આજની ફિલ્મો કે વેબસીરિઝમાં કિસિંગ સીન અથવા ઈન્ટિમેટ સીન્સનું હોવું કોઈ મોટી વાત નથી. તમામ સ્ટાર્સ પ્રેમને દર્શાવવા માટે કિસિંગ સીનને નોર્મલ માને છે અને તેને કરવામાં તે ખચકાતા નથી, કારણ કે તેમને લાગે છે કે આ દશ્ય ન હોવા પર ફિલ્મની વાર્તા અધૂરી લાગશે. એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રી કલ્કિ કોચલીને કહ્યું છે કે જ્યારે પહેલીવાર તેમને એક ઈન્ટિમેટ બેડ સીન કરવા માટે કહેવામાં?આવ્યું, તો તેમને ખૂબ વિચિત્ર ફીલિંગ થઈ હતી અને તે દશ્યને કરવા માટે તેમણે થોડો સમય માંગ્યો અને પછી કર્યો, પરંતુ તેમની શરત એ રહી કે નિર્દેશકે એકવારમાં દશ્ય શૂટ કરવાનું છે. તે રીટેક નહીં આપે. દર્શક આ દશ્યોને પૈસા વસૂલ માનતા આવ્યા છે. આજે લગભગ દરેક ફિલ્મમાં કિસિંગ સીન તો જેાતા જ હશો અને જ્યારે ફિલ્મ ઈમરાન હાશ્મીની હોય, તો તેમાં કિસ વિના ફિલ્મ પૂરી જ નથી થતી, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે ફિલ્મમાં આ સીન કેવી રીતે સૂટ કરવામાં આવે છે. ડાયરેક્ટર અને ક્રૂ મેકર્સ સામે?અભિનેત્રીઓ કેવી રીતે સહેલાઈથી કિસિંગ કે બેડ સીન આપી દે છે. આવો, જાણીએ :
ડબલ બોડીનો ઉપયોગ
આ અંતરંગ દશ્યો વિશે નિર્દેશક પહેલાંથી જ અભિનેત્રીને જણાવી દે છે જેથી તે પણ માનસિક રીતે તૈયાર રહે. જે કોઈ એક્ટ્રેસ તેને કરવાની ના પાડે છે તો ડબલ બોડીનો ઉપયોગ કરવામાં?આવે છે. જેની તૈયારી નિર્દેશક પહેલાંથી જ કરી લે છે જેથી શૂટિંગમાં કોઈ પ્રકારનો અવરોધ ન આવે. તે સિવાય ઈંટિમેટ સીન્સના શૂટિંગ માટે નિર્દેશક ઈંટિમેટ સ્પેશ્યાલિસ્ટની સેવા લેવા અને વર્કશોપ કરવાથી લઈને શૂટિંગ સમયે સલામત શબ્દોનો ઉપયોગ કરે છે જેથી કલાકારોને કોઈ પ્રકારની અસહજતા ન થાય.
કલાકારોમાં સારી કેમિસ્ટ્રી
ફિલ્મ નિર્માતા અલંકૃતા શ્રીવાસ્તવ?અને સિનેમેટોગ્રાફર જય ઓઝાએ ફિલ્મ ‘મેડ ઈન હેવન’ના શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે વિશ્વાસનો ભાવ પેદા કરવા અને વારંવાર રીટેકથી બચવા અંગે વિસ્તારથી કલાકારો સાથે વાતચીત કરી, તેમની વચ્ચે એક કેમિસ્ટ્રી તૈયાર કરી જેથી સીન્સને ફિલ્માવતી વખતે તે અસહજ ન થાય. ‘માર્ગરીટા વિથ અ સ્ટ્રો’ના શૂટિંગ પહેલાં નિર્દેશક સોનાલી બોઝે નક્કી કરી લીધું હતું કે તેમના કલાકાર સ્વયંને સલામત અનુભવે. તેથી કલ્કિ અને સયાની ગુપ્તાએ બોઝ સાથે ઈંટિમસી વર્કશોપ કર્યો. જે દિવસે સયાની ગુપ્તાને પોતાનું શર્ટ ઉતારવાનું હતું, તે સમયે સેટ પર કેટલીક મહિલાઓ જ હતી. બોઝે?પણ શર્ટ ઉતારી નાખ્યું?અને કમર પર એક ટુવાલ બાંધ્યો. તેનાથી બંનેની વચ્ચે ખચકાટમાં કમી આવી અને સીન શૂટ કરવો સરળ થયો.
સરળ નથી હોતું
અભિનેત્રી અનુપ્રિયા ગોયન્કા સાથે ઈંટિમેટ સીન્સની સહજતાથી પૂછવા પર જણાવ્યું કે કોઈપણ ઈંટિમેટ સીનને શૂટ કરવો સરળ નથી હોતો, તેમાં અંતરંગતાની ફીલિંગ લાવવી પડે છે, જે માટે ઈંટિમસી સ્પેશિયાલિસ્ટ હોય છે, જે તે સીનની કોરિયોગ્રાફી કરે છે, જેથી તે સીનને ફિલ્માવવો સરળ રહે છે. આ સીન્સને ફિલ્માવતી વખતે મોટાભાગે એ નાનકડી ટીમ હોય છે જેથી કલાકાર અસહજતા ન અનુભવે. માત્ર એક્ટ્રેસ જ નહીં એક્ટર પણ ઘણીવાર આ પ્રકારનાં સીન્સ કરવામાં ડરે છે. અભિનેત્રી તાપસી પન્નૂની ફિલ્મ ‘હસીન દિલરૂબા’ માં તાપસી, વિક્રાંત મેસી?અને હર્ષવર્ધન સાથે ઈંટિમેટ સીન્સ કરતી દેખાઈ હતી, જેમાં બંને એક્ટર ડરેલા હતા કે આ દશ્ય તે કેવા શૂટ કરશે, પરંતુ તાપસીએ તેમને વાતચીત કરીને સહજ કર્યા અને દશ્યને ફિલ્માવવામાં આવ્યું.
પરવાનગી જરૂરી
હિન્દી ફિલ્મ નિર્દેશક અશોક મેહતા જણાવે છે કે ફિલ્મની કહાણીને જણાવતા એક્ટ્રેસને પહેલાંથી સીન?અંગે જણાવવામાં?આવે છે. જેા તેણે તે કરવાની ના પાડી તો ડબલ બોડીનો પ્રયોગ કરવામાં?આવે છે, જેમાં એક લેટર લખીને અભિનેત્રી અને ડબલ બોડી કરનારને સાઈન કરવામાં?આવે છે જેથી પાછળથી એક્ટ્રેસ આરોપ ન મૂકે કે તે દશ્ય અંગે તેને ખબર જ નહોતી. જેા કોઈ એક્ટ્રેસ વધારે સમસ્યા ઊભી કરે છે તો તે સીનને હટાવી પણ દેવામાં?આવે છે. ફિલ્મોથી વધારે આ સમસ્યા ઓટીટી પર થાય છે.
ટેક્નિકનો પ્રયોગ
ટેક્નિકનો પ્રયોગ પણ એવા સીન્સ માટે કરવામાં?આવે છે, જેમાં ડબલ બોડી સાથે તેને શૂટ કરીને તેમાં અભિનેત્રીનો ફેસ લગાવી દેવામાં આવે છે. અશોક મેહતા જણાવે છે કે ઘણીવાર એક્ટ્રેસ પહેલાં ઈંટિમેટ સીન્સને શૂટ તો કરી લે છે, પરંતુ પછી પરિવારવાળા કે બોયફ્રેન્ડના પૂછવા પર સ્પષ્ટ ના પણ પાડી દે છે કે તેણે આ સીન્સ નથી આપ્યા અને નિર્માતાનિર્દેશક પર આરોપ મૂકે છે, જેથી સમસ્યા આવે છે. મોટા પ્રોડક્શન હાઉસને તેનાથી વધારે ફરક નથી પડતો, પરંતુ નાના નિર્માતા, નિર્દેશકને કોર્ટ સુધી જવું પડે છે, જેનું સેટલમેંટ વધારે પૈસાથી કરવું પડે છે કે સીનને હટાવવો પડે છે.
ઈન્ડસ્ટ્રીમાં આવેલી નવી કે ૨-૩ ફિલ્મો કરી ચૂકેલી એક્ટ્રેસ સાથે મોટાભાગે એવી સમસ્યા છે. ઘણીવાર કેટલાક ઈંટિમેટ સીન્સની જરૂર ખાસ વાર્તા માટે હોય છે. ઉદાહરણ તરીકે, ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’માં ઝરણાના પાણીમાં મંદાકિનીનું નહાવું અને બાળકને સ્તનપાન કરાવનાર દશ્યના લીધે ફિલ્મ હિટ થઈ. લોકો તેને જ જેાવા હોલ સુધી વધારે ગયા. ત્યારે જમાનો અલગ હતો. આજના સમયમાં ઈંડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઈંટિમેટ સીન્સની બાબતમાં વાસ્તવિકતાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ‘મેડ ઈન હેવન’, ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને ‘સેક્રેડ ગેમ્સ’ વગેરે વેબસીરિઝ અને ‘જિસ્મ’, ‘મર્ડર’ જેવી ફિલ્મોમાં તે જેાઈ શકાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમામ તેને ખુલ્લા દિલથી સ્વીકારી રહ્યા છે અને તેને હિટ પણ કરાવી રહ્યા છે.
ઈલ્યૂઝનને ક્રિએટ કરે છે
આજે જેા કોઈ અભિનેતા કે અભિનેત્રી બોલ્ડ સીન્સ કરવાની મનાઈ કરી દે, તો ઘણીવાર ટીમના ક્રૂને ઈલ્યૂઝન ક્રિએટ કરવું પડે છે એટલે કે બ્યૂટિ શોટ્સથી કામ ચલાવવું પડે છે. સિનેમેટોગ્રાફીની કેટલીક એવી ટેક્નિકનો ઉપયોગ કરવો પડે છે, જેથી કંઈપણ થયા વિના દર્શકોને લાગે છે કે ઘણું બધું થયું છે. બ્યૂટિ શોટ્સ એટલે કે હગ કરવું, કિસ કરવી, હાથમાં હાથ નાખવો કે પછી કેમેરા એંગલ એવો રાખવો, જેના દ્વારા બોડી પાર્ટ્સને કવર કરી શકાય. આ તમામ સિનેમેટોગ્રાફી ટેક્નિક હોય છે, જેને તે રિયલ લુક આપે છે. બેડ પર સાટીનની બેડશીટ્સ યૂઝ કરવામાં?આવે છે?અને તેનાથી ઢાંકીને માત્ર ઈલ્યૂઝન ક્રિએટ કરવામાં?આવે છે.
ક્રોમા શોટ્સ લે છે
જેા કોઈ પણ અભિનેતા કે અભિનેત્રી એવા સીન્સ કરવામાં અસહજ ફીલ કરે છે, તો નિર્દેશક ક્રોમા શોટ્સ પણ લે છે. ક્રોમા એટલે કે વાદળી કે લીલા રંગનું કોઈ કવર જેને પાછળથી ગાયબ કરી દેવામાં આવે છે જેમ કે એક્ટર અને એક્ટ્રેસને કિસિંગ સીન સામે વાંધો છે તો તેમની વચ્ચે શાકભાજી જેમ કે દૂધી કે કોળુ મૂકી દેવામાં આવે છે. ગ્રીન કલર હોવાના લીધે દૂધી ક્રોમાનું કામ કરે છે. બંને દૂધીને કિસ કરે છે?અને પોસ્ટ પ્રોડક્શન દરમિયાન તેને ગાયબ કરી દેવામાં?આવે છે.
શારીરિક અંતર રાખવું પડે છે
તે સિવાય કોઈપણ બોલ્ડ કે ઈંટિમેટ સીન શૂટ કરતી વખતે એ વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે કે મેલ અને ફીમેલના પ્રાઈવેટ પાર્ટ્સ પરસ્પર ટચ ન થાય અને ન કંઈ વધારે રિવિલ થાય કારણ કે કરોડોના ખર્ચે બનેલી દરેક ફિલ્મને બનાવતી વખતે કલાકારોના સ્ટેટસને પણ ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. શૂટિંગ સમયે અસમંજસની સ્થિતિ પેદા થવાથી બચવા માટે ક્રિકેટ ખેલાડીઓની જેમ એક્ટર માટે લોગાર્ડ કે કુશન કે પછી એર બેગનો ઉપયોગ કરવામાં આવે છે, જે બંનેની વચ્ચે ગેપ રાખે છે. ત્યાં એક્ટ્રેસ માટે પુશઅપ પેડ્સ, પાછળથી ટોપલેસ બતાવવું હોય, તો આગળ પહેરવાના સિલિકોન પેડનો ઉપયોગ કરવામાં?આવે છે. કોઈપણ ઈંટિમેટ સીનને શૂટ કરવા માટે સૌથી જરૂરી અભિનેતા કે અભિનેત્રીની પરસ્પર એડજસ્ટમેન્ટ થવી જરૂરી હોય છે. શારીરિક અંતર જાળવી રાખવા માટે ઘણીવાર પ્રોપનો પણ ઉપયોગ કરવો પડે છે, જે આર્ટિસ્ટની પસંદના આધારે હોય છે. પ્રોપમાં સોફ્ટ પિલો, સ્કિન કલર ડ્રેસ, મોડેસ્ટી ગારમેંટ્સ વગેરે કેટલીક વસ્તુ સામેલ હોય છે.
– સોમા ઘોષ





