સામગ્રી :
૧ કપ મેંદો
તળવા માટે તેલ
૧ નાની ચમચી કસૂરી મેથી
૧/૨ નાની ચમચી જીરું પાઉડર
૧/૨ નાની ચમચી અજમો
૧/૨ નાની ચમચી કાળાં મરી
જરૂર મુજબ પાણી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મેંદો, કસૂરી મેથી, જીરું પાઉડર, અજમો, કાળાં મરી, મીઠું અને તેલને એક બાઉલમાં નાખીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણમાં થોડું પાણી નાખો અને કડક લોટ ગૂંદી લો. ત્યાર પછી એક ભીના કપડાથી ઢાંકીને લગભગ ૩૦ મિનિટ માટે રેસ્ટ કરવા દો. ત્યાર પછી લોટને થોડી વાર ગૂંદો અને પછી વેલણ પર તેલ લગાવીને રોટલીની જેમ વણો. ચપ્પુ અને પિઝા કટરની મદદથી મોટીમોટી સ્ટ્રિપ્સ કાપી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને મધ્યમ ગેસ પર શક્કરપારા ક્રિસ્પી થવા સુધી તળો. ઠંડા થતા એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....