સાડીનો પાર્ટીવેરમાં આજે પણ સૌથી વધારે ઉપયોગ થાય છે, પરંતુ વિંટરમાં તે ઠંડા પવનને ન અટકાવી શકે. આ સ્થિતિમાં કેટલીય વાર સાડી પહેરીને વિંટર પાર્ટીમાં જતી મહિલાઓ ઠંડીમાં હેરાન થાય છે. ફેશન ડિઝાઈનરોએ આ સમસ્યાને દૂર કરવા માટે ફેશનેબલ જેકેટ તૈયાર કર્યા છે, જે સાડી પર પહેરી શકાય છે. આ જેકેટ સાડી અને ડિઝાઈનર બ્લાઉઝને છુપાવતું નથી, પણ તેની સુંદરતાને વધારે નિખારે છે. આ જેકેટ લોંગ કોટ જેવું ઘૂંટણની નીચે સુધી આવે છે. સાડી સાથે મેચ થતી આ ફેશનનો ન્યૂ ટ્રેન્ડ છે. સ્પેશિયલ ડિઝાઈનર જેકેટ ફેશન ડિઝાઈનર કાશની કબીર જણાવે છે, ‘‘સાડી સાથે ઓવર કોટ કે કોટ પહેલાં પણ પહેરી શકો છો. સ્વેટર પણ સાડી પર પહેરાતું હતું. કોટ અને સ્વેટરમાં સાડીની સુંદરતા છુપાઈ જાય છે અને તે પાર્ટી ડ્રેસ નથી લાગતો, તેથી મહિલાઓ તે પાર્ટીમાં નથી પહેરતી. પછી વિંટરની પાર્ટીમાં માત્ર સાડીબ્લાઉઝમાં જવું મોસમને અનુકૂળ નથી. આ સ્થિતિમાં સાડી સાથે આ સ્પેશિયલ ડિઝાઈનર જેકેટનો ન્યૂ ટ્રેન્ડ છે.’’ સાડી સાથે જેકેટ યોગ્ય રીતે કેરી થઈ શકે છે. તે માટે જેકેટ પર સુંદર બેલ્ટ પણ લગાવી શકો છો, જેથી સાડી અને જેકેટ પહેરવા છતાં પણ ફિગર આકર્ષક દેખાય છે. આ જેકેટ એ રીતે તૈયાર કરવામાં આવે છે કે તે પહેરીને સાડીની ડિઝાઈન અને બ્લાઉઝનો કટ છુપાય નહીં. જેકેટ તૈયાર કરવામાં ફેબ્રિક અને સિલાઈ એ રીતે કરવામાં આવે છે કે તે ફેશનેબલ તો દેખાય જ છે, વિંટરમાં ઠંડા પવનથી પણ બચાવે છે.

વિંટર સીઝનમાં નો ટેન્શન સાડી સાથે પહેરાતું જેકેટ ફેશનેબલ લુક આપે છે. તેની ખાસ વાત એ છે કે તેને ડિઝાઈનર સલવારકમીઝ અને લહેંગા સાથે પણ પહેરી શકો છો. જેકેટના કલર અને ફેબ્રિક એવા હોય છે કે તે અલગઅલગ રંગની સાડી અને સલવારસૂટ સાથે પહેરી શકાય છે. સાડીની જેમ લહેંગાજેકેટ ટ્રેન્ડમાં છે. આ સ્થિતિમાં લહેંગા કેટલીય રીતે કામ આવે છે. આ જેકેટને અનારકલી લહેંગા સાથે પહેરી શકો છો. ચોલી પાસે તેનું ખાસ ફિટિંગ હોય છે, જેથી પહેરનાર મહિલા ગ્લેમરસ દેખાય છે. ઈંડોવેસ્ટર્ન લહેંગા સાથે પણ આ પહેરી શકાય છે. એટલે કે હવે આ વિંટર સીઝનમાં મહિલાઓએ સાડી માટે પરેશાન થવાની જરૂર નથી.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....