નવરાત્રિ આવવામાં હવે બસ થોડા દિવસ રહી ગયા છે. લગ્નપ્રસંગ, પાર્ટી ફંક્શન પછી તહેવારમાં જ લોકો (ખાસ મહિલાઓ) ને સારી રીતે તૈયાર થવાની તક મળે છે. વર્ષમાં એક વાર આવતી નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જુએ છે. આ તહેવાર ઘરને સજાવવા, તપ-ત્યાગ-ભક્તિ સાથે સ્વયંને સજાવવાની તક આપે છે, પરંતુ ઘણી વાર મહિલાઓ પાસે એટલા કામ હોય છે કે તેમને સ્વયંને ગ્રૂમ કરવાનો સમય નથી મળતો. ફેસ્ટિવ ગ્લો ફેસ પર દેખાય, તે માટે તમે કેટલીક ક્વિક સ્કિન કેર ટિપ્સ ફોલો કરી શકો છો. જેા તમારી સ્કિન ડલ, નિસ્તેજ અને આંખની નીચે ડાર્ક સર્કલ્સ છે.
નવરાત્રિમાં સજીધજીને લોકો ઉત્સવમાં સામેલ થાય છે, પરંતુ વધારે મેકઅપ, પ્રદૂષણ અને ઓઈલી ફૂડ, મીઠાઈ ખાવાથી તેમની સ્કિન પર અસર થાય છે. પિંપલ્સ, ડ્રાયનેસ જેવી સમસ્યાની સાથે સ્કિન નિસ્તેજ દેખાવા લાગે છે. તો આ સમસ્યાને કેટલીક સરળ ક્વિક ઘરેલુ ટિપ્સ ટ્રાય કરીને ઓછી કરી શકો છો. નવરાત્રિમાં એકથી બે દિવસમાં નિખાર મેળવવો છે તો આ ટિપ્સ ફોલો કરો.

સ્કિન સ્વચ્છ કરો
જે રીતે ઘરનો એક-એક ખૂણો સાફ કરો છો, તે રીતે તમારી સ્કિનને પણ હેલ્ધિ અને ક્લીન રાખવાની કોશિશ કરો. રોજ સવારસાંજ ફેસ ક્લીન કરો. ફેસને ક્લીંઝિંગ કરવાનું શરૂ કરો. દૂધ અને ગ્રીન ટી બેગથી ફેસ ક્લીન કરો. તેના માટે એક વાટકીમાં દૂધ લો. તેમાં ગ્રીન ટી ડુબાડો. હવે તેમાં કોઈ કોટન બોલને ડુબાડીને દૂધને ફેસ પર લગાવો. કોટનથી ફેસને સાફ કરવાની કોશિશ કરો. દૂધ સ્કિન માટે હેલ્ધિ હોય છે. તેમાં પોર્સને ઓપેન કરવાની ક્ષમતા હોય છે. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ પોર્સને સાફ કરે છે. જે ખીલ, ગંદકીનું કારણ બનવાવાળા બેક્ટેરિયા સાફ કરે છે. બીજી બાજુ ગ્રીન ટી પીવાથી ફેસની સ્કિન માટે હેલ્ધિ હોય છે.

સવારસાંજ ફેસમાસ્ક લગાવો
તમારો ફેસ નવરાત્રિ પહેલાં ડલ, નિસ્તેજ દેખાય છે, તો તમે વેસણ, દહીં, હળદર, લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર એપ્લાય કરો. ફેસ પર ગ્લો લાવવા માટે તમે ચંદન લગાવી શકો છો. તેની સાથે ઈંડાનો સફેદ ભાગ ગ્રીન ટી પાઉડર લો. તેને મિક્સ કરીને ફેસ પર લગાવો. ૧૫ મિનિટ માટે રહેવા દો. પછી ફેસ પાણીથી સાફ કરો. તેનાથી સ્કિન પરના વધારે ઓઈલને શોષવાની મદદ મળે છે.

ફુદીનાનાં પાંદડાનું સ્ક્રબ આપશે સ્કિનને ગ્લો
બોડી સ્ક્રબ માટે ચોખાનો લોટ, તલનું તેલ, ફુદીનાનાં પાંદડાં, દહીં, મધ તથા ચપટી હળદર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. તલનું તેલ હકીકતમાં સ્કિન પર થયેલ સન ટેન સામેે શાંતિ તથા સુરક્ષા પ્રદાન કરે છે તલને ક્રશ કરી તેમાં ડ્રાય ફુદીનો મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાં થોડુંક મધ નાખીને સ્કિન પર લગાવો. તેનાથી સ્કિન પર ડાર્કનેસ દૂર કરવા તથા સ્કિનનો રંગ નિખારવામાં મદદ મળે છે. ફુદીનાના પાંદડાની સ્કિન પર સ્ફૂર્તિદાયક અસર થાય છે, જેથી ફેસનો રંગ નિખરે છે.

ડ્રાય સ્કિનને મધથી નિખારો
ડ્રાય સ્કિન માટે આ મિશ્રણમાં એક ચમચી (બદામ તેલ લો). આ મિશ્રણને નહાતા પહેલાં શરીર પર લગાવીને ઘસો. પછી તાજા પાણીથી ધોઈ નાખો. ત્યાર પછી તલ અથવા જેતૂનના તેલથી શરીર પર માલિશ કરો. હાથને સુંદર બનાવવા માટે સંતરાના પાઉડરને હાથ પર લગાવવાથી ફેસ ચમકે છે. નખ તથા બહારની સ્કિનને પોષિત તથા મુલાયમ કરવા માટે બદામ તેલ તથા મધને સમાન પ્રમાણમાં મિલાવો તથા તેનાખી નખ, હાથ તથા બહારની સ્કિન પર માલિશ કરો. આ મિશ્રણને ૨૦ મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

આ રીતથી વાળની ડ્રાયનેસ દૂર થશે
વાળની સુંદરતા માટે તમારા વાળને દરેક શેમ્પૂ કરતા પહેલાં કંડિશનિંગ કરો. એક ચમચી સરકો, ગ્લિસરીન તથા ઈંડાનું મિશ્રણ બનાવો. આ મિશ્રણને મિક્સ કરો અને માથાની સ્કિન પર લગાવો. ત્યાર પછી ૨૦ મિનિટ સુધી ગરમ ટુવાલથી લપેટી લો. પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. તેનાથી તમારા વાળને પોષણ મળશે તથા વાળ સિલ્કી બનશે. ડ્રાય, કમજેાર તથા વાંકડિયા વાળને સૌંદર્ય પ્રદાન કરવા માટે હથેળીમાં ૨ ટીપા હળવું વનસ્પતિ તેલ લો તથા બંને હથેળી પર ધીરેધીરે માલિશ કરો. આ ઉપાયથી ડ્રાય વાળને ફાયદો મળે છે.

આંખ માટે
આંખની સુંદરતા માટે ફેસ પર ફેસ માસ્ક લગાવ્યા પછી બે કોટનવૂલ પેડને ગુલાબજળમાં પલાળો તથા આઈ પેડની જેમ ઉપયોગ કરો. તેને આંખ પર લગાવ્યા પછી ૨૦ મિનિટ સુધી આરામથી ઊંઘી જાઓ.
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....