સમરમાં પરસેવાના લીધે મેકઅપ વધારે સમય સુધી જળવાઈ નથી રહેતો. આ સ્થિતિમાં સમરમાં મેકઅપ કરતી વખતે કેટલીક વાતની કાળજી લેવી જરૂરી બની જાય છે :

સીટીએમપી કરો : ઋતુ ભલે ને કોઈ પણ હોય મેકઅપ માટેના તેના કેટલાક રૂલ્સને ફોલો કરવા ખૂબ જરૂરી છે. જેા નજર નાખીએ સીટીએમપી એટલે કે ક્લીંઝિંગ, ટોનિંગ, મોઈશ્ચરાઈઝિંગ તથા પ્રોટેક્શનના સ્ટેપ પર તો હાલના દિવસોમાં ફેસ ક્લીનિંગ માટે ડીપ પોર ફેસવોશનો ઉપયોગ કરવો જેાઈએ, જેથી સ્કિન ડીપ ક્લીન થઈ જાય. સેકન્ડ સ્ટેપ એટલે કે ટોનિંગથી પોર્સ બંધ થઈ જાય છે, જેથી પરસેવો નથી થતો. ટોનિંગ માટે એસ્ટિજન્ટનો ઉપયોગ ઠીક રહે છે. તે ફેસ પર વધારે કૂલ તથા રિફ્રેશિંગ અહેસાસ આપે છે અને સ્કિન પરથી એક્સ્ટ્રા ઓઈલને પણ ઓછું કરી દે છે. આમ તો પોર્સને મિનિમાઈઝ કરવા માટે ફેસ પર કોલ્ડ કંપ્રેશન પણ આપી શકો છો. તેના માટે મખમલના કપડામાં બરફના ટુકડા મૂકીને ફેસ પર મસાજ કરી શકો છો. આમ કરવાથી પણ પોર્સ બંધ થઈ જાય છે. સમરમાં સ્કિનમાંથી ઓઈલ નીકળે છે. એમ વિચારીને કેટલીક મહિલાઓ સ્કિન પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ નથી કરતી, પરંતુ ઓઈલ ઉપરાંત સ્કિન પર ભીનાશની પણ આવશ્યકતા હોય છે. આ સ્થિતિમાં આ ઊણપને પૂરી કરવા માટે ફેસ પર જેલ બેઝ મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવવું જેાઈએ. તદુપરાંત સ્કિનને હાઈડ્રેટ કરવા માટે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. તે ચહેરા પર ફેરનેસ તથા બ્રાઈટનેસ લાવશે, સાથે સ્કિન પર સન પ્રોટેક્શનની જેમ પણ કાર્ય કરશે.

ફ્લોલેસ ટેક્સ્ચર મેળવો : જેા તમે લાંબા સમય સુધી મેકઅપને રાખવા ઈચ્છતા હોય તો પ્રાઈમર લગાવવું ન ભૂલો. તે મેકઅપને લાંબા સમય સુધી રાખવામાં મદદ કરે છે. પ્રાઈમર ન માત્ર મેકઅપને લાંબા સમય સુધી જાલવી રાખવામાં મદદ કરે છે, પણ ચહેરા પરથી રિંકલ્સ વગેરેને પણ દૂર કરે છે. મોઈશ્ચરાઈઝર લગાવ્યા પછી અને ફાઉન્ડેશન લગાવતા પહેલાં પ્રાઈમરનો ઉપયોગ કરી શકો છો. પ્રાઈમર લગાવ્યા પછી ફાઉન્ડેશનનો ઉપયોગ કરો, કારણ કે ઘણી વાર દ્વિધા થતી હોય છે કે પહેલા ફાઉન્ડેશન લગાવવું કે પ્રાઈમર. જેા એક્સપર્ટનું માનીએ તો પ્રાઈમર પછી હંમેશાં ફાઉન્ડેશનને પ્રયોગમાં લો, કારણ કે તેના સુકાવામાં થોડો સમય લાગતો હોય છે. એક ભૂલ જે મહિલાઓ સામાન્ય રીતે કરતી હોય છે તે એ છે કે તેઓ મેકઅપને તેના દરેક સ્ટેપ પર સુકાવા નથી દેતી. તેથી આમ કરવાથી દૂર રહો. એક તરફ ફાઉન્ડેશનનો ઉપયોગ સ્કિન કલર કે સ્કિન ટોન માટે કરવામાં આવે છે જ્યારે બીજી તરફ કંસીલરનો ઉપયોગ ચહેરા પરના ડાઘ અને ડાર્ક સર્કલ્સને છુપાવવા માટે કરવામાં આવે છે. તેથી જેા તમારી સ્કિન પર પણ ડાઘ અથવા આંખ નીચે ડાર્ક સર્કલ હોય તો તમે તેને કંસીલરની મદદથી છુપાવી શકો છો. ડાર્ક સર્કલ્સને છુપાવવા માટે કંસીલર એક શેડ લાઈટ લઈ શકો છો. ચહેરા પરના ડાઘધબ્બાને છુપાવવા માટે સૌપ્રથમ ફાઉન્ડેશન લગાવો. પાઉડર લગાવતા પહેલાં કંસીલર લગાવો. હજી પણ ડાઘ દેખાઈ રહ્યા હોય તો થોડું વધારે કંસીલર લગાવી શકો છો. ચીક્સને હાઈલાઈટ કરવા અને ફેસ પર ગ્લો લાવવા માટે પીચ શેડનું બ્લશઓન લગાવો. ચિલ્ડ લુક માટે બ્લશઓનને બદલે બ્રોંજિંગ પણ કરી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....