સ્કિન પર કોઈ પણ પ્રકારના ડાઘધબ્બા કોઈને પણ ગમતા નથી હોતા, પરંતુ ડાઘધબ્બા તો દૂર સ્કિન પર જ્યારે મોટામોટા ઓપન પોર્સ દેખાવા લાગે ત્યારે સ્કિનનું એટ્રેક્શન ઘટવાની સાથે તે ભદ્દી દેખાવા લાગે છે અને ખૂબ સારા સ્કિન પ્રોબ્લેમ જેમ કે ખીલ, બ્લેકહેડ્સ જેવી સમસ્યા પણ પેદા થવા લાગે છે. આમ તો આ સમસ્યાનો સામનો કરવા માટે માર્કેટમાં કેટલાય સોલ્યૂશન ઉપલબ્ધ છે, પરંતુ અમે તમારી સ્કિનને કેમિકલથી દૂર રાખીને તમને કેટલીક એવી હોમમેડ રેમેડીઝ વિશે જણાવીશું, જે સરળતાથી ઉપલબ્ધ થવાની સાથેસાથે તમારી સ્કિનને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં. આવો, આ વિશે ષ્ટણીએ કોસ્મેટોલોજિસ્ટ પૂજા નાગદેવ પાસેથી :

આઈસ ક્યૂબ
શું તમે જાણો છો કે બરફમાં સ્કિન ટાઈટનિંગ પ્રોપર્ટી હોય છે, જે મોટા પોર્સને નાના કરવામાં તથા એક્સેસ ઓઈલને ઘટાડવાનું કામ કરે છે. સાથે તે ફેસિયલ બ્લડ સર્ક્યુલેશનને ઈમ્પ્રૂવ કરીને સ્કિનની હેલ્થને સુધારવાનું કામ કરે છે. તેને એપ્લાય કરવાના થોડા સમયમાં સ્કિન સ્મૂધ અને સોફ્ટ દેખાવા લાગે છે. આ પ્રયોગ માટે તમારે એક સ્વચ્છ કપડામાં બરફને લઈને થોડો સમય તેનાથી સારી રીતે ફેસ પર મસાજ કરો અથવા બરફના ઠંડા પાણીથી પણ તને સ્કિનને વોશ કરી શકો છો. આ પ્રયોગ એક મહિના સુધી રોજ થોડી સેકન્ડ સુધી કરતા રહો, ફરક તમે પોતે જેાઈ શકશો.

એપ્પલ સાઈડર વિનેગર
એપ્પલ સાઈડર વિનેગરમાં એન્ટિ ઈંફ્લેમેટરી તથા એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી હોવાથી તે ખીલને ટ્રીટ કરવાની સાથે સ્કિનના પીએચ લેવલને બેલેન્સમાં રાખે છે. સાથે મોટા પોર્સને નાના કરીને સ્કિન ટાઈટનિંગનું પણ તે કામ કરે છે. આ પ્રયોગ માટે બાઉલમાં એક નાની ચમચી એપ્પલ સાઈડર વિનેગર લઈને તેમાં ૨ નાની ચમચી પાણી મિક્સ કરો. પછી રૂથી આ તૈયાર કરેલ મિશ્રણને ધોઈને તેના પર મોઈશ્ચરાઈઝર એપ્લાય કરો. આ પ્રયોગ થોડા મહિના સુધી અઠવાડિયામાં ૨-૩ વાર કરો. તેનાથી મોટા પોર્સ નાના થવા લાગશે અને તમારું ગુમાવેલું એટ્રેક્શન ફરીથી આવશે.

શુગર સ્ક્રબ
આમ તો તમે પણ સાંભળ્યું હશે કે જેા તમારા ફેસ પર મોટામોટા પોર્સ છે તો તમારે સ્ક્રબિંગને એવોઈડ કરવું જેાઈએ, પરંતુ તમને જણાવી દઈએ કે અઠવાડિયામાં એક વાર સ્ક્રબિંગ દરેક માટે જરૂરી છે, કારણ કે તેનાથી સ્કિન પર જામી ગયેલી ગંદકી તથા જર્મ્સ દૂર થઈ જાય છે. જેા વાત કરીએ શુગર સ્ક્રબની તો તે સ્કિનને ખૂબ સારી રીતે એક્સફોલિએટ કરીને પોર્સ પરથી વધારાના ઓઈલ અને ગંદકીને રિમૂવ કરવાનું કામ કરે છે. તે સ્કિનના પોર્સને પણ થોડા જ અઠવાડિયામાં નાના કરી દેવામાં મદદ કરે છે.

આ પ્રયોગ કરવા માટે લીંબુના નાના ટુકડા પર શુગર લગાવો. પછી તેને હળવા હાથે ફેસ પર રબ કરતા જ્યૂસ તથા શુગર ક્રિસ્ટલ્સને ફેસ પર ૧૫ મિનિટ માટે લગાવીને રહેવા દો, પછી ધોઈ લો. આ પ્રયોગથી મહિનામાં તમારી સ્કિનમાં સુધાર્રી દેખાવા લાગશે.

બેકિંગ સોડા
બેકિંગ સોડામાં સ્કિનના પીએચ લેવલને બેલેન્સ રાખવાની ક્ષમતા હોય છે. તેમાં એન્ટિઈન્ફ્લેણૂસ્ર્ટરી તથા એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી હોવાથી તે ખીલ અને ઝીણી ફોલ્લીઓને ટ્રીટ કરવાનું કામ કરે છે. આ પ્રયોગ માટે તમારે માત્ર ૨ મોટી ચમચી બેકિંગ સોડામાં ૨ મોટી ચમચી પાણી મિક્સ કરીને આ મિશ્રણથી ફેસ પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. તેને ફેસ પર ૫ મિનિટ લગાવેલું રહેવા દો અને ત્યાર પછી ઠંડા પાણીથી ફેસને ક્લીન કરો.

ટોમેટો સ્ક્રબ
ટામેટામાં એસ્ટ્રિંજેન્ટ પ્રોપર્ટી હોય છે, તેથી તે સ્કિન પરના વધારાના ઓઈલને ઓછું કરે છે સાથે સ્કિનને ટાઈટ કરીને મોટા પોર્સને ઝિંક કરવાનું કામ કરે છે, તદુપરાંત ટામેટામાં એન્ટિઓક્સિડેન્ટ હોવાથી તે એજિંગ પ્રોસેસને પણ ધીમો કરે છે. આ પ્રયોગ માટે ૧ ચમચી ટામેટાના રસમાં ૩-૪ ટીપાં લીંબુના રસના નાખીને આ પેસ્ટને ફેસ પર ૨૦ મિનિટ સુધી એપ્લાય કરો. ત્યાર પછી ઠંડા પાણીથી તેને ધોઈ લો. તમને આ પ્રયોગના માત્ર એક યૂઝમાં ફેસ પર ગ્લો દેખાવા લાગશે અને મોટા પોર્સનો પ્રોબ્લેમ પણ ૧-૨ મહિનામાં ઠીક થશે, પરંતુ તેના માટે તમારે આ પેકને અઠવાડિયામાં ૩ વાર જરૂર એપ્લાય કરવો પડશે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....