ગ્લોઈંગ સ્કિન, સ્પોટલેસ ફેસ અને નિખરેલા રંગની જ્યારે પણ વાત થાય ત્યારે કોરિયન બ્રાન્ડ્સનો ઉલ્લેખ જરૂર થતો હોય છે. કોરિયાના લોકોની ચમકદાર સ્કિન તેમની ઓળખ છે. આ જ કારણસર બ્યૂટિ પ્રોડકેટ્સના સમુદ્રમાં કોરિયન બ્યૂટિ પ્રોડક્ટ્સે પોતાની એક અલગ અને ખાસ ઓળખ બનાવી લીધી છે. પોતાના શાનદાર રિઝલ્ટના લીધે આજે તે લોકોની પહેલી પસંદ બની રહ્યા છે. હકીકતમાં, કોરિયાના લોકો પોતાની સ્કિન અને હેરની દેખરેખ માટે ખૂબ સચેત રહે છે. તેઓ બ્રાન્ડેડ બ્યૂટિ પ્રોડક્ટ સાથે ઘરમાં બનાવેલા ઘણા બધા ડીઆઈવાય સ્પ્રેનો ઉપયોગ પણ કરતા હોય છે. તેમાં સૌથી મુખ્ય છે રાઈસ વોટર.

ચોખાનું પાણી કોરિયન લોકોની બ્યૂટિ પ્રોડક્ટ શૃંખલાનો એક મહત્ત્વનો ષ્ઠાગ છે. તેને હેર અને સ્કિન માટે અમૃત માનવામાં આવે છે. એમીનો એસિડ અને બીજા ઘણા બધા પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર રાઈસ વોટર હેરના મૂળને મજબૂત બનાવે છે. તેનાથી હેરના તૂટવાની સમસ્યા, હેર ખરવા વગેરે દૂર થઈ જાય છે, સાથે તેના ઉપયોગથી હેર ખૂબ ઝડપથી વધે પણ છે. એક તરફ તે હેરમાં કોલેજનની માત્રાને વધારવામાં મદદ કરે છે, જેનાથી હેર મજબૂત બને છે, જ્યારે બીજી તરફ ફેસ પર રાઈસ વોટર લગાવવાથી સ્કિન પરની કરચલીઓ ઓછી થાય છે. ડાઘધબ્બા ગાયબ થઈ જાય છે અને ખીલની સમસ્યા પણ દૂર થઈ જાય છે. રાઈસ વોટર સ્કિનને હાઈડ્રેટ કરે છે, જેનાથી સ્કિન કોમળ અને મુલાયમ રહે છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ્સ અને બીજા પોષક તત્ત્વો હોય છે, જે સ્કિનને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. તે સ્કિનમાં મેલાનિનની માત્રાને વધારવામાં પણ મદદ કરે છે.

આ રીતે રાઈસ વોટર સ્પ્રે બનાવો
સૌ પ્રથમ અડધો કપ સફેદ અથવા બ્રાઉન રાઈસ લો. ધ્યાન રાખો કે તેના માટે તમે ઓર્ગેનિક ચોખાનો ઉપયોગ કરો. હવે ચોખાને સારી રીતે ધોઈ લો. પછી તેને એક અલગ બાઉલમાં કાઢી લો. હવે ચોખામાં લગભગ ૨ કપ પાણી લો અને તેને ૨ કલાક માટે રહેવા દો. ત્યાર પછી ચોખાને અલગ કરી લો. આ પાણીને કોઈ પણ સ્વચ્છ એરટાઈટ કંટેનર અથવા બોટલમાં સ્ટોર કરો. તેને પૂરી રાત આથો આવવા માટે રહેવા દો. આથો આવ્યા પછી તેમાં એક ટી સ્પૂન એરંડાનું તેલ સારી રીતે મિક્સ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તમારું રાઈસ વોટર તૈયાર થઈ ગયું છે.
તમે તેને હેર માટે ઉપયોગમાં લઈ રહ્યા છો તો સ્પ્રે બોટલને સારી રીતે મિક્સ કરીને હેરના મૂળમાં સ્પ્રે કરો. સારા રિઝલ્ટ માટે આ સ્પ્રેનો ઉપયોગ રાત્રિના સમયે કરો અને પૂરી રાત તેને પોતાનું કામ કરવા દો. સવારે તમારા હેરને ધોઈ લો.

તમારા ફેસ પર તેનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો રાત્રે ઊંઘતા પહેલાં ફેસને સારી રીતે ધોઈ લો. ત્યાર પછી જરૂર મુજબ રાઈસ વોટર સ્પ્રેને ફેસ પર લગાવો અને પૂરી રાત માટે તેને છોડી દો. હવે ફેસને સવારે બરાબર વોશ કરી લો.
– મોનિકા અગ્રવાલ.

વધુ વાંચવા કિલક કરો....