વિંટરમાં સૂર્યપ્રકાશમાં બેસવું બધાને ગમે છે, પરંતુ આ મીઠા તડકાની લાલચમાં આપણે સ્કિન સાથે છેડતી કરીએ છીએ, જેથી સ્કિનને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ રેઝનો સામનો કરવો પડે છે અને તે નિસ્તેજ અને રફ લાગે છે. તેથી જરૂર છે વિંટરમાં પણ સ્કિનને યૂવી કિરણોથી બચાવવાની. તો આવો, જાણીએ કે આ દરમિયાન કઈકઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો, જેથી સ્કિન વિંટરની મોસમની પણ મજા લઈ શકે અને તેને કોઈ નુકસાન પણ ન થાય.

ગ્રીનબેરી ઓર્ગેનિઝમ સનસ્ક્રીન સ્પ્રે લોશન
આ લોશનમાં એસપીએફ હોવાથી તે સ્કિનને વિંટર્સના સૂર્યના તેજ કિરણોથી બચાવવાનું કામ કરે છે. તેને નેચરલ એન્ટિઓક્સિડેન્ટ અને કીવી એક્સટ્રેક્ટથી બનાવવામાં આવે છે, જે ફ્રીરેડિકલ્સથી સ્કિનને પ્રોટેક્ટ કરવાની સાથે સ્કિન સેલ્સને નેચરલી હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. તે પેરાબેન અને સલ્ફેટ ફ્રી પણ છે. આ લોશન સામાન્ય રીતે ડ્રાય સ્કિનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

ન્યૂટ્રોજેના હાઈડ્રો બૂસ્ટ સનસ્ક્રીન
આ સનસ્ક્રીન હાઈડ્રો બૂસ્ટ ફોર્મ્યુલાથી ભરપૂર છે, જેમાં હ્યાલુરોનિક એસિડ અને ગ્લિસરીન જેવા પાવરફુલ ઈન્ગ્રીડિએંટ્સ હોય છે. આ એક વિંટરની શુષ્ક હવાથી સ્કિનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. તેમાં હાઈડ્રો બૂસ્ટ એસપીએફ ફોર્મ્યુલા સ્કિનને યૂવી પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. સ્કિનને વિંટરમાં એક્સ્ટ્રા પ્રોટેક્શન આપવા માટે જે તમે હુમેક્ટેંટ્સ યુક્ત સીરમ પછી આ સનસ્ક્રીન એપ્લાય કરો છો, તો આ તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવાની સાથે હેલ્ધિ, સોફ્ટ અને સ્મૂધ બનાવવાનું કામ પણ કરે છે. આ સનસ્ક્રીનની ખાસ વાત એ છે કે તે તમામ સ્કિન ટાઈપ પર સૂટ કરશે.

ધ બોડી શોપ વિટામિન ઈ
મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ : વિંટરમાં આ વિટામિન ઈ યુક્ત ક્રીમ સ્કિનને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે, સાથે તે સ્કિનને ફુલ પ્રોટેક્શન આપે છે. હકીકતમાં તેની હ્યાલુરોનિક એસિડ યુક્ત ફોર્મ્યુલા સ્કિનને એક્સ્ટ્રા હાઈડ્રેશન આપવાની સાથે તેમાં એન્ટિઓક્સિડેન્ટ રિચ રેસ્પબેરી એક્સટ્રેક્ટ સ્કિનને એક્સફોલિએટ કરવાની સાથે સુપર સ્મૂધ બનાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ઈની ખૂબીઓ સ્કિનને યૂવી પ્રોટેક્શનથી બચાવવાની સાથે સ્કિન ટેન, ડાર્ક પેચિસ અને રિંકલ્સથી બચાવવામાં મદદ કરે છે.

બોટનિકા વિટામિન સી સનસ્ક્રીન
તેમાં વિટામિન સી અને એસપીએફ બંને હોવાથી તે સ્કિન માટે મેજિકનું કામ કરે છે. તેની ક્વિક સ્કિન અબ્સોર્બિંગ ફોર્મ્યુલા સ્કિનના લેયરમાં ડીપલી જઈને તેને સ્મૂધ બનાવવાની સાથે તેને પૂરો દિવસ સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવાનું કામ કરે છે. તેમાં ઝિંક અને ટાઈટેનિયમ ઓક્સાઈડ હોવાથી સ્કિનના પીએચ લેવલને બેલેન્સ કરવાનું કામ કરે છે. ભલે ને તમારે પૂરો દિવસ બીચ પર બેસીને એન્જેય કરવું હોય કે પછી વિંટરમાં તડકાની મજા લેવી હોય, આ પરફેક્ટ સનસ્ક્રીન છે.

અલ્ટ્રા રિપેર પ્યોર મિનરલ
સનસ્ક્રીન મોઈશ્ચરાઈઝર : જ્યાં વિંટરની મોસમ દિલને સ્પર્શી જાય છે, બીજી બાજુ આ મોસમમાં સ્કિનની પ્રોપર કેર ન કરવામાં આવે તો સ્કિન રેડ, ડ્રાય, ફ્લેકી હોવાની સાથે અનેક વાર સ્કિન ટેનની પણ સમસ્યા થાય છે. આ સનસ્ક્રીનયુક્ત મોઈશ્ચરાઈઝરમાં ઓટમીલની ખૂબી હોવાથી સ્કિનને ઈચિંગ અને બળતરાથી બચાવવાનું કામ કરે છે, સાથે સ્કિન પર ડેડ સ્કિન સેલ્સ, ઓઈલને રિમૂવ કરવાનું કામ પણ કરે છે. તેની યૂવી બ્લોકર ફોર્મ્યુલા સન પ્રોટેક્શન આપીને સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાની સાથે ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે.

કેટાફિલ ૩૦ એસપીએફ મોઈશ્ચરાઈઝ
આ ૩૦ એસપીએફ વાળું ફેસિયલ મોઈશ્ચરાઈઝર સ્કિન પર ગ્લો આપવાની સાથે સ્કિનના દરેક લેયરને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. તેની ખાસ વાત એ છે કે તેમાં ઓલિયોસમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સનસ્ક્રીન ફિલ્ટર્સનો ઓછો ઉપયોગ થવાથી સ્કિનને ઈરિટેટ કર્યા વિના સુપર હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. જે સેન્સિટિવ સ્કિન માટે એકદમ પરફેક્ટ છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....