સામગ્રી :
૧ કપ મેંદો
જરૂર મુજબ તેલ
જરૂર મુજબ પાણી.

સ્ટફિંગ માટે :
૧૧/૨ કપ માવો છીણેલો
૧/૪ કપ નાળિયેરની છીણ
૨ મોટી ચમચી સોજી
૧ નાની ચમચી કાજુ
૧ મોટી ચમચી બદામ
૧ મોટી ચમચી કિસમિસ
૧ મોટી ચમચી ચિરોંજી
૧ મોટી ચમચી મગજતરીનાં બી
૧/૨ નાની ચમચી એલચી પાઉડર
૪-૫ ચમચી બૂરું પાઉડર
જરૂર મુજબ ખાંડની ચાસણી
૬ કેસરના તાંતણા.

સ્ટફિંગની રીત :
એક પેનમાં નાળિયેરની છીણને સારી રીતે રોસ્ટ કરીને કાઢી લો. તે જ પેનમાં સોજીને ડ્રાય રોસ્ટ કરો. કાજુ અને બદામને એકસાથે રોસ્ટ કરીને ક્રશ કરો. મગજ અને ચિરોંજીને એકસાથે રોસ્ટ કરો. છેલ્લે માવો શેકીને એલચી પાઉડર અને કિસમિસ મિલાવો અને નરમ થવા સુધી પકાવો. તેને પણ બાઉલમાં કાઢો અને ખાંડ નાખીને બધી વસ્તુને મિક્સ કરો.

ચાસણીની રીત :
પાણીમાં ખાંડ નાખીને ઓગાળીને ચાસણી બનાવો અને તેમાં કેસર નાખો.

ઘૂઘરાની રીત :
એક બાઉલમાં મેંદો અને તેલને તમારી આંગળીથી ત્યાં સુધી મિલાવો જ્યાં સુધી તે ચીકણું ન થાય. પછી તેમાં થોડુંથોડું પાણી નાખીને લોટને ગૂંદી લો. તૈયાર લોટને હળવા ભીના કપડાથી ઢાંકીને ૩૦ મિનિટ સુધી રેસ્ટ આપો. ત્યાર પછી લગભગ ૫ મિનિટ સુધી લોટને હાથથી મસળીને ચીકણો કરો અને નાનાનાના લૂઆ બનાવો. તેને પૂરીની જેમ ગોળ વણો. વણવા માટે સૂકા મેંદાનો ઉપયોગ કરો, પણ વધારે મેંદો ન નાખો. તૈયાર પૂરીને ઘૂઘરાના મોલ્ડમાં મૂકો. કિનારીને ભીની કરો, જેથી સારી રીતે સીલ થાય. સ્ટફિંગ ભરીને ઘૂઘરા મેકરને બંધ કરો. ઘૂઘરાને કાઢીને એકબાજુ મૂકી દો અને એક મુલાયમ કપડાથી ઢાંકી દો, બીજા પણ આ જ રીતે તૈયાર કરી લો. ઘૂઘરા બનાવતી વખતે ધ્યાન રાખો કે ઘૂઘરા ગમે ત્યાંથી ક્રેક ન થાય તો તળતી વખતે ઘૂઘરો ફાટીને ખરાબ થશે. પેનમાં તેલ ગરમ કરીને મધ્યમગેસ પર બધા ઘૂઘરા ફ્રાય કરો. થોડી વાર પછી તેને ચાસણીમાં ડિપ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....