તહેવારની સીઝન આવી ગઈ છે અને માર્કેટમાં બ્યૂટિ પ્રોડક્ટની ધૂમ મચી છે. અલગઅલગ બ્રાન્ડ્સ ખૂબ લલચામણી ઓફર્સથી બધાને આકર્ષિત કરી રહી છે, કારણ કે તહેવારની સીઝનમાં દરેક મહિલા સુંદર લુક મેળવવા માટે માર્કેટમાં આવેલી તમામ બ્યૂટિ પ્રોડક્ટ ટ્રાય કરવા ઈચ્છે છે. આ સ્થિતિમાં તમારા માટે એ જાણવું જરૂરી બની જાય છે કે તમારે કઈ બ્યૂટિ પ્રોડક્ટ ખરીદવી જેાઈએ, ક્યાંથી ખરીદવી વધારે અનુકૂળ છે, જેથી તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય અને સાથે તમારું બજેટ પણ કંટ્રોલમાં રહે.
તો આવો, જાણીએ તે માટેની કેટલીક ખાસ ટિપ્સ વિશે :

લિપ કેર
લિપ્સને ફેસ્ટિવલ માટે તૈયાર કરવા તરફ જેા તમારું ધ્યાન ન હોય તો થોડું ધ્યાન આ તરફ પણ આપો, કારણ કે ફેસના પ્રાણ હોય છે લિપસ્ટિક અને ભલે ને તમે ગમે તેટલા સારા આઉટફિટ્સ પહેર્યા હોય, પરંતુ લિપ્સને આ રીતે ફિક્કાફિક્કા છોડી દેશો તો ન તમારા આઉટફિટ પર કોઈનું ધ્યાન જશે કે ન તેમાં કોઈ એટ્રેક્શન દેખાશે.
તો અમે તમને જણાવીએ છીએ ટોપ લિપસ્ટિક બ્રાન્ડ્સ વિશે, જેને તમે સ્માર્ટલી ખરીદીને સ્વયંને એક સ્માર્ટ લુક આપી શકશો.

ટોપ ૫ લિપસ્ટિક બ્રાન્ડ્સ ઈન ટ્રેન્ડ્સ : આપણે અહીં વાત કરી રહ્યા છીએ મેટથી લઈને હાઈ શાઈન ફિનિશ લિપસ્ટિકની, જેને તમે તમારી પસંદ પ્રમાણે ચૂઝ કરો અને તેને લગાવીને ફેસ્ટિવલ પર દેખાશો સેક્સી. અરે ભાઈ, સેક્સી માત્ર ફિગરથી નહીં, લિપ્સથી પણ દેખાઈ શકો છો. લેક્મે ૯ ટૂ ૫ મેટ લિપ કલર, તેમાં છે અનેક સેક્સી કલર ચૂઝ કરવાના ઓપ્શન. નાયકા સો મેટ લિપસ્ટિક, જેના રેડ તથા ક્રંચી કલર તમારા લિપ્સ પર ક્રંચ લાવવાની સાથેસાથે પોકેટ ફ્રેન્ડ્લી પણ છે.
લેક્મે એબ્સોલ્યૂટ મસાબા રેન્જ, જેના ૧૦ થી વધારે શેડ્સ ઉપલબ્ધ હોવાની સાથે ઈન્ડિયન સ્કિન માટે પણ તે પરફેક્ટ છે. આ સિવાય શુગરની લિક્વિડ લિપસ્ટિક પરફેક્ટ તો છે, સાથે બજેટમાં પણ છે, જેને તમે નાયકાની સાઈટ પરથી ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો.

નેલ કેર
જેા હોય ડ્રેસ રેડી તો નેલ્સને પણ ટ્રેન્ડી નેલપોલિશ કે નેલ આર્ટથી આપો સ્ટાઈલિશ લુક અને તે પણ ઘરે બેઠાં.

નેલપોલિશ ઈન ટ્રેન્ડ્સ : જ્યારે નેલપોલિશ ખરીદો, ત્યારે સૌપ્રથમ પોતાના માઈન્ડને સેટ કરો કે તમારે મેટ અથવા ગ્લોસી નેલપોલિશમાંથી કઈ ખરીદવી છે, કારણ કે બંને આજકાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. બાકી રહી વાત કલરની તો અમે તમને હેલ્પ કરીશું ટોપ ટ્રેન્ડી કલર વિશે જણાવીને જેા દરેક ડ્રેસ તથા દરેક સ્કિન ટોન પર સૂટ કરશે, જેનાથી તમને પોતાની ફેવરિટ સાઈટ પરથી ચૂઝ કરવામાં સરળતા રહેશે. તમે ગ્લિટર નેલ પેઈન્ટ લગાવવાના શોખીન છો તો સ્વિસ બ્યૂટિ હાઈ શાઈન ગ્લિટર નેલ પોલિશ ખરીદવાના ઓપ્શનને ચૂઝ કરી શકો છો. જ્યૂસી રેડ કલર, જે દરેકના ફેવરિટ લિસ્ટમાં સામેલ હોય છે, કારણ કે તેનાથી હાથ ખીલી ઊઠશે. તે માટે તમે નાયકા, રેવલોન તથા કલરબાજ જેવી બ્રાન્ડ ચૂઝ કરી શકો છો. રોયલ ડાર્ક ટીલ કલર તમારા હાથને રોયલ લુક આપવાનું કામ કરશે. તેનું લેક્મે ૯ ટૂ ૫ માં ઘણું બ્રોડ કલેક્શન છે. મિલ્ક ચોકલેટ કલર, જેા હાથને વધારે બ્રાઈટ બનાવવાનું કામ કરે છે. તે માટે ફેસિસ કેનેડા, લેક્મે જેવી બ્રાન્ડ ચૂઝ કરીને એમેઝોન કે નાયકા પરથી તેને સ્માર્ટલી ખરીદી શકો છો. હાલના દિવસોમાં બરગંડી કલર પણ ખૂબ ડિમાન્ડમાં છે. તમે ઓનલાઈન ૩ ડી નેલ આર્ટ સ્ટીકરથી ઘરે બેઠાં નેલ આર્ટનો આનંદ પણ ઉઠાવી શકો છો.

ફેસ કેર
ફેસ પર થોડા કલાકમાં ગ્લો લાવવા માટે પરફેક્ટ છે. કેટલીક સ્કિન પ્રોડક્ટ, જેને લગાવીને થોડી જ વારમાં સ્કિન પર જાદૂઈ અસર જુઓ.

ટ્રેન્ડમાં છે : ચારકોલ ફેસ માસ્ક, વર્તમાનમાં આ માસ્કનું જેટલું નામ છે, તેટલી જ સારી અસર તે સ્કિન પર પણ આપે છે. તેમાં ખાસ તો મામા એઅર્થનું સી-૩ ફેસ માસ્ક, જેમાં ચારકોલ છે, કોફી તથા ક્લે, જે સ્કિનની પૂરી ગંદકીને મિનિટોમાં દૂર કરીને ગ્લોઈંગ સ્કિન આપવાનું કામ કરે છે. તમે તેનું ઉબટણ ફેસ સ્ક્રબ પણ ખરીદી શકો છો. તે ફેસને ક્લીન કરવાની સાથેસાથે બ્રાઈડલ જેવો ગ્લો મિનિટોમાં આપવાનું કામ કરે છે. તેથી તેનું નામ ઉપટણ ફેસ સ્ક્રબ છે. જેા તમે ફેસ માસ્ક ખરીદવા નથી ઈચ્છતા તો સારાનું ડીટેન પેક ખરીદો, કારણ કે તે તમારા ફેસને પાર્ટી કે ફેસ્ટિવ માટે તરત ક્લીન, સ્મૂધ અને ગ્લોઈંગ બનાવશે. તેને તમે ફેસ્ટિવ સીઝનમાં હેવી ડિસ્કાઉન્ટ સાથે ખરીદીને ગ્લોઈંગ બનાવી શકો છો.

મેકઅપ કિટમાં આ શું છે
શક્ય છે કે તમે મેકઅપના શોખીન છો કે નથી, પરંતુ ફેસ્ટિવલ્સ પર તો થોડો ઘણો મેકઅપ સારો લાગે છે, કારણ કે તેના વિના તમારો લુક ફિક્કોફિક્કો લાગે છે અને અલગ દેખાવા માટે તહેવાર પર થોડું અલગ દેખાવું જરૂરી છે. જેાકે તેમાં કેટલીક મેકઅપ પ્રોડક્ટનો પણ મહત્ત્વપૂર્ણ રોલ હોય છે, જે તરત તમારી સ્કિન પર ગ્લો લાવવાની સાથેસાથે પૂરા ફેસના લુકને બદલવાનું કામ કરે છે.

ફેશનમાં ઈન : પ્રાઈમર અને ફાઉન્ડેશન સ્કિન પર સ્મૂધ બેઝ બનાવવાની સાથેસાથે કોમ્પ્લેક્શનને બ્રાઈટ બનાવવાનું કામ કરે છે, પરંતુ સ્માર્ટ બાય કરવું હોય તો સ્માર્ટ બનીને તેને અલગઅલગ ન ખરીદો, પરંતુ લેક્મેનું ૯ ટૂ ૫ પ્રાઈમર મેટ પાઉડર ફાઉન્ડેશન કોમ્પેક્ટ ખરીદો, જે બંનેનું કામ કરીને તમારા ફેસને ઓવર નહીં બનાવે, પરંતુ નેચરલ ટચઅપ આપવાનું કામ કરશે. આંખોને સ્વિસ બ્યૂટિની ૯ કલર આઈશેડો કિટથી સજાવો. જેાકે તે સસ્તી પણ છે, જેને તમે બ્લશર તરીકે ઉપયોગ કરીને તેનો મલ્ટિપર્પઝ ઉપયોગ કરી શકો છો. તેને ઓનલાઈન સાઈટ્સ પરથી તમે સસ્તામાં ખરીદી શકો છો, કારણ કે ફેસ્ટિવલની આસપાસના સમયગાળામાં સાઈટ ખૂબ વધારે ડિસ્કાઉન્ટ આપે છે.

હેર કેર
ફેસ્ટિવલ પર વાળને થોડા વધારે સ્ટાઈલિશ બનાવો નીચે જણાવેલ બ્યૂટિ પ્રોડક્ટથી.
ફોર નોર્મલ હેર : તમે ફેસ્ટિવલ પર સ્ટ્રેટ અને સ્મૂધ વાળ ઈચ્છતા હોય તો ટ્રાય કરો મામા એઅર્થનું રાઈસ વંડર વોટર વિથ કેરાટિન. તે વાળની ફ્રિઝીનેસને ઘટાડીને તેને વધારે શાઈની બનાવવાનું કામ કરે છે અને તે પણ તમારા બજેટમાં.
ટ્રેન્ડી લુક : તમે તમારા વાળને કલર અથવા હાઈલાઈટ કરવા ઈચ્છતા હોય તો ટ્રાય કરો ટ્રેન્ડમાં ચાલી રહેલા ચોકલેટ એન્ડ કેરામલ બલાયાગ, લાઈટ બ્રાઉન હેર, રેડિશ બ્રાઉન હાઈલાઈટ, પાર્ટિકલ કેરામલ, હાઈલાઈટ, ડાર્ક ચોકલેટ લોક્સ, બ્રાન્ડ હેર કલર, બ્લીચ હેર, બ્રાઉન હેર, બ્રાઉન હેર કલર, બ્લેક કલર વિથ ડાર્ક કોપર હાઈલાઈટ, શાઈની રોઝવુડ હાઈલાઈટ, ગોલ્ડન હાઈલાઈટ વગેરે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....