વેડિંગ પાર્ટીમાં જવા માટે તૈયાર થતી વખતે દરેક યુવતીનું સપનું હોય છે કે તે દુલ્હનથી પણ વધારે સુંદર અને આકર્ષક દેખાય. તેનો ડ્રેસ અને હેરસ્ટાઈલ એવા હોય કે લોકોની નજર તેની પર કેન્દ્રિત રહે. આવો, અમે તમને કેટલીક સિંપલ, પણ આકર્ષક હેરસ્ટાઈલ વિશે જણાવીએ, જેા તમે વેડિંગ પાર્ટીમાં ટ્રાય કરી શકો છો :

સોફ્ટ હેર લુક
વેડિંગ પાર્ટીમાં તમે એક સોફ્ટ હેર લુક કેરી કરી શકો છો. હેરને સરખા ભાગમાં ડિસ્ટ્રિબ્યૂટ કરીને સોફ્ટ કર્લ્સ બનાવો. ટોંગ રોડ કે સ્ટ્રેટનિંગ રોડનો ઉપયોગ કરીને તમે કર્લ્સ બનાવી શકો છો. પૂરા કર્લ્સ બન્યા પછી ફિંગરની મદદથી લૂઝ કરો. આ રીતે તમે સોફ્ટ કર્લ્સ બનાવો. સોફ્ટ કર્લ્સને વધારે અટ્રેક્ટિવ બનાવવા ઈચ્છો છો તો આગળથી બ્રેડ લઈ શકો છો.
આ રીતે આકર્ષક ઈંડોવેસ્ટર્ન લુક મળશે. હેરને ફ્રેશ ફ્લાવર્સ સાથે એક્સેસરિઝ કરો. કોઈ ક્લોઝ ફેમિલી વેડિંગ અથવા પાર્ટીમાં જવા માટે આ સુંદર ટ્રેડિંગ અને સદાબહાર હેરસ્ટાઈલ લુક છે.

વિક્ટોરિયન બન
જ્યારે તમે કોઈ ક્લોઝ ફંક્શનમાં જાઓ છો, જેમ કે તમે વરવધૂના બહેન અથવા ભાભી છો તો આવી કોઈ ટાઈડઅપ હેરસ્ટાઈલ બનાવી શકો છો. જે ફ્રંટમાં તમને પ્રોપર સ્લીક સેટિંગ આપે છે. તમે ફ્રંટમાં ફિંગર સેટિંગથી તેને વધારે આકર્ષક બનાવો. સામેથી પાર્ટિશનને સરખા સેક્શન સાથે ફિંગર સેટિંગ સાથે ફ્રંટ સ્વાઈપ કરો, જેથી થોડો ભાગ માથા પર આવે.
તમે ટીકાની સાથે તેને ડેકોરેટ કરી શકો છો. પાછળ ખૂબ સુંદર બ્રેડ સાથે બન બનાવી શકો છો. તેમાં તમે નોર્મલ ચોટી બનાવી શકો છો જે સુંદર ફ્રેશ ફ્લાવરથી તેને ડેકોરેટ કરી શકો છો.

પ્રિન્સેસ બ્રેડ
આ ટ્રેન્ડી હેરસ્ટાઈલ છે. આ સ્ટાઈલને બ્રાઈડ પણ કેરી કરી શકે છે અને કોઈ વેડિંગ પાર્ટીમાં જવા માટે તમે પણ અપનાવી શકો છો. તેમાં સુંદર રીતે મેસ્સી ચોટી બનાવવામાં આવે છે. તમે આ સ્ટાઈલ ઓરિજિનલ હેર સાથે બનાવી શકો છો કે પછી એક્સટેન્શન પણ અટેચ કરી શકો છો. તેને સુંદર રીતે તમે લેફ્ટ ટૂ રાઈટ અને રાઈટ ટૂ લેફ્ટ બનાવો. પછી ધીરેધીરે ફિંગર્સ સાથે ઓપન કરશો.
તે એક મેસ્સી લુક આપે છે, જે આજકાલ ટ્રેન્ડમાં છે. તમે બ્રેડને પણ ફ્રેશ ફ્લાવરથી ડેકોરેટ કરી શકો છો. તેથી એ વધારે સુંદર લાગશે. ફ્રેશ ફ્લાવરમાં તમે રોઝિસ યૂઝ કરી શકો છો, જિપ્સી ફ્લાવર કે કાર્નેશંસનો યૂઝ કરી શકો છો.

રિંગ્લેટ બન
તે હેરસ્ટાઈલ ક્લોઝ ફંક્શનમાં જવા માટે પરફેક્ટ છે. ભલે ને તમે બ્રાઈડ છો, કોકટેલમાં જવું છે કે અંગેજમેન્ટમાં આ હેરસ્ટાઈલ તમને એક અલગ લુક આપશે. આ સ્ટાઈલ લહેંગા સાથે સુંદર લાગે છે. તેમાં દરેક સાઈડથી ફિંગર્સથી રફ ટેક્સ્ચર આપવામાં આવે છે. રફ ટેક્સ્ચર પછી હેરને સ્પ્રેની મદદથી ટાઈ કરવામાં આવે છે. પાછળ જે હેર રહી જાય છે તેને જૂડાના ફોર્મમાં રિંગ્સ બનાવો. તેને કોઈન સેટિંગ્સ કહેવાય છે, જેમાં પાછળથી બીડ્સ લગાવીને હેરની સેટિંગ કરો. ફિંગર સેટિંગ સાથે ફ્રંટ સેટિંગ કરો. રિંગ સેટિંગથી જૂડામાં નાનાનાના પાર્ટિશનમાં હેર લઈને તેને સેટ કરો.

નેચરલ કર્લ્સ એન્ડ વેવ્સ
તેમાં આકર્ષક વેવ્સ અને સોફ્ટ કર્લ્સ બનાવો. પછી તેનું સેન્ટર પાર્ટિંગ ન કરીને સાઈડ પાર્ટિંગ કરો. સાઈડ પાર્ટિંગ કરીને એક સાઈડ પર હેર છોડો અને બીજી સાઈડ પિનઅપ કરીને ત્યાં સુંદર એક્સેસરિઝ લગાવીને તેને હાઈલાઈટ કરો. તમે કોઈ હેવી આઉટફિટ પહેરી શકો છો અને તમે હેરને મિનીમાઈઝ કરવા નથી માંગતા તો તમે ઈક્વિલિબ્રિયમ મેન્ટેન કરી શકો છો અને ઓપન હેરસ્ટાઈલમાં તમે નેચરલ લુક આપી શકો છો.

હાફ બ્રેડ બન
આ હેરસ્ટાઈલ તમે આરામથી અને સુંદર રીતે કેરી કરી શકો છો. પાછળ પફ આપીને તેમાં થોડો વોલ્યૂમ આપો. વચ્ચે પફ આપીને વોલ્યૂમ આપો. ફ્રંટમાં બ્રેડ બનાવો જે લૂઝ હોવો જેાઈએ. આ બ્રેડ ૩ પાર્ટિશનવાળું નહીં, પણ ૨ વાળું હોય. તેને ટ્વિસ્ટ બ્રેડ પણ કહેવાય છે. ટ્વિસ્ટ બ્રેડ સાથે તેને હળવા હાથથી ઓપન કરો, જેથી એક વોલ્યૂમ માથાની સાઈડમાં આવે. તે ઈંગ્લિશ લુક આપશે.
તમે એક એવા ફંક્શનમાં જઈ રહ્યા છો જ્યાં તમે એક બન કેરી કરી શકો છો તો આ હેરસ્ટાઈલ તેના માટે પરફેક્ટ છે. તે લુકમાં સિંપલ અને સુંદર છે અને બનાવવામાં પણ સિંપલ છે. તમે તેને ફ્રેશ ફ્લાવરથી કેરી કરો તો વધારે આકર્ષક લાગશે.
(લેખ મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાર એકેડમીની ડાયરેક્ટર આશ્મીન મુંજાલ સાથે કરવામાં આવેલી વાતચીત પર આધારિત છે.)
– ગરિમા પંકજ

વધુ વાંચવા કિલક કરો....