વિંટર આવતા જ આપણી આસપાસ ઘણું બધું બદલાવા લાગે છે. આપણા ભોજન, રહેણીકરણીથી લઈને મેકઅપની રીત અને ફેશન સુધ્ધામાં બદલાવ આવવા લાગે છે. જેાકે આ બદલાવ જરૂરી પણ છે, કારણ કે વિંટર દરેક બાબતમાં પરિવર્તન લાવે છે. આ વિંટરમાં ઠંડીથી બચવાની સાથેસાથે સ્ટાઈલિશ અને સુંદર દેખાવું પણ ખૂબ મહત્ત્વનું હોય છે, કારણ કે આ લગ્ન અને પાર્ટીની ઋતુ હોય છે. જેા વિંટરમાં તમે પણ તમારી સ્ટાઈલને મેન્ટેન કરીને ફેશનેબલ દેખાવા ઈચ્છો છો તો તમે વિંટર ફેશન અને મેકઅપ સાથે જેાડાયેલ અહીં જણાવેલી વાતનું ખાસ ધ્યાન રાખો.

તમારી ફેશન કેવી હોવી જેાઈએ
જીન્સ સાથે લોંગ જેકેટ : વિંટરમાં લોંગ જેકેટ ખૂબ ચલણમાં રહે છે. મોટાભાગની છોકરીઓ સ્ટાઈલિશ લુક મેળવવા માટે તેને કેરી કરે છે. તમે પણ આ વિંટર સીઝનમાં સ્ટાઈલિશ લુક મેળવવા ઈચ્છો છો તો જીન્સ અને ફુલ સ્લીવ શર્ટ અથવા ટીશર્ટ સાથે એંકલ લેંથ કે પછીની લેંથ લોંગ કોટ વિયર કરી શકો છો. તે દરેક પ્રકારના કલરમાં મળી જાય છે અને તમને ઠંડીથી પણ બચાવે છે. તેની સાથે તમે ફૂટવેરમાં શૂઝ, એંકલ લેંથ બૂટ્સ પેર કરીને પહેરી શકો છો.

હાઈ વેસ્ટ ટ્રાઉઝર સાથે સ્વેટર : ઠંડીથી બચવાની સાથે સ્ટાઈલિશ દેખાવા માટે બોટમ સ્ટાઈલ હાઈ વેસ્ટ પેન્ટ અને સ્વેટરને તમે કેરી કરી શકો છો. તેની સાથે એંકલ લેંથ બૂટ્સ તમને વધારે પરફેક્ટ લુક આપશે. તમે ઢીલાઢાલા સ્વેટર, ફ્રિલ સ્ટાઈલ સ્વેટર અને સ્ટાઈલિશ સ્લીવ ધરાવતા સ્વેટર પણ આ ટ્રાઉઝર સાથે કેરી કરી શકો છો.

સ્વેટર સાથે સ્કર્ટ : પેન્ટ અથવા જીન્સ સાથે સ્વેટર પહેરવા ઉપરાંત તમે સ્કર્ટ સાથે પણ તેને પેર કરી શકો છો. તેના માટે તમે ઈચ્છો તો વુલન સ્કર્ટની પસંદગી પણ કરી શકો છો. સ્ટાઈલિશ દેખાવા માટેની લેંથ સ્કર્ટ સાથે સ્વેટર પહેરો. ઉપરાંત હાઈનેક સ્વેટર સાથે પણ સ્કર્ટનું પેરિંગ ખૂબ શાનદાર દેખાશે. ફૂટવેરમાં તેની સાથે તમે થાઈ હાઈ બૂટ પહેરી શકો છો.

સ્ટોકિંસ સાથે શોર્ટ ડ્રેસ : ઠંડી આવતા જ મોટાભાગની યુવતીઓ અને મહિલાઓ શોર્ટ ડ્રેસિસ પહેરવાથી બચતી હોય છે, જે એક સુંદર રીત છે. જેનાથી તમે ઠંડી સહન કર્યા વિના પણ શોર્ટ ડ્રેસ કેરી કરી શકો છો. વિંટરમાં શોર્ટ ડ્રેસ પહેરવા માટે સૌપ્રથમ ડ્રેસમાં થર્મલ વેર ટોપ પહેરો અને નીચે પગમાં વુલન સ્ટોકિંસ પહેરી શકો છો. તેની સાથે ની લેંથ બૂટ્સ, ગળામાં મફલર અને ડ્રેસની ઉપર ડેનિમ અથવા લેધર જેકેટ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. વિંટરમાં કેઝ્્યુઅલ કપડાં સાથે તમે ડેનિમ જેકેટ કેરી કરી શકો છો. તે આઉટફિટ સાથે તમને ખૂબ સ્ટાઈલિશ લુક આપશે. આ ડેનિમ જેકેટને ટ્રેન્ડી વુલનક્રોપ ટોપ અને ટીશર્ટ વગેરે સાથે સ્ટાઈલ કરી શકો છો.

વૂલન લોંગ ડ્રેસ : આ જ રીતે તમારા માટે તમે વુલન લોંગ ડ્રેસ પણ પસંદ કરી શકો છો. તેની સાથે શોર્ટ જેકેટ અથવા કોટ પણ કેરી કરી શકો છો. તે તમને સ્ટાઈલિશ લુક આપવાની સાથેસાથે ગરમ પણ રાખશે.

સાડી સાથે ઓવરકોટ : વિંટરમાં તમે કોઈ લગ્ન પ્રસંગને એટેન્ડ કરી રહ્યા છો અને સાડી પહેરવાના છો તો તમારે સાડી સાથે મેચિંગ ઓવરકોટ પહેરવો જેાઈએ. તે તમારા ટ્રેડિશનલ લુકને એક મોડર્ન ટચ આપશે. તેની સાથે તમને ઠંડીથી પણ બચાવશે. પ્રિન્ટેડ અથવા એમ્બ્રોઈડરીવાળું જેકેટ પણ તમે સાડી સાથે વિયર કરી શકો છો.

લહેંગા વિથ જેકેટ : તમે વિંટરમાં લગ્નમાં જઈ રહ્યા છો અને સૌથી લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ સાથે સુંદર દેખાવા ઈચ્છો છો તો લહેંગા સાથે લોંગ વુલન જેકેટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ આઉટફિટ ન માત્ર ખૂબ એલિગન્ટ અને ગ્રેસફુલ લુક આપશે, પરંતુ ઠંડીથી પણ તમારું રક્ષણ કરશે. વુલન જેકેટ સાથે તમે ઈચ્છો તો ભારે એમ્બ્રોઈડરી વર્કવાળો લહેંગો પહેરી શકો છો અથવા સાડી સાથે પણ આ કોમ્બિનેશન ખૂબ સ્ટાઈશ લુક આપશે.

પુલોવર સાથે મેચિંગ પેન્ટ : મનપસંદ કલરના પુલોવર સાથે મેચિંગ પેન્ટ અને હાઈ હીલ્સ તમને ખૂબ સુંદર લુક આપશે. આ એક કેઝ્્યુઅલ ડ્રેસ છે જે કંફર્ટેબલ અને સ્માર્ટ લુક આપે છે. તમે સાડી સાથે પણ બ્લાઉઝને બદલે પુલોવર સ્વેટર પહેરી શકો છો.

બ્લેઝર સ્માર્ટ લુક આપશે : વિંટરમાં બ્લેઝર તમારા માટે એક ઉત્તમ ઓપ્શન છે. બ્લેઝરની ખાસિયત એ છે કે તે ખૂબ સ્ટાઈલિશ દેખાય છે અને ઈન્ડિયન તથા વેસ્ટર્ન બંને આઉટફિટ સાથે સૂટ કરે છે. બ્લેઝરને તમે શર્ટ, ટીશર્ટ, ટ્યૂનિક, સાડી, લહેંગા, સ્કર્ટ વગેરે સાથે પહેરી શકો છો.

સ્ટાઈલિશ લુક માટે સ્કિની જીન્સ : વિંટરમાં તમે તમારા ડેલી વેરમાં સ્કિની જીન્સને સામેલ કરો. તેને ખાસ સંભાળની પણ જરૂર નથી પડતી અને તેને પહેરીને તમે સ્ટાઈલિશ પણ દેખાશો. વિંટરમાં તમે સ્કિની જીન્સની સાથે ટીશર્ટ, શર્ટ, ટ્યૂનિક, કોટ વગેરે પહેરી શકો છો.

વુલન સ્કાર્ફથી આકર્ષણ વધારો : વિંટરમાં વુલન સ્કાર્ફ ન માત્ર સ્ટાઈલિશ એક્સેસરિઝનું કામ કરે છે, પરંતુ તમને ઠંડીથી પણ બચાવે છે. તેથી વિંટરમાં વુલન સ્કાર્ફને તમારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ જરૂર બનાવો. પછી ભલે ને તમે વેસ્ટર્ન આઉટફિટ પહેરી રહ્યા હોય કે પછી ઈન્ડિયન, વુલન સ્કાર્ફ સાથે તમારું આઉટફિટ વધારે સ્ટાઈલિશ દેખાશે. વુલન સ્કાર્ફને તમે સાડી, ડ્રેસ સલવારકમીજ, જીન્સ, ટીશર્ટ વગેરે આઉટફિટ સાથે પહેરી શકો છો.

ઓવરકોટ : વિંટરફેશનમાં ઓવરકોટનું એક ખાસ સ્થાન છે. ફોર્મલ લુક માટે બ્લેક, બ્રાઉન, ગ્રે, ઓફ વાઈટ વગેરે કલરના ઓવરકોટ પહેરી શકાય છે. કેઝ્્યુઅલ લુક માટે પિંક, પર્પલ, યલો, રેડ જેવા બ્રાઈટ કલર્સના ઓવરકોટ પસંદ કરો.

કાર્ડિંગન : ઠંડીથી બચવા માટે કાર્ડિંગન સૌથી વધારે સુરક્ષિત અને પોપ્યુલર ઓપ્શન છે. કાર્ડિંગનની ખાસિયત એ છે કે તમે તેને ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને પ્રકારના આઉટફિટ સાથે પહેરી શકો છો.

ટર્ટલ નેક : ટર્ટલ નેક પહેરવાની યોગ્ય સીઝન વિંટર છે. ઠંડીથી બચાવવાની સાથે આ નેકલાઈન ખૂબ સ્ટાઈલિશ પણ દેખાય છે. તમે પણ વિંટરમાં ટર્ટલ નેકલાઈનવાળા ડ્રેસ, ટીશર્ટ, બ્લાઉઝ વગેરે જરૂર પહેરો.

ગાઉન : ઠંડીમાં ગાઉન પણ એક સારો ઓપ્શન છે. સ્પેશિયલ પાર્ટી ફંક્શનમાં રેડ, બ્લેક, પર્પલ, ફુશિયા પિંક, ગોલ્ડન, સિલ્વર જેવા બ્રાઈટ કલરનો ગાઉન પહેરીને જાઓ.

પેન્ટસૂટ સાથે બ્લેઝર : ઓફિસમાં ફોર્મલ કપડાં પહેરવાનું પસંદ કરો છો તો પેન્ટસૂટથી પોતાને સ્ટાઈલ કરો. આજકાલ છોકરીઓ પણ બ્લેઝર પહેરવું પસંદ કરે છે. બ્લેઝર સાથે મેચિંગ પેન્ટ આજકાલ ટ્રેન્ડમાં છે. તમે સૂટપેન્ટ અથવા જીન્સ સાથે બ્લેઝર પહેરી શકો છો.

ન્યૂ લુક મેળવવા માટે કોટમાં બેલ્ટ લગાવો : કોટ બધા પહેરતા હોય છે, તેથી તે ખૂબ સામાન્ય આઉટફિટ દેખાય છે જે ખૂબ કંટાળાજનક લાગે છે. તેથી વિંટરમાં પોતાના બોરિંગ કોટને સ્ટાઈલિશ અને ન્યૂ લુક આપવા માટે તમે તેમાં બેલ્ટ લગાવી શકો છો, જે લોકોની નજરને તમારી તરફ આકર્ષિત કરવાનું કામ કરશે.

તમારા આઉટફિટ મુજબ જ્વેલરી પસંદ કરો : આઉટફિટ સાથે વધારે સ્ટાઈલિશ દેખાવા માટે યોગ્ય જ્વેલરીની પસંદગી કરવી ખૂબ જરૂરી બની જાય છે. તેથી તમારા ડ્રેસ અનુસાર જ્વેલરી અને એક્સેસરિઝ કેરી કરો. આમ કરવું તમને બીજાથી અલગ બનાવશે.

સૂટને ન્યૂ લુક આપો : તેમ છતાં તમને સૂટ પહેરવો પસંદ હોય તો તેની ઉપર તમે ડિઝાઈનર દુપટ્ટો અથવા સ્ટાઈલિશ શોલ ઓઢી શકો છો, જે તમારા લુકને બિલકુલ અલગ અને એલિગન્ટ બનાવવાનું કામ કરશે.

આ વિંટર ફૂટવેરથી તમે પણ સ્ટાઈલિશ દેખાશો
ફૂટવેર તમારા ઓવરઓલ આઉટફિટમાં નિખાર લાવે છે. તમે ભલે ને કોઈ પણ સુંદર ડ્રેસ કેરી કર્યો હોય, પરંતુ જ્યાં સુધી યોગ્ય ફૂટવેર ન પહેરો ત્યાં સુધી તમારી પર્સનાલિટીમાં નિખાર નથી આવતો. વિંટરમાં તમે તમારા આઉટફિટ વિશે જેટલું વિચારો છો, તેટલું જ તમારા જૂતા વિશે પણ વિચારો. આ મોસમમાં જ્યાં સુધી તમારી પાસે સ્ટાઈલિશ ફૂટવેર નહીં હોય, ત્યાં સુધી તમારી ફેશનમાં નવીનતા નહીં આવે. થોડું ધ્યાન એવા શૂઝ અથવા બૂટના ઓપ્શન પર આપો જે સ્ટાઈલિશ લુક માટે તમારા લિસ્ટમાં જરૂર સામેલ થવા જેાઈએ.
આવો જાણીએ, ઠંડીની આ વખતની મોસમમાં કયા શૂઝ તમને ટ્રેન્ડી અને સ્ટાઈલિશ લુક આપી શકે છે :

હીલ્સવાળા બૂટ : હીલ્સવાળા બૂટ તમને એક અલગ જ સ્માર્ટ લુક આપશે. જેા તમે મિડી સ્ટાઈલના ડ્રેસ સાથે બૂટને કેરી કરવા વિચારી રહ્યા છો તો તમારી કમર પર પહોળો બેલ્ટ જરૂર પહેરો. તેનાથી તમારો લુક વધારે ક્લાસી દેખાશે. બેલ્ટ પહેરવાથી તમારું ફિગર પણ વધારે સુંદર દેખાશે. તેની સાથે હીલ્સવાળા બૂટ્સ પહેરો.

એંકલ બૂટ : આ બૂટ તમારા એંકલ એરિયાને કવર કરે છે, તેથી તેને એંકલ લેંથ બૂટના નામથી પણ ઓળખવામાં આવે છે. જેા તમે વધારે એટ્રેક્ટિવ લુક મેળવવા ઈચ્છો છો તો આ બૂટ્સને રિપ્ડ જીન્સ સાથે પેર કરી શકો છો. આમ તો તમે તેને કોઈ પણ પ્રકારના ડ્રેસ સાથે કેરી કરી શકો છો. માત્ર તેને પહેરતી વખતે મોજા પહેરેલા હોવા જેાઈએ. મોજા પહેરવાથી તમારા લુકમાં વધારે બદલાવ જેાવા મળશે. તે તમને ઠંડીથી બચાવશે સાથે તેનાથી તમારો લુક પણ ખૂબ ક્લાસી દેખાશે.

બ્લેક પંપ્સ : ક્લાસિક બ્લેક પંપ્સની ફેશન પણ સદાબહાર છે. ક્લાસિક પંપ્સને તમે કોઈ પણ પ્રકારના ડ્રેસ સાથે પહેરી શકો છો. ઈચ્છો તો તેને ફોર્મલ પેન્સિલ સ્કર્ટ અથવા નાઈટ આઉટ બેલબોટમ સાથે પણ પહેરી શકો છો.

પાતળા સ્ટ્રેપવાળી હીલ્સ : પાતળા સ્ટ્રેપવાળી હીલ્સ દેખાવે ખૂબ સુંદર લાગે છે, સાથે છોકરીઓને તે ગમતી પણ વધારે હોય છે. તેના સ્ટ્રેપ બિલકુલ પાતળા હોય છે. તમે ઈચ્છો તો સિંગલસ્ટ્રેપ હોલ્ડિંગવાળા શૂઝ અથવા મલ્ટિપલ સ્ટ્રેપ હોલ્ડિંગવાળા શૂઝ લઈ શકો છો. પછી જ્યારે તમે આ હીલ્સને સોલિડ કલર સાથે પહેરો છો ત્યારે તે વધારે સારા લાગે છે.

વાઈટ સ્નીકર્સ : વિંટરમાં સ્નીકર્સ ઠંડીથી બચવાનો બેસ્ટ ઓપ્શન છે. આ ફૂટવેર કંફર્ટેબલ હોવાની સાથે પગને આરામ પણ આપે છે. વાઈટ સ્નીકરની કોઈ પણ પ્રકારના જૂતા સ્પર્ધા નથી કરી શકતા. તેને તમે જીન્સ, ટ્રાઉઝર અથવા કોઈ બીજા ડ્રેસ સાથે પહેરી શકો છો.

થાઈહાઈ બૂટ : ઠંડીમાં ડ્રેસ પહેરવો હોય તો તેની સાથે બૂટ બેસ્ટ શૂઝ છે અને તેમાં પણ જેા તે થાઈહાઈ હોય તો તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જાય છે. તમે ઓવરસાઈઝ હૂડી પહેર્યું હોય તો તેની સાથે તમે થાઈહાઈ બૂટ પહેરી શકો છો. તે ખૂબ કંફર્ટેબલ તો હોય છે સાથે દેખાવમાં પણ તે કૂલ લાગે છે. શોર્ટ ડ્રેસ સાથે હંમેશાં લાંબી હાઈટવાળા બૂટ પહેરો. તેની હાઈટ લગભગ ૬ ઈંચ હોવી જેાઈએ. તે તમને જરૂર એક બોલ્ડ લુક આપશે.

પોપ કલર હીલ્સ : તમારે ફન લુક મેળવવો છે તો પોપ કલર હીલ્સ પહેરો. પોપ કલર હીલ્સ કેટલાક આઉટફિટ સાથે ખૂબ સારા લાગે છે. તે મુખ્યત્વે ન્યૂટ્રલ કલરના કપડા સાથે સારા લાગે છે. તમે તેમાં નિયોન ગ્રીનથી લઈને કેન્ડી પિંક અને પંપ હીલ્સ વગેરે ગમે તે પસંદ કરી શકો છો.

કિટન હીલ્સ : ગ્લેમરસ લુક મેળવવા માટે તમે વિંટરમાં કિટન હીલ્સ ટ્રાય કરી શકો છો. આ હીલ્સ સારા લુકને સ્ટાઈલિશ દર્શાવવાની સાથેસાથે તમારી હાઈટ પણ વધારે દર્શાવશે. આ હીલ્સને તમે તમારા કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટ સાથે મેચ કરીને પહેરી શકો છો અને સ્ટાઈલિશ દેખાઈ શકો છો.

બેઝ હીલ્સ : વિંટરમાં બેઝ હીલ્સ તમને સારો સ્ટાઈલિશ લુક આપી શકે છે. આ હીલ્સ ન માત્ર સુંદર લાગે છે, પરંતુ તે મજબૂત અને કંફર્ટેબલ પણ હોય છે અને તમને સ્માર્ટ લુક પણ આપે છે. આ બેઝ હીલ્સ બૂટની સરખામણીમાં વધારે સુરક્ષિત પણ હોય છે.

પંપ્સ હીલ્સ : પંપ્સ હીલ્સ દેખાવે ખૂબ ટ્રેન્ડી અને કૂલ દેખાય છે, જેને સરળતાથી દરેક ડ્રેસ સાથે કેરી કરી શકાય છે, પરંતુ આ પ્રકારની હીલ્સ ફોર્મલ ડ્રેસ ઉપર ખૂબ સારી લાગે છે. તમે જેકેટ સાથે પણ તેને સરળતાથી કેરી કરી શકો છો.

બ્લેક બૂટ : બ્લેક બૂટ તમારા માટે એક ફેશન સ્ટેટમેન્ટની જેમ કામ કરે છે. આ બૂટ્સને પોતાના લુક સાથે પ્રયોગ કરવાની ઈચ્છા ધરાવતી છોકરીઓ માટે બેસ્ટ ઓપ્શન છે. બ્લેક બૂ્ટ તમને કૂલ લુક આપે છે.

ગ્લેડિએટર સેન્ડલ્સ : વેસ્ટર્ન આઉટફિટ હોય કે ઈન્ડિયન આઉટફિટ બધા સાથે આ સેન્ડલ સારા લાગે છે. તેમાં તમને ઘણા બધા પ્રકારની વેરાઈટી સરળતાથી મળશે. તેને તમે તમારા ડ્રેસ સાથે મેચ કરીને ખરીદી શકો છો.

વિંટરમાં મેકઅપ કેવી રીતે કરશો
વિંટરમાં સ્કિન વધારે ડ્રાય થઈ જવાથી મેકઅપ કરવામાં ખૂબ વધારે મુશ્કેલી પડે છે. ડ્રાય સ્કિનના લીધે ફેસ વધારે ડ્રાય અને નિસ્તેજ દેખાવા લાગે છે, સાથે દરેક મોસમમાં મેકઅપ અલગઅલગ હોય છે. વિંટરમાં મેકઅપ થોડો બ્રાઈટ રાખવામાં આવે છે. સમરમાં જે રંગોનો ઉપયોગ કરવામાં નથી આવતો. તેનો ઉપયોગ વિંટરમાં કરવામાં આવે છે. આ મોસમમાં મેકઅપ કરતી વખતે નીચે જણાવેલ વાતોનું ધ્યાન રાખો :

મેકઅપ સ્ટેપ્સ
મોઈશ્ચરાઈઝ કરો : વિંટરમાં સ્કિનને સૌપ્રથમ સારી રીતે સાફ કરીને મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે, જેથી મેકઅપ કરતી વખતે સ્કિન ડ્રાય ન થાય અને તેમાં સારી રીતે મેકઅપ પ્રોડક્ટ મેલ્ટ થઈ શકે. તેના માટે મોઈશ્ચરાઈઝરથી ફેસને ૪-૫ મિનિટ સુધી મોઈશ્ચરાઈઝ કરો, જેથી સ્કિન સોફ્ટ થઈ જાય. જેા તમે વિંટરમાં મેકઅપ કરતા પહેલાં કાચા દૂધમાં રૂને પલાળીને ફેસ પર લગાવો અને ફેસને સાફ કરો. તેનાથી તમારો ફેસ સાફ પણ થશે અને મોઈશ્ચરાઈઝ પણ થશે.

ફેસ સીરમ લગાવો : વિંટરમાં ફેસ સીરમ લગાવવું સારું રહે છે. તેનાથી તમારી સ્કિન હાઈડ્રેટ રહેશે તેમજ મુલાયમ અને ચમકદાર પણ રહેશે.

પ્રાઈમર લગાવો : તમે ઠંડી મુજબ એવા પ્રાઈમરનો ઉપયોગ કરો, જે સ્કિનને ડ્રાય ન કરે. જેા તમારી સ્કિન ખૂબ વધારે ડ્રાય હોય તો તમે પેટ્રોલિયમ જેલીને પણ પ્રાઈમરની જગ્યાએ ફેસ પર એપ્લાય કરી શકો છો.

કંસીલર લગાવો : જે તમારી આંખોની આસપાસ ડાર્ક સર્કલ્સ હોય અને ફેસ પર પણ ડાઘધબ્બા હોય તો તેને છુપાવવા માટે કંસીલરનો ઉપયોગ કરી શકો છો. લિક્વિડ અથવા ક્રીમી કંસીલર યૂઝ કરો અને ફાઉન્ડેશનથી લાઈટ શેડનું કંસીલર લગાવો. કંસીલરને સારી રીતે આંખની આસપાસ લગાવો અને બરાબર બ્લેન્ડ કરો.

ફાઉન્ડેશન લગાવો : વિંટરમાં તમે ગ્લોઈંગ ઈફેક્ટ માટે ક્રીમી અથવા ઓઈલ બેઝ ફાઉન્ડેશન યૂઝ કરો. ફાઉન્ડેશનના બદલે બીબી અથવા સીસી ક્રીમ પણ લગાવી શકો છો.

આઈશેડો અને આઈલાઈનરનો ઉપયોગ કરો : તમે વિંટરમાં આઈશેડો અને આઈલાઈનર લગાવી રહ્યા છો તો વધારે બ્લેક અને બ્રાઉન કલર અથવા પિંક, પર્પલ, ચોકલેટ બ્રાઉન, ફોરેસ્ટ ગ્રીન અને નેવી બ્લૂ જેવા કલરનો આઈશેડો લગાવો. તેનાથી આંખો ખૂબ સુંદર દેખાય છે. ત્યાર પછી તમે કાજલ અને આઈલાઈનરનો ઉપયોગ કરો. તમને કાજલના ફેલાવાની સમસ્યા હોય તો તમે કાજલ લગાવતા પહેલાં આંખોની આસપાસ સામાન્ય ફેસ પાઉડર અથવા ગમે તે પાઉડર લગાવો, જેનાથી તમારું કાજલ ફેલાશે નહીં. તમે મસકારા લગાવો.

બ્લશ અને હાઈલાઈટર લગાવો : વિંટરમાં વધારે ડાર્ક બ્લશનો ઉપયોગ ન કરો. ખૂબ લાઈટ બ્લશ લગાવો અને ઉપરથી થોડું હાઈલાઈટર લગાવો. તમે ઈચ્છો તો બ્લશ અને હાઈલાઈટર બંનેને મિક્સ કરીને હળવું લગાવી શકો છો.

અંતે લિપસ્ટિક : હવે મેકઅપને કમ્પ્લીટ કરવા માટે તમે લિપસ્ટિક લગાવો. વિંટરમાં ડાર્ક કલરની લિપસ્ટિકને વધારે પસંદ કરવામાં આવે છે. તમે ડાર્ક મરૂન કલર, ડાર્ક રેડ અથવા ડાર્ક પિંક કલરની લિપસ્ટિક પણ લગાવી શકો છો, પરંતુ લિપસ્ટિક લગાવતા પહેલાં હોઠને યોગ્ય રીતે મોઈશ્ચરાઈઝ કરવાનું ભૂલશો નહીં. તમારી લિપસ્ટિક જે કલરની હોય તેનાથી બસ થોડાક ડિફરન્ટ કલરની લિપલાઈનર લો. તે તમારા હોઠને પરફેક્ટ લુક આપશે.

નેલપોલિશ : નેલપોલિશ માટે ડાર્ક રેડ, બરગંડી, નેવી બ્લૂ અને પર્પલ જેવા કલરથી આ મોસમમાં શાનદાર લુક આવે છે. તેને લગાવતાં પહેલાં તમે નેલ્સને કોઈ શેપ આપશો તો સારું રહેશે. વિંટરમાં હેવી મેકઅપ કેકી દેખાવા લાગે છે. તેથી મિનિમલ અને નેચરલ મેકઅપને ઉત્તમ માનવામાં આવે છે.

નોનઓઈલી મોઈશ્ચરાઈઝર પસંદ કરો : વિંટરમાં સ્કિનમાં મોટાભાગે ડ્રાયનેસની સમસ્યા રહે છે. આ સ્થિતિમાં મોઈશ્ચરાઈઝરને એવોઈડ કરવું ઘણા બધા સ્કિન પ્રોબ્લેમનું કારણ બની શકે છે, પરંતુ મોટાભાગના મોઈશ્ચરાઈઝર સ્કિન ઓઈલી અને ડાર્ક થવાનું કારણ બને છે, જે તમારા મેકઅપ લુકને બગાડી પણ શકે છે. આ સ્થિતિમાં નોનઓઈલી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો ઉત્તમ સાબિત થઈ શકે છે.

ફેસિયલ ઓઈલનો ઉપયોગ કરો : મિનિમલ મેકઅપ માટે ફેસિયલ ઓઈલનો ઉપયોગ ઉત્તમ સાબિત થાય છે. તેના માટે જેા તમે નેચરલ ઓઈલનો ઉપયોગ કરશો તો તે વધારે લાભદાયી સાબિત થાય છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....