સામગ્રી :
૧ કપ મકાઈનો લોટ
૧/૪ કપ મેંદો
૧ મોટી ચમચી તેલ
૧/૨ કપ દહીં
૧ મોટી ચમચી લીલી ચટણી
૧ મોટી ચમચી સૂંઠ
૧ બાફેલું બટાકું
૧ ડુંગળી સમારેલી
૧ લીલું મરચું બારીક સમારેલું
૧ નાની ચમચી કોથમીર સમારેલી
લાલ મરચું પાઉડર
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.
રીત :
મકાઈનો લોટ અને મેંદાને ચાળીને મીઠું અને તેલ નાખીને ગૂંદી લો. તેને પાતળા વણીને ત્રિકોણ આકારમાં કાપી લો. ગરમ તેલમાં સોનેરી થવા સુધી તળો. પ્લેટમાં કાઢીને તેની ઉપર ડુંગળી, ટામેટા અને બટાકા કાપીને નાખો. ઉપરથી દહીં, ચટણી, સૂંઠ, કોથમીર, લીલા મરચાં અને મીઠું નાખી સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





