કેટલાક લોકો નવરાત્રિના પ્રથમ અને છેલ્લા દિવસે ઉપવાસ કરે છે તો કેટલાક લોકો ૯ દિવસ ઉપવાસ કરે છે. નવરાત્રિનો તહેવાર તે સમયે ઊજવવામાં આવે છે જ્યારે મોસમમાં ધીરેધીરે પરિવર્તન થવા લાગે છે અને એવામાં ઉપવાસ શરીરને બદલાતા વાતાવરણમાં તાલમેલ બેસાડવામાં મદદ કરે છે. તહેવાર દરમિયાન વ્રત કરવા અથવા ફાસ્ટિંગની મદદથી શરીરને ડિટોક્સ કરવું સરળ હોય છે. તેની સાથે વ્રત કરવું પાચનશક્તિ વધારવા અને પોઝિટિવ અનુભવવામાં સહાયક સાબિત થાય છે.

નવરાત્રિમાં ઉપવાસ કરનાર માટે ટિપ્સ :
જેા તમે આ વર્ષે નવરાત્રિમાં પહેલી વાર ઉપવાસ કરી રહ્યા છો તો તે નિશ્ચિતપણે ખૂબ ઉત્સાહિત અને ખુશી અનુભવશો, પરંતુ ઉપવાસ કરતાં પહેલાં તમારી તૈયારી પૂરી થવી જેાઈએ, કારણ કે ઉપવાસ દરમિયાન કરાતી નાનીનાની ભૂલોના લીધે તમે વધારે થાક અથવા કમજેારી અનુભવી શકો છો, તેથી સૌપ્રથમ પ્રયાસ કરો કે ૯ દિવસના આ ઉપવાસ તમારા માટે સરળ છે. એવામાં તમારે ૯ દિવસમાં એવા ફૂડનું સેવન કરવું જેાઈએ, જે તમારા શરીરને શક્તિ અને પોષણ આપે, જેથી તમે આ ૯ દિવસમાં કોઈ તકલીફ વિના ઉપવાસ કરી શકો.

પ્રથમ ૩ દિવસ ફૂડનું સેવન કરો
વધારેમાં વધારે પ્રમાણમાં ફળનું સેવન કરો.
સફરજન, ચીકુ, કેળાં, દ્રાક્ષ, પપૈયું અને તડબૂચ જેવા મીઠા અને રસાદાર ફળોનું સેવન વધારે કરો.
આમળાનો જ્યૂસ, દૂધીનો જ્યૂસ અને નાળિયેર પાણીનું નિયમિત સેવન કરો.
ચોથા દિવસથી છઠ્ઠા દિવસમાં આ ફૂડ ખાઓ
ઉપવાસના ચોથા દિવસથી તમે દિવસમાં એક વાર ભોજન કરો. વન મીલ અ ડેથી તમારા શરીરને પોષણ અને આરામ મળશે.
નવરાત્રિના ઉપવાસમાં ચોથા દિવસથી એક વાર ભોજન કરો અને ફળનો રસ, છાશ અને દૂધ પી શકો છો.

સાતમા દિવસથી નવમા દિવસનો ડાયટ
છેલ્લા ત્રણ દિવસના ઉપવાસમાં તમે નવરાત્રિના તહેવારમાં બનતી પરંપરાગત ડિશનું સેવન કરી શકો છો, જેમ કે –
શિંગોડાના લોટની રોટલી, સામાની ખીરનું સેવન કરો.
સાબુદાણાની ખીર, સાબુદાણાની ખીચડી અથવા શિંગોડાનો શીરો ખાઓ.
શરીરને ઠંડું રાખવા માટે ઘી, દૂધ અને છાશનું સેવન કરો.
દહીં સાથે દૂધી અને કાકડી જેવા શાકનું રાયતું ખાઈ શકો છો.
સ્વયંને હાઈડ્રેટેડ રાખવા માટે શાકનો જ્યૂસ, સૂપ અને નાળિયેર પાણી પીઓ.
એનર્જી અને સારા હાઈડ્રેશન માટે નાસપાતી, સફરજન અને પપૈયા જેવા ફળોનું સેવન કરો.

આ વાતનું ધ્યાન રાખો
જેા તમે ડાયાબિટીસ, હાઈ બીપી અને અન્ય કોઈ હેલ્થ પ્રોબ્લેમથી પીડાઈ રહ્યા છો તો વ્રત કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો.
પ્રેગ્નન્સીમાં નવરાત્રિના ૯ દિવસના ઉપવાસ સાવચેતીથી કરવા જેાઈએ. તેથી તમે ઉપવાસ ત્યારે કરો જ્યારે ડોક્ટર તમને મંજૂરી આપે.
તમારી બોડીની ક્ષમતા ઓળખો અને એટલા જ ફાસ્ટિંગ કરો જેટલા તમારા માટે શક્ય હોય.
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....