શ્વેતા અને પ્રિયંકા ફિલ્મ જેાવા ગઈ હતી. ફિલ્મ જેાઈને ઘરે પાછા ફરતી વખતે શ્વેતાએ કહ્યું, ફિલ્મની હીરોઈન કેટલી સુંદર દેખાઈ રહી હતી. તેના ડ્રેસિસ પણ કેટલા સુંદર હતા. કાશ, હું પણ આવા કપડાં પહેરી શકતી હોત તો કેવું સારું.’’ શ્વેતાની વાત સાંભળીને પ્રિયંકાએ કટાક્ષમાં કહ્યું, ‘‘તો પહેર ને. તને કોણે રોકી છે.’’ ‘‘રોકી તો કોઈએ નથી, પણ મારી ઉંમર તો જેા. આ ઉંમરમાં તેના જેવા કપડાં પહેરીશ તો લોકો મારા પર હસશે નહીં? ક્યાં ૨૦-૨૨ વર્ષની હીરોઈન અને ક્યાં હું.’’ શ્વેતાએ જવાબ આપ્યો. ‘‘તેમાં હસવાની કઈ વાત છે? દરેક વ્યક્તિની પોતાની એક અલગ ચોઈસ હોય છે. માત્ર થોડીક ડ્રેસિંગ સેન્સ સારી હોવી જેાઈએ. પછી ખુશીથી પોતાની પસંદગીના કપડાં પહેરો અને યુવાન દેખાવો.’’ વાત સાચી છે.

ડ્રેસિંગ સેન્સ સારી હોય તો તમે દરેક પ્રકારના કપડાં પહેરી શકો છો. એક સલૂનના ઓનર પારુલ શર્માને જ્યારે મેં પૂછ્યું કે શું પોતાની ઉંમરથી નાના દેખાવા માટે પહેરવામાં આવતા કપડાની કોઈ ભૂમિકા હોય છે? ત્યારે તેમણે કહ્યું, ‘‘ઓફકોર્સ હોય છે, બધી મહિલાઓ પોતાની ઉંમર કરતા નાની દેખાવા ઈચ્છતી હોય છે. તેથી તેઓ જાતજાતના ઘરેલુ ઉપાય અજમાવે છે, પરંતુ આ બધા સિવાય નાના દેખાવા માટે પહેરવામાં આવેલા કપડાની પણ મહત્ત્વની ષ્ઠૂમિકા હોય છે. શરીર તથા પસંદ અનુસાર કપડાની પસંદગી તમને યુવાન દર્શાવવામાં ખૂબ મદદરૂપ બને છે.’’ મેં જ્યારે પૂછ્યું કે ઘણી મહિલાઓ પોતાની ટીનેજર્સ દીકરીઓની ફેશનના કપડાં પહેરતી હોય છે, તે વિશે તમારું શું કહેવું છે? એક ૪૦ વર્ષની મહિલા એવા કપડાં પહેરે તો વિચિત્ર નહીં લાગે? ત્યારે તેમણે કહ્યું, ‘‘ના, બિલકુલ નહીં, પરંતુ શરત એ છે કે મહિલાએ આ પ્રકારના ડ્રેસ પહેરવાનું પસંદ હોય તો તેને જાણ હોવી જેાઈએ કે તે આ ડ્રેસને કેવી રીતે કેરી કરે.’’

આમ તો જરૂરી નથી કે જે કપડાં ટીનેજર યંગ દેખાવા માટે પહેરતા હોય છે તેવા કપડાં ૪૦ વર્ષની મહિલા પણ પહેરે, પરંતુ હા, ટ્રેન્ડના હિસાબે તેના જેવી અને વધારે સોફિસ્ટિકેટેડ પેટર્ન પહેરી શકે છે. શું યુવાન દેખાવા માટે નાના અને બોડી હગિંગ ટાઈટ કપડાં પહેરવા જેાઈએ? પૂછતા તેમનો જવાબ હતો, ‘‘જેા કોઈને પસંદ હોય તો જરૂર પહેરે. માત્ર પોતાના પર વિશ્વાસ હોવો જેાઈએ કે પોતે સારા દેખાય. હું એમ પણ કહીશ કે જરૂરી નથી કે તમે નાના, પારદર્શી અથવા ટાઈટ કપડાં પહેરશો તો જ યુવાન દેખાશો. ટ્રેન્ડી રહેશો, તો ખરેખર તમે ઉંમર કરતા નાના દેખાશો. ડ્રેસ પહેરવાની યોગ્ય રીત નહીં હોય તો તમે યુવાન દેખાવાના બદલે ફૂવડ પણ દેખાઈ શકો છો.’’ ટ્રેન્ડ્સની જાણકારી ક્યાંથી મેળવશો? પ્રશ્નના જવાબમાં તેમનું કહેવું હતું, ‘‘લેટેસ્ટ ટ્રેન્ડ્સની વેબસાઈટ અને સારા ફેશન કેટેલોગ્સ જુઓ. હું પોતે પણ તેને જેાતી હોઉં છું અને સર્ચ કરું છું કે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કેવા ફેબ્રિક અને પેટર્ન ફેશનમાં છે વગેરે.’’ ફિટનેસ સાથે ચહેરા પર પણ આવે છે નિખાર : મારી સાહેલી જિયાનું કહેવું છે, ‘‘મને ફેશનેબલ કપડાં પહેરવા ખૂબ ગમે છે. તેથી જિમમાં વર્કઆઉટ કરીને ફિટ રહું છું. જિમનો એક લાષ્ઠ એ પણ છે કે એક્ટિવ રહેવાથી શરીરમાં એંડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે, જેને હેપીનેસ હોર્મોન પણ કહે છે. જેા તમે ખુશી અનુષ્ઠવશો તો તમારા ચહેરા પર પણ નિખાર આવશે. જ્યારે ચહેરો ખીલેલો દેખાશે ત્યારે હકીકતમાં તમે યુવાન દેખાશો. તેથી મનપસંદ કપડાં પહેરો, ખુશ રહો અને યુવાન દેખાઓ.’’

મારી બીજી એક સાહેલી ઈશા, જે સોફ્ટવેર એન્જિનિયર છે, તે થોડા મહિના પહેલાં ઓસ્ટ્રેલિયાથી આવી છે, તે કહે છે, ‘‘મને વેસ્ટર્ન કપડાં પહેરવા ખૂબ ગમે છે અને તેમાં હું કંફર્ટેબલ પણ ફીલ કરું છું. વેસ્ટર્નની સાથે મને માથા પર હેટ પહેરવી ખૂબ સૂટ કરે છે. હું દરરોજ બહાર આવતા જતા હેટ પહેરું છું. સૂર્યના તેજ કિરણો જ્યારે ચહેરા અને માથા પર પડે છે. ત્યારે સ્કિનનો રંગ કાળો અને નિસ્તેજ થઈ જાય છે. વાળ પણ રૂક્ષ થવા લાગે છે. તેથી હેટ પહેરવાથી મારો શોખ તો પૂરો થાય છે, સાથે સૂર્યના હાનિકારક કિરણોથી મારી સ્કિન અને વાળનો પણ બચાવ થાય છે. તે મને પોતાની ઉંમર કરતા નાની દર્શાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ટ્રેન્ડી દેખાવાની કેટલીક ટિપ્સ : મને કોલેજના સમયથી ટ્રેન્ડી કપડાં પહેરવાનો ખૂબ શોખ હતો. યુવાન દેખાવા માટે ઘણી મહિલાઓ માત્ર બ્યૂટિ પ્રોડક્ટનો સહારો લેતી હોય છ, પરંતુ બ્યૂટિ પ્રોડક્ટ સાથે તમે પોતાના પહેરવેશ પર પણ ધ્યાન આપશો તો ખરેખર તમે યુવાન દેખાશો. તમારી જીવનશૈલીને નિયમિત રીતે તપાસો. પૂરતી ઊંઘ લો, ભોજનમાં બેલેન્ડ્સ ડાયટ લો. રોજ એક્સર્સાઈઝથી સ્વયંને ફિટ રાખો. તમે ફિટ હશો તો બધા પ્રકારના કપડાં મારા પર બીજા કરતા વધારે સારા લાગશે. તમે મનપસંદ કપડાં પહેરવા ઈચ્છો છો તો કપડાં ખરીદતી વખતે તેના સ્ટિચિંગ પર પણ ધ્યાન આપો. તે સારી રીતે ડિઝાઈન્ડ હશે તો તમે વધારે આકર્ષક દેખાશો. વર્ટિકલ સ્ટ્રીમ લાઈન્ડ ડ્રેસ તમને યુવાન દર્શાવશે. ઘણી વાર ૩-૪ પ્રકારના ટ્રેન્ડ્સ એક જ ડ્રેસમાં એકસાથે ઉમેરમાં આવે છે, જેમ કે ટ્રેડિશનલ કુરતામાં એમ્બ્રોઈડરી, ફુલસ્લીવની સાથે કફ તથા બટન જેથી સ્લીવ્સ ફોલ્ડ પણ કરી શકાય, પરંતુ સાચું કહો તો તે બિલકુલ સારા નથી દેખાતા.

  • જ્યારે તમે કપડાં ખરીદો છો ત્યારે તેની સાથે મેચિંગ બેગ, જૂતા, જ્વેલરી વગેરે પણ ખરીદી લો. ઘણી વાર ડ્રેસ તથા ફૂટવેરની સ્ટાઈલ જે મેચ ન કરે તો ટ્રેન્ડી અને નવી ફેશનના કપડાની મજા નથી આવતી. તે જ ડ્રેસ સાથે એક્સેસરિઝ તથા ફેસ મેકઅપ પર પણ ધ્યાન આપશો તો તરત જ તમારી ઉંમર ૧૦ વર્ષ ઓછી લાગશે. જેા તમે જીન્સ પહેરી રહ્યા છો તો પેન્સિલ હીલ્સ પહેરવાથી તમારામાં વધારે ડેલીકેસી નજરે પડશે અને તમે યંગ દેખાશો.
  • કેટલીક મહિલાઓ શોર્ટ સ્કર્ટ પહેરતી હોય છે અને સાથે બિંદી પણ લગાવતી હોય છે આ સ્થિતિમાં જેાનારની સમજમાં સ્પષ્ટ નથી દેખાતું કે તમને મેચિંગનું નોલેજ નથી. તેથી આમ કરવાથી દૂર રહો.
  • તમને શોર્ટ સ્કર્ટ પહેરવાનો શોખ હોય તો જરૂર પહેરો, પરંતુ જેા તમારી ઉંમર વધારે હોય તો તમારે વધારે ફ્લેવર ધરાવતું સ્કર્ટ ન પહેરતા સ્ટ્રેટ કટ પહેરો. સાથે ફ્લેટ અથવા હીલ્સ જેમાં તમે કંફર્ટેબલ રહી શકો તે પહેરો. આમ કરવાથી તમે સ્લિમ તેમજ એક્ટિવ દેખાશો. ફેસ મેકઅપ છે પહેરવેશનો હિસ્સો આ બધા પછી પણ જેા તમને ફેસ મેકઅપ પસંદ હોય તો તે જરૂર અજમાવો. તે પણ તમારા પહેરવેશનો એક મહત્ત્વનો ભાગ છે. આઈશેડો જે ડ્રેસના મેચિંગના ચક્કરમાં ઘેરા રંગનો લગાવશો તો તે ખૂબ જ નાટકીય લાગશે. તેના બદલે હળવા રંગનો નેચરલ દેખાતો આઈશેડો લગાવો અને લિપસ્ટિક પણ સોફ્ટ કલરની લગાવો અથવા તો માત્ર લિપગ્લોસ પણ લગાવી શકો છો, જેા તમારા હોઠને મોઈશ્ચરાઈઝ કરવાની સાથે ચમકદાર પણ રાખશે. આ બધાનો ઉપયોગ કરવાથી તમે ભડકીલા નહીં, પરંતુ યુવાન અને ફ્રેશ દેખાશો.
    – રોચિકા શર્મા
વધુ વાંચવા કિલક કરો....