આજે બ્યૂટિપાર્લર હોય કે કેમિસ્ટ શોપ દરેક જગ્યાએ શીશીઓ અને ડબ્બીઓમાં ઝેરી ગોરાપણું વેચાવા લાગ્યું છે. યુવતીઓ કોઈપણ શરત પર, કોઈપણ કિંમત પર ગોરી થવા ઈચ્છે છે. કેટલીક ગોરાપણાની ક્રીમો મગજ પર અસર કરે છે. તે તમારા સેલ્ફ એસ્ટીમને ખતમ કરી દે છે. કેટલીક ક્રીમો તેનાથી પણ ખરાબ સીધી તમારા ચહેરાને બગાડવા લાગે છે. ગોરાપણાનો દાવો કરનારી એવી કેટલીય ક્રીમો છે જેમાં ખતરનાક કંપોનેંટ્સ હોય છે. તેની અનેક સાઈડ ઈફેક્ટ હોય છે. કેટલીય વાર એવું પણ થાય છે કે તમે કોઈ ક્રીમ લગાવો છો તો તમારી સ્કિન?વધારે કાળી થઈ જાય છે કે એટલા બધા ખીલ અથવા દાણા નીકળવા લાગે છે કે ઈલાજ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે.

શ્યામ રંગત પર બજારવાદ
ન્યૂઝપેપર્સથી લઈને ટીવી સુધીમાં તમને ફેરનેસ ક્રીમની જાહેરખબરની ભરમાર જેાવા મળી જશે અને આ શ્યામ રંગતને લઈને સામાજિક વિચારસરણીનું જ પરિણામ છે કે આજના સમયમાં ગોરી બનાવતી ફેરનેસ ક્રીમ બનાવતી કંપનીનો બિઝનેસ ફૂલીફાલી રહ્યો છે. સદીઓથી કાળો રંગ સમાજમાં અભિશાપની જેમ વધી રહ્યો છે જે માનસિક પીડા બનીને દિલને હચમચાવી રહ્યો છે. શ્યામ રંગને વધારે નિમ્ન બતાવવા માટે જાહેરખબર કંપનીઓએ કેટલીય જાહેરખબર બનાવી લીધી જેમાં તમારા ટીવી સ્ક્રીન પર સુંદર યુવતીઓ પોતાનું દુ:ખડું સંભળાવતી હોય છે?અને ગોરા થવાની ઈચ્છામાં ચહેરા પર ક્રીમ ઘસતી રહેતી હોય છે. આ જાહેરખબરોએ સુંદરતાની અલગ પરિભાષા ઘડી છે કે જેા તમે ગોરા છો ત્યારે સુંદર છો અને ત્યારે તમને નોકરી મળી શકે છે. ત્યારે તમારાં લગ્ન પણ થઈ શકે છે.

હીન લાગણી કેમ
શું આ તે લોકોની વ્યક્તિગત જિંદગી સાથે રમત નથી જે કુદરત દ્વારા કાળી માટીમાંથી બનાવેલા છે અને આ ભેદભાવના લીધે ગોરા રંગને મેળવવાની જદ્દોજહદમાં લાગેલા છે ગોરાપણાની ક્રીમ સાથે જેાડાયેલ જાહેરખબર શ્યામ યુવતીમાં હીન ભાવના કોમ્પ્લેક્સ ભરી રહ્યા છે. એવું લાગે છે જાણે ગોરા દેખાતા લોકોને સફળ થવાનો હક છે. જરૂરી છે કે આપણે આ ચક્રવ્યૂહમાંથી સ્વયંને બચાવીએ. આ વિચારસરણીને બદલો અને જેા આ વિચારસરણીને કોઈ બદલી શકે છે તો તે તમે પોતે જ છો. હવે પછી જ્યારે પપ્પામમ્મી પોતાની દીકરીને કહે કે બેટા હવે છોકરાવાળા સાથે વાત શરૂ થઈ રહી છે એટલે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવી લે તો તમે કહો કે નથી કરવા એવા ઘરમાં લગ્ન જ્યાં કોઈનો રંગ જેાઈને જિંદગીનો નિર્ણય થાય છે. દુનિયા તમને હારેલી કહે છે ત્યારે ફરીને કહો, હું એવી જ છું. દુનિયા તમને બદસૂરત કહે છે તો સફળ બનો અને તેના મોં પર તમાચો જાતે જ પડી જશે. યાદ રાખો, તમને તમારી કાબેલિયતના જેારે આગળ વધવાનું છે પોતાના રંગના જેારે નહીં.

“આજે આપણે ભલે ને દરેક વાત પર આધુનિકતાની દોહાઈ આપીને મહિલાઓ અને યુવતીઓ આજે પણ રંગરૂપના માપદંડ પર જરૂર પારખવામાં આવે છે. આ સ્થિતિમાં અનેક મહિલાઓ અને યુવતીઓ છે જે આજીવન શ્યામ રંગના બોજ હેઠળ દબાઈને રહી જાય છે…”

શ્યામ રંગત ન આવે આત્મવિશ્વાસની આડે
વાત ભલે ને લગ્નની હોય કે સૌંદય સ્પર્ધાની આપણા સમાજમાં ગોરી રંગતને હંમેશાંથી સુંદરતાનો પર્યાય માનવામાં?આવ્યો છે. રંગત જેાઈને જ વ્યક્તિની સુંદરતા નક્કી કરવામાં આવતી રહી છે. ખાસ તો યુવતીઓ અને મહિલાઓ માટે તેમનો રંગ ખાસ મહત્ત્વ ધરાવે છે. આપણા ધર્મગ્રંથોમાં જ્યાં રામ અને કૃષ્ણના શ્યામ સલોના રંગનો ઉલ્લેખ મળે છે ત્યાં જ્યારે વાત રાધા અને સીતાની હોય છે ત્યારે તેમના ગોરા રંગનું જ વર્ણન કરવામાં આવે છે એટલે કે પૌરાણિક ધર્મગ્રંથોમાં પણ સ્ત્રીની સુંદરતાનાં વખાણ તેના રંગરૂપના આધારે વર્ણિત છે. આજે આપણે ભલે ને દરેક વાત પર આધુનિકતાની દોહાઈ આપીએ પણ મહિલાઓ અને યુવતીઓ આજે પણ રંગરૂપની એરણ પર જરૂર પારખવામાં આવે છે. આ સ્થિતિમાં એવી અનેક મહિલાઓ અને યુવતીઓ છે જે આજીવન શ્યામ રંગના બોજ હેઠળ દબાઈને રહી જાય છે.

જેા કોઈ યુવતી શ્યામ રંગ સાથે જન્મ લે છે તો જન્મની સાથે જ તેનાં માતાપિતાને તેના રંગરૂપને લઈને તેના લગ્નની ચિંતા સતાવવા લાગે છે. સંબંધી?અને આસપાસના લોકો તેને તેની શ્યામ રંગતનો અહેસાસ કરાવવા લાગે છે. શ્યામ રંગના પગલે તેમાં હીનતા અને આત્મગ્લાનિનો ભાવ ભરી દેવામાં આવે છે. જેાકે સામાન્ય યુવતીઓને છોડી પણ દઈએ તો બોલીવુડ એક્ટ્રેસથી લઈને મોડલ્સ?અને સેલિબ્રિટીઝ સુધીનાને રંગભેદનો શિકાર થવું પડે છે. આ સ્થિતિમાં કેટલીક એક્ટ્રેસને તો મજબૂરીમાં ફેરનેસ ટ્રીટમેંટ કરાવવી પડે છે. સ્વાભાવિક છે કે ઘરથી લઈને બહારની દુનિયામાં મહિલાઓ અને યુવતીઓને રંગરૂપની કસોટી પર પારખવામાં આવે છે. આ સ્થિતિમાં જે કોઈ યુવતીનો રંગ થોડો પણ દબાયેલો હોય તો તેને લોકોની તેજ નજર સાથે આજીવન તમામ પ્રકારની વાતો સહન કરવી પડે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું શ્યામ રંગના હોવું કોઈ ગુનો છે? શું શ્યામ યુવતીઓએ આજીવન આત્મગ્લાનિ સાથે જ જીવવું તેમની નિયતિ છે.

સફળતા પગમાં
કેટલીય યુવતીઓની રોલ મોડલ પ્રિયંકા ચોપરા રંગભેદનો શિકાર બની ચૂકી છે. પોતાના એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ જણાવ્યું કે જ્યારે તે ૧૩ વર્ષની હતી ત્યારે પોતાના આંટી સાથે અભ્યાસ માટે અમેરિકા જતી રહી હતી. ત્યાં તેમને ભારતીય હોવાના લીધે રંગભેદનો સામનો કરવો પડ્યો હતો. તે દિવસોમાં પ્રિયંકાએ પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધો હતો. પોતાના શ્યામ રંગના લીધે તેને બુલીનો શિકાર થવું પડ્યું. તેની સાથે ગેરવર્તણૂક પણ થઈ. યુવતીઓ કહેતી હતી કે બ્રાઉની તું તારા દેશ પાછી જ. આ વાતોના લીધે તે પરેશાન રહેતી હતી. તે અમેરિકા છોડીને પોતાનાં માતાપિતા પાસે પાછી આવી. આગળ?અભ્યાસ બરેલીની આર્મી સ્કૂલમાંથી કર્યો. પછી તેમના જીવનમાં સફળતાની એક નવી સફર શરૂ થઈ ગઈ. આત્મવિશ્વાસનાં જેારે સફળતાના નવા મુકામ સ્પર્શનારી પ્રિયંકાને આજે કોણ નથી ઓળખતું?

શું ખરેખર ગોરો રંગ જ ખરી સુંદરતા છે પછી એવું કેમ કહેવાય છે કે સુંદરતા રંગમાં નહીં પણ જેાનારની આંખમાં છુપાયેલી હોય છે. કાળો રંગ જેા સુંદરતા પર ડાઘ હોત તો વિશ્વસુંદરીનો તાજ ક્યારેય શ્યામ યુવતીઓના માથા પર ન હોત. આ તાજ રંગથી નહીં પરંતુ તેમના કોન્ફિડન્સ લેવલને જેાઈને પહેરાવવામાં આવે છે અને આ કોન્ફિડન્સ માત્ર ત્યારે આવી શકે છે જ્યારે તમે ઈન્ટર્નલી અને એક્સટર્નલી બંને રીતે સુંદર દેખાયા. આંતરિક સુંદરતા માટે પોતાની વિચારસરણી હંમેશાં સકારાત્મક રાખવી જેાઈએ અને નકારાત્મક ભાવોને મનમાં ન આવવા દેવો જેાઈએ. ત્યાં બીજી બાજુ એક્સટર્નલ સુંદરતા માટે જરૂરી છે સારી, સ્વચ્છ અને ચમકદાર સ્કિન કારણ કે સ્કિન તમારા વ્યક્તિત્વનો અરીસો હોય છે અને જ્યાં સુધી વાત રહી ધારદાર નેણનક્ષની તો તેમને તો મેકઅપ દ્વારા પણ સજાવી શકાય છે.

“તમારે ક્યારેય પણ તમારી સ્કિનને લઈને શરમિંદગી ન અનુભવવી જેાઈએ. તમારી પાસે વિચારવા માટે અનેક બાબતો છે જેમ કે તમારું કામ, હેલ્થ અને લાઈફસ્ટાઈલ. ડાર્કસ્કિન તમારા શરીરનો ભાગ છે અને તેને સંપૂર્ણ સહજતાથી સ્વીકારો…”

બીજાની નજરે સ્વયંને જેાવાનું બંધ કરો
જરા વિચારો કે જેા રંગરૂપના મહેણાં સાંભળીને પ્રિયંકા ચોપરાએ બાળપણમાં જ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હોત તો દુનિયાને વિશ્વસુંદરી રૂપે તેમનું બેસ્ટ રૂપ જેાવા ન મળતું કે પછી આગળ ચાલીને તે આટલી સફળ અભિનેત્રી ન બની શકી હોત. નંદિતા દાસ, પ્રિયંકા ચોપરા, મોડલ વર્ષિતા ઠાટવર્થી જેવા અનેક નામ આ વાતના ઉદાહરણ છે કે કોઈના રંગરૂપ તેની સફળતા અને વ્યક્તિત્વમાં આડા નથી આવતા. તેથી તમે પણ તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ માટે કોઈ બીજાની સ્વીકૃતિ લેવાનું બંધ કરી દો. ખાસ તો જેા વાત તમારા લુક અને રંગરૂપની હોય તો પછી બીજાની નજરમાંથી સ્વયંને જેાવાનું બંધ કરી દો. બસ સ્વયંને એટલા સક્ષમ અને ઊંચા મુકામ સુધી પહોંચાડો કે પછી લોકોને માત્ર પોતાની સફળતા દેખાય રંગ નહીં.

યાદ રાખો સુંદરતા માત્ર રંગતથી નથી આવતી પરંતુ જેા તમારામાં આત્મવિશ્વાસ હોય અને તમે અંદરથી પોતાની જાતને સારી માને છે તો તમે બહારથી પણ સુંદર દેખાશે. તેનાથી બિલકુલ ફરક નથી પડતો કે તમે શ્યામ છો કે ગોરી. શ્યામ રંગતમાં પણ તમે સુંદર દેખાઈ શકો છો. બસ તમને સ્વયંને મેઈન્ટેન કરીને રાખવી પડશે. તમારી ફિટનેસ અને ફિગર પર કામ કરવું પડશે અને તમારા રંગને અનુરૂપ સારો મેકઅપ અને ડ્રેસઅપ કરતા આવડવું જેાઈએ.

મિશાલ છે શિલ્પા શેટ્ટી
ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને શરૂઆતમાં પોતાની શ્યામ સ્કિન ટોનના લીધે કેટલીય કમેન્ટ સાંભળવી પડી હતી પરંતુ તેમણે હિંમત ન હારી અને પોતાની સુંદરતાને ગ્રૂમ કરતી રહી. અહીં સુંદરતાને ગ્રૂમનો અર્થ એ બિલકુલ નથી કે તે માત્ર ગોરા થવા માટે જતન કરવા લાગી પરંતુ તેમણે પોતાના તે સ્ટ્રોંગ પોઈન્ટ્સને હાઈલાઈટ કરવા પર ધ્યાન આપે જેા તેમના ચહેરા અને બોડીને વધારે આકર્ષક બનાવે છે જેમ કે તેમની સુંદરતા મોટી મોટી આંખો, તેમની સ્માઈલ અને તેમની ગજબની ફિટનેસ. આ બધા પર કામ કરતા શિલ્પાએ પોતાની ડ્રેસિંગ સેન્સમાં પણ પરિવર્તન કર્યું અને જેાતજેાતામાં ફેન્સનાં દિલો પર રાજ કરવા લાગી. આજે શિલ્પા બોલીવુડની ટોપ એકસ્ટ્રેસમાંથી એક છે જેમણે એકથી એક ચડિયાતી ભૂમિકા ભજવી છે. લોકો તેમની સુંદરતાના દીવાના છે.

એકટ્રેસ શમા સિકંદર જણાવે છે કે લોકો કેવી રીતે તેમની પર નેણનક્ષને લઈને કમેન્ટ કરતા હતા અને તે પરેશાન થઈ જતી હતી. સમયની સાથે શમા સિકંદર ‘બીચ ગર્લ’ના નામથી પ્રસિદ્ધ થઈ અને ફેન્સ તેમની ‘સમંદરમાં આગ’ લગાવવાની અદા પર ફિદા થઈ ગયા. તેમના રંગને લઈને હવે કોઈ વાત નથી થતી. ડસ્કી સ્કિન ટોન હોવા છતાં પણ સિલ્વર સ્ક્રીન પર તહેલકો મચાવનાર એક અન્ય એકટ્રેસ છે ચિત્રાંગદા સિંહ. ચિત્રાંગદાનો સ્કિન ટોન પણ ડસ્કી છે. આ રીતે કાજેાલ ઈન્ડસ્ટ્રીની સૌથી ટેલેંટેડ એક્સ્ટ્રેસમાંથી એક છે પરંતુ સુંદર હોવા છતાં પણ તેમને ઘણીવાર પોતાની ડસ્કી સ્કિન ટોનના લીધે વિચિત્ર વાતો સાંભળવી પડી. તેમ છતાં તેમણે હાર ન માની અને એક પછી એક સફળતાની સીડીઓ ચડતી ગઈ. એક્ટ્રેસ નંદિતા દાસ પણ આ શ્રેણીમાં આવે છે.

ખજુરાહોમાં સ્મારકોનો સમૂહ, દુનિયાના સૌથી સુંદર અને ઐતિહાસિક વિરાસતોમાંથી એક છે. મુખ્યત્વે બારીક નકશીકામ અને કામુક મૂર્તિઓ માટે ઓળખાતી આ રચના યૂનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહરની યાદીમાં પણ સામેલ છે. અહીંની અતિ સુંદર મૂર્તિઓ ધ્યાનથી જુઓ. શ્યામ રંગત ધરાવતી મહિલાઓના આકર્ષક ફિગરને જેાઈ લોકો મંત્રમુગ્ધ રહી જાય છે. આ જ રીતે અનેક તમિલ લિટરેચરમાં ડાર્ક સ્કિનને ખૂબ સુંદર અને સેંસ્યુઅલ બતાવવામાં આવી છે. તમારે ક્યારેય પણ પોતાની સ્કિનને લઈને શરમિંદગી ન અનુભવવી જેાઈએ. તમારી પાસે વિચારવા માટે અનેક વસ્તુઓ છે જેમ કે તમારું કામ, હેલ્થ અને લાઈફસ્ટાઈલ. ડાર્ક સ્કિન તમારા શરીરનો ભાગ છે અને તેને સંપૂર્ણ સહજતાથી સ્વીકારો.

આ મોડલે બદલ્યા સુંદરતાના માપદંડ
ફેશન વર્લ્ડમાં વાત જ્યારે જ્યારે ફેશનિસ્ટાની થાય છે ત્યારે મગજમાં સૌથી પહેલી ગોરી, પાતળી, ધારદાર નેણનક્ષવાળી યુવતીનો જ વિચાર આવે છે. જેા પરફેક્ટ ફિગર ધરાવતી નાની ઉંમરની મોડલ જેનો રંગ થોડો શ્યામ છે તો તેને સુંદરતાના ત્રાજવે નથી તોલવામાં આવતી. આ જ રીતે જ્યારે જ્યારે કોઈ મોટી સાઈઝની યુવતી મોડલ બનવાનું સપનું જુએ છે ત્યારે ઘરવાળા તેના રંગરૂપ કે શારીરિક રચનાનો હવાલો આપીને તેને ડિમોટિવેટ કરે છે. સમય સમય પર તેને અહેસાસ અપાવે છે કે ફેશનની ચમકતી દુનિયા તેના માટે નથી બની પણ કેટલીય મોડલ્સ છે જેમણે સુંદરતાના માપદંડ બદલી નાખ્યા.

દિલ્લીમાં ઊછરેલી વર્શિતા થટવર્તી મોડલિંગ અને એક્ટિંગમાં પોતાની કરિયર બનાવવા માટે એક શહેરથી બીજા શહેર ગઈ, પરંતુ તે પછી પણ તેમને નિરાશા જ હાથ લાગી. ડસ્કી કલર હોવાના લીધે બધા તેને રિજેક્ટ કરી દેતા હતા. ૫ વર્ષ સુધી વર્શિતાઐ ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. સ્થૂળ અને શ્યામ તેને કામ આપવાથી ખચકાતી હતી. તે પછી પણ તેણે હાર ન માની અને દિવસરાત પોતાનું સપનું પૂર્ણ કરવા માટે મહેનત કરતી હતી.

ડિસેમ્બર, ૨૦૧૭થી ફિલ્મોમાં કામ મેળવવા પ્રયાસ કરનારી વર્શિતાને એપ્રિલ, ૨૦૧૮માં એક દિવસે સબ્યસાચી જ્વેલરી પ્રદર્શન વિશે ખબર પડી. ત્યારે જાણીતા ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ પોતાનું જ્વેલરી કલેક્શન શોકેસ કરવાનું કામ શરૂ જ કર્યું હતું. આ બધું જાણીને વર્શિતા તેમને મળવા ગઈ. પ્રદર્શનમાં તેની મુલાકાત સબ્યસાચી મુખર્જી સાથે થઈ. તેણે તેમની સાથે પહેલાં એક સેલ્ફી લીધી અને પાછળથી તેમના દ્વારા ડિઝાઈન કરેલા એક જેાડી એરિંગ્સ લઈને ઘરે પાછી આવી પરંતુ તેમને કોઈ અંદાજ નહોતો કે આ એક મુલાકાત પછી ઘણું બધું બદલાવાનું છે.

લગભગ ૨ મહિના પછી એટલે કે જૂનમાં સબ્યસાચી મુખર્જીની ટીમે વર્શિતાનો સંપર્ક કર્યો અને તેમને પૂછ્યું કે શું તે તેમની સાથે કોલકાતામાં ટ્રાયલ શૂટ પર કામ કરવા ઈચ્છશે? વર્શિતાએ મોડું કર્યા વિના હા પાડી દીધી. ડિઝાઈનર સબ્યસાચીના કેમ્પેનમાં તેમણે પ્લસ સાઈઝ મોડલ્સ બનીને બધાને પોતાના કામથી ઈમ્પ્રેસ કર્યા. ત્યારથી વર્શિતા સબ્યસાચીના લગભગ બધા ટ્રાલય શૂટનો એક મહત્ત્વનો ભાગ છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....