નવરાત્રિ એટલે સમૂહ નૃત્યનો સૌથી મોટો તહેવાર. નવરાત્રિ એક ઉત્સવ છે અને દર વર્ષે બે વાર ઊજવવામાં આવે છે. એક વાર ચૈત્ર મહિનામાં ઊજવવામાં આવે છે તો બીજી વાર ઓક્ટોબર મહિનામાં. આસો મહિનાની નવરાત્રિ?આડે થોડા જ દિવસ રહી ગયા છે. નવરાત્રિ ૯ દિવસ સુધી પૂરા ભારતમાં ઉત્સાહથી ઊજવવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિ ૯ દિવસ સુધી ઉપવાસ રાખે છે. તેના દ્વારા તે પોતાની તન અને મનની શક્તિને વધારે મજબૂત બનાવે છે. જે તમારી સેલ્ફ રિફ્લેક્શન જેવી છે તો આ મહિનો વર્ષમાં સંપૂર્ણ બોડી એક્સર્સાઈઝ થઈ જાય એવો પરફેક્ટ તહેવાર છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાથી શરીરને પણ અનેક લાભ થાય છે એ વાત વિજ્ઞાન પર પુરવાર કરી ચૂક્યું છે. આવો જાણીએ, ઉપવાસ રાખવાથી કયા લાભ થાય છે.

ઈન્ફ્લેમેશન ઓછું થવું
ઉપવાસ કરવાથી શરીરમાં ઈન્ફ્લેમેશનમાં ઘટાડો થાય છે. આ તે લોકો માટે લાભદાયક છે જેને સાંધા સંબંધિત બીમારી છે જેમ કે આર્થ્રાઈટિસ, સંધિવા, અસ્થમા અને એલર્જી વગેરે.

બ્લડપ્રેશર ઘટે
વ્રત કરવાથી તમે મીઠું અથવા તળેલી વસ્તુનું સેવન નથી કરતા અને જેા સતત કેટલાય દિવસ સુધી આવી વસ્તુ ન ખાઓ તો બ્લડ પ્રેશર આપોઆપ ઘટી જાય છે, જેથી હૃદય હેલ્ધિ બને છે.

હૃદય માટે ફાયદાકારક
ઉપવાસ કરવાથી બ્લડ લિપિડ પ્રોફાઈલમાં સુધારો જેાવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રિત રહેવામાં મદદ મળે છે. ઉપવાસ કરવાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે.

ઉંમર વધવી
ઉપવાસ કરવાથી તમારી ઉંમર વધી શકે છે. આ વાત થોડી અલગ લાગશે, પરંતુ તેનાથી તમારી ઓવર ઓલ હેલ્થને લાભ મળે છે. તેનાથી એજિંગની પ્રક્રિયા હેલ્ધિ રીતે થાય છે અને આ સ્ટડી પરથી સાબિત થયું છે.

માનસિક લાભ
ઉપવાસ કરવાથી શરીર અને મન ખૂબ શુદ્ધ થાય છે, જેથી માનસિક રીતે ઘણો લાભ મળે છે. તેનાથી વ્યક્તિ માનસિક રીતે મજબૂતી અનુભવે છે, જેથી તે પૂજાપાઠ પર વધારે ધ્યાન આપી શકે છે.

સારી ઊંઘ આવવી
ઉપવાસ કરવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોન્સ રિલીઝ થાય છે, જેથી તમને સારી ઊંઘ આવશે. તમારી ઊંઘ પૂરી થશે તો સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળશે અને મૂડ પણ ખુશ રહેશે.

ક્રોનિક ડિસીસનું રિસ્ક ઓછું થશે
ઉપવાસ કરવાથી લાંબી બીમારી જેમ કે કેન્સર, અલ્ઝાઈમર ડિસીસ, પાર્કિંસંસ વગેરેનું રિસ્ક ઓછું થાય છે જે તમારી ઉંમર વધારે છે.

પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ઉપવાસ કરવાથી પેટના સ્વાસ્થ્યમાં લાભ મળે છે. તેનાથી તમારા પેટમાં હેલ્ધિ બેક્ટેરિયાનો વિકાસ થાય છે. જે તમારા પેટ માટે ફાયદાકારક હોય છે. તેનાથી તમારા મેટાબોલિઝમને સુધારો મળે છે.

નિષ્કર્ષ : તમે જાણી ગયા હશો કે ઉપવાસ કરવાથી માત્ર તમને આધ્યાત્મિક અથવા ભક્તિ સંબંધિત લાભ નથી મળતા, પરંતુ તમારા શરીર માટે પણ ઉપવાસ કરવો ફાયદાકારક હોય છે. તેનાથી થોડા દિવસ માટે તમારું ઓવર ઈંટિંગ ઓછું થઈ જાય છે, જેથી તમારું હેલ્ધિ વજન જળવાઈ રહેશે, વૈજ્ઞાનિક દષ્ટિએ સમયાંતરે ઉપવાસ કરવાથી અનેક લાભ થાય છે.
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....