ અપાવશે. બેડશીટમાં તમે વાઈટ, રેડ, કલર પિંક, લાઈટ યલો, ક્રીમ કે ઓરેન્જ કલર અપનાવી શકો છો.
બેડરૂમમાં વોર્ડરોબ એક ખૂણામાં ગોઠવો. તે બેડથી દૂર રાખો. તેમાં બનેલા અલગઅલગ ખાનામાં કપટાં સેટ કરો. લોકરમાં તમારી જ્વેલરી અને અન્ય કિંમતી સામાન મૂકી શકો છો. જે વોર્ડરોબમાં અલગથી ફૂટવેર રાખવાની જગ્યા છે તો તેને ત્યાં મૂકી શકો છો.

બ્લેક પોલિથીન ફાયદાકારક
ઘર અને વોશરૂમની ડસ્ટબિનમાં બ્લેક પોલિથીનનો યૂઝ કરો, જેથી કચરો ન દેખાય. સફેદ પોલિથીનમાં કચરો દેખાય છે, જે ખરાબ લાગે છે. ખાસ બાથરૂમમાં. જે બાથરૂમની ડસ્ટબિનમાં સફેદ પોલિથીનનો ઉપયોગ કરવામાં?આવે તો તેમાં યૂઝ કરેલા સેનેટરી પેડ, યૂઝ કરેલા કોન્ડોમ પણ હશે જે ન માત્ર દેખાવમાં ગંદું લાગે છે, પણ તે તમારી ઈમ્પ્રેશન પણ બગાડશે. તેથી ડસ્ટબિનમાં હંમેશાં બ્લેક પોલિથીનનો ઉપયોગ કરો. ડસ્ટબિનમાં પોલિથીનનો યૂઝ કેમ કરવો તેનો ફાયદો એ છે કે પોલિથીન યૂઝ કરવાથી બધો કચરો તેમાં જ રહેશે. સફાઈ કરતી વખતે સફાઈ કર્મચારી માત્ર પોલિથીન કાઢીને લઈ જશે. તેથી તમારે ડસ્ટબિન વારંવાર ધોવી નહીં પડે.

ન્યૂલી કપલ અને કિચન
ન્યૂલી કપલ માટે કિચન ન માત્ર ભોજન બનાવવાની જગ્યા છે, પણ આ રોમાન્સ કરવાની બેસ્ટ જગ્યા છે. તેથી જ્યારે પણ ઘર લો ત્યારે કિચનનું ધ્યાન રાખો. કિચન મોટું અને હવાઉજાસવાળું હોવું જેાઈએ. તે સિવાય તે મોડ્યૂલર પણ હોવું જેાઈએ. કેટલાક ફેમસ મોડ્યૂલર કિચન ડિઝાઈન છે. એલ શેપ મોડ્યૂલર કિચન ડિઝાઈન, યૂ શેપ મોડ્યૂલર કિચન ડિઝાઈન, પેરાલલ ડિઝાઈન, આઈલેન્ડ ડિઝાઈન અને ઓપન ડિઝાઈન. મૈસી કિચન કોઈને ગમતું નથી. મૈસી કિચનનો મતલબ તમારું મન અને પેટ હંમેશાં મૈસી રહેવું. તેથી કિચન યૂઝ કર્યા પછી બધા ડબ્બા અને અન્ય સામાન યોગ્ય જગ્યાએ ગોઠવો. ગેસ સ્ટોવ ક્લીન રાખો. સિંકમાં પડેલા વાસણો ધોઈ લો. કેટલીક વાર નાનીનાની વસ્તુ તમારી અને પાર્ટનર વચ્ચે અંતર લાવી શકે છે.

મૈસી કિચન તેમાંથી એક છે. જેમ કે ક્યારેક તમારો પાર્ટનર કંઈ નવું અને અલગ અંદાજમાં તમારી સાથે રોમાન્સ કરવા ઈચ્છે છે, પણ મૈસી કિચન જેાઈને તેનો મૂડ બગડી શકે છે. આ રીતે મૈસી કિચન તમારા રિલેશન માટે બિલકુલ યોગ્ય નથી. તે વાતનું પણ ધ્યાન રાખો કે આ મૂવમેન્ટ તમે તમારા પાર્ટનર સાથે ત્યારે જ એન્જેાય કરી શકો છો જ્યારે તમે કામમાં તેમની મદદ કરશો. તેનો ફાયદો એ છે કે તમારું કામ પણ જલદીજલદી થશે અને રોમાન્સ પણ થઈ શકશે. એકલા રહેવાનો એક લાભ એ છે કે તમને મધર્સની જેમ કંટેનરમાં નકામો સામાન ભરવો નહીં પડે.

ડાઈનિંગ ટેબલ ક્લીન રાખો
ડાઈનિંગ ટેબલ પસંદ કરતી વખતે તમે મોડર્ન સર્કલ ડાઈનિંગટેબલ, ગ્લાસ સર્કલ ડાઈનિંગ ટેબલ અને માર્બલ સર્કલ ડાઈનિંગ ટેબલ પસંદ કરી શકો છો. આ બધું આજકાલ ટ્રેન્ડમાં છે. ડાઈનિંગ ટેબલને હંમેશાં ક્લીન રાખો. તેની પર કવર પાથરીને રાખો. તેની પર પાણીની એક બોટલ હોય. તે સિવાય તેની પર ૨ ગ્લાસ, ચમચીનો સેટ, અથાણાં, ટેબલ સોલ્ટ પણ હોય. તમે તેની પર ફ્રેશ ફ્રૂટ અથવા આર્ટિફિશિયલ ફ્રૂટ પણ ગોઠવી શકો છો. તે સિવાય ડિફરન્ટ ટાઈપની વરિયાળી અને કેન્ડી મૂકી રાખો. તમે ન્યૂક્લીયર ફેમિલીમાં રહેવાને એન્જેય કરો છો એ અહેસાસ થવો જેાઈએ.

હોલને ટિપટોપ રાખો
ન્યૂ કપલનું ઘર એ રીતે ડિઝાઈન અને ડેકોરેટ હોય કે આ તેમની વચ્ચે રોમાન્સ વધારવામાં મદદ કરે. હોલમાં વોલપેપર લાઈટ કલરનું હોય. અહીં થ્રી ડી વોલપેપર એક સારો ઓપ્શન છે. જેમ કે ટ્રી વોલપેપર. તે ઉપરાંત થી ડ્રી ઈલ્યૂઝિયમ વોલપેપર પણ આજકાલ ટ્રેન્ડમાં છે. સોફા પર હેન્ડલૂમ કે રોયલ કવર લગાવી શકો છો. તે લોકોનું ધ્યાન જલદી આકર્ષિત કરે છે. તે ઉપરાંત હોલને હેન્ડલૂમ ડેકોરેટેડ સામાનથી સજાવી શકો છો. બીજી બાજુ સ્વિચ બોર્ડની આસપાસ તમે સ્વિચ બોર્ડ સ્ટિકર લગાવી શકો છો. તમારા હાથની છાપ છોડનાર કપલ ‘હોલ્ડિંગ હેન્ડ મોલ્ડિંગ’ પણ હોલમાં સજાવી શકો છો. લોકો તમારી અને તમારા ઘરની પ્રશંસા કરતા થાકશે નહીં અને તમે બધાના પ્રિય બની જશો.

લાઈટ્સને રોમેન્ટિક ટચ આપો
ન્યૂલી કપલની લાઈફમાં રોમાન્સ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારા ઘરમાં માત્ર તમે અને તમારો પાર્ટનર રહે છે, તેથી તમારી પાસે રોમાન્સની કેટલીય જગ્યા છે જેમ કે લિવિંગરૂમ, કિચન, બેડરૂમ, બાથરૂમ.તમે લિવિંગરૂમમાં રોમાન્સ કરવા ઈચ્છો છો તો તમારે ત્યાંના ડેકોરેશનથી લઈને લાઈટિંગ સુધીનું ધ્યાન રાખવું જેાઈએ. લિવિંગરૂમમાં સોફા, કાઉચ, ટીવી, બુક શેલ્ફ, ટેબલ હોવા જરૂરી છે. સોફા પાસે એક શેતરંજી પણ બિછાવી શકો છો. ડેકોરેશન માટે નાનાનાના એન્ટિક પીસ, ફલાસ્ક રાખી શકો છો. તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ બધી વસ્તુની સમયસર સફાઈ કરતા રહો. તેના માટે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. જેા વાત કરો લાઈટની તો કામ કરતી વખતે નોર્મલ લાઈટ રાખો. બીજી બાજુ રોમાન્સ કરતી વખતે અથવા મૂવી જેાતી વખતે રેડ અને બ્લૂ કલરની ડિમ લાઈટનો યૂઝ કરી શકો છો. જે ન માત્ર તમારા રોમાન્સને વધારે રોમેન્ટિક બનાવશે, પણ તમારી ચોઈસની પ્રશંસા પણ ચારે બાજુ થશે.

રૂમ ફ્રેશનરનો યૂઝ કરો
ન્યૂલી કપલના ઘરમાં રૂમ ફ્રેશનરનો ઉપયોગ એ રીતે કરવો જે રીતે દાળમાં વઘાર કરીને તેની સુંદરતા વધારવી. તમે તમારા ઘરમાં રૂમ ફ્રેશનર સ્પ્રે રાખો. તમે એક વર્કિંગ વુમન છો અને તમારી પાસે વારંવાર સ્પ્રે કરવાનો સમય નથી તો તમે રૂમ ફ્રેશનર મશીનની હેલ્પ પણ લઈ શકો છો. માર્કેટમાં એવા કેટલાય રૂમ ફ્રેશનર મશીન મળે છે જેમ કે ગોદરેજ, એર વિક્ક, રૂબરૂ, પાર્ક એવન્યૂ, રોજમૂર, મંગલમ કૈમપ્યોર, મીનીસો અને ઓડોનિલ. તેમાં અનેક ફ્લેવર ઉપલબ્ધ છે જેમ કે જાસ્મીન, રોઝ, સનફ્લાવર, લવેન્ડર. તેનો લાભ એ છે કે જ્યારે પણ તમે કે તમારા ગેસ્ટ ઘરમાં એન્ટ્રિ કરે ત્યારે તેમનું વેલકમ ભીનીભીની સુગંધથી થાય ન કે ઉદાસીનતા સાથે. વસ્તુ વ્યવસ્થિત ગોઠવો

એક ઘરની સુંદરતા માત્ર તે ઘરની બનાવટમાં નથી, પરંતુ તે ઘરની તમામ વસ્તુને વ્યવસ્થિત રીતે ગોઠવવાથી થાય છે. એવું કેટલીય વાર બને છે કે ઉતાવળમાં બહાર જવા માટે આપણે વસ્તુને આમતેમ મૂકીને જતા રહીએ છીએ. પાછા આવતા એટલા થાકી જઈએ છીએ કે વસ્તુને સમેટવા સુધીની હિંમત નથી રહેતી. આપણે થાકીને ઊંઘી જઈએ છીએ. જ્યારે પણ બહાર જાઓ ત્યારે તમારા સામાનને વ્યવસ્થિત ગોઠવીને જાઓ, જેથી જ્યારે તમને તે સામાનની જરૂર પડે સરળતાથી મળી રહે. તમારે તે માટે હેરાન-પરેશાન ન થવું પડે. કેટલાય લોકોની ટેવ હોય છે કે તેઓ નહાઈને ભીનો ટુવાલ બેડ પર મૂકી દે છે જે ખરાબ ટેવ છે. કેટલીક છોકરીઓની પણ આ ટેવ હોય છે જે વાળ કોરા કર્યા પછી ટુવાલ બેડ પર જ રહેવા દે છે. આ ખોટી ટેવ છે. વાળ સૂકવ્યા પછી ટુવાલ કોરો થવા નાખો અને વાળ સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરો. બંને પાર્ટનરે પોતપોતાની વસ્તુ ઉપયોગ કર્યા પછી તેને યોગ્ય જગ્યાએ મૂકવી.

શૂ રૈક જરૂરી છે
ન્યૂલી કપલ પાસે કપડાના કલેક્શન મુજબ શૂ અને સ્લીપર હોય છે. જેા વાત કરવામાં આવે છોકરીઓના સ્લીપરની તો તેની સંખ્યા વધારે હોય છે. તેને મૂકવા માટે સ્પેસ પણ વધારે જેાઈએ. માર્કેટમાં ડિફરન્ટ ટાઈપના શૂ રૈક મળે છે. જેમ કે લાકડા, પ્લાસ્ટિક અને મેટલના શૂ રૈક. તમે તમારા ઘરને સ્વચ્છ અને ચમકદાર બનાવવા ઈચ્છો છો તો ઘરમાં એન્ટર થતા પહેલાં ઘરના મેન ગેટની બહાર ડોરમેટ રાખો, જેથી ઘરમાં આવનાર લોકો પહેલાં પોતાના શૂઝ પર ચોંટેલી ગંદકીને ત્યાં જ સાફ કરી શકે.

હેન્ડ ટુવાલનું ઈમ્પોર્ટન્સ
જમી લીધા પછી ગેસ્ટ હાથ ધોઈને લૂછવા માટે આમતેમ હેન્ડ ટુવાલ શોધવા લાગે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે, પણ ત્યાં ક્યાંય હેન્ડ ટુવાલ નથી હોતો. એવામાં ગેસ્ટ કંઈ બોલી નથી શકતા. બીજી બાજુ ઈન્વાઈટ કરનાર કપલ અપમાનિત ફીલ કરે છે, તેથી વોશરૂમ અને બાથરૂમની બહાર હેન્ડ ટુવાલ અચૂક રાખો. તે ઉપરાંત વોશબેસિન પાસે એક હેન્ડ ટુવાલ રાખો, જેથી કિચનનું કામ કર્યા પછી હાથ ધોઈને લૂછી શકો. હેન્ડ ટુવાલને સાફ રાખો.

વોશરૂમ ક્લીન રાખો
વિચારો શું થશે જ્યારે ગેસ્ટે તમારા ઘરની સ્વચ્છતા અને દેખરેખની પ્રશંસા કરી, પણ વોશરૂમમાં જતા જ માથું ચડાવી દેતી દુર્ગંધથી જ્યારે તેમનો સામનો થયો તો તેમને લાગ્યું જાણે તેમણે પ્રશંસા કરીને ભૂલ કરી દીધી. આ શરમિંદગીથી બચવા માટે વોશરૂમ સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે. એ વાત ન ભૂલવી જેાઈએ કે ન્યૂલી કપલ માટે વોશરૂમ માત્ર નહાવા માટે નથી હોતું, પણ રોમાન્સ કરવાની જગ્યા છે. તેથી અહીં હાઈજીનનું ખાસ ધ્યાન રાખો. હાઈજીન માટે કપલ અલગઅલગ ટુવાલનો યૂઝ કરી શકે છે. શાવર ન્યૂ સ્ટાઈલના હોવા જેાઈએ. સુગંધ માટે રૂમ ફ્રેશનર અથવા ઓડોનીલનો ઉપયોગ કરી શકો છો. બાથ એક્સેસરિઝ પણ હોવી જેાઈએ.
તમારો વોશરૂમ અને બાથરૂમ એકસાથે છે તો સ્મેલ આવવાના વધારે ચાન્સ છે. આ સ્મેલ દૂર કરવા માટે ટોઈલેટ ફ્લશ ટેન્કમાં ટોઈલેટ બાઉલ ક્લીનર નાખી શકો છો. વોશરૂમમાં એક ડસ્ટબિન હોવી જેાઈએ, જેમાં બ્લેક પોલિથીન રાખો.

મેટ જરૂરી છે
મોટીમોટી વસ્તુના ચક્કરમાં આપણે હંમેશાં નાની વસ્તુ ભૂલી જઈએ છીએ. મેટ તેમાંથી એક વસ્તુ છે. કેટલીય વાર આપણા સ્લીપર અને શૂઝ પર ધૂળમાટી ચોંટી હોય છે. આ માટી મેટ ન થવાથી આપણી સાથેસાથે ઘરમાં આવે છે, તેથી ઘરના દરેક દરવાજા પર એક મેટ રાખો, જેથી પગમાં ચોંટેલી ગંદકી ઘરની અંદર ન આવે. ન્યૂલી કપલ પોતાની રિલેશનશિપને એન્જેય કરવા ઈચ્છે છે, પણ ફેલાયેલું ઘર જેાઈને પાર્ટનર નજીક આવવાના બદલે દૂર ભાગે છે. પાર્ટનરને નજીક લાવવા માટે તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. તેના માટે સૌપ્રથમ તમે ફેલાયેલા ઘરને વ્યવસ્થિત કરો. ત્યાર પછી તમારા સંબંધને. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘર સમેટતાંસમેટતાં તમારા રિલેશન વિખેરાઈ ન જાય. તમે ઘર અને ઓફિસ બંને મેનેજ કરી શકો છો. તેમાં તમારા પાર્ટનરની હેલ્પ પણ લો. કેટલીક વસ્તુ ખરીદવામાં તમને લાગશે કે તમારું બજેટ ડગમગી રહ્યું છે, પણ પછી જ્યારે શાંતિ મળશે તો આ બધું ઈન્વેસ્ટમેન્ટ લાગશે.
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....