સેક્સ પર ચર્ચા પ્રતિબંધિત કેમ

મહાનગરમાં રહેતી આધેડ માનસી એક મધ્યમવર્ગીય ગૃહિણી છે. પોતાના ફક્કડ પ્રોફેસર પતિની મર્યાદિત આવકમાંથી તેની અને ઘરની જરૂરિયાત જેમતેમ કરીને પૂરી થતી હતી, પરંતુ ઈચ્છા અને શોખ પૂરા થતા નહોતા. પૈસાની એટલી ખેંચ રહેતી કે તે પોતાની ૮ વર્ષની દીકરીના સ્કૂલના જૂતા ફાટી જતા તરત ખરીદી શકતી નહોતી. તેમ છતાં તેણે પોતાના સીધાસાદા પતિને કોઈ ફરિયાદ કરી નહોતી. પરંતુ મનમાં જે અસંતોષ ફેલાઈ રહ્યો હતો તે એ સમયે ઉજાગર થઈ ગયો જ્યારે પોતાની એક પરિચિત દ્વારા તે પૈસા કમાવા માટે શોખથી દેહવેપાર કરવા લાગી. વિચારતા આ વાત ખૂબ અટપટી જરૂર લાગે છે કે સિંદૂરથી લાંબી માંગ ભરનાર એક ભારતીય નારી આ ગંદકી ભરેલો રસ્તોે પૈસા કમાવા માટે પસંદ કરશે અને તે પણ ખાસ કરીને ૯૦ ના દાયકામાં જ્યારે સામાજિક મુક્તપણું, ઉદારતા અથવા આઝાદી આજની સરખામણીમાં ૨૫ વર્ષ પાછળ હતા.
૧૯૯૭ માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યે એક એવી વાત ‘આસ્થા’ ફિલ્મથી કહેવાનું જેાખમ ઉઠાવ્યું હતું જેને અપેક્ષા મુજબ દર્શકોએ પસંદ કરી નહોતી, પરંતુ કોઈ તો વાત હતી ફિલ્મ ‘આસ્થા’ માં કે ઘણા બધા લોકોએ તેને જેાઈ પણ હતી અને ન ફિલ્મની કહાણી સાથે અસહમત થઈ શક્યા હતા.
ફિલ્મમાં માનસીની ભૂમિકામાં રેખાએ જેટલી દમદાર એક્ટિંગ કરી હતી તેટલી જ દમદાર એક્ટિંગ અમરના રોલમાં ઓમપુરીએ કરી હતી. અભાવોનો સામનો કરી રહેલા એક મિડલ ક્લાસ પતિપત્નીની તમામ પ્રકારની મુશ્કેલીને ઉજાગર કરતી આ ફિલ્મની એક મહત્ત્વની વાત સેક્સ ઉન્મુકતા પણ હતી. મિસ્ટર દત્તના રોલમાં નવીન નિશ્ચલ હતા જે માનસીના ગ્રાહક હતા. પછી તેમની સાથે માનસીની આર્થિક જરૂરિયાત પૂરી થવા લાગે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સેક્સ સંબંધી જરૂરિયાત ઘણી બધી જિજ્ઞાસા સાથે માથું ઊંચકવા લાગે છે. વાસ્તવમાં દત્ત સેક્સના કિસ્સામાં ખૂબ પ્રયોગવાદી અને ધીરજવાન હોય છે. તેઓ માનસી પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતા નથી કે ખેંચાખેંચ કરતા નથી, પરંતુ ખૂબ કલાત્મક રીતે સેક્સ કરે છે.

સેક્સ પર મૌન કેમ
દત્ત માનસીને નખથી લઈને વાળ સુધી ચૂમે છે, તેને ખૂબ શાંતિથી કલાત્મક રીતે ઉત્તેજિત કરે છે ત્યારે સેક્સ સુખના દરિયામાં ડૂબકીઓ લગાવતી માનસીને અહેસાસ થાય છે કે આ બાબતે પતિ અમર પરંપરાવાદી અને અનાડી છે. પરિણામસ્વરૂપ તે દત્ત પાસેથી જે શીખે છે, તેને અમર પર અજમાવા લાગે છે, જેને આ પ્રકારના લાંબા ફોરપ્લે વાળા સેક્સનો કોઈ ખાસ અનુભવ નથી હોતો. પછી આનંદની આ ક્ષણમાં તે પોતાની પત્નીને ખૂબ ભોળાભાવે ઉત્સુકતાવશ પૂછી બેસે છે કે તું આ બધું ક્યાંથી શીખીને આવી છે. જેાકે માનસી પતિ અમરના આ પ્રશ્નને ટાળી દે છે અને ફિલ્મ આ રીતે આગળ વધે છે.
તે સમયે ફિલ્મ સમીક્ષક અને બુદ્ધિજીવી દર્શક નક્કી કરી શક્યા નહોતા કે આખરે આ ફિલ્મ દ્વારા બાસુ ભટ્ટાચાર્ય વાસ્તવમાં કહેવા કે દર્શાવવા શું ઈચ્છી રહ્યા છે. એક પત્નીની સેક્સની મર્યાદા અને દબાયેલી અસંતુષ્ટિ કે પછી એક ગૃહિણીનું પાર્ટટાઈમ કોલગર્લ બનવું. શક્ય છે આ બંને વાત રહી હોય, પરંતુ આ પહેલી ફિલ્મ હતી જેમાં એ વાત મુખ્યત્વે દર્શાવવામાં આવી હતી કે એક પત્નીની પણ સેક્સ સંબંધી પોતાની ચોઈસ અને ઈચ્છા હોય છે જે મોટાભાગે અવ્યક્ત રહી જાય છે. તેના કેટલાક પારિવારિક અને સામાજિક કારણો પણ છે જે આખરે સાબિત કરે છે કે મહિલા સેક્સ બાબતે પણ શોષિત અને પુરુષ પર નિર્ભર છે.

સમાજ માટે અપરાધ છે
સમયગાળો કહેવા માટે નારી સશક્તીકરણનો નથી, પણ આ દિશામાં છેલ્લા વર્ષમાં થોડું ઘણું થયું પણ છે. મહિલાઓને અધિકાર મળ્યા છે. અરે, મળ્યા ક્યાં છે તેમણે પોતાના જેારે પ્રાપ્ત કર્યા છે અને પોતાના પગ પર ઊભી રહેતી થઈ ગઈ છે. સંપત્તિ અને પોતાની એક અલગ ઓળખ બનાવી છે, નિર્ણય પણ જાતે લઈ રહી છે, પરંતુ આ બધું અડધું અધૂરું અને એક વર્ગ વિશેષ સુધી સીમિત રહ્યું છે જેમાં સેક્સની ચર્ચા સુધી થતી નથી અને જેા થોડી ઘણી થાય છે તો પણ પ્રતિબંધોથી ભરેલા સમાજમાં તેને આજે પણ અપરાધ માનવામાં આવે છે.
ભોપાલની ૫૫ વર્ષની એક સરકારી અધિકારી નામ ન છાપવાની શરતે જણાવે છે કે તેમના લગ્નને ૨૮ વર્ષ થયા છે. તેમની દીકરીના પણ લગ્ન થવાના છે, પરંતુ આ વર્ષમાં તેઓ ક્યારેય પોતાના પતિને પોતાની સેક્સની ઈચ્છા ખૂલીને જણાવી શક્યા નથી કે પોતાને કેવા પ્રકારનો સેક્સ પસંદ છે અને તે વધારે આનંદ આપે છે. આ સાહિબાને જેાકે પતિ સામે કોઈ ફરિયાદ નથી. પતિ તેમને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સેક્સના કિસ્સામાં એવું થયું છે જે બધું પતિએ ઈચ્છ્યું અને આજે પણ એવું થઈ રહ્યું છે. પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી.

ખચકાટની મારી મહિલા
શું તેમની સ્થિતિ માનસી જેવી છે? અહીં કહી શકાય છે કે ઓછામાં ઓછું પૈસાના કિસ્સામાં નથી, પરંતુ તેમને કોઈ બહારની જાણકારી અથવા ચંચુપાત એ અહેસાસ તો છે કે જિંદગી ભલે ને સારી રીતે પસાર થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ખાલીપો રહી ગયો છે જેને પૂરો કરવા માટે ન તેમણે ક્યારેય પહેલ કરી કે ન તેમના પતિએ તેની જરૂરિયાત અનુભવી. તેમને એ વાતનો ડર હતો કે જેા સેક્સ સંબંધી ઈચ્છા વ્યક્ત કરવામાં આવશે તો પતિ તેને નકારાત્મક નજરથી જેાશે અને શંકા પણ કરવા લાગશે. તે ‘આસ્થા’ ફિલ્મના અમરની જેમ સહજભાવથી નહીં પૂછે કે તું આ બધું ક્યાંથી શીખીને આવી છે, પરંતુ મહેણાં મારશે તું મારા શીખવ્યા વિના સેક્સમાં એક્સપર્ટ થઈ ગઈ છે. આમ પણ કોઈ પણ પત્ની પોતાના લગ્નજીવનમાં આ પ્રકારની કડવાશ કે શંકા નહીં ઈચ્છે, તેથી એક મશીનની જેમ તે સેક્સનો શિકાર બને છે જેને કહેનાર ડ્યૂટિ સેક્સ પણ કહે છે. આ પ્રકારના સેક્સને આનંદદાયક અને સંતુષ્ટિભર્યું સેક્સ કહી શકાય નહીં.

સમાજના પ્રતિબંધનો શિકાર
એવી લગભગ ૯૦ ટકા મહિલાઓ રૂઢિવાદી અને સેક્સ બાબતે પણ પૂર્વગ્રહી સમાજના અત્યાચારનો શિકાર બનેલી છે, જે મહિલાઓને સેક્સ સંતુષ્ટિનો તેમનો હક નથી આપતો બરાબર એવી જ રીતે લગ્ન, ડિવોર્સ, મિલકત કે મતદાન સુધ્ધાનો નથી આપવામાં આવતો. સેક્સ સંતુષ્ટિ પર ક્યારેય ખૂલીને વાત ન કરવા દેવી પુરુષોના વર્ચસ્વવાળા સમાજનું બીજું એક ઉદાહરણ અને એકાધિકાર રહ્યા છે, જે મહિલા સશક્તીકરણની ફેશન અને અનુભાન સાથે ક્યારેય મેળ નથી ખાતા.
મોટાભાગના પુરુષો પણ સેકસ પોર્ન ફિલ્મમાંથી શીખતા હોય છે, જેનો સાર એ હોય છે કે મહિલા આક્રમક અને ઉતાવળભર્યા સેક્સથી સંતુષ્ટ થાય છે. જેાકે આ ખોટી માન્યતાનું કોઈ પણ જાહેર મંચ પરથી ક્યારેય કોઈ ખંડન આજ દિન સુધી નથી થયું. ધર્મની જેમ સેક્સ પણ જાતિગત મુદ્દો છે,પરંતુ ફરક માત્ર એટલો છે કે ધર્મનો પ્રસાર કોઈ પુરાવાને આરશ્રત નથી, જ્યારે સેક્સનું સંકુચિતપણું ક્યારેય મુક્તપણું લઈ શકશે એવું લાગતું નથી. કોઈ મહિલા જેા આ વિષયે ખૂલીને વાત કરે તો તેને કંઈ જ વિચાર્યા વિના ચાલુ, નિર્લજ્જ અને ચારિત્ર્યહીન જાહેર કરી દેવામાં આવે છે. જ્યારે બીજા મુદ્દા પર બોલવામાં પુરુષો પાસે મૌન રહેવા અથવા સમજૂતી કરવા સિવાય બીજેા કોઈ માર્ગ નથી રહેતો.

સેક્સ પર હોબાળાનો હેતુ
હકીકત એ છે કે પ્રગતિ અને આધુનિકતાના તમામ દાવા પછી પણ પરિવાર અને સમાજમાં સેક્સ પરની ચર્ચા પ્રતિબંધિત છે અને જે કોઈ પરંપરાને બાજુમાં મૂકીને કાયદાની અથવા નવી પેઢી માટે શિક્ષાપ્રદ વાત કરે પણ તો તેને સમાજ સંસ્કૃતિ અને ધર્મનો દુશ્મન જાહેર કરીને તેની પર મધમાખીની જેમ તૂટી પડે છે. આ વાતનું તાજું ઉદાહરણ સાંસદ અને એક સમયના સફળ અભિનેત્રી જયા બચ્ચન છે, જેમણે એક શો દ્વારા પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદાને એમ કહ્યું કે મને કોઈ સમસ્યા નથી. જેા તારા બાળકો લગ્ન વિના જન્મ્યા હોય. આ વાત પર તેઓ તરત ભક્તોની નજરમાં ધર્મ અને સંસ્કૃતિને ભ્રષ્ટ કરનાર બની ગયા. સોશિયલ મીડિયા પર એવા વીડિયોની ભરમાર થઈ ગઈ જેમાં જયા બચ્ચનને પાણી પીને કોસવામાં આવ્યા. આ સનાતની લોકો કુંતી અને કર્ણ જેવા ડઝનો પૌરાણિક કિસ્સા અને ઉદાહરણને ભૂલી જાય છે જેમાં કુંવારી મા બનવું સામાન્ય વાત હતી.
આ જ વાત મહિલાઓની સેક્સ ઈચ્છા પર પણ લાગુ પડે છે, જેને અંતર્ગત તેમનું ઈચ્છા વ્યક્ત કરવું એક પ્રકારની જાહેર નિર્લજ્જતા બની જાય છે. તેમને બાળપણથી શીખવવામાં આવે છે કે સેક્સ ખરાબ વાત છે અને પતિ સિવાય બીજા કોઈની સાથે સેક્સ કરવું તેનાથી પણ વધારે ખરાબ વાત છે. એમ પણ માની લેવામાં આવ્યું છે કે સેક્સની પહેલ કરવી અને તેની રીત નક્કી કરવી તે પુરુષોની જવાબદારી છે, પછી ભલે ને મહિલા તેનાથી સંતુષ્ટ થાય કે ન થાય, તેમ છતાં પોતાની સંતુષ્ટિને પ્રગટ કરવી તેનો ધર્મ છે. બરાબરીની વાત અને દરજ્જેા સશક્તીકરણનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, પરંતુ સેક્સમાં તેનો અભાવ મહિલાઓના પછાતપણાનું મોટું કારણ છે, જેથી તેમનામાં અપેક્ષિત આત્મવિશ્વાસ નથી આવી શકતો. જેાકે નવા કપલ્સને એક હદ સુધી તેનો અપવાદ કહી શકાય છે , પરંતુ તેમની સંખ્યા હજી એટલી નથી કે કોઈ ક્રાંતિના તેમને જનક કહી શકાય.
– ભારત ભૂષણ શ્રીવાસ્તવ.

સેક્સ કોઈની પર અહેસાન નથી

એક માન્યતા છે કે ફિઝિકલ રિલેશનથી ફિઝિકલ કનેક્શન થાય છે. સેક્સ રિલેશનશિપ માટે જરૂરી છે, કારણ કે તેનાથી પાર્ટનર એકબીજાની વધારે નજીક આવે છે, તેથી તેને એક સુંદર સંબંધ કહેવામાં આવે છે.

કુદરતની ગિફ્ટ
પરિધિ અને અંકુશ છેલ્લા ૧ વર્ષથી રિલેશનશિપમાં છે. બંને સારી કંપનીમાં જેાબ કરે છે. પોતાના રિલેશન વિશે જણાવે છે કે જ્યારથી તેમની વચ્ચે ફિઝિકલ રિલેશન બંધાયો છે તેના સંબંધ વધારે સારા થયા છે. પરિધિ જણાવે છે કે તેના માટે અંકુશે તેની સાથે કોઈ જબરદસ્તી નથી કરી. આ બંનેની સહમતીથી બંધાયો હતો. મનુષ્ય માટે સેક્સને સૌથી વધારે સુખ આપતી અનુભૂતિ માનવામાં આવે છે. મહિલા અને પુરુષ બંને માટે તેના અહેસાસ અને અર્થ અલગઅલગ હોય છે. જેાકે બંને તેનાથી સંતુષ્ટ થાય છે, પરંતુ તેને લઈને તેમની માનસિકતા અલગ છે. પુરુષ તેને ટેન્શન દૂર કરવાનું માધ્યમ સમજે છે તો બીજી બાજુ મહિલાઓ માટે તે પ્રેમ અને આનંદ છે.
૪૫ વર્ષનો મનોજ જણાવે છે કે ઘરની જવાબદારી નિભાવતાં-નિભાવતાં ક્યારે તેના લગ્નની ઉંમર નીકળી ગઈ તેને ખબર જ ન પડી. જ્યારે તે આર્થિક રીતે સ્ટ્રોંગ છે ત્યારે તે તેની લાઈફ જીવવા માંગે છે. તેણે જણાવ્યું કે તે તેની જ ઓફિસની ૨૮ વર્ષની સેજલ (નામ બદલ્યું છે) સાથે છેલ્લા ૮ મહિનાથી રિલેશનમાં છે. તે જણાવે છે, ‘‘હું સેજલની દરેક જરૂરિયાતનું પૂરું ધ્યાન રાખું છું અને તે મારી જરૂરિયાતનું. અમારી વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન પણ છે અને આ બંનેની સહમતીથી છે. હું તેની જરૂરિયાતનું ધ્યાન રાખીને તેની પર અહેસાન નથી કરી રહ્યો અને ન તો તે મારી પર. અમે બસ એકબીજાનો સાથ ઈચ્છીએ છીએ.’’

પ્રેમ વધે છે
રિલેશનશિપમાં સેક્સ કરવાનો મતલબ માત્ર યૌન સંતુષ્ટિ જ નથી, પરંતુ પોતાના પાર્ટનર સાથે એક મજબૂત સંબંધ કાયમ કરવો અને પ્રેમ વધારવાનો હોય છે. એક રિસર્ચ પરથી ખબર પડે છે કે રિલેશનશિપમાં સેક્સ કરવાથી કપલ વચ્ચે એક સ્વસ્થ સંબંધ કાયમ થાય છે. તેનાથી સંબંધ તૂટવાનું જેાખમ ઓછું હોય છે. રિલેશનશિપ એક્સપર્ટ વિશાલ નેગી જણાવે છે કે સેક્સ સંબંધને એક પગલું આગળ લઈ જાય છે. સંબંધમાં શારીરિક આકર્ષણનું ખૂબ મહત્ત્વ છે. શરૂઆતમાં સંબંધ બનાવવાની વાત હોય કે પછી પ્રેમ, સેક્સ સંબંધમાં એક મહત્ત્વનો રોલ નિભાવે છે. સેક્સથી પોતાના વિશે વધારે સકારાત્મક ધારણા બને છે.

આનંદનો અહેસાસ
યોગા ઈન્સ્ટ્રક્ટર કપિલ જણાવે છે કે જ્યારે એક છોકરો અને છોકરી પોતાની સહમતીથી કપલ તરીકે એક રિલેશનશિપમાં આવે છે ત્યારે તે પોતાના પ્રેમને વ્યક્ત કરવાની અલગઅલગ રીત અપનાવે છે. તેમાંથી એક રીત સેક્સ પણ છે. તે જણાવે છે કે તેનાથી ન માત્ર શારીરિક પરંતુ ભાવનાત્મક રીતે તેમને પરસ્પર જેાડાણનો અહેસાસ થાય છે. પોતાની સલાહ આપતા તે જણાવે છે કે સેક્સમાં કોઈ કોઈની પર અહેસાન નથી કરતું. આ બંનેના શરીરની ન માત્ર જરૂરિયાત છે, પરંતુ આ પ્રેમને એક્સપ્રેસ કરવાની એક રીત છે. તેનાથી શરીર હંમેશાં એક્ટિવ મોડમાં રહે છે.

સર્વે શું કહે છે
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬ મુજબ, ભારતમાં લગભગ ૯૦ ટકા લોકો ૩૦ વર્ષ પહેલાં સેક્સ કરી લે છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે મોટાભાગના છોકરાઓ ૨૦ થી ૨૪ વર્ષની ઉંમરમાં સેક્સ કરી લે છે, બીજી બાજુ મહિલાઓ ૧૫ થી ૧૯ વર્ષની ઉંમર વચ્ચે પ્રથમ સેક્સ એન્જેય કરે છે. એનએફએચએસના ડેટા મુજબ, ભારતીય પુરુષની સરખામણીમાં મહિલાઓ જલદી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે. ૧૫ વર્ષની ઉંમર સુધી છોકરાની સરખામણીમાં છોકરીઓમાં સેક્સનો અનુભવ કરવાની શક્યતા વધારે હોય છે.
સર્વેમાં ૨૫ થી ૪૯ વર્ષની મહિલાઓને પૂછવામાં?આવ્યું કે તેમને પહેલી વાર શારીરિક સંબંધ ક્યારે બાંધ્યો? તેમાં ૧૦.૩ ટકા મહિલાઓએ માન્યું કે ૧૫ વર્ષ સુધી તે એક વાર સંબંધ બનાવી ચૂકી હતી. બીજી બાજુ આ ઉંમરમાં સેક્સ કરનાર પુરુષોનો આંકડો ૦.૮ ટકા હતો. જેા વાત કરવામાં આવે કે શું સેક્સ કરવું પોતાના પાર્ટનર પર એક અહેસાન છે તો એ બિલકુલ ખોટું છે. આ એક શારીરિક?અને ભાવનાત્મક સંબંધ છે જે ૨ લોકો વચ્ચે સહમતીથી બંધાય છે.

મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરે છે
આઈટી મેનેજર સારાંશ જણાવે છે કે લાઈફમાં સેક્સ એક મહત્ત્વનો રોલ પ્લે કરે છે. કોઈ તેને અહેસાન તરીકે લે છે તો તે નિમ્ન માનસિકતાનો શિકાર છે. તે કોઈની પર કોઈ અહેસાન નથી. આ એક પરસ્પરની અનુભૂતિ છે, જે ૨ લોકો વચ્ચે પ્રેમ વધારે છે. કેટલીક છોકરીઓ એવી પણ હોય છે જે સમજે છે કે જેા તેનો પાર્ટનર તેના તમામ ખર્ચા ઉઠાવશે તો જ તે તેને સેક્સ સુખ આપશે. આવી છોકરીઓ વિશે મુક્તા જણાવે છે કે આ છોકરીઓ જે ફિઝિકલ રિલેશન બનાવે છે તેમાં તેમની સહમતી છે. તે આ સંબંધ પોતાની સહમતીથી બનાવી રહી છે. તેની સાથે કોઈ જબરદસ્તી નથી કરતું. ભલે ને તે આ સંબંધ પોતાની જરૂરિયાત માટે જ કેમ ન બનાવતી હોય.
કાનપુરથી દિલ્લી આવીને અભ્યાસ કરતી ૨૦ વર્ષની જાહ્નવી (નામ બદલ્યું છે) જણાવે છે કે તે એક છોકરા સાથે ૧ વર્ષથી રિલેશનશિપમાં છે. તે જણાવે છે કે તે છોકરો તેના તમામ ખર્ચા ઉઠાવે છે જેમ કે મોબાઈલ રિચાર્જ, શોપિંગ, બ્યૂટિપાર્લર, ટ્રાવેલ. ત્યાં સુધી કે તેની કોલેજની ફી પણ અને બદલામાં તે તેની સાથે ફરે છે, તેને ભરપૂર પ્રેમ આપે છે. તે જણાવે છે કે આવું કરીને તે બંનેની જરૂરિયાત પૂરી થઈ રહી છે ન કે કોઈ અહેસાન.

જ્યારે પ્રેમમાં દગો મળે
૩૦ વર્ષની દીપ્તિ (નામ બદલ્યું છે) જણાવે છે કે પોતાના એક્સથી દગો મળ્યા પછી તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેમાંથી નીકળવા માટે તે ડેટિંગ સાઈટ ‘ટિંડર’ દ્વારા લોકોને મળવા લાગી. એક દિવસે તેની મુલાકાત ૨૯ વર્ષના સંકલ્પ સાથે થઈ. જેાકે સંકલ્પ સુદઢ બોડીની સાથેસાથે એક અમીર પરિવારનો હતો. તેથી દીપ્તિ તેનાથી પ્રભાવિત થઈ ગઈ. બંનેની સહમતીથી તેમણે શારીરિક સંબંધ બનાવ્યો. દીપ્તિ કહે છે કે અમે બંને એડલ્ટ છીએ અને આ અમારી સહમતીથી બનાવેલો સંબંધ હતો. તેથી તેને કોઈ પણ રીતે ખોટું ન કહી શકાય. એક આંકડા મુજબ, દુનિયાભરમાં લોકપ્રિય ડેટિંગ એપ ટિંડરના ૨૦૨૧ માં ૯.૬ મિલિયન ગ્રાહક હતા. તેના ૭૫ મિલિયન માસિક સક્રિય ઉપયોગકર્તા છે. ટિંડરે ૨૦૨૧ માં ૧.૬ બિલિયન કમાણી કરી, જે આગળના વર્ષની સરખામણીમાં ૧૭ ટકા વધારે હતી. ટિંડરના ૬૦ ટકા ઉપયોગકર્તા ૩૫ વર્ષથી નાની ઉંમરના છે. તેના ૩/૪ ઉપયોગકર્તા પુરુષ છે, પરંતુ મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે.
આ રીતે બંબલ અને ટ્રૂલી મેડલી ડેટિંગ એપ્સ ભારતમાં સૌથી લોકપ્રિય ડેટિંગ એપ્સમાંથી છે. તે ઉપરાંત ફેસબુકે પણ ડેટિંગ માટે અલગથી સુવિધા આપી છે. હા, હેપન, દિલમિલ, મેચ ડોટ કોમ જેવી ડેટિંગ એપ પર પણ યુવા મોટી સંખ્યામાં રોમાન્સ કરે છે. તાજેતરમાં શુગર ડેડીનો એક કોન્સપ્ટ ટ્રેન્ડમાં છે. તેનો પ્રભાવ પશ્ચિમી દેશમાં વધારે છે. તેમાં એક અમીર વૃદ્ધ વ્યક્તિ તેની સાથે ડેટ કરતી મહિલાને મોંઘી ગિફ્ટ આપે છે. બદલામાં તે તેની એકલતા દૂર કરે છે. તેમાં સેક્સ સંબંધ પણ સામેલ છે.

સંબંધ મરજીથી બાંધે છે
બેંગલુરુની રહેવાસી ૨૩ વર્ષની અદિતિ (નામ બદલ્યું છે) જણાવે છે કે ૩ વર્ષ મહેનત કર્યા પછી પણ તેનું પ્રમોશન નહોતું થયું ત્યારે તેને ખબર પડી કે તેના બોસ પોતાની સાથે સેક્સ કરતી છોકરીઓનું જલદી પ્રમોશન કરી દે છે. કરિયરમાં જલદી ગ્રોથ મેળવવા માટે તેણે એવું કર્યું. કરિયરમાં ગ્રોથ મેળવવા માટે કેટલીય મોડલ, ફેશન ડિઝાઈનર અને મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે જેાડાયેલા છોકરાછોકરીઓ બોસ, મેનેજર, સીનિયર સાથે સેક્સ કરવા તૈયાર થઈ જાય છે. તેમની સાથે કોઈ જબરદસ્તી નથી થતી, પણ પોતાની મરજીથી કરે છે.
અદાલતમાં એવા કેટલાય કેસ નોંધાયા છે જેમાં છોકરીની ઉંમર ૧૮ વર્ષથી નાની હોવાથી તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હોય, જ્યારે આ સંબંધમાં સેક્સ બંનેની મરજીથી થાય છે. કાયદાકીય સહમતીથી સેક્સની ઉંમર ૧૮ વર્ષ છે. તેનો મતલબ એ થયો કે જેા ૧૮ વર્ષની નાની ઉંમરની છોકરી સાથે ભલે તેની સહમતીથી સંબંધ બાંધ્યો હોય, તે છતાં તે અપરાધની શ્રેણીમાં આવશે. પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ) આ કાયદા હેઠળ ૧૮ વર્ષથી નાની ઉંમરના લોકોને ‘બાળક’ માનવામાં આવે છે. આ કાયદામાં સહમતીથી સેક્સની ઉંમર ૧૮ વર્ષ છે. જેા ૧૮ વર્ષથી નાની ઉંમરની કોઈ છોકરી પોતાની સહમતીથી સંબંધ બાંધે છે તો પણ તેની સહમતીનો અર્થ નથી રહેતો. આવા કેસમાં છોકરાની ધરપકડ કરી લેવામાં આવે છે અને તેની પર રેપનો કેસ નોંધાય છે.

સુખનો અહેસાસ
બીજી બાજુ એવા પણ લોકો છે, જે એક પાર્ટનર હોવા છતાં કોઈ અન્ય વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ રિલેશન રાખે છે. તે તેને ખોટું નથી માનતા. ૨૦૧૪ માં ગ્લોબલ ડેટિંગ વેબસાઈટ એશ્લે મેડિસન ભારતમાં લોંચ કરવામાં આવી હતી. આ વેબસાઈટે ભારતમાં એક સર્વે કરાવ્યો હતો. સર્વેમાં એ વાત સામે આવી કે ૭૬ ટકા મહિલાઓ અને ૬૧ ટકા પુરુષ પોતાના પાર્ટનરને દગો આપવાને ખોટું નથી માનતા. જ્યારે ૨ પાર્ટનર પોતાની સહમતીથી સેક્સ કરે છે ત્યારે તે જબરદસ્તી નથી કહેવાતી. તે આ પોતાની ખુશીથી કરે છે અને તેના માટે તે પોતે જવાબદાર છે. તેને કોઈ અહેસાન સમજવું ખોટું છે. આ એક શારીરિક સુખ છે જે દરેક વ્યક્તિ માણવા ઈચ્છે છે.
– પ્રિયંકા યાદવ.

સફળ મેરિડ લાઈફના ૫ સિક્રેટ્સ

સફળ, ખુશહાલ મેરિડ લાઈફ માટે કેટલીક નાનીનાની વાત અપનાવવી જરૂરી છે. તો આવો જાણીએ, તે નાનીનાની વાત, જે સંબંધને સુંદર, સફળ અને ખુશહાલ બનાવે છે.

એકબીજાની લાગણીને મહત્ત્વ આપવું
એક દાંપત્ય સંબંધનો મજબૂત પાયો એ વાત પર ટકેલો છે કે તમે એકબીજાની લાગણીને કેટલું માન-સન્માન અને મહત્ત્વ આપો છો. ક્યાંક એવું તો નથી કે તમે એકબીજાની લાગણીને સમજ્યા વિના પોતાની વાત એકબીજા પર જબરદસ્તી થોપો છો? જેા હા, તો આ ટેવ બદલો અને એકબીજાની લાગણીને મહત્ત્વ આપવાનું શરૂ કરો. તમારા સંબંધનો પાયો મજબૂત થશે.

કામમાં મદદ કરવી
આજકાલ મોટાભાગના કપલ વર્કિંગ હોય છે. તમે એવામાં માત્ર પોતાના કામ વિશે વિચારશો તો વાત બગડશે. તેથી એકબીજાના કામને સમાન મહત્ત્વ આપો. કોઈ દિવસ તમારા પાર્ટનરને જલદી જવાનું છે તો તમે તેના કામમાં મદદ કરો, જેથી કામ જલદી પૂરા થાય.

એકબીજા સાથે ક્વોલિટી સમય વિતાવો
વર્કિંગ કપલ્સ પાસે હંમેશાં સમયની કમી રહે છે. ક્યારેક-ક્યારેક તેમની ઓફિસનો સમય પણ અલગઅલગ હોય છે. તેથી તેમણે એકબીજા સાથે એક સારો ક્વોલિટી સમય વિતાવવાની એક પણ તક ન ગુમાવવી જેાઈએ. તેના માટે રજાના દિવસે સવારે જિમ, મોર્નિંગ વોક માટે જઈને હેલ્થ બનાવી શકો છો અને એકબીજા સાથે કોઈ પણ વિષય પર વાત કરી શકો છો તથા એકબીજાની સલાહ લઈ શકો છો કે પછી કિચનમાં સાથે મળીને ભોજન બનાવી શકો છો અથવા ક્યાંક બહાર હરવાફરવાનો પ્રોગ્રામ બનાવીને કેટલીક યાદગાર ક્ષણ એકબીજા સાથે વિતાવીને સંબંધમાં મીઠાશ લાવી શકો છો.

પૈસાની યોગ્ય વ્યવસ્થા
લગ્ન પછી કપલ્સે એકબીજા માટે પૈસાની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી જરૂર પડતા પૈસા કામ આવે અને કોઈ પ્રકારનું ટેન્શન ન થાય. તેના માટે એકબીજાની સલાહથી યોગ્ય જગ્યાએ પૈસાનું રોકાણ કરો.

મી ટાઈમનું ધ્યાન રાખો
એકબીજાના મી ટાઈમનું ધ્યાન રાખો. કેટલીય વાર કપલ્સ પણ રોજની દોડધામ પછી થોડો સમય પોતાના માટે કાઢવા ઈચ્છે છે, જેથી તે પોતાની પસંદ અથવા હોબી મુજબ જેમ કે પુસ્તક વાંચવાનો શોખ, ગાર્ડનિંગનો શોખ અથવા અન્ય જેને મી ટાઈમમાં કરી શકો. તેના માટે કપલ્સને એકબીજા માટે મી ટાઈમ જરૂર આપો.
– શોભા.

બનાવો હેપી મેરિડ લાઈફ

સફળ ખુશહાલ દાંપત્ય જીવન માટે કેટલીક નાનીનાની વાત અપનાવવી જરૂરી છે. તો આવો, જાણીએ તે નાનીનાની વાત જે સંબંધને સુંદર, સફળ અને ખુશહાલ બનાવે છે :

એકબીજાની લાગણીને મહત્ત્વ આપો
એક દાંપત્ય સંબંધનો મજબૂત પાયો એ વાત પર ટકેલો રહે છે કે તમે એકબીજાની લાગણીને કેટલું માનસન્માન અને મહત્ત્વ આપો છો. ક્યાંક એવું તો નથી કે તમે એકબીજાની લાગણી સમજ્યા વિના પોતાની વાત એકબીજા પર જબરદસ્તી થોપો છો? જેા હા તો આ ટેવ બદલો અને એકબીજાની લાગણીને મહત્ત્વ આપવાનું શરૂ કરો. આ રીતે તમારા સંબંધો મજબૂત થશે.

કામમાં મદદ કરવી
આજકાલ મોટાભાગે વર્કિંગ કપલ હોય છે. જેા તમે એવામાં માત્ર તમારા કામ વિશે વિચારશો તો વાત બગડશે. તેથી એકબીજાના કામને સમાન મહત્ત્વ આપો. કોઈ દિવસ તમારા પાર્ટનરને જલદી જવાનું હોય તો તમે તેને કામમાં થોડી મદદ કરો, જેથી કામ જલદી પૂરું થાય.

એકબીજા સાથે ક્વોલિટી સમય વિતાવો
વર્કિંગ કપલ્સ પાસે હંમેશાં સમયની કમી રહેતી હોય છે. ક્યારેક-ક્યારેક તેમની ઓફિસનો સમય પણ અલગઅલગ હોય છે. તેથી તેમણે એકબીજા સાથે ક્વોલિટી સમય વિતાવવાની તક ન છોડવી જેાઈએ. તેના માટે રજાના દિવસે સવારે જિમ, મોર્નિંગ વોક માટે જઈને તમારી હેલ્થને સુદઢ બનાવી શકો છો અને એકબીજા સાથે કોઈ પણ વિષય પર ચર્ચા કરી શકો છો તથા એકબીજાની સલાહ લઈ શકો છો કે પછી કિચનમાં એકબીજા સાથે ભોજન બનાવી શકો છો અથવા તો ક્યાંક બહાર હરવાફરવાનો પ્રોગ્રામ બનાવીને કેટલીક યાદગાર પળો એકબીજા સાથે વિતાવીને તમારા સંબંધમાં મીઠાશ લાવી શકો છો.

પૈસાનું રોકાણ
લગ્ન પછી કપલ્સે એકબીજા માટે પૈસાનું રોકાણ કરવું જરૂરી છે, જેથી પૈસા ખરાબ સમયે કામ લાગી શકે અને જરૂર પડતા કોઈપણ પ્રકારનું ટેન્શન ન થાય. તેના માટે એકબીજાની સલાહ લઈને યોગ્ય જગ્યાએ પૈસાનું રોકાણ કરો.

મી ટાઈમનું ધ્યાન રાખો
એકબીજાના મી ટાઈમનું ધ્યાન રાખો. કેટલીય વાર કપલ્સ રોજિંદી દોડધામ કર્યા પછી થોડો સમય પોતાના માટે કાઢવા ઈચ્છે છે, જેથી તે પોતાની પસંદ અને શોખ મુજબ કામ જેમ કે પુસ્તક વાંચવાનો શોખ, ગાર્ડનિંગનો શોખ અથવા અન્ય જેને મી ટાઈમમાં પૂરું કરી શકે, તેના માટે કપલ્સે એકબીજાને મી ટાઈમ અચૂક આપવો જેાઈએ.

સંબંધની મજબૂતી માટે
કરવામાં આવેલી મદદ માટે આભાર વ્યક્ત કરો.
એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકો.
એકબીજાની ચિંતા કરો.
એકબીજાની વાતને પૂરી સાંભળો પોતાની કોઈ વાત જબરદસ્તી ન થોપો.
એકબીજાને મહત્ત્વ આપવું જરૂરી.
એકબીજાને સમયસર અથવા વિશેષ પ્રસંગે ગિફ્ટ આપવાનું ન ભૂલો.
એકબીજા પર આરોપપ્રત્યારોપથી બચો.
ઈર્ષાનો ભાવ પેદા ન થવા દો.
– શોભા કટારે.

સ્કૂલમેટ પેરન્ટ્સ સાથે મિત્રતા નિભાવો

૩૮ વર્ષની આબિદા મેરઠથી દિલ્લી નવા જીવન અને આશાઓ લઈને આવી હતી. તે શિક્ષિત અને સિંગલ મધર હતી. ૪ વર્ષ પહેલાં તેના પતિનું ઓફિસમાં કોઈ મહિલા સાથે ચક્કર ચાલતું હતું તો બંને વચ્ચે ઝઘડા થયા પછી વાત ડિવોર્સ સુધી પહોંચી. ૩ વર્ષ લાંબી ચાલેલી કોર્ટ કાર્યવાહીથી આબિદા કંટાળી ગઈ હતી, પણ આ દરમિયાન તેને લડવાની હિંમત મળી ગઈ હતી. આબિદા પિયરમાં રહેતી હતી અને લાંબી કોર્ટ કાર્યવાહીમાં ગૂંચવાતી હતી. જ્યારે તેના ડિવોર્સ થયા ત્યારે તેણે નિશ્ચય કર્યો કે હવે તે પિયરમાં નહીં રહે. તે સ્વાભિમાની હતી. પોતાના માટે ભાભીએ કરેલી ત્રાંસી નજર સમજી ગઈ હતી.
તેણે પિયર અને સાસરી સામે કોઈ ફરિયાદ કર્યા વિના ઘણા સમય પહેલાં દિલ્લી સેટલ થવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તે નોકરી માટે એપ્લાય કરતી રહી. જેવી ડિવોર્સની પ્રક્રિયા પૂરી થઈ તે પિયરથી મદદરૂપ સેટલ થવા લાયક થોડી આર્થિક મદદ લઈને દીકરા સાથે દિલ્લીના લક્ષ્મી નગર વિસ્તારમાં રહેવા આવી ગઈ. તે તેની મમ્મીને થોડા સમય માટે સાથે લાવી હતી, જેથી જ્યાં સુધી બધું ઠીક ન થાય રિયાની સંભાળ લઈ શકે. તે શિક્ષિત હતી તો તેને ગુરુગ્રામની એમએનસીમાં નોકરી મળવામાં વધારે સમય ન લાગ્યો. જેાકે આબિદા દિલ્લી કેટલીય વાર આવી હતી, પણ આવું પહેલી વાર થયું જ્યારે તે પોતાના દમ પર કોઈ મોટી જવાબદારી લઈને અહીં આવી છે. તેના માટે સૌથી વધારે જરૂરી દીકરાનો અભ્યાસ હતો, જે ૮ મા ધોરણમાં ભણતો હતો. નવી અને સારી સ્કૂલમાં એડમિશન કરાવવું અને પોતાના માટે પણ નવું મિત્ર વર્તુળ શોધવું જરૂરી થઈ ગયું હતું.
આબિદાએ દીકરાનું એડમિશન ઈડબ્લ્યૂએસ કોટાના આધારે કેન્દ્રીય સ્કૂલમાં કરાવ્યું. નવી સ્કૂલમાં ગયા પછી રિયાએ નવા ફ્રેન્ડ બનાવી લીધા હતા, જેમાં તેની કોલોનીનો ઋષભ તેનો ખાસ ફ્રેન્ડ બન્યો, જે રિયા સાથે આવતોજતો હતો. હવે આબિદા માટે મુશ્કેલ એ થઈ રહ્યું હતું કે તે જેાબ કરતી હતી તો દીકરાની એક્ટિવિટી પર એક મા અને જવાબદાર વ્યક્તિ હોવાથી ઓછું ધ્યાન રાખતી હતી. તેની પાસે દીકરાને લઈને જે જણકારી હતી, તે માત્ર પોતાની મા તરફથી હતી. તેણે વિચાર્યું કે તેનું સમાધાન મળતા તેને વાર ન લાગી. તેના માટે સૌથી સારું હતું કે રિયાની સ્કૂલ મેટ્સ કે તેના મિત્રોના પેરન્ટ્સની નજીક આવે. તેના ૨ ફાયદા હતા કે એક તેનું ફ્રેન્ડ સર્કલ વધતું અને પોતાની દીકરીની સેફ્ટી અને એક્ટિવિટીને લઈને નિશ્ચિંત રહેતી. સારું એ રહ્યું કે તેની ઓળખાણ પહેલાં જ ઋષભની મમ્મી રીના સાથે થઈ ગઈ હતી. વાત, વ્યવહારમાં રીના સારી હતી, પણ વધારે વાત નહોતી થઈ શકી. હવે આબિદાએ ફરીથી વાત કરવી શરૂ કરી તો રીના થ્રૂ રિયાના કેટલાય સ્કૂલમેટ્સ તેના ફ્રેન્ડ સર્કલમાં જેાડાતા ગયા. તેઓ ન માત્ર આ સર્કલ થ્રૂ પોતાના બાળકોના પરસ્પર બોંડિંગની કડી બની રહ્યા હતા, પરંતુ સ્કૂલની કમીની ચર્ચા અને સમય આવતા સ્કૂલ સુધી ફરિયાદ પહોંચાડવાથી સંકોચાતા નહોતા. આ સ્થિતિમાં તે પોતાના કામ સાથે પોતાના બાળકોની દેખરેખ નિભાવી રહ્યા હતા.

જરૂરી નથી આવું થાય
પેરન્ટ્સની પોતાના બાળકોના સ્કૂલમેટ પેરન્ટ્સ સાથે મિત્રતા અથવા ઓળખાણ થવી મોટી વાત નથી. બાળકોને સ્કૂલ મૂકવા જતા અથવા ઘરે લાવતી વખતે મુલાકાત થઈ જાય છે. કેટલીય વાર દર મહિને થતી પેરન્ટ્સ મીટિંગમાં આ મુલાકાત ગાઢ બની જાય છે. કેટલીય વાર એવું થાય છે કે એક કોલોનીમાં રહેતા બાળકો એક જ સ્કૂલમાં જાય છે. બીજી બાજુ સ્વાભાવિક રીતે પેરન્ટ્સ પર પેરન્ટિંગ પ્રેશર રહે છે કે તેઓ અન્ય પેરન્ટ્સ સાથે મિત્રતા કરે. આવું કરવું ખોટું નથી, કારણ કે જે સમયે તમારું બાળક તમારી નજરથી દૂર જાય છે ત્યારે તમને તેના વિશે પૂરી ખબર હોવી જેાઈએ. તે કોની સાથે વધારે સમય વિતાવે છે? તેનો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? સ્વભાવ કેવો છે? તેના પેરન્ટ્સનો નેચર કેવો છે?
દરેક માતાપિતા પોતાના બાળકો માટે કેરિંગ હોય છે. તેઓ ઈચ્છે છે કે બાળકોનું હંમેશાં ધ્યાન રાખે. તેના માટે તેમના ફ્રેન્ડ્સના પેરન્ટ્સ સાથે મિત્રતા કરવી પડે તો ખોટું નથી. મિત્રતા વધારવી એ કોઈ પણ રીતે ખોટું નથી. તે તમારા જીવનમાં સરપ્લસ જેવા હોય છે, જેમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, હરવાફરવા લઈ જઈ શકો છો, તેમની જાણકારી લઈ શકો છો.
તેમ છતાં જે વાત ધ્યાન રાખવા જેવી વાત છે કે જરૂરી નથી કે બીજા તેમની સાથે થયેલી મિત્રતાના પોતાના ‘ઈફ એન્ડ બટ’ છે. કેટલાય પેરન્ટ્સ આ પ્રકારની મિત્રતાને વધારે મહત્ત્વ નથી આપતા, પરંતુ જે તેને મહત્ત્વ આપે છે તેણે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, જેથી મિત્રતા પોતાની હદમાં રહેતા સ્મૂથ ચાલે.

ધ્યાન રાખવાની જરૂર
અલગઅલગ ઈન્ટરેસ્ટ : તમારી સાથે જેાડાતા લોકો જરૂરી નથી કે તમારા જેવી પસંદ રાખે મોટાભાગની મિત્રતા એ વાત પર આવીને તૂટી જાય છે કે ‘ભાઈ તેનામાં અને મારામાં કોઈ મેળ જ નહોતો.’ જેવા અન્ય માતાપિતા હંમેશાં ફિલ્મ વિશે વાત કરે છે અને તમે ફિલ્મના શોખીન નથી કે જેા તે ઘરની સજાવટ વિશે વાત કરે છે અને તમે ઘરેલુના બદલે બહારના કામમાં વધારે રસ દાખવો છો તો વાતચીત કરવાની નથી આવતી. આ સ્થિતિમાં જરૂરી છે કે અલગઅલગ રુચિ હોવા છતાં કંટાળવાને બદલે રુચિ લેવી કે તેના માટે કોશિશ કરવી સૌથી સારો ઉપાય છે અથવા તો તે કામ વિશે વાંચીને રુચિ જગાડી શકો છો.
પેરન્ટિંગને લઈને અલગઅલગ વિચારો : શક્ય છે તમે સોફ્ટ પેરન્ટિંગને યોગ્ય માનો છો અને અન્ય માતાપિતા પોતાના બાળકો પર વધારે અનુશાસનનો ઉપયોગ કરતા હોય અથવા શક્ય છે તમે બાળકો માટે વધારે ફ્રી માઈન્ડના છો અને તમને લાગે છે કે અન્ય માતાપિતાની શૈલી વધારે કેરિંગ છે. પેરન્ટિંગની રીતમાં અંતર સામાન્ય વાત છે અને તેને ‘જીવો અને જીવવા દો’ સાથે છોડવા બેસ્ટ એપ્રોચ છે. આ રીતે તમે તેમની આસપાસ અથવા બાળકોને તેમની આસપાસ રાખવામાં કંફર્ટ નથી, જેમ કે કોઈ પેરન્ટ્સ બાળકો પર મારપીટનો ઉપયોગ કરતા હોય તો તમે મિત્રતા તોડી શકો છો.

મિત્રતા મેનેજ કરવાની ટિપ્સ
સ્ટેટસ અને જાતિધર્મ પર ન જાઓ : લગ્નપ્રસંગે ભારતમાં જાતિ, ધર્મ અને સ્ટેટસને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ બીમારી સમાજના દરેક ખૂણામાં ફેલાયેલી છે. એટલી કે જ્યારે મિત્ર બનાવો છો ત્યારે પણ જુઓ છો. ત્યાં સુધી કે બાળકોને પણ મિત્રતા કરવાથી અટકાવો છો. કોઈ બિનધર્મ અથવા જાતિ સાથે મિત્રતા થઈ જાય તો કોઈ ને કોઈ રીતે તેને અહેસાસ કરાવવામાં આવે છે કે તે સમાન નથી. એવું બિલકુલ ન કરો. સમાજ બદલાઈ રહ્યો છે. સ્વયંને બદલો. આ બધી જૂની વાતો બકવાસ થઈ રહી છે.
વિવાદિત વિષય પર ન ગૂંચવો : તમે ગમે તેટલા પેશનેટ છો ધર્મ અથવા રાજકીય વિષય પર ચર્ચા કરવા માટે ફેક્ટ એ છે કે જરૂરી નથી કે બીજા તમારી સાથે સહમત હોય. કેટલીય વાર પોતાના વિધર્મી મિત્ર સાથે ધાર્મિક મુદ્દા પર ચર્ચા કરવાથી સમસ્યા થઈ શકે છે.
પીઠ પાછળ બૂરાઈ નહીં : થાય છે શું કે કેટલીય વાર બાળકોના પેરન્ટ્સ પરસ્પર મળે છે ત્યારે કોઈ ત્રીજા વિશે કાનાફૂસી શરૂ કરે છે. બીજા વિશે ખોટી ચર્ચા કરવા લાગે છે. મહિલાઓમાં વધારે જેાવા મળે છે. ધ્યાન રાખો કે જેની સાથે તમે કોઈ વાત શેર કરી રહ્યા છો તે માત્ર પર્ટિક્યુલર ટાઈમ માટે તમારા મિત્ર બને છે. આવું કરવાથી તમારી ઈમેજ બગડી શકે છે. શક્ય છે કે કોઈ તમારી પીઠ પાછળ તમારી વાત કરતું હોય.
ગ્રૂપ સાથે ફરો : કોઈ દિવસ તમે બધા બાળકો અને પેરન્ટ્સ પિકનિક મનાવવા જઈ શકો છો. આવું કરીને ન માત્ર બાળકોના બોન્ડિંગ મજબૂત થશે, તેની સાથે તમે પણ એકબીજાને સારી રીતે ઓળખી શકો છો. તેના માટે કોઈ બગીચો પસંદ કરી શકો છો અથવા મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ, મૂવી પ્લાન બનાવી શકો છો, પરંતુ ધ્યાન રાખો સારું કન્વર્સેશન જ કરો.
મર્યાદા રાખો : નવા મિત્રો સાથે સંપર્ક ખૂબ સહેલાઈથી બની જાય છે, પણ તે મિત્રતામાં સહજ થવું મુશ્કેલ છે. પોતાની આઝાદીની સાથે મિત્રતા નિભાવવી પણ જરૂરી છે. એવામાં જરૂરી નથી કે સંબંધને મજબૂત બનાવવા માટે તેમને તમારી પર્સનલ સ્પેસમાં એન્ટ્રિ આપો. તેમનાથી એક અંતર જાળવી રાખો. બાળકોના સ્કૂલમેટ્સ પેરન્ટ્સને બહાર સુધી સીમિત રાખો. મિત્રતા ઘરની બહાર રહે તો વધારે સારું. તમારા પોતાના નિયમો પર ચાલો.
– રોહિત.

૬ સંકેત જાણો યુવતી સિંગલ છે કે નહીં

યુવાવસ્થાનું પગથિયું ચઢતા જ દરેક યુવક ઈચ્છે છે કે તેની કોઈ ગર્લફ્રેન્ડ હોય, પરંતુ યુવકો સાથે સમસ્યા ત્યારે થાય છે જ્યારે તેમને કોઈ યુવતી ગમી જાય છે, પરંતુ તે સમજી નથી શકતા કે તે યુવતી સિંગલ છે કે ઓલરેડી એંગેઝ્ડ એટલે કે યુવતીનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં. અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેનાથી આ વાત જાણી શકો છો કે જે યુવતીને તમે મનોમન પસંદ કરી રહ્યા છો, તે સિંગલ છે કે પછી પહેલાંથી કોઈ બોયફ્રેન્ડ છે.

સમવયસ્ક સાહેલીથી ઘેરાયેલી સિંગલ યુવતી
સિંગલ યુવતીઓની સૌથી મોટી ઓળખ એ છે કે તે સાહેલીઓથી ઘેરાયેલી રહે છે. જે યુવતીને તમે પસંદ કરો છો, તે ભલે ને હાટ બજારમાં હોય કે પછી કોઈ પાર્કમાં, જેા તે સાહેલીઓ સાથે દેખાય, તો તેનો સીધો અર્થ છે કે તેનો હજી સુધી કોઈ બોયફ્રેન્ડ નથી. આવી યુવતી સાથે જેા પ્રયાસ કરશો તો તેની સાથે તમારી મિત્રતા થઈ શકે છે.

રેસ્ટોરન્ટમાં સિંગલ યુવતીનો વ્યવહાર
કોઈ યુવતી સાથે તેની મિત્ર યુવતીઓ રેસ્ટોરન્ટમાં ઘૂસતા જ તેનું ટેબલ શોધે છે, જેની પર તે રોજ પોતાના બોયફ્રેન્ડ સાથે બેસે છે. આ ટેબલ ખાલી મળતા તે ખુશ થઈ જાય છે. આવી યુવતીઓ વારંવાર ઘડિયાળમાં સમય જુએ છે જેમ કે પોતાના બોયફ્રેન્ડ વિના તેમને એક ક્ષણ નથી ગમતું. તેનાથી વિપરીત નાસ્તા અને લંચ માટે રેસ્ટોરન્ટમાં આવેલી સિંગલ યુવતીઓ પોતાની આસપાસ બેઠેલા યુવાન કપલને ચુપચાપ જુએ છે, જેથી અન્ય લોકોની સમક્ષ જાહેર ન થાય એવી નજરથી નિહાળે છે. સિંગલ યુવતીઓ ત્યાં બેઠેલા કપલના વ્યવહાર અને વાતમાં રસ લે છે, જ્યારે જેા યુવતીને બોયફ્રેન્ડ હોય છે તે યુવતીઓ પોતાનામાં મસ્ત રહે છે. તેમની નજર પોતાના બોયફ્રેન્ડની રાહ જેાવામાં દરવાજા પર કેન્દ્રિત રહે છે.

નજર મિલાવો ક્યારેક નજરઅંદાજ પણ કરો
સિંગલ યુવક જ નહીં, સિંગલ યુવતી પણ પોતાના માટે એક આકર્ષક બોયફ્રેન્ડ શોધે છે. સિંગલ યુવતીઓની નજર પણ પોતાના માટે એક સુયોગ્ય બોયફ્રેન્ડની શોધમાં રહે છે. જેા કોઈ યુવતી ત્રાંસી નજરે તમને નિહાળે, પરંતુ તેના ફેસ પર સ્મિત રેલાઈ જાય તો તેનો સીધો અર્થ છે કે તેના મનમાં તમારા પ્રત્યે પ્રેમનું બીજ ફૂટવા લાગ્યું છે અને તમને મનોમન પસંદ કરી રહી છે તથા પહેલાંથી એંગેઝ્ડ નથી એટલે કે સિંગલ છે.

બોડી લેંગ્વેજ
બોડી લેંગ્વેજનો પ્રેમ સાથે ગાઢ સંબંધ છે. પ્રેમની પરખ કોઈ યુવતીની બોડી લેંગ્વેજ વાંચીને સરળતાથી જણાવી દે છે કે તે કોઈના પ્રેમપાશમાં પહેલાંથી જ છે કે પછી તેને કોઈ પ્રેમીની શોધ છે. કોઈની સાથે જેાડાવાથી યુવતીઓમાં એટલો વિશ્વાસ આવી જાય છે કે પુરુષોની ભીડમાંથી એકલા પસાર થવું તેના માટે સામાન્ય વાત હોય છે, જ્યારે સિંગલ યુવતીઓ પુરુષોની ભીડમાં અસહજ અનુભવે છે અને ખૂબ જલદીથી તે ભીડમાંથી નીકળવા માંગે છે.

સિંગલ યુવતીની યુવકોમાં દિલચસ્પી
બોયફ્રેન્ડ સાથે દિલથી જેાડાયા પછી મોટાભાગની યુવતીઓ અન્ય યુવકો સાથે લાંબીલાંબી વાતો કરવી નથી ગમતી અને ન બીજા યુવકો સાથે તે ફ્રેન્ડલી થવાની કોશિશ કરે છે. કોઈ યુવક તેની સાથે વાતોનો સિલસિલો જાળવીને તેની સાથે ફ્રેન્ડલી થવાની કોશિશ કરે છે, તો તે બોર થઈ જાય છે. પરંતુ સિંગલ યુવતીઓ સુંદર અને આકર્ષક કોઈ પણ યુવકની વાત દિલથી સાંભળે છે. વાતોનો વિષય જેા ફિલ્મ, ફેશન કે કોઈ યુવકયુવતી પ્રેમ સાથે જેાડાય છે, ત્યારે સિંગલ યુવતીઓ આવી વાતોને ન માત્ર રસપૂર્વક સાંભળે છે, પરંતુ આવા ગપ્પાબાજ યુવકને તે સમય આપે છે. રસપ્રદ વાતના માધ્યમથી સિંગલ યુવતીઓ સાથે મિત્રતાની શરૂઆતને એક સારી રીત માનવામાં આવે છે.

બ્રેકઅપ પછી બની સિંગલ યુવતી
વર્ષો સુધી કોઈ યુવક સાથે મિત્રતા રહ્યા પછી તે યુવક સાથે બધા સંબંધ પૂરા થતા એક વાર ફરીથી સિંગલ થયેલી યુવતી સાથે જેા મિત્રતા કરવાની તક મળે, તો માત્ર એમ વિચારીને તે યુવતી સાથે મિત્રતા કરવાથી પરેજ ન કરો કે તેને પહેલાં કોઈ છોડી ચૂક્યું છે અથવા આ શું મિત્રતા નિભાવશે? આવી માનસિકતા વાજબી નથી, કારણ કે મિત્રતા તૂટવા પાછળ કેટલાય કારણ હોય છે, પારિવારિક કારણ હોય છે. હકીકત એ છે કે વર્ષો સુધી કોઈની સાથે મિત્રતા રહ્યા પછી એક વાર ફરીથી સિંગલ યુવતી મિત્રતા અને પ્રેમના મુદ્દા પર અન્ય સામાન્ય યુવતીની સરખામણીમાં વધારે સંવેદનશીલ હોય છે. આવી યુવતીઓ મિત્રતા અને પ્રેમના સંબંધની કદર કરે છે અને ધીરગંભીર હોય છે. આવી કોઈ સિંગલ યુવતી સાથે મિત્રતા કરવાની તક મળે તો તરત જ તેનો ઉપયોગ કરો. આવા સંબંધને લઈને ભવિષ્યમાં તમને ક્યારેય કોઈ પસ્તાવો નહીં થાય. આ વ્યવહારિક સત્ય છે.
– રવિ શોરી નીના.

બાળકો પણ બનશે બેસ્ટ ફ્રેન્ડ

અમિત ૧૦ વર્ષનો છે. આજે તે પૂરા ઘરમાં એકલો હતો, કારણ કે તેની માને અચાનક પોતાના પિતાની ખરાબ તબિયતના લીધે હોસ્પિટલ જવું પડ્યું હતું. તે સમયે અમિત સ્કૂલમાં ભણતો હતો, તેથી તેની માએ પાડોશણને અમિતનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.
અમિત સ્કૂલેથી આવ્યો ત્યારે થોડી વાર બાજુમાં રહેતા આંટીના ઘરે રોકાયો, પરંતુ થોડી વાર પછી પોતાના ઘરે આવી ગયો અને દરવાજેા બંધ કરીને ઊંઘી ગયો. લગભગ ૧ કલાક પછી તે જાગ્યો ત્યારે ઘરમાં એકલો હોવાથી ડરવા લાગ્યો. તેને વારંવાર લાગ્યું જાણે કે દરવાજાની બહાર કોઈ ઊભું છે. તેણે દરવાજેા ખોલીને જેાયું.
બહાર કોઈને ન જેાતા તે વધારે ડરી ગયો. તેને એ વાતનો પણ ડર લાગી રહ્યો હતો કે હવે મમ્મી પાછી નહીં આવે. તે તેનાથી નારાજ થઈ ગઈ છે, જેથી તેને સજા મળી શકે. તેની એટલી પણ હિંમત ન ચાલી કે તે બાજુમાં રહેતા આંટીના ઘરે ચાલ્યો જાય.
અમિત વિચારી રહ્યો હતો કે જાણે કોઈ અજાણી વ્યક્તિ આવશે અને તેને અપહરણ કરીને લઈ જશે. તેને પોતાના પપ્પા પર પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કે તેઓ પણ તેના વિશે વિચારી નથી રહ્યા. બધાએ તેને એકલો મૂકી દીધો છે.
આ ઉદાહરણ છે એક એવા પેરન્ટ્સ અને ચાઈલ્ડની રિલેશનશિપનું જેમાં એકબીજા સાથેનું બોન્ડિંગ મજબૂત નથી. બાળકને પોતાના પેરન્ટ્સ પર ભરોસો નથી. તેનું પરિણામ એ આવ્યું કે એકલા રહેવા પર તેને જાતજાતની ચિંતા અને ડર સતાવવા લાગ્યો છે. તેને એ વાતનો વિશ્વાસ નથી કે તેના પેરન્ટ્સ તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે ન હોવા છતાં તેઓ તેની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તેને એ વાતનો ડર છે કે શું ખબર મા પોતાની પાસે પાછી આવશે કે નહીં.
જેા બાળકો સાથે માબાપનો સંબંધ મજબૂત હોય તો બાળકો મોટા થઈને સમજદાર, નીડર અને વ્યવહારુ બને છે, પરંતુ જેા કોઈ બાળકને બાળપણમાં પોતાના માતાપિતાનો પ્રેમ ન મળી શકે તો બાળપણથી તેના મનમાં ડર પેદા થાય છે. તેના લીધે તે ડિપ્રેશનનો શિકાર બની શકે છે. તેથી બાળકોના ઉત્તમ ભવિષ્ય અને પરિવારમાં ખુશીઆનંદને જાળવી રાખવા માટે પેરન્ટ્સનો પોતાના બાળકો સાથેનો મજબૂત સંબંધ ખૂબ જરૂરી છે.
આવો, જાણીએ પોતાના બાળકો સાથે ઉત્તમ બોન્ડિંગ શેર કરવા માટે તમારે શું કરવું જેાઈએ :

પોતાના ઉદાહરણ આપવાથી દૂર રહો
દરેક બાળકનો ઉછેર એક અલગ વાતાવરણ અને અલગ સમયમાં થતો હોય છે. તેથી બાળકો સાથે બોન્ડિંગ બનાવવામાં પોતાના સમયના ઉદાહરણોનો ઉપયોગ ન કરો કે હું આવું કરતો હતો, તેથી બધા મને ખૂબ પ્રેમ કરતા હતા. ઉદાહરણ રૂપે જેા તમે પોતાના બાળકને એમ કહો છો કે હું આંબાવાડિયામાંથી મીઠી કેરી તોડીને લાવતો હતો અથવા પાડોશના કમલા આંટીની શાકભાજીની થેલી તેમના ઘરે પહોંચાડી આવતો હતો ત્યારે મા ખૂબ ખુશ થતી હતી. જેાકે આવી વાતનું કોઈ મહત્ત્વ નથી હોતું, કારણ કે આજકાલ ઘરની આસપાસ આવા ફળોના બગીચા નથી હોતા કે ન આડોશપાડોશના લોકોમાં એટલો ભાઈચારો હોય છે. આજે મોબાઈલ પર એક ઓર્ડર આપો અને સામાન તમારા ઘરે આવી જાય છે. તેથી પોતાના બાળકોને આજના સમય પ્રમાણે ઉદાહરણ આપો અને તેમને પોતાના જેવા બનાવવાનો ક્યારેય પ્રયાસ ન કરો. તેમની સાથેના ઉત્તમ બોન્ડિંગ માટે તમારે પણ તેમની જેમ વિચારવું પડશે અને પોતાને તેમની જગ્યાએ મૂકીને સ્થિતિને અનુભવવી જેાઈએ.

અલગથી સમય ફાળવવાની જરૂર નથી
જરૂરી નથી કે તમે બાળકો માટે પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી અલગ સમય ફાળવો, પરંતુ પોતાની નિયમિત દિનચર્યા દરમિયાન તેમની સાથે સમય પસાર કરાવી શકો છો. દાખલા તરીકે, ખાવાનું ખાતી વખતે દિવસભરની તેમની વાત જણાવવા કહો, તેમની સમસ્યા સાંભળો. ખાધાપછી ચાલવા જતી વખતે તેમને તેમની સમસ્યાનું સમાધાન જણાવો. કપડા પ્રેસ કરતી વખતે બાળકો સાથે હસીમજાક કરો. બાળકોને સ્નાન કરાવતી વખતે અથવા કપડાં પહેરાવતી વખતે તેમને પોતાના મનની વાત કહેવા પ્રોત્સાહિત કરો. બાળકોને હાલરડા કે ગીતો ગાઈને ઊંઘાડતી વખતે પણ તમે સપનાની વાત કરતાંકરતાં તેમને પોઝિટિવ એનર્જી આપી શકો છો. જેા તમે ઘર પર ન હોય તો પણ ફોનથી તેમની સાથે કનેક્ટ રહો. તેમની સાથે એવો સંબંધ બનાવો કે જ્યારે તમે તેમની સાથે ન હોય તો પણ તેઓ સંબંધની આત્મીયતા અને હૂંફ અનુભવી શકો.

વિશ્વાસ પેદા કરો
તમારા બાળકો સાથેનું તમારું બોન્ડ એવું હોવું જેાઈએ કે તમારી ગેરહાજરીમાં પણ બાળકો તમે જણાવેલી વાત અને સલાહનું અનુકરણ કરે અને નીડર બનીને પોતાની જિંદગી જીવે. તેમને અહેસાસ કરાવતા રહો કે તમે હંમેશાં તેમની સાથે છો તેમજ કઈ પણ ખોટું થશે તો પણ તમે સંભાળી લેશો. પોતાના બાળકોના દિલમાં પોતાના અને સંબંધો પ્રત્યે એટલો વિશ્વાસ ભરો કે મોટા થયા પછી પણ તેઓ હિંમતવાન અને દઢ મજબૂત વ્યક્તિત્વના માલિક બની શકે. કોઈ પણ બાળકના ભવિષ્યનો પાયો બાળપણમાં મજબૂત રીતે મૂકવામાં આવે છે. તેથી તમારે પણ તેમના આ બાળપણને પોતાના પ્રેમ, વિશ્વાસ અને વ્યવહારથી એ રીતે સીંચવો જેાઈએ કે તેઓ સમાજમાં માથું ઊંચું રાખીને નીડર બનીને જિંદગી જીવે.

બાળકો પ્રત્યે દર્શાવો પોતાનો પ્રેમ
બાળકોને પોતાના માતાપિતા તરફથી પ્રેમ અને આત્મીયતાની ખૂબ જરૂર પડે છે અને તેઓ એવી આશા પણ રાખે છે. જેાકે માબાપ પણ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ માબાપ ઘણું ખરું એટલા ઉત્સાહથી બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા. જેા તમે પણ આવું કરી રહ્યા હોય તો બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની થોડી વધારે તક શોધો. પ્રેમ એક એવી દવા છે જે દરેક સમસ્યા ઠીક કરી શકે છે અને સંબંધને મજબૂત કરવાની શક્તિ ધરાવે છે.
બાળકોને રોજ કોઈને કોઈ રીતે જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. ઉદાહરણ રૂપે, બાળકોના લંચબોક્સમાં એક વહાલભરી લાગણીસભર નોટ લખીને મૂકી દો. પોતાના બાળકોને રોજ અહેસાસ કરાવો કે તેઓ તમારા માટે કેટલા જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. તમારો અનહદ પ્રેમ મળવાથી બાળકોનું તમારી સાથેનું બોન્ડિંગ મજબૂત બનશે.

બાળકોને સુરક્ષિત વાતાવરણ આપો
જેમજેમ બાળકો મોટા થાય છે તેમતેમ તેમનામાં ઘણી બધી વસ્તુ પ્રત્યે ઉત્સુકતા વધવા લાગે છે. મિત્રો સાથે સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન જેવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક આદતો પણ આ સમયગાળા દરમિયાન બાળકોમાં પડી શકે છે. આ વાત ધ્યાનમાં રાખતા બાળકોને ઘર અને બહાર સુરક્ષિત રાખવાના પ્રયાસ કરો.
બાળકોની જરૂરિયાતને પૂરી કરવાના પ્રયાસની વચ્ચે તેમને એ વાત સમજાવો કે તેમણે શું કરવું જેાઈએ અને શું ન કરવું જેાઈએ. ગેઝેટ્સ, સ્મોકિંગ, ડ્રિંક્સ જેવી લલચામણી પરંતુ હાનિકારક વસ્તુના નુકસાન વિશે બાળકોને પ્રેમથી સમજાવો. સાથે આ બધાની વચ્ચે તેમને વિશ્વાસ અપાવો કે કોઈ પણ પ્રકારની જરૂરિયાત સમયે તમે તેમની સાથે રહેવાના છો.

બાળકોની વાત ધીરજથી સાંભળતા શીખો
કોઈ પણ વાત સમજવા અને તેના પર પોતાના વિચાર રજૂ કરવા માટે જરૂરી છે કે સૌપ્રથમ તે વાતની તમને પૂરી જાણકારી હોવી જેાઈએ. તેથી જ્યારે પણ બાળકો તમારી પાસે કોઈ પણ સમસ્યા વિશે વાત કરવા આવે ત્યારે તેમની વાત શાંત રહીને ધીરજથી સાંભળો. આમ કરીને તમે તેમની સમસ્યાને ન માત્ર ઉકેલવામાં મદદરૂપ બની શકશો, પરંતુ તેઓ તમારા પર વિશ્વાસ કરવા લાગશે.

દિવસમાં એક વાર સાથે ભોજન લો
જે પરિવારમાં બધા સભ્યો એકસાથે બેસીને ભોજન કરે છે તેમની વચ્ચે પ્રેમ અને આત્મીયતા જળવાઈ રહે છે. આ નિયમ તમે પોતાના બાળકો સાથેના પોતાના સંબંધને મજબૂત બનાવવા અપનાવી શકો છો. દરરોજ ઓછામાં ઓછા અડધા કલાક માટે એવો સમય કાઢો જેને તમે માત્ર બાળકો સાથે વિતાવી શકો.
આ વાત માટે લંચ અથવા ડિનરનો સમય સૌથી ઉત્તમ રહે છે. આ સમય દરમિયાન તમે સાથે ખાવાનું ખાવાની સાથે એકબીજાની પસંદનાપસંદ વિશે જાણી શકશો. ભોજન પછી શક્ય હોય તો બાળકો સાથે થોડો સમય ભોજન પછી ચાલવા જાઓ. આ દરમિયાન તમે તેમની સ્કૂલ કે કોલેજ, શિક્ષણ, મિત્રો તેમજ કરિયર પ્લાન વિશે વાત કરી શકો છો.

સમજાવ્યા વિના ગુસ્સો ન કરો
બાળકો ક્યારેક-ક્યારેક એવી ભૂલ કરી દેતા હોય છે જેના માટે માતાપિતાને તેમને ઠપકો આપવો પડે છે, પરંતુ બાળકો સાથે શાંતિથી વાત કર્યા વિના ગુસ્સો કરવાથી તેમનો સ્વભાવ ચીડિયલ અને નકારાત્મક બની શકે છે. તે તમને ખોટા સમજવા લાગે છે. આ સ્થિતિમાં તમારે તેમની સાથે સંયમથી કામ લેવું જેાઈએ. તમે જે કઈ પણ તેમને ગુસ્સામાં બોલી દેશો તો તેની બાળકો પર ખરાબ અસર પડી શકે છે. તેથી પોતાના ગુસ્સા પર કાબૂ રાખો અને બાળકોને એવી બધી વાત સમજાવો કે તેણે ખોટું શું કર્યું છે અને હવે પછી તે નહીં કરે.

દરેક સમયે મહેણાંટોણાં ન મારો
કેટલાક માતાપિતાને આદત હોય છે કે તેઓ પોતાના બાળકને બીજા બાળકોથી વધારે શ્રેષ્ઠ જેાવા ઈચ્છતા હોય છે. આ સ્થિતિમાં બાળક કઈ સારું કરે તો પણ તેને સતત તેના કરતા વધારે સારું કરવા માટે ટોકતા રહેતા હોય છે. તમારા આ વ્યવહારથી બાળક ઘણું ખરું નેગેટિવ બની જાય છે. તેથી ધ્યાન રાખો, તમારે પણ બાળકના વખાણ કરવા જેાઈએ અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જેાઈએ.
જે બાળક કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતું હોય અને વિજયી બન્યું હોય તો તેની પ્રશંસા કરો. ઘણી વાર માતાપિતા બીજા લોકો સામે તેમને મહેણાંટોણાં મારતા હોય છે, જેની બાળકો પર ખૂબ ખરાબ અસર થાય છે. આમ કરવાથી બાળકો તમારાથી દૂર જવા લાગે છે અને તેમના મનમાં તમારા પ્રત્યે નફરત પેદા થઈ શકે છે.

ઈમોશનલ બાળક સાથે બોન્ડિંગ
તમારું બાળક વધારે ઈમોશનલ હોય તો ધ્યાન રાખો કે આવા બાળકો નાનીનાની વાતને પણ દિલ પર લેતા હોય છે અને દુખી રહેવા લાગે છે. આમ પણ આવા ઈમોશનલ બાળકોને સંભાળવા સરળ કામ નથી હોતું. તેમના ઉછેરમાં થયેલી નાનકડી ભૂલ પણ તેમના મન પર જીવનભર માટે ઊંડો આઘાત છોડી જાય છે. બાળપણમાં તેમની સાથે દાખવવામાં આવેલી બેદરકારીના લીધે તેઓ જીવનભર માટે તમારાથી દૂર થઈ જાય છે અને તેમનામાં આવનાર ગુસ્સો બાદમાં એવી જગ્યાએ નીકળી શકતો હોય છે, જેનાથી તમને પણ મોટું નુકસાન થઈ શકે છે.
આ સ્થિતિમાં જરૂરી છે કે બાળપણથી તમે પોતાના બાળકના સ્વભાવ સમજી લો અને તેની ભાવનાને મહત્ત્વ આપો. જે બાળકો વધારે ઈમોશનલ હોય છે તેમની સાથે ક્યારેય કડકાઈ દાખવશો નહીં. આવા બાળકો સાથે પ્રેમથી વાત કરીને તમે પોતાનું કામ કરાવી શકો છો. હકીકતમાં, જે બાળકો વધારે ઈમોશનલ હોય છે, તેઓ વધારે સમજદાર હોય છે. તેથી વધારે કડકાઈ તેમને ખરાબ કરી શકે છે.

જ્યારે તમે હો તેમનાથી દૂર
કેટલાક પેરન્ટ્સ એવા પણ હોય છે જેઓ કામના સિલસિલામાં પોતાના બાળકોથી લાંબો સમય દૂર રહે છે અથવા બીજા શહેરમાં જઈને કામ કે નોકરી કરે છે અને તેના લીધે બાળકોને જરૂરી સમય નથી આપી શકતા. આ સ્થિતિમાં બંને વચ્ચે કોમ્યુનિકેશન ગેપ થવા લાગે છે, જેનાથી પેરન્ટ્સ તથા બાળકો વચ્ચેનું બોન્ડિંગ નબળું પડવા લાગે છે.
આવો જાણીએ આ સ્થિતિમાં બાળકો સાથે મજબૂત સંબંધ બનાવી રાખવા માટે તમે શું શું કરી શકો છો :

બાળકો સાથે જેાડાયેલા રહો
એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે બાળકોથી દૂર છો. જેા તમે ઈચ્છતા હોય કે તેઓ તમારી સાથે જેાડાયેલા રહે તો તમે તેમને કોલ, મેસેજ કે વીડિયો કોલ કરીને જેાડાયેલા રહો. તમારા બાળકોને દિવસભરની વાત પૂછો. તેમની સ્કૂલ તથા મિત્રો વિશે વાત કરો. આમ કરવાથી તમને પણ ગમશે અને બાળકો પણ તમને પોતાની નજીક અનુભવી શકશે.

નાનીનાની પાર્ટી કરો
જ્યારે તમે ઘરે આવો ત્યારે ષમારાં બાળકો સાથે એક સારો સમય પસાર કરો. તેમને ક્યાંક ફરવા લઈ જાઓ અથવા કોઈ ટ્રિપ પ્લાન કરો. પોતાના બાળકોને સરપ્રાઈઝ પાર્ટી આપી શકો છો. બાળકો પણ આ બધી વસ્તુની રાહ જેાતા હોય છે. જ્યારે તમે લાંબા સમય પછી ઘરે જાઓ ત્યારે તેમના માટે કોઈ ને કોઈ ગિફ્ટ જરૂર લઈ જાઓ. તેનાથી બાળકો તમારી આતુરતાથી રાહ જેાવા લાગશે.

પહેલાંથી જણાવો પોતાના આવવાની તારીખ
ઘરમાંથી બહાર જતા પહેલાં બાળકોને જણાવીને જાઓ કે તમે પરત ક્યારે આવવાના છો. આમ કરવાથી બાળકો તમારી રાહ જેાવા લાગશે અને તમારા પ્રત્યેના તેમના પ્રેમમાં પણ વૃદ્ધિ થશે. તમારા આવવાની ખુશીમાં તેઓ એક્સાઈટેડ રહેશે. સાથે તમે બાળકોને એક કેલેન્ડર આપી શકો છો જેના પર બાળકો પાસે તમારા આવવાની તારીખ પર ટિક લગાવડાવો. આમ કરવાથી પણ તમે પોતાના બાળકોના એક્સાઈટમેન્ટમાં વધારો કરી શકો છો.

બાળકો સાથે સમય વિતાવો
જ્યારે તમે લાંબા સમય પછી ઘરે આવો છો, ત્યારે બાળકો પણ ઈચ્છે છે કે તમે તેમની સાથે પોતાનો વધારેમાં વધારે સમય વિતાવો. તેના માટે તમે તેમની સાથે તેમને ગમતી કોઈ રમત રમી શકો છો. આમ કરવાથી તેમને ખૂબ ખુશી થશે. તેમને નવીનવી વસ્તુ શીખવો. તેમની પાસે ક્રિએટિવ એક્ટિવિટી કરાવો. સિંગિંગ, ડાન્સિંગ વગેરેમાંથી જે તેમને ગમતું હોય તે ખૂલીને કરવા દો અને પોતે પણ તેમાં ઉત્સાહથી ભાગ લો.
ગમે તે સ્થિતિમાં પણ તમારે પોતાના બાળકો પર ક્યારેય ગુસ્સો કરવાનો નથી. જે તેમનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ તેમને પ્રેમથી સમજાવો. ઓફિસના ટેન્શન કે થાકના લીધે પોતાના તેમના પ્રત્યેના વ્યવહારમાં બદલાવ ન આવવા દો.
– ગરિમા પંકજ.

નવવધૂ માટે ૧૦ કુકિંગ આઈડિયા

લગ્ન સીઝન શરૂ થઈ ગઈ છે. નવવધૂ પાસે પહેલી વાર સામાન્ય રીતે ગળ્યું બનાવવાની પરંપરા રહી છે, પરંતુ આજકાલ પૂરી ડિશ બનાવવાની ફેશન છે. આજકાલની છોકરીઓ સામાન્ય રીતે નોકરિયાત હોય છે, જેથી તેને ભોજન બનાવવા અથવા શીખવાની તક નથી મળતી.
તેથી લગ્ન પછી સાસરીમાં પહેલી રસોઈ બનાવવામાં કોઈ સમસ્યા ન થાય તેના માટે જરૂરી છે કે તમે પહેલાંથી કુકિંગની થોડીઘણી તૈયારી કરીને જાઓ. અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે સાસરીમાં પહેલી રસોઈ બનાવવામાં તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે :
પહેલાંના જમાનામાં નવવધૂ પાસે પહેલી વાર ગળ્યું બનાવાતું હતું, આજકાલ કંપ્લીટ મીલ બનાવવામાં આવે છે, તેના માટે જરૂરી છે કે તમે પહેલાંથી મગજમાં એક મીલ પ્રિપેર કરીને જાઓ.
સામાન્ય રીતે ટોમેટો સૂપ બધાને ભાવે છે. જ્યારે તમે સ્ટાર્ટરથી શરૂઆત કરો તો ૧ કિલો ટામેટાના સૂપમાં એક સૈશે રેડિમેડ નૌર સૂપ મિક્સ કરો. તેનાથી સૂપનો સ્વાદ અને ઘટ્ટ બનશે. સૂપમાં નાખવા માટે સૂપ સ્ટિકના બદલે બ્રેડના ક્યૂબ્સ રોસ્ટ કરીને નાખો.
સ્ટાર્ટરમાં કોઈ નવો પ્રયોગ કરવાના બદલે પાપડ મસાલા બનાવો. પાપડને વચ્ચેથી ૪ ભાગમાં તોડી લો, પછી તેને તેલમાં શેકી અથવા રોસ્ટ કરીને સર્વ કરો. કાકડી, ટામેટાં, ડુંગળી, લીલાં મરચાંના સેલડને પાપડ પર રાખવાના બદલે પ્લેટમાં સર્વ કરો. આ રીતે પાપડ જલદી નરમ નહીં થાય.
મેનકોર્સમાં પનીરનું શાક પસંદ કરો, કારણ કે પનીરનું શાક મોટાભાગે બધાને ભાવે છે, સાથે શાકને ઘટ્ટ બનાવવા માટે તરબૂચ, શક્કરટેટીનાં બી, કાજુ, સિંગ, તલ અથવા રોસ્ટેડ વેસણમાંથી કોઈ એકનો પ્રયોગ કરો.
શાકની ગ્રેવીમાં તરી લાવવા માટે આખા મસાલાને ૧ મોટી ચમચી દહીં અથવા મલાઈ ફીણીને તેલમાં નાખો.

પરોઠાં, પૂરી અથવા રોટીમાંથી તમે જે પણ બનાવો તેમાં પાલક પ્યોરી નાખીને દૂધથી લોટ બાંધો. તેનાથી પૂરી, પરોઠાનો રંગ અને સ્વાદ બંને ટેસ્ટી બનશે.
તમારી પૂરી, પરોઠાં અથવા રોટી ગોળ નથી બનતી તો વણ્યા પછી તેને કોઈ મોટી વાટકીથી કાપી લો.
ડેઝર્ટમાં સોજી અથવા ગાજરનો હલવો, ગાજર અથવા કેસરની ખીર જેવી સરળ વસ્તુ બનાવવાનો પ્રયાસ કરો. સોજીને પાણીના બદલે દૂધમાં પકાવો. આ રીતે ખીર ઘટ્ટ કરવા માટે મિલ્ક પાઉડરનો ઉપયોગ કરો. આ રીતે હલવો અને ખીર બંનેનો સ્વાદ લાજવાબ અને ટેક્સ્ચર ક્રીમી થશે.
પ્લેન ગાજર, મૂળા, કાકડીનો સેલડ બનાવવાના બદલે સ્પ્રાઉટ અથવા પીનટ સેલડ બનાવવાનો પ્રયાસ કરો. તેના માટે કાકડી, ગાજર, કેપ્સિકમ વગેરેને ૧ ચમચી ઓલિવ ઓઈલમાં ૨-૩ મિનિટ રોસ્ટ કરો. પછી ચાટમસાલો, કાળાં મરી, સંચળ અને લીંબુનો રસ નાખીને સર્વ કરો. શક્ય હોય તો વચ્ચે ટામેટાનું એક ફૂલ બનાવીને મૂકો.
બાળકો માટે નૂડલ્સ, પાસ્તા જેવી કોઈ ડિશ બનાવો. તેનાથી બાળકો તમારા ફેન થઈ જશે, સાથે પરિવારમાં કોઈ વડીલ સાદો ખોરાક ખાનાર છે તો તેમના ડાયટનું ધ્યાન રાખતા દલિયું, ખીચડી બનાવો.
– પ્રતિભા અગ્નિહોત્રી.

મારું ઘર ક્યાં

નીલમના પતિના અચાનક થયેલા મૃત્યુથી તે બંને નાના બાળકો સાથે એકલી પડી ગઈ. ઘરના દીકરાના મૃત્યુ પછી સાસરીના લોકો થોડા દિવસ સારી રીતે રહ્યા, પરંતુ ત્યાર પછી સાસુ અને નીલમ વચ્ચે રોજ કોઈ ને કોઈ વાતને લઈને બોલચાલી થવા લાગી. તે સમયે તેની નણંદ પણ મા સાથે મળીને નીલમને ખરુંખોટું સંષ્ઠળાવી દેતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને નીલમે પતિની કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કર્યો અને તેને નોકરી મળી પણ ગઈ, પરંતુ તેના સાસુના મહેણાટોણા બંધ ન થયા. તેમનું કહેવું હતું કે ભલે ને તું નોકરી કરતી હોય, ઘરના કામકાજ નથી કરતી. મારા માટે તારા બાળકોની દેખરેખ રાખવી અને રસોઈ બનાવવી શક્ય નથી.
ત્યારે નીલમે રસોઈ બનાવવા અને ઘરના બધા કામ માટે એક કામવાળી રાખી લીધી, પરંતુ આમ કરવા છતાં તેના સાસુને સંતોષ ન થયો, કારણ કે તેમના કહેવા મુજબ કામવાળી સારું ખાવાનું બનાવતી નહોતી. સમસ્યા એ દિવસે શરૂ થઈ જ્યારે સાસુ અને નણંદે નીલમને તેના પિયર જવાનું કહી દીધું. નીલમનું કહેવું હતું કે તેની માના ઘરથી તેની ઓફિસ ખૂબ દૂર છે. તે જેાતા ત્યાં જઈને રહેવું શક્ય નથી અને આ ઘર તેનું જ છે ને.
નીલમનો જવાબ સાંભળીને તેના સાસુએ તરત કહ્યું કે ‘‘ના, આ ઘરની માલિકીમાં તારું નામ નથી અને ઘર ખરીદવા તો તારા સસરાએ પૈસા આપ્યા હતા. આ ઘર મારા દીકરા અને તેના પિતાએ ખરીદ્યું હતું. તેથી તારું નામ નથી.’’ આ સમયે નીલમે પણ તરત કહ્યું, ‘‘હું તમારા દીકરાની પત્ની છું અને આ ઘર પર મારો કાયદેસર હક છે.’’
સાસુ બોલ્યા, ‘‘ઠીક છે, કાયદાથી લડી લે, કારણ કે પહેલા તેં સસરાના મૃત્યુ પછી મને અને મારી દીકરીને તારી પાસે નથી રાખ્યા. હું વિવશતાવશ અલગ રહી. હવે તું પણ તે જ જગ્યાએ છે, જ્યાં હું થોડા વર્ષ પહેલાંથી છું.’’ સાંભળીને નીલમને લાગ્યું કે તે હવે આ ઘરમાં નહીં રહી શકે અને શાંતિ માટે આ ઘર છોડવું જ પડશે.
નીલમે પિતાને ફોન કરીને પૂરી હકીકત જણાવી અને પિયરમાં બાળકોને લઈને રહેવા માટે જતી રહી. ત્યાં પણ થોડાક દિવસ ઠીક રહ્યું, પરંતુ ભાઈભાભીના આવતા જ ક્યારેક ખાવા બાબતે તો ક્યારેક બાળકો બાબતે બોલચાલ થવા લાગી. એક દિવસે નીલમે તેની સાહેલીને પોતાની સ્થિતિ જણાવી, ત્યારે સાહેલીએ તેને ભાડાનું મકાન લઈને અલગ રહેવાની સલાહ આપી. આ સમયે નીલમને વિચાર આવ્યો કે બાળકોને એકલા મૂકીને તે નોકરી પર કેવી રીતે જશે? આ પ્રશ્ન પર તેની સાહેલીએ તેને બાળકોને ડે-કેરમાં મૂકવાની સલાહ આપી.
નીલમે પણ આ સલાહ પ્રમાણે જ કર્યું અને થોડા સમય માટે એક નોકરાણી રાખી લીધી. આ સ્થિતિમાં નીલમ જેટલું કમાતી હતી, તેટલું તેના માટે પૂરતું નહોતું, તેથી તેણે રાત્રિના સમયમાં થોડું ડેટા જનરેટિંગનું કામ શરૂ કરી દીધું, કારણ કે તે હવે કાયદાની ઝંઝટમાં પડવા માગતી નહોતી ને પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા લાગી.
આ વાત પરથી જણાય છે કે જે છોકરીના લગ્ન થઈ ગયા પછી કોઈ એકને કોઈ કારણસર સૂટકેસ લઈને બહાર નીકળવું પડે તો તે વ્યક્તિ ખાલી વ્યક્તિ બહાર નીકળતી હોય છે. છોકરી માટે રહેવાની જગ્યા ન તો પિયરમાં હોય છે કે ન સાસરીમાં. આ સ્થિતિ મોટાભાગની મહિલાઓ સાથે થાય છે, પરંતુ ઘણા પુરુષોએ પણ આ સ્થિતિનો સામનો કરવો પડે છે. જે ઘર પત્નીના નામે હોય, કારણ કે આજકાલ મોટાભાગના યુવાનો પોતાના નામે ઘર ખરીદવાના બદલે પત્નીના નામે ખરીદે છે. આમ કરવાથી સરકારી સ્ટેમ્પ ડ્યૂટિ ઓછી લાગે છે, ટેક્સ ઓછો ભરવો પડે છે અને લોનનો વ્યાજદર પણ ઓછો ચૂકવવો પડે છે. આમ ઘણા બધા લાભ થાય છે.
જેા પતિપત્ની બંને કામ કરતા હોય તો બંનેને ટેક્સમાં અલગઅલગ લાભ મળે છે. ઉપરાંત ઘણા બધા શહેરમાં સ્ટેમ્પ ડ્યૂટિ ઓછી ભરવી પડે છે, ઉદાહરણ તરીકે દિલ્લી, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે શહેરમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પર ૧ થી ૨ ટકાની છૂટ મળે છે, પરંતુ બંને વચ્ચે વધારે ઝઘડા થતા મકાનને પોતાના નામે કરાવવામાં પતિને સમસ્યા થાય છે.

પાર્ટનરની ઈચ્છા સમજેા
નીલમ ઉપરાંત આશા પણ આવી જ સમસ્યાનો શિકાર બની હતી. ૧૦ વર્ષના પરિચય પછી તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. આશા બીજા શહેરમાંથી મુંબઈમાં આવીને પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી, કારણ કે તેનું પોસ્ટિંગ મુંબઈમાં થયું હતું.
એક દિવસ આશાને પોતાનો જૂનો સાથી વિમલ મોલમાં મળી ગયો, તે મુંબઈનો રહેવાસી હતો. પહેલા તેને આશ્ચર્ય થયું, પરંતુ વારંવારની મુલાકાત પછી મિત્રતા પ્રેમમાં પરિણમી ત્યારે બંનેએ લગ્ન કરી લીધા અને મુંબઈમાં એક નાનો ફ્લેટ ખરીદીને રહેવા લાગ્યા.
થોડા દિવસ સુધી બધું ઠીક ચાલ્યું, પરંતુ આશાની દીકરી ૬ મહિનાની થઈ, ત્યારે બંને વચ્ચે કામ અને દીકરીની દેખરેખને લઈને ઝઘડા થવા લાગ્યા. રોજબરોજની કચકચથી પરેશાન થઈને આશા પોતાની ૬ મહિનાની દીકરીને લઈને વિમલથી અલગ થઈ ગઈ. જેાકે પોતાના પિયર ન જતા આસપાસમાં એક રૂમ ભાડે લઈને રહેવા લાગી.
સવારે દોડધામ કરીને દીકરીનું ટિફિન બનાવીને તેને મા પાસે મૂકી દેતી અને સાંજે ઓફિસથી છૂટીને ઘરે આવતા પોતાની સાથે લઈ આવતી. પછી આશાએ સૌપ્રથમ લોન લઈને એક નાનકડો ફ્લેટ ખરીદી લીધો અને ત્યાં રહેવા લાગી. ત્યારપછી તેણે ક્યારેય પાછું વળીને જેાયું નહીં. આજે તેની દીકરી ૨૦ વર્ષની થઈ છે.

મહિલાઓની આત્મનિર્ભરતા વધી છે
એક સર્વેમાં સામે આવ્યું છે કે મહિલાઓ આજે પોતાના નામે પ્રોપર્ટી ખરીદવા ખૂબ ઉત્સુક હોય છે, કારણ કે તે આર્થિક રીતે આત્મનિર્ભર હોય છે. આ વાતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની ઘરની ખરીદીમાં વનફિફ્થ વધારો થયો છે. રિયલ એસ્ટેટ હવે માત્ર પુરુષપ્રધાન નથી રહ્યું, પરંતુ આજે લગભગ ૩૦ ટકા મહિલાઓ શહેરમાં ઘર ખરીદી રહી છે.
રિયલ એસ્ટેટની સીનિયર કર્મચારી શ્વેતા જણાવે છે કે આજકાલ મહિલાઓ પણ સારી નોકરી અથવા બિઝનેસમાં હોય છે અને તેઓ કાર પહેલાં પોતાની માલિકીનું ઘર ખરીદવા ઈચ્છે છે. જેાકે આ એજ ગ્રૂપ ૨૫ થી ૩૪ નું હોય છે. ઘરની ખરીદી પાછળ મહિલાઓનો હેતુ પોતાના જીવનને સુરક્ષિત બનાવવાનો હોય છે.
મુંબઈમાં બિલ્ડર્સ પણ એકલી રહેતી મહિલાઓ માટે નવીનવી સ્કીમ લોંચ કરતા રહે છે, જ્યાં સુરક્ષા અને શાંતિને પ્રાથમિકતા આપવામાં આવે છે.

પરિવારનું શિક્ષિત હોવું જરૂરી
આ વિષયે મુંબઈના મહિલા એડવોકેટ બિંદુ દૂબે જણાવે છે કે લગ્ન પહેલાં બંને પક્ષે પરિવાર કેટલો શિક્ષિત છે તે જેાવું પણ જરૂરી છે, કારણ કે શિક્ષિત પરિવાર હોય તો તેમની માનસિકતા બદલાવાની શક્યતા રહે છે. ઉપરાંત બંને પરિવાર વચ્ચે એવી સમજૂતી થવી જેાઈએ કે તે દહેજ લેવા કે આપવા પર વિશ્વાસ ધરાવતા નથી, કારણ કે ઘણી વાર છોકરા પણ પોતાના માતાપિતા સામે બોલી નથી શકતા. જ્યારે વાસ્તવમાં છોકરાઓએ કંઈ ખોટું થવા પર મજબૂતાઈથી પેરન્ટ્સનો વિરોધ કરવો જેાઈએ અને તે જરૂરી પણ છે.
દહેજ મુદ્દે છોકરીની લગ્ન સમયે એવી સ્થિતિ સર્જાય છે, જેમાં તે પોતાના પિતાને અસન્માનિત અને વિવશ સ્થિતિમાં જુએ છે. તે સમયે જેાકે તે ચુપચાપ આ બધું સહન કરે છે, પરંતુ તેના મનમાં આ અપમાન ઘર કરી જાય છે અને આ કડવાશને તે લગ્ન પછી કેવી રીતે બહાર કાઢશે તે વિચારવાલાયક છે. આમ થવાથી પરિવારમાં બોલચાલ થાય છે.
તેથી દહેજ લેવા કે આપવાની વાતને લગ્ન પહેલાં સુનિશ્ચિત કરવી જેાઈએ. જેકે ઘણી વાર બધું બરાબર જેાયું હોવા છતાં ખોટું થઈ શકે છે, પરંતુ શકય હોય ત્યાં સુધી બંને પરિવારમાં પારદર્શિતા હોવી જેાઈએ. છોકરા ઉપરાંત પરિવારના શિક્ષિત હોવા પર પરિવારની માનસિકતા અને આદતો સારી હોવાનું આશ્વાસન મળી જાય છે.

એકબીજા સાથે જૂઠું ન બોલો
એડવોકેટ બિંદુ આગળ જણાવે છે કે મારી પાસે એવા ઘણા બધા કેસિસ કોમેસ્ટિક વાયોલંસના આવે છે, જેનું સમાધાન હજી સુધી નથી થઈ શક્યું. પહેલાંથી એકબીજા વિશે જાણકારી ન હોવા પર પણ પાછળથી ખટપટ ચાલતી રહે છે. બંને પરિવાર વચ્ચે આરોપ પ્રત્યારોપ ચાલતા રહે છે. જેાકે પરિવારની એકબીજા સાથે મિલનમુલાકાતથી દીકરી અને દીકરાના પેર્ટ્સને એકબીજાની રહેણીકરણીની જાણકારી મળે છે. આમ પણ લગ્ન પહેલાં છોકરાએ પોતાના ઘરની સ્થિતિને કંઈ છુપાવ્યા વિના છોકરીને જણાવી દેવી યોગ્ય રહે છે. જેાકે બંને વચ્ચે એકબીજા સાથે તાલમેલ બેસાડવામાં સમય લાગે છે. તેમાં સૌથી વધારે જરૂરી છે શિક્ષણ, જેથી એકબીજા સાથે તાલમેલ બેસાડવો શક્ય બને છે.
દીકરીના લગ્ન કરાવતા પહેલાં બીજી કેટલીક વાત પર પણ ધ્યાન આપવાની જરૂર રહે છે :
ઓછું ભણેલીગણેલી, લગ્ન ન કરનાર અને અભણ દીકરીના પેરન્ટ્સે પોતાની દીકરીના નામે થોડીક પ્રોપર્ટીનો ભાગ તેના માટે લખી આપવો જેાઈએ, કારણ કે આજકાલ ઘણી બધી ભણેલીગણેલી છોકરી લગ્ન નથી કરતી. આમ તો કાયદેસર દીકરીને પણ પેરન્ટ્સની પ્રોપર્ટીનો ભાગ મળતો હોય છે, પરંતુ આજના મોટાભાગના પેરન્ટ્સ દીકરાને પોતાની પૂરી પ્રોપર્ટી આપતા હોય છે. તેમનું માનવું હોય છે કે દીકરીના લગ્ન કરાવવામાં ખર્ચ કરવો પડે છે અને તે બીજા ઘરે કાયમ માટે જતી રહે છે. તેથી તેમના શિક્ષણ પાછળ તે વધારે ખર્ચ નથી કરતા, તેમની ઈચ્છા મુજબનું તેમને કામ નથી કરવા દેતા, જ્યારે દીકરાને હાયર એજ્યુકેશન અપાવવા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. આ માનસિકતાના લીધે દીકરીના સાસરિયાને લાગતું હોય છે કે તેમના ઘરમાંથી નીકળી ગયા પછી છોકરી આમતેમ ભટકશે. તેથી પેરન્ટ્સ માટે ઈચ્છનીય છે કે છોકરીઓને પણ પોતાની પ્રોપર્ટીમાંથી થોડો ભાગ કાયદેસર આપવો જેાઈએ.
પહેલું મનદુખ દહેજથી શરૂ થાય છે અને જેનો અંત હજી સુધી નથી થયો. દહેજ એક દૂષણ છે. આજે અભણ છોકરીના લગ્નમાં મુશ્કેલી પડે છે. ભલે ને છોકરીને લગ્ન પછી ઘરે રહેવાનું હોય, તેમ છતાં સાસરી પક્ષને છોકરી ભણેલીગણેલી જેાઈએ છે.
છોકરી વધારે લાલચુ ન હોવી જેાઈએ. પેરન્ટ્સ દ્વારા આપવામાં આવેલી સંપત્તિને ઘણી વાર પતિના કહેવા પર વેચવા રાજી થાય છે. આશ્ચર્યની એક વાત એ છે કે આજે પણ મોટાભાગની છોકરીઓને પોતાના કાનૂની હકની જાણકારી નથી હોતી. બીજી તરફ પરિવાર અને સમાજની માનસિકતામાં બદલાવ હજી ટ્રાન્ઝિશન પીરિયડમાં છે.

ગેરલાભ ઉઠાવે છે
એડવોકેટ બિંદુનું કહેવું છે કે તેમાં નુકસાન પણ છે. કેટલીક છોકરીઓ જેમને કાયદાની જાણકારી છે, તે ચુપચાપ નીકળી શકે છે, તો કેટલીક જાણવા છતાં ઘર છોડીને નથી જતી, કારણ કે તે સંબંધ બગડવા અને બદનામ થવાથી ડરે છે. જ્યારે કેટલીક છોકરીઓ આ કાયદાનો ખોટો લાભ ઉઠાવે છે. મારી પાસે એવા ઘણા બધા પતિ આવે છે, જેમની પત્નીએ કાયદાનો ખોટો ઉપયોગ કરીને પતિના ઘર પર કબજેા કરી લીધો હોય અને પતિ બહાર રહેવા મજબૂર થઈ ગયો છે. છોકરીના સાસુસસરા પણ ત્યાં નથી રહી શકતા.
વાસ્તવમાં અહીં યોગ્ય બેલેન્સ હોવું જરૂરી છે, જેમાં બાળકોના યોગ્ય ઉછેર, તેમની સાથે ખૂલીને વાતચીત કરવી વગેરે દીકરીઓને જાણ હોવી જેાઈએ કે પતિ તેમનું બેંક બેલેન્સ નથી, તેમણે પણ કમાવાનું છે. માત્ર કિચન અને ઘરના કામ કરવા તેમની જિંદગી નથી. શિક્ષિત હોવાથી કામ કરવું અને આત્મનિર્ભર બનવું તેના જીવનની મૂડી છે. માત્ર પારિવારિક ઝઘડા નહીં, પરંતુ પતિના અચાનક મૃત્યુ પછી તેમને કોણ જેાશે? કુલ મળીને શિક્ષણ અને રોજગારની સમાન તક બંનેને મળવી જેાઈએ.
– સોમા ઘોષ.

ઓછા સેક્સની સાઈડ ઈફેક્ટ

એક સરેરાશ વ્યક્તિ પોતાના જીવનમાં ૫,૭૭૮ વાર સેક્સ કરે છે, એવું કહેવામાં આવે છે. જેાકે આ કોઈ પણ વ્યક્તિની અંગત વાત છે, સેક્સની કમીના લીધે શરીર પર શું અસર થાય છે, આવો જાણીએ :
એક્સપર્ટની સલાહ : સેક્સ ડ્રાઈવ માટે કહી શકાય છે કે આ ‘યૂઝ ઈટ અને લૂઝ ઈટ’ નો કેસ છે. ‘‘જે લોકો સેક્સથી દૂર રહે છે તે આળસુ રહે છે અને ધીરેધીરે તેમની સેક્સની ઈચ્છા ઓછી થવા લાગે છે. મારા ક્લાયંટ્સ જણાવે છે ‘આઉટ ઓફ સાઈટ, આઉટ ઓફ માઈન્ડ’ ની વાત આ કેસમાં યોગ્ય બેસે છે.’’ આ કહેવું છે સૈરી કૂપરનું જે સેક્સ થેરપિસ્ટ છે.
લાંબું અંતર યોગ્ય નથી : જ્યારે કેટલીક પ્રૌઢ મહિલાઓ લાંબા સમય પછી સંબંધ બનાવે છે, ત્યારે તેમને લ્યૂબ્રિકેશનની સમસ્યા થાય છે, વજાઈનલ વોલ્સ કમજેાર થાય છે, એસ્ટ્રોજન હોર્મોન્સ ઘટવા લાગે છે. ડોક્ટર લોરેન જણાવે છે, ‘‘૨૦ કે ૩૦ વર્ષની યુવતી જ્યારે સેક્સ નથી કરતી ત્યારે તેમનું એસ્ટ્રોજન હોર્મોન્સ પૂરતું હોય છે, તેમના ટિશ્યૂ હેલ્ધિ રહે છે, લાંબા સમયનું અંતર તેમના માટે યોગ્ય નથી.’’
નિયમિત સેક્સ કરો : સૈરી જણાવે છે, ‘‘જે મહિલાઓ મેનોપોઝની નજીક હોય છે અને સેક્સથી દૂર રહે છે તો જેમજેમ તેમની ઉંમર વધશે વજાઈનલ વોલ્સ કમજેાર થશે અને જ્યારે પણ સેક્સ કરશે, તેમના માટે પેનફુલ રહે છે.’’
શરીર પર અસર થાય છે : પીરિયડ સમયે સેક્સથી મેંસ્ટ્રુઅલ ક્રેંમ્પ ઓછા થાય છે. ડોક્ટર સ્ટ્રેશર જણાવે છે, ‘‘પીરિયડ સમયે સેક્સથી એંડોર્ફિસ વધે છે, જેથી પીરિયડ સમયે થતા દુખાવાથી આરામ મળે છે. યૂટરસ એક માંસપેશી છે, જેથી પીરિયડ સમયે થતા ક્રેંટમ ઓછા થાય છે.’’
પુરુષોમાં કમજેારી : ‘યૂઝ ઈટ અને લૂઝ ઈટ’ ની ફોર્મ્યુલા મતે એક અભ્યાસ પરથી સિદ્ધ થયું છે કે સેક્સની કમીથી પુરુષોમાં શીઘ્ર સ્ખલનની શક્યતા વધે છે. પ્રૌઢ પુરુષોમાં આ વધારે જેાવા મળે છે.
તાણ દૂર કરે છે : નિયમિત સેક્સથી તાણ ઘટે છે. તેની કમીથી બ્લડપ્રેશર વધી શકે છે, સાથે અનેક પ્રકારની સમસ્યા થાય છે. તે વાત પર ધ્યાન આપતા રહો કે તમારા જીવનની દોડધામ, વ્યસ્તતા વચ્ચે સેક્સ ક્યાંક ખોવાઈ તો નથી ગયું. શારીરિક અને માનસિક ફિટનેસમાં સેક્સનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. સેક્સ એક એક્સર્સાઈઝની જેમ લાભદાયક છે, પ્રેમભરી ક્ષણ દરમિયાન તમને તમારી પાર્ટનર માટે પ્રેમ અને મહત્ત્વપૂર્ણ હોવાનો અહેસાસ તમારી આત્મપ્રતિષ્ઠા પણ વધારે છે.
– પૂનમ અહમદ.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો