સામગ્રી :
૧ કપ બદામ પલાળેલી અને છાલ ઉતારેલી
૧/૨ લિટર ફુલ ક્રીમ દૂધ
૪ મોટી ચમચી બૂરું ખાંડ
૧ નાની ચમચી એલચી પાઉડર
ચપટી કેસર દૂધમાં પલાળેલી
૧/૪ કપ છીણેલો માવો.

રીત :
એક પેનમાં ફુલ ક્રીમ દૂધને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી કે આ ૩૦ ટકા ઓછું થાય, પછી ઠંડું થવા માટે અલગ રાખો. બદામને ફુલ ક્રીમ દૂધ સાથે મિલાવીને મુલાયમ પેસ્ટ બનાવો. તેમાં એલચી પાઉડર અને ખાંડ ઉમેરો. એક અલગ પેનમાં છીણેલો માવો મધ્યમ ગેસ પર નરમ થવા અને પેસ્ટ બનવા સુધી શેકો. માવામાં ધીરેધીરે દૂધ નાખો અને સતત ચલાવતા રહો, જેથી કોઈ ગાંઠ ન પડે. તૈયાર થતા ગેસ બંધ કરો અને મિશ્રણને ગળણીની મદદથી બાઉલમાં ગાળી લો. તેમાં કેસર નાખો અને મિક્સ કરીને ફ્રિજમાં ઠંડું થવા માટે મૂકો. ઝીણા સમારેલા કાજુબદામ, ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરો અને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....