આપણે ડસ્કી સ્કિનને સુંદર નથી માનતા. યુવતીઓ અને મહિલાઓ ગોરો રંગ મેળવવા માટે બજારમાંથી તે તમામ બ્યૂટિ પ્રોડક્ટ ખરીદે છે. જે રંગ નિખારવાના ખોટા દાવા કરે છે, પરંતુ તેઓે ભૂલી જાય છે કે ડસ્કી સ્કિનમાં એક અલગ જ આકર્ષણ અને સુંદરતા હોય છે. બસ જરૂર છે થોડો પ્રયાસ કરવાની. કેટલીક મેકઅપ ટિપ્સ અપનાવીને સ્કિનનું ધ્યાન રાખીને ડસ્કી સ્કિન સાથે ખૂબ સુંદર દેખાઈ શકો છો.
આવો જાણીએ, એક્સપર્ટ્સ સાથે યોગ્ય મેકઅપ કરવાની કેટલીક ટિપ્સ :
આ સંદર્ભમાં પ્રોફેશનલ મેકઅપ ટ્રેનર એન્ડ આર્ટિસ્ટ શિવાની ગૌડ ડસ્કી મેકઅપના વિવિધ સ્ટેપ અને તે દરમિયાન ધ્યાન આપવાની વાત વિશે જણાવે છે :
ક્લીનિંગ : મેકઅપની શરૂઆત એક માઈલ્ડ ક્લીંઝરથી કરો. માઈલ્ડ એટલે એવું ક્લીંઝર જે તમારી સ્કિનને નુકસાન ન પહોંચાડે. જેાકે ડસ્કી કોમ્પ્લેક્શન લુકમાં સારો દેખાય છે, પરંતુ તમારો મેકઅપ સારી રીતે ન કરવામાં આવે અથવા સ્કિનનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્કિન ફિક્કી, ડ્રાય કે પેચી દેખાય છે. તેથી સ્કિનને બરાબર સાફ કરીને મેકઅપની શરૂઆત કરો.

મોઈશ્ચરાઝિંગ : સુનિશ્ચિત કરો કે તમે તમારી સ્કિનના પ્રકાર મુજબ યોગ્ય મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર જેલવાળા પણ હોય છે અને ક્રીમી પણ. તમે સ્કિન પ્રમાણે હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર મેકઅપને તમારી સ્કિન સાથે બ્લેન્ડ કરવામાં મદદ કરે છે.
બીજા તબક્કા પહેલાં તમારી સ્કિનને પ્રાઈમ કરો. પ્રાઈમિંગ મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. તમે પ્રાઈમર લગાવો છો તો મેકઅપ ફિટ બેસે છે.

કંસીલિંગ : તમારી સ્કિન પર ડાર્ક સ્પોટ્સ, ડાર્ક સર્કલ્સ અથવા પિગમેન્ટેશન છે તો તેને કંસીલરની મદદથી છુપાવો અને ફેસ પરના ડાઘ દૂર થશે. યોગ્ય જગ્યા માટે યોગ્ય કંસીલર પસંદ કરવાથી તમારા ડાઘ ગાયબ થશેે અને તમને વધારે ઈવન ફિનિશ મળશે.

ફાઉન્ડેશન : ફાઉન્ડેશન મેકઅપનો એક મહત્ત્વનો ભાગ છે. સુનિશ્ચિત કરો કે તમારા સ્કિન ટોન મુજબ યોગ્ય કલરના ફાઉન્ડેશન પસંદ કરો. આ તે જ જગ્યા છે જ્યાં મોટાભાગની મહિલાઓએ સમસ્યાનો સામનો કરવો પડે છે. યોગ્ય ફાઉન્ડેશન પસંદ કરવું તમારા સારા મેકઅપ માટે મહત્ત્વનું છે. તેથી સુનિશ્ચિત કરો કે તમને તે ફાઉન્ડેશન મળશે જે તમારી સ્કિનના રંગ સાથે મેચ થાય છે.
તમારી પાસે એવું ફાઉન્ડેશન નથી તો એવા ફાઉન્ડેશનનો ઉપયોગ કરો, જેનો શેડ તમારી સ્કિન ટોનને મેચ થતો હોય. તમે તમારી સ્કિનના રંગથી એ શેડ હળવો રંગ પસંદ કરો છો તો તે તમારી સ્કિનને ફિક્કી બનાવે છે. એક વાર બેઝ પૂરો થયા પછી તેને ટ્રાન્સલ્યૂસેન્ટ પાઉડરથી ફિક્સ કરો.

આઈ મેકઅપ : ડસ્કી સ્કિનવાળી મહિલાઓની આંખો ડાર્ક અને પાંપણ બ્લેક હોય છે. તમે તેનો તમારા મેકઅપમાં હાઈલાઈટ તરીકે ઉપયોગ કરી શકો છો. તમારા બ્લશર માટે રોઝ, ડીપ ઓરેન્જ અને કોરલ જેવા શેડ પસંદ કરો. તમે સ્મોકી આઈલાઈનર અને વધારે પ્રમાણમાં મસકારા લગાવો, જેથી આંખો વધારે શાર્પ લાગે.

લિપ કલર : મેટઅને ગ્લોસી લિપ કલર ડસ્કી સ્કિન પર વધારે સારો લાગે છે. જેાકે ડસ્કી સ્કિન માટે ન્યૂડ લુક બેટર હોય છે, પરંતુ તમે ડાર્ક કલર્સ યૂઝ કરવા માંગો છો તો વાઈન, બેરી અથવા બરગંડી ટોંસ ટ્રાય કરી શકો છો.
એલ્પ્સ બ્યૂટિ ક્લિનિકના ફાઉન્ડર ડાયરેક્ટર ડો. ભારતી તનેજાએ ડસ્કી સ્કિનની કેટલીક ખાસ મેકઅપ ટિપ્સ આપી :
સૌથી મહત્ત્વની વાત એ છે કે મેકઅપ તમારી સ્કિનના કોમ્પ્લેક્શન પ્રમાણે કરો. ડસ્કી સ્કિનની બાબતમાં અંડરસ્કિન ટોન પિંક હોઈ શકે છે અને યલો પણ. ડસ્કી સ્કિન થોડો પિંકિશ હોઈ શકે છે અથવા યલોઈશ પણ. ડસ્કી સ્કિન મુજબ મેકઅપ કરતી વખતે યોગ્ય મેકઅપ ફાઉન્ડેશનની પસંદ કરવી જરૂરી છે. તમારી સ્કિન પિંકિશ છે કે યલોઈશ છે, તે મુજબ તમે ફાઉન્ડેશન યૂઝ કરશો તો મેકઅપ નેચરલ લાગે છે.
મોટાભાગની મહિલાઓ ઈચ્છે છે કે તે ગોરી લાગે. તેના માટે ડસ્કી સ્કિન મુજબ યલો અથવા ઓરેન્જ કલરથી પૂરી સ્કિન પર એક બેઝ બનાવો. જેા સ્કિન વધારે ડાર્ક છે તો ઓરેન્જથી અને ઓછી ડાર્ક છે તો યલો કલરથી પૂરા ફેસ પર બેઝ બનાવો. બેઝ બનાવવા માટે કલર કરેક્ટરનો ઉપયોગ કરો. ત્યાર પછી તેની પર થોડા લાઈટ કલરના ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. આ રીતે તમે ગોરા દેખાશો તો મેકઅપ ઓવર નહીં દેખાય. તમારી સ્કિન નેચરલી ગોરી દેખાશે.
સ્કિનનો જેટલો પણ ભાગ બીજાને દેખાય છે એટલે ફેસની આસપાસ શરીરના જે ભાગ ખુલ્લા રહે છે, તે ભાગ પર પણ મેકઅપ કરવો જરૂરી છે. જેમ કે ગરદન, ફેસ, કાનની આગળ અને કાનની પાછળ, હાથ પર તમારે તેવો જ મેકઅપ કરવો જેાઈએ.
ડસ્કી યુવતીએ મેકઅપ કરતી વખતે પોતાના માટે ડાર્ક કલરની લિપસ્ટિક અને આઈશેડો પસંદ કરવા. મહિલાઓ વિચારે છે કે ડસ્કી યુવતીએ લાઈટ કલરની વસ્તુ યૂઝ કરવી, પરંતુ વાસ્તવમાં તેનાથી વિપરીત છે. ડસ્કીએ ડાર્ક કલરના આઈશેડો અથવા લિપસ્ટિકનો ઉપયોગ કરવો જેાઈએ.
ઉદાહરણ માટે જે આઈશેડોની વાત કરો તો પિંક આઈશેડો ન લગાવો. તમારી પર ગ્રીન, બ્લૂ, બ્રાઉન સુંદર લાગશે. ઓરેન્જ પણ ચાલે, પરંતુ લાઈટ પિંક ભૂલથી પણ ન લગાવો. આ જ રીતે જ્યારે બ્લશર લગાવવું હોય તો ડાર્ક પીચ અથવા બ્રાઉન કલર પસંદ કરો. પિંક બ્લશર ન લગાવો. લિપસ્ટિકની વાત કરીએ તો ડાર્ક કલર શેડની લગાવો. પર્પલ, બ્રાઉન, મરૂન કે બેરીઝવાળા શેડ લગાવો. ડસ્કી સ્કિન પર પિંક કલરની લિપસ્ટિક સારી નથી લાગતી.

આઈ મેકઅપ
આઈ મેકઅપ કલરથી વધારે આઈઝના શેપ પર નિર્ભર કરે છે.
આઈલાઈનર : ડસ્કી સ્કિનવાળી યુવતીઓ પર ડાર્ક ગ્રીન અથવા ડાર્ક બ્લૂ કલરની આઈલાઈનર વધારે શોભે છે. આંખો કેવી છે તે જુઓ. આંખો મોટી છે તો સ્મોકી મેકઅપ પણ કરી શકો છો. સ્મોકી ગ્રીન, સ્મોકી બ્લૂ મેકઅપ સારો લાગે છે.
આ રીતે આઈલિડ્સ પર થોડો લાઈટ શેડ લગાવી શકો છો. પિંક ન લગાવો. બેઝ, બ્રાઉન, ગ્રીન જેવા શેડ લગાવો. આ રીતે આઈબ્રોઝની નીચે સિલ્વર કલરનો ક્યારેય ઉપયોગ ન કરો. તેને ડાર્ક ગોલ્ડ અથવા બ્રોંઝ ગોલ્ડથી હાઈલાઈટ કરો.
મસકારાના ૨ કોટ લગાવો, જેથી આંખો મોટી અને સુંદર દેખાય. કાજલ સારી રીતે લગાવો. કજરારી આંખો સારી લાગે છે.
આજકાલ સ્મઝ કાજલ ટ્રેન્ડમાં છે. તેથી આંખ સુંદર અને મોટી દેખાય છે.
મસકારાના ૨ કોટ લગાવ્યા પછી આઈલેશિસ કલરથી કર્લ કરો. તેથી આંખ પ્યારી અને મોટી લાગે છે. જેા લેશિસ નાની છે તો આઈલેશિસ બજારમાં મળે છે. તે લગાવો. પરમેનન્ટ આઈલેશિસ લગાવી શકો છો.

હેર કલર
ડસ્કી યુવતીએ હેર કલર કરાવવા હોય તો બ્રાઉન અથવા બરગંડી કે પછી ચોકલેટ કલર કરાવવો. એશ કલર અથવા ગોલ્ડ કલર ક્યારેય ન કરાવો. આ વિશે ગ્રુશા ખન્ના કેટલીક ટિપ્સ આપે છે :
ડસ્કી સ્કિન ટોન પર ટ્રાન્સલ્યૂસેન્ટ નહીં, પણ બનાના પાઉડરનો ઉપયોગ કરવો જેાઈએ, નહીં તો ફેસ વધારે વ્હીટિશ લાગશે.
ડસ્કી સ્કિન ટોન પર ડાર્ક સર્કલ્સ અને પિગમેન્ટેશન છુપાવવા માટે ઓરેન્જ કલર કરેક્ટરના બદલે સ્કિન ટોનથી ૨ શેડ ડાર્ક કંસીલરનો ઉપયોગ કરો.
ઓરેન્જ કલરનો બ્લશ વધારે હાઈલાઈટિંગ કરે છે.
હાઈલાઈટિંગ કંસીલર હંમેશાં સ્કિનથી એક ટોન લાઈટ હોવું જેાઈએ, જેથી તે તમને વધારે વ્હીટિશ લુક ન આપે.
હંમેશાં ક્રીમ કંટૂર ઉપર પાઉડર કંટૂરનો ઉપયોગ કરો, જેથી તે લોક થઈ જાય અને લોંગ લાસ્ટિંગ રહે.
લિપસ્ટિક હંમેશાં આઉટફિટને કોમ્પ્લિમેન્ટરી જ રાખો. જેા એવું નથી તો તમારે ડાર્ક પિંક રેડ અથવા ઓરેન્જ શેડનો ઉપયોગ કરવો.
ડસ્કી સ્કિન સાથે ગ્લિટર આઈઝ મેકઅપ સુંદર લાગે છે. આંખો પર ગ્લિટરની અસરથી ડસ્કી સ્કિન વધારે નિખરે છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....