સામગ્રી :
૨૦૦ ગ્રામ દહીં
૧૫૦ ગ્રામ મેંદો
૨ મોટી ચમચી કોથમીર સમારેલી
૨ લીલાં મરચાં સમારેલાં
૧/૨ નાની ચમચી આદું પેસ્ટ
૧/૨ નાની ચમચી લાલ મરચું
૧/૨ નાની ચમચી ચાટમસાલો
૧/૨ નાની ચમચી અજમો
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
સૌપ્રથમ દહીંને પાતળા કપડામાં બાંધીને ૪-૫ કલાક માટે લટકાવી રાખો, જેથી બધું પાણી નીતરી જાય. મેંદામાં અજમો, ચપટી મીઠું અને ૧ નાની ચમચી તેલ નાખીને હાથથી મસળો. થોડુંથોડું પાણી નાખીને કડક લોટ ગૂંદીને ભીના કપડાથી ઢાંકીને રાખો. દહીંમાં કોથમીર, લીલું મરચું, લાલ મરચું, આદુંની પેસ્ટ, ચાટમસાલો અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. મેદાને એક વાર ફરી ગૂંદી લો. નાનાનાના લૂઆ બનાવીને લગભગ ૪ ઈંચ વ્યાસની પાતળી પૂરી બનાવો. દરેક પૂરી વચ્ચે એક મોટી ચમચી દહીંનું મિશ્રણ રાખીને પોટલીનો આકાર આપો. પેનમાં તેલ ગરમ કરીને પોટલીને ક્રિસ્પી તળીને લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....