પીરિયડ પ્રજનન ક્રિયાનો એક કુદરતી ભાગ છે, જેમાં ગર્ભાશયમાંથ રક્ત યોનિ માર્ગે બહાર નીકળે છે. આ પ્રક્રિયા યુવતીઓમાં લગભગ ૧૧ વર્ષથી ૧૪ વર્ષની ઉંમરમાં શરૂ થઈ જાય છે. આ કુદરતી પ્રક્રિયા જ તેમને સમાજમાં મહિલાનો દરજ્જેા અપાવે છે. પીરિયડ યુવતીઓ માટે અદ્વિતીય ઘટના છે, જે માન્યતાથી ઘેરાયેલ છે અને સમાજના ઠેકેદારો પીરિયડમાંથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને જીવનના સામાજિક અને સાંસ્કૃતિક પાસામાંથી બહાર કરે છે, જ્યારે આ સમયે જ તેમને દેખરેખની વધારે જરૂર હોય છે. મિશ્ર અને ગ્રીકના દર્શનશાસ્ત્રીઓનું માનવું છે કે દર મહિને મહિલામાં સેક્સ્યુઅલ ડિઝાયરનું તોફાન ઊઠે છે. જ્યારે આ ડિઝાયર પૂરી નથી થતી ત્યારે શરીરમાંથી રક્ત વહે છે તેને પીરિયડ કહેવાય છે. પીરિયડ પહેલાં મહિલાના મૂડમાં અનેક પરિવર્તન આવે છે, સ્વભાવમાં ચીડિયાપણું અને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય છે. આ જરૂરી નથી કે બધી મહિલાઓ સાથે આવું જ થાય. કેટલીક મહિલાઓને સામાન્ય અને કેટલીક મહિલાઓને અસહ્ય પીડા થાય છે, કેટલીક મહિલાઓ કહે છે કે આ સ્થિતિ સેક્સથી વંચિત રહેવાથી થાય છે. તેથી આજે પણ કેટલાક લોકો યુવતીઓને કહે છે કે લગ્ન પછી આ દુખાવો ઠીક થઈ જશે.

અજીબોગરીબ તર્ક
ભારતમાં તેનો ઉલ્લેખ વર્જિત રહ્યો, કારણ કે હિંદુ સંસ્કૃતિ મુજબ તેની પાછળ એક કથા પ્રચલિત છે, જેમાં ઈન્દ્ર દેવતાથી એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ હતી, જેના પાપનો ચોથો ભાગ મહિલાઓને આપવામાં આવ્યો. તેથી મહિલાઓને પીરિયડ થાય છે અને તેમાં તેમને અપવિત્ર સમજવામાં આવે છે, તેથી તેમને કોઈ પણ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની ના હોય છે અને બીજું કારણ એ માનવામાં આવે છે કે હિંદુ દેવીદેવતાઓના મંત્રો સંસ્કૃતમાં છે, તેને વાંચવા માટે એકાગ્રતાની જરૂર હોય છે અને પીરિયડમાં અસહ્ય પીડા થવાથી એકાગ્રતા નથી રહેતી અને મંત્ર સારી રીતે ન વાંચવાથી પાપ લાગવાનો ડર રહે છે. હકીકતમાં આ પાખંડ દર સમયે મહિલાઓને અહેસાસ અપાવવા માટે કરવામાં આવે છે કે તે પાપી છે અને જ્યાં સુધી દાનપુણ્ય ધનથી જ નહીં તનથી પણ નહીં કરે ત્યાં સુધી તેમનો ઉદ્ધાર નહીં થાય. પાખંડીઓએ શારીરિક નેચરલ પ્રક્રિયાનો ઉપયોગ પોતાનો ફાયદો ઉઠાવવા માટે કર્યો છે.

પીરિયડ સંબંધિત લગભગ દરેક જૂની વાત પાયાવિહોણી છે. પીરિયડમાં શહેરી વિસ્તારમાં મંદિર અને મુખ્યત્વે ગામમાં રસોઈઘરમાં જવું પ્રતિબંધિત છે. તેનું મુખ્ય કારણ આપ્યું છે કે પીરિયડ સમયે વિશેષ ગંધ નીકળે છે, જેથી ભોજન બગડવાની શંકા રહે છે, તેથી તેમને અથાણું વગેરે સ્પર્શ કરવાની મનાઈ હોય છે, જ્યારે વૈજ્ઞાનિક પરીક્ષણમાં એવું કંઈ જ મળ્યું નથી. આ સમયે મંદિરોમાં પ્રવેશ અને યૌન સંબંધ બનાવવાની ના હોય છે. મહિલાઓ સ્વયંને અશુદ્ધ અને પ્રદૂષિત હોવાની દષ્ટિથી જુએ છે.

પાયાવિહોણી વાત
સ્વામીનારાયણ સંપ્રદાયે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે મહિલાઓને આ દિવસોમાં આ નિયમોનું પાલન કેમ કરવું જેાઈએ. તેમના મતે મહિલાઓ વધારે શારીરિક પરિશ્રમ કરે છે, જેથી તેમને થાક લાગે છે અને આ દિવસોમાં તેમના સ્વભાવમાં ચીડિયાપણું જેાવા મળે છે, તેમને આરામ મળે તે હેતુથી તેમને અલગ રાખવામાં આવે છે, પણ તેનો મતલબ એ થયો કે તે ઘરના સૌથી ગંદા રૂમમાં રહે. પણ આજના વૈજ્ઞાનિક યુગમાં આ બધી માન્યતા ખોટી માનવામાં આવે છે. પીરિયડ એક શારીરિક પ્રક્રિયા છે, આ જ લોહી શરીરની અંદર હોવાથી જે મહિલા પવિત્ર છે તો તે જ લોહી બહાર આવતા અપવિત્ર કેવી રીતે? આ તો પાયાવિહોણી વાત છે.
પીરિયડ દરમિયાન મહિલાઓની સ્થિતિ ન દર્દી જેવી હોય છે, ન આપણે તેમની પર દયા કરવી જેાઈએ. જે રીતે દરેક વ્યક્તિ રાતે થાકીને ઊંઘવા ઈચ્છે છે. પીરિયડ મહિલાઓની પૂર્ણતાની ઓળખ છે. પીરિયડમાં સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જેાઈએ. જેમ કે ખાણીપીણીનું, આરામ કરવો, મનને ગમતાં કામ કરવા, વાંચન કરવું જેાઈએ.
– પ્રેમ બજાજ.

વધુ વાંચવા કિલક કરો....