‘‘ચૌદવી કા ચાંદ હો યા આફતાબ હો, જેા ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો...’’ હવે આ હુસ્નની લાજવાબી જ્યારે કુદરતી ન રહેતા આર્ટિફિશિયલ એટલે કે પ્લાસ્ટિક સર્જનના લીધે હોય તો પણ કોઈ જ મુશ્કેલી નથી. દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેની સુંદરતાના જાદૂને જેાનાર તમામ વખાણે.
જેા ફેસ પર નાક અણીદાર હોય, હોઠ સેક્સી હોય, ગાલ પર ડિંપલ્સ હોય, ભ્રમરો ધનુષાકાર હોય તો તમને જેાઈને બધા અચંબિત થઈ જાય. કુલ મળીને નખશિખ ૧૦૦ ટકા બ્યૂટિનું લેબલ તમારા નામે થઈ શકે છે. જેાકે કંઈ યોગ્ય ન હોય તો તેને પણ મનમરજી મુજબ કરાવી શકાય છે, કારણ કે પ્લાસ્ટિક સર્જન પાસે દરેક વસ્તુનો ઉપાય હોય છે.
મોડલ અને ફિલ્મ અભિનેતા માટે પ્લાસ્ટિક સર્જરી એક એવો રામબાણ ઈલાજ બની ગયો છે કે વર્ષોવર્ષ તમારી સુંદરતાનો જાદૂ જળવાઈ રહેશે, પરંતુ દરેક મહિલાના મનમાં પ્લાસ્ટિક સર્જરી વિશે ઘણા બધા પ્રશ્નો ઊઠે છે કે શું આ સર્જરી દરેક માટે ઉપલબ્ધ થઈ શકે છે? ખર્ચ કેટલો આવે છે? સર્જરી ક્યાં કરાવવી જેાઈએ? તેનાથી કઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે? એક વાર કરાવ્યા પછી શું તે ભાગની ફરીથી પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર પડી શકે છે? કુશળ પ્લાસ્ટિક સર્જનની ઓળખ કેવી રીતે કરવી? તેમજ સર્જરી પછી કઈ સાવચેતી રાખવાની જરૂર પડે છે?
આ બધા પ્રશ્નોના જવાબ માટે પ્રીતમપુરા, દિલ્લી સ્થિત એપ્પલ સ્કિન કોસ્મેટિક એન્ડ લેસર ક્લિનિકના ડર્મેટોલોજિસ્ટ ડો. દીપ્તિ ધવન સાથે અમે વાત કરી હતી. અહીં પ્રસ્તુત છે તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ :

નોઝ સર્જરી કરાવવા પાછળનો હેતુ શું છે, કયાકયા પ્રકારની નોઝ સર્જરી થાય છે અને શું તે ૧૦૦ ટકા સેફ છે?
નોઝ સર્જરી કરાવવાનો હેતુ નોઝને યોગ્ય શેપ આપવાનો હોય છે. તેના દ્વારા આપણે બોનને યોગ્ય શેપ આપી શકીએ છીએ. જેા કોઈનું પોપટની ચાંચ જેવું નાક હોય તો અમે તેને નોઝ સર્જરી દ્વારા ઉભારી શકીએ છીએ, જેનાથી તે વ્યક્તિની પર્સનાલિટીમાં ગ્રેસ આવવાની સાથે તેનામાં કોન્ફિડન્સ વધે છે. આ સર્જરીમાં ન બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે કે ન એનેસ્થેસિયા આપવાની ઝંઝટ. જેા કોઈને સર્જરીનું નામ સાંભળીને ગભરામણ થતી હોય તો તેના કહેવા પર તેને એનેસ્થેસિયા આપીએ છીએ અને તે પણ નોઝ પોર્શન પર જ.
આ સર્જરી કરવામાં વધારે સમય નથી લાગતો. માત્ર ૩૦-૪૦ મિનિટમાં પૂરી પ્રોસિજર કંપ્લીટ થઈ જાય છે. વળી તેના રિઝલ્ટ માટે પણ વધારે લાંબી રાહ જેાવી પડતી નથી. સર્જરી પછી પોતાના નોઝના શેપમાં તરત બદલાવ જેાઈ શકો છો.
આ સર્જરીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી કે ન આહારમાં કોઈ પરેજી રાખવી પડે છે, મન થાય તો ખાઓ. બસ સર્જરી પછી ૭-૮ દિવસ સુધીમાં ઊંધા ઊંઘવાનું નથી હોતું. આ જ રીતે ૨-૩ દિવસ સુધી નોઝ પોર્શનને અનટચ રાખવો જેાઈએ, કારણ કે ટચ કરવાથી ઈંફેક્શનનો ડર રહે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....