ઘણા ઓછા લોકો એવા છે જેને આ વિશે જાણકારી છે કે સ્કિન શરીરનું સૌથી મોટું અંગ છે. આપણી સ્કિન પાણી, પ્રોટીન, ચરબી અને ખનિજમાંથી બનેલી છે. આપણી સ્કિન આપણા શરીરને કીટાણુથી બચાવે છે અને શરીરના ઉષ્ણતામાનને નિયંત્રિત કરે છે. સ્કિનમાં નસ તમને ગરમ અને ઠંડી જેવી સંવેદનાને મહેસૂસ કરવામાં મદદ કરે છે. સ્કિન જ આપણા શરીરનો એક એવો ભાગ છે, જેને સરળતાથી સ્પર્શી શકાય છે. તેને જેાઈ શકાય છે અને તે શરીરના આકાર સાથે વધે છે અને ઓછી થઈ શકે છે. સ્કિન આપણી અંદરના શરીરને તમામ સમસ્યાથી બચાવી રાખવામાં મદદ કરે છે, જેથી શરીરનો વિકાસ કોઈ અડચણ વિના થાય છે. એવામાં આપણે હંમેશાં સ્કિનને સ્વચ્છ રાખવી જેાઈએ અને પ્રયત્ન કરવો જેાઈએ કે આપણે સ્કિન રોગથી બચીને રહીએ, કારણ કે એક વાર સ્કિન રોગ થઈ જાય તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે.

સ્કિન રોગના કેટલા પ્રકાર
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સ્કિન રોગના અનેક પ્રકાર છે. જેને બે ભાગમાં વહેંચી શકાય. પહેલા તે સ્કિન રોગ જે થોડા માટે જ થાય છે કે યોગ્ય સારવાર અને સમયની સાથે જાતે દૂર થઈ જાય છે અને બીજેા તે સ્કિન રોગ જે આજીવન સાથે રહે છે, જેનો દવાઓથી ઈલાજ કરવો મુશ્કેલ હોય છે.

અસ્થિર સ્કિન રોગ
ખીલ : કોઈ પણ વ્યક્તિને ખીલ થઈ શકે છે. ખીલથી કાળા ડાઘ પડી જાય છે, જેને પોસ્ટ ઈન્ફ્લેમેટરી હાઈપરપિગમેંટેશન તરીકે ઓળખવામાં આવે છે. ખીલ સામાન્ય રીતે ફેસ, ગરદન, ખભા, છાતી અને પીઠના ઉપરના ભાગ પર થાય છે. તેમાં બ્લેકહેડ્સ, વાઈટહેડ્સ, પિંપલ્સ, દર્દનાક સિસ્ટ અને નોડ્યૂલથી બનેલી સ્કિન પર બ્રેકઆઉટ જેવી સમસ્યા થાય છે. તેને કેટલાક ઘરેલુ ઉપાય, દવા અને આહારમાં પરિવર્તન કરીને ઠીક કરી શકાય છે.
પિત્ત-હીવ્સ : પિત્તી અથવા હીવ્સ સ્કિન પર જેાવા મળતા ધબ્બા હોય છે. તે સામાન્ય રીતે લાલ, ગુલાબી કે માંસના રંગના હોય છે અને ક્યારેક-ક્યારેક તે મધમાખીની જેમ ડંખ મારે છે. મોટાભાગના કેસમાં પિત્ત કોઈ દવા અથવા કોઈ ખોરાકથી એલર્જી અથવા પર્યાવરણમાં કોઈ પરિવર્તનના લીધે થાય છે.
વારટ્સ : મસા એક પ્રકારનું સ્કિન ઈંફેક્શન છે જે માનવ પેપિલોમાવાયરસ (એચપીવી) ના લીધે થાય છે. ઈંફેક્શનના લીધે સ્કિનના રંગના ડાઘ પડી જાય છે. આ વાયરસ ચેપી હોય છે. જેા કોઈ વ્યક્તિને પહેલાંથી મસાની સમસ્યા છે તો બીજી વ્યક્તિને સ્પર્શવાથી થઈ શકે છે.
ફંગલ નેલ ઈંફેક્શન : ફંગલ નેલ ઈંફેક્શન નખ અને પગની આંગળીઓના સામાન્ય સંક્રમણ હોય છે, જેનાથી નખ ફિક્કા પડી જાય છે. જાડા થઈ જાય છે અને તૂટવાની શક્યતા વધારે હોય છે. નખની સરખામણીમાં પગના નખમાં ઈંફેક્શન વધારે થાય છે. ફંગલ નેલ ઈંફેક્શનને વૈજ્ઞાનિક ભાષામાં ઓનિકોમાઈકોસિસ કહેવામાં આવે છે.
મોંના છાલા (કોલ્ડ સોર) : એક કોલ્ડ સોર એક લાલ, પ્રવાહી પદાર્થવાળા છાલા હોય છે. આ છાલા સામાન્ય રીતે મોં પાસે દેખાય છે અને પ્રભાવિત સ્કિનમાં દુખાવો થાય છે. આ ૨ અઠવાડિયા સુધી રહે છે. પછી સમય-સમય પર પાછા થાય છે. જેાકે તેનો કોઈ ઉપાય નથી, પરંતુ સ્વચ્છતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો. આ લગભગ કોઈનું એઠું ખાવાથી અને કિસ કરવાથી થાય છે. તેથી તેને ભારતના અનેક ભાગમાં એઠાના નામથી ઓળખાય છે.
કેંડિડિઆસિસ : કેંડિડિઆસિસ એક કવક ઈંફેક્શન છે, જે કેંડિડા નામના ખમીરના લીધે થાય છે. કેંડિડાની કેટલીક પ્રજાતિ લોકોમાં ઈંફેક્શન પેદા કરે છે. કેંડિડા એલ્બિકેંસ સૌથી સામાન્ય છે. કેંડિડા સામાન્ય રીતે સ્કિન પર અને શરીરની અંદર, મોં, ગળું, આંતરડું અને યોનિ જેવી જગ્યા પર કોઈ સમસ્યા વિના રહે છે.
એથ્લીટ ફૂટ : એથ્લીટ ફૂટ એક ફંગલ સ્કિન ઈંફેક્શન છે, જે સામાન્ય રીતે પગની આંગળીઓની વચ્ચે થાય છે. તે સામાન્ય રીતે એવા લોકોમાં થાય છે જેમના પગમાં જૂતાની અંદર સીમિત રહેતા પરસેવો થાય છે. એથ્લીટ ફૂટના લક્ષણ અને લક્ષણોમાં ખંજવાળ સામેલ છે. જૂતા પહેરવા બંધ કરવા અને પગને ખુલ્લા રાખવાથી આ સમસ્યામાં જલદી રાહત મળે છે.

વાળ ખરવાની સમસ્યા કેમ થાય છે
કેટલાક એવા સ્કિન રોગ વિશે જાણીએ જે આજીવન સાથે રહે છે. આ સ્કિન રોગ જન્મ સાથે, બાળપણમાં અથવા ઉંમરના કોઈ પડાવ પર થાય છે. કેટલાક કેસમાં જેાવા મળ્યું છે કે તેના લક્ષણો દેખાતા નથી, પરંતુ સમય આવતા આ લક્ષણો ગંભીર થઈ શકે છે.
સેબોરહાઈક ડર્મેટાઈટિસ : સેબોરહાઈક સોજેા એક સામાન્ય સ્કિન રોગ છે, જે મુખ્યત્વે તમારા માથાને અસર કરે છે. તે પાપડી પેચ, રેડ સ્કિન અને ડેન્ડ્રફના લીધે થાય છે. સેબોરહાઈક ડર્મેટાઈટિસ શરીરના ઓઈલી ભાગને અસર કરે છે, જેમ કે ફેસ, નાક, કાન, પાંપણ અને છાતી. સેબોરહાઈક ડર્મેટાઈટિસ સારવાર વિના ઠીક થઈ શકે છે, પરંતુ તે ફરીથી થઈ જાય છે.
મસા : તમારી સ્કિન પર તલને નેવસ અથવા સૌંદર્ય ચિહ્્ન તરીકે ઓળખવામાં આવે છે. મસા થવા સામાન્ય વાત છે અને મોટાભાગે હાનિરહિત હોય છે. તે ઈંફેક્શનલ નથી અને તેમાંથી બ્લડ નથી નીકળતું. એક તલ ૫૦ વર્ષ સુધી રહે છે.
રોસૈસિયા : રોસૈસિયા એક સામાન્ય સ્કિનની સ્થિતિ છે જે તમારા ફેસ પર લાલ રક્ત વાહિની અને બહાર ઉપસેલી રક્ત વાહિનીનું કારણ બને છે. તેના લક્ષણ દેખાતા નથી, પરંતુ ઘણી વાર તેના લક્ષણ અચાનક દેખાય છે, જેથી દર્દીને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
લ્યૂપસ : લ્યૂપસ એક જટિલ ઓટોઈમ્યૂન ડિસઓર્ડર છે. તે સોજેા અને દુખાવાનું કારણ બને છે અને વિશિષ્ટ અસર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઈંફેક્શન થાય છે. લ્યૂપસ શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે. સ્કિન પર લક્ષણો વિશે વાત કરવામાં આવે તો તેમાં લાલ ધબ્બા અથવા આંગળીઓ, નાક અને ગાલ પર સનબર્ન જેવા ચકામા અને ગોળાકાર ચકામા સામેલ હોય છે, જેમાં ખંજવાળ નથી આવતી. તે માથાનો દુખાવો, તાવ, થાક, સાંધામાં દુખાવા સાથે થઈ શકે છે.
સોરાયસિસ : સોરાયસિસ એક ઓટોઈમ્યૂન ડિસઓર્ડર સ્કિન રોગ છે, તેમાં દર્દી લાલ, પાપડીદાર પેચ જેવી સ્કિનથી પીડાય છે. તે સામાન્ય રીતે ઘૂંટણ, કોણી અને માથા પર થાય છે. સોરાયસિસ જૂની બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. તે એક સમયચક્રમાંથી પસાર થાય છે. કેટલાક અઠવાડિયા અથવા મહિના માટે ગંભીર હોય છે. પછી થોડી વાર માટે ઓછા થઈ જાય છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ સોરાયસિસની સમસ્યા થઈ શકે છે, કારણ કે સોરાયસિસ કેટલાય પ્રકારના હોય છે. સોરાયસિસના મુખ્ય પાંચ પ્રકાર છે. ઈંફેક્શન પેદા કરતા પદાર્થો તથા અન્ય ઈંફેક્શન સ્કિનવાળા સાથે સંપર્કમાં આવતા.
૧. પ્લાક સોરાયસિસ
૨. પુભીય સોરાયસિસ
૩. એરિથોડર્મિક સોરાયસિસ
૪. ઉલટા સોરાયસિસ
૫. ગુટેટ સોરાયસિસ
એક્ઝિમા : એક્ઝિમા એક સામાન્ય સ્કિનની સ્થિતિ છે, જે ખંજવાળ, લાલ, શુષ્ક સ્કિનનું કારણ બને છે. આ સ્થિતિને એટોપિક ડર્માટાઈટિસ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે કિશોરાવસ્થા દરમિયાન થાય છે અને વયસ્કતા સુધી રહે છે. જેાકે એક્ઝિમા કોઈ પણ ઉંમરના લોકોમાં થઈ શકે છે.
સફેદ ડાઘ : વિટિલિગો એક એવી સ્થિતિ છે, જેમાં સ્કિન પોતાની વર્ણ કોશિકા (મેલાનોસાઈટ્સ) ને ગુમાવી દે છે. તેના પરિણામે સ્કિન, વાળ શરીરના વિવિધ ભાગ પર ધબ્બા પડી શકે છે. વિટિલિગો એક એવી બીમારી છે, જેના લીધે સ્કિન પર ધબ્બા પડી જાય છે. વિટિલિગો એક વાર થતા તેનાથી આજીવન છુટકારો નથી મેળવી શકાતો.

સ્કિન રોગ થતા કયા લક્ષણ દેખાય છે?
કોઈ પણ સમસ્યા થતા તેના લક્ષણો દેખાય છે. હા, કેટલાક કેસમાં લક્ષણ શરૂઆતમાં જેાવા મળે છે. કેટલાક કેસમાં લક્ષણ અંતિમ સમયે દેખાય છે. તે રીતે સ્કિન રોગમાં થાય છે, પરંતુ સામાન્ય રીતે સ્કિન રોગ થતા નીચેના લક્ષણ દેખાય છે:
* સ્કિન છોલાવી
* અલ્સર થવું
* ખુલ્લું જખમ
* ડ્રાઈ, ફાટેલી સ્કિન
* સ્કિનના ફિક્કા ધબ્બા
* દાણા
* મસા, અન્ય સ્કિન વૃદ્ધિ
* તલના રંગ અથવા આકારમાં પરિવર્તન
* સ્કિનના રંગદ્રવ્યને નુકસાન
* ફેસ પર સોજેા

સ્કિન રોગ થવાના કારણ
* વાયરસ
* કમજેાર ઈમ્યૂન સિસ્ટમ
* જેનેટિક ફેક્ટર્સ
* થાઈરોઈડ
* ઈમ્યૂન સિસ્ટમ
* સ્કિન પોર્સ અને વાળના છિદ્રોમાં ફસાયેલા બેક્ટેરિયા
* સ્કિન પર રહેતા યીસ્ટ
* પેરાસાઈટ કે માઈક્રો ઓર્ગનિઝમ
* કિડની અને અન્ય બોડી સિસ્ટમને પ્રભાવિત કરતી બીમારીથી ગ્રસ્ત થવું

સ્કિન સંબંધિત રોગથી રક્ષણ
* પુષ્કળ પાણી પીઓ.
* પૌષ્ટિક અને તાજા આહાર લો.
* હાથને વારંવાર સાબુ અને ગરમ પાણીથી ધુઓ.
* સંક્રમિત લોકોની સ્કિનના સીધા સંપર્કથી બચો.
* વ્યક્તિગત સામાન, જેમ કે કામળો, હેરબ્રશ અથવા સ્વિમસૂટ શેર ન કરો.
* રોજ ઓછામાં ઓછા ૭ કલાકની ઊંઘ લો.
* શારીરિક -ભાવનાત્મક તાણથી દૂર રહો.
* ચિકનપોક્સ જેવી સ્કિનની સ્થિતિ માટે રસીકરણ મુકાવો.
* ખાવાના વાસણ અને પીવાનો ગ્લાસ અન્ય લોકો સાથે શેર ન કરો.
* જાહેર સ્થળ પર વસ્તુ સ્વચ્છ રાખો, જેમ કે જિમ ઉપકરણ, તેનો ઉપયોગ કરતા પહેલાં.

બિન-સંક્રામક સ્કિન રોગના ઉપાય
* પુષ્કળ પાણી પીઓ
* મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.
* પર્યાવરણ અને આહાર સંબંધિત એલર્જીથી દૂર રહો.
* રોજ ઓછામાં ઓછી ૭ કલાકની ઊંઘ લો.
* સ્કિનને વધારે ઠંડી, ગરમી અને હવાથી દૂર રાખો.
* રોજ ફેસને એક સોફ્ટ ક્લીંઝર અને પાણીથી ધુઓ.
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....