સમરમાં તીવ્ર તાપ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ કે આ સીઝનમાં વાળને આકરા સૂર્યપ્રકાશમાં થતા નુકસાનથી કેવી રીતે બચાવી શકાય : સ્કલ્પ કેર ઉનાળાની ઋતુમાં સ્કલ્પ એટલે કે માથા પરની સ્કિનની સંભાળ લેવી ખૂબ જરૂરી બની જાય છે. આ ઋતુમાં માથાની સ્કિનને સ્વચ્છ અને સોફ્ટ જાળવી રાખો. આમ કરવાથી સ્કિન ઈંફેક્શનથી સુરક્ષિત રહે છે. જેમને આ ઋતુમાં ખૂબ વધારે પરસેવો થાય, તેમણે પોતાના વાળ નિયમિત રીતે ધોવા જેાઈએ. જેાકે એ વાતનું ધ્યાન રાખો કે પરસેવાના લીધે માથાની સ્કિનમાં ધૂળમાટી જમા ન થાય. સ્કિનની જરૂરિયાત અનુસાર માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો, જેમાં કેમિકલ ન હોય. શેમ્પૂનો ઉપયોગ કરવાથી પણ વાળમાંથી જરૂરી તેલ નાબૂદ થવા લાગે છે. તેથી નિયમિત રીતે વાળમાં તેલ પણ લગાવો. વાળને ધોયા પછી સારા કંડિશનરનો ઉપયોગ કરો. તેનાથી વાળ પર સુરક્ષા કવચ રહેશે, સાથે કંડિશનર લગાવવાથી વાળ અને સ્કલ્પ બંને સૂર્યપ્રકાશમાં પણ સુરક્ષિત રહેશે અને વાળ વધારે ડ્રાય નથી થતા. મહિલાઓ બહાર જતી વખતે વાળને સ્કાર્ફથી ઢાંકીને સુરક્ષિત રાખી શકે. છે. આમ કરવાથી માથાની સ્કિનમાં પરસેવો નથી આવતો. વેન્ટિલેશન બરાબર રહે છે અને વાળ ધૂળમાટીથી પણ સુરક્ષિત રહે છે. પુરુષ યોગ્ય ફિટિંગની ટોપી પહેરી શકે છે, જેથી માથાની સ્કિનને વધારે ગરમીથી બચાવી શકાય. હાઈડ્રેશન એટલે કે ભીનાશ જાળવી રાખો ઉનાળામાં પાણી લગભગ દરેક સમસ્યાનો ઉપાય છે. આ જ વાત વાળ માટે પણ બરાબર છે.

વાળના મૂળને મજબૂત બનાવવા, તેમની ચમક અને મજબૂતાઈ જાળવી રાખવા માટે પાણી ખૂબ જરૂરી છે. માથાની સ્કિનને સ્વસ્થ રાખવા માટે પુષ્કળ પાણી પીવું જેાઈએ. પાણી હાઈડ્રેશન જાળવી રાખવાની સૌથી સારી રીતે છે. ઉપરાંત નાળિયેર પાણી, ખાટા ફળ, ફળનો રસ, લીંબુ પાણી, ડીટોક્ટસ વોટર વગેરે પણ હાઈડ્રેશન જાળવી રાખવા માટે ઉત્તમ વિકલ્પ છે. શોર્ટ હેર આપે કૂલ લુક કમ સે કમ પુરુષો માટે તો આ ખૂબ સારો આઈડિયા છે. નાના વાળ આ ઋતુમાં સારા રહે છે. જેા મહિલાઓ પોતાના વાળ નાના કરાવવા ઈચ્છતી હોય તેમના માટે આ ઋતુ સૌથી સારી છે, પરંતુ જે મહિલાઓ પોતાના વાળને નાના કરાવવા ઈચ્છતી ન હોય, તેઓ ઉનાળાની ઋતુમાં ચોટી બનાવીને રાખી શકે છે. કલરિંગથી દૂર રહો મોટાભાગની ડાઈ અને હેર કલરમાં કેમિકલ હોય છે, જેા ઉનાળાની ઋતુમાં વાળને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. જેમણે તાજેતરમાં જ પોતાના વાળને કલર કરાવ્યા હોય, તેમણે પોતાના વાળની વધારે કાળજી લેવી જેાઈએ. સૂર્યપ્રકાશમાં જવાથી બચવું જેાઈએ. રમતપ્રેમીઓ માટે લોકો આ ઋતુમાં સ્વિમિંગ, ટ્રેકિંગ વગેરે ખૂબ પસંદ કરતા હોય છે. કેટલાક લોકો ફિટ રહેવા માટે અને પરસેવો પાડવા માટે કસરત પણ કરે છે, પરંતુ આ બધા સાથે વાળની કાળજી લેવી પણ ખૂબ જરૂરી બની જાય છે. સ્વિમિંગ પહેલાં શેમ્પૂ ન કરો, કારણ કે તેનાથી વાળમાં રહેલું કુદરતી તેલ જતું રહેશે અને તે ક્લોરિનના સંપર્કમાં વધારે આવશે. સ્વિમિંગ પછી તરત શેમ્પૂ કરો. કોઈ પણ કસરત કરતી વખતે સ્વયંનેે હાઈડ્રેટેડ રાખો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....