આજે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે પોતાનું પણ બરાબર ધ્યાન નથી રાખી શકતા. આ વાતથી અજાણતા ઘણી બધી બીમારીની પકડમાં આવી જઈએ છીએ, પછી વાત કેન્સર જેવી જીવલેણ બીમારીની કેમ ન હોય. વિશ્વભરમાં વર્ષ ૨૦૨૦ માં લગભગ ૧૦ મિલિયન લોકોના મોત વિવિધ પ્રકારના કેન્સરના લીધે થયા હતા, કારણ કે આપણે બેદરકારીના લીધે કેન્સરના પ્રારંભિક લક્ષણોને ઈગ્નોર કરીએ છીએ અને જ્યારે સ્થિતિ આપણા અંકુશની બહાર જાય છે ત્યાં સુધીમાં તે અત્યંત જેાખમી બની ગઈ હોય છે.

સારકોમા કેન્સર ભલે ને સામાન્ય બીમારી નથી, પરંતુ તે ઝડપથી ફેલાતું કેન્સર છે. તેથી સમય રહેતા તેના લક્ષણોને ઓળખીને તેેની યોગ્ય સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. આવો જણીએ, આ કેન્સર વિશે મણિપાલ હોસ્પિટલના કંસલ્ટંટ ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડોક્ટર શ્રીમંત બેએસ પાસેથી :

શું છે સારકોમા કેન્સર
સોફ્ટ ટિશ્યૂ સારકોમા એક પ્રકારનું કેન્સર છે, જેા શરીરની ચારેય બાજુ રહેલા ટિશ્યૂમાં થઈ જાય છે. તેમાં માંસપેશીઓ, ફેટ, રક્તવાહિનીઓ, કોશિકાઓની સાથેસાથે જેાઈન્ટ્સ પણ સામેલ હોય છે. વયસ્કની સરખામણીમાં આ બીમારીની ઝપટમાં સૌથી વધારે બાળકો અને ત્યાર પછી યુવા વર્ગ આવી જાય છે અને આ કેન્સર ત્યારે વધારે ઘાતક બની જાય છે, જ્યારે તે અંગમાં ફેલાવાનું શરૂ થાય છે. તેથી તેના લક્ષણો દેખાતા તરત ડોક્ટરને બતાવો, નહીં તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

તે ક્યારે થાય છે
આમ તો તેના ખાસ કારણ વિશે હજી સુધી જાણ નથી થઈ, પરંતુ તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોશિકાઓ ડીએમએમાં વિકસિત થવા લાગે છે.

કેવી રીતે ઓળખશો
• હાડકામાં દુખાવો થવો તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે, જેથી ઊંઘવામાં મુશ્કેલી થવી.
• સોજા સાથે મોટા આકારની ગાંઠ બનવા લાગે છે, જે ઝડપથી વધતી જાય છે.
• ચાલતી વખતે સામાન્ય પડી જવાથી અથવા કોઈ ઈજાના લીધે હાડકાનું તૂટવું.
• પેશાબ સાથે ઘણી વાર બ્લડનું આવવું.
• પેટમાં ખૂબ તીવ્ર દુખાવો થવો.
• ઊલટી જેવી ફીલિંગ થવી.
• હાડકામાં દુખાવો થવો.

જેા તમને ઉપરોક્તમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરને બતાવો, જેથી જરૂરી તપાસથી બીમારી વિશે જાણીને સમયસર તેની સારવાર શરૂ કરી શકાય.

હાડકાના કેન્સરના પ્રકાર નીચે મુજબ છે :
• એસ્ટેઓમા
• ઈવિંગ સારકોમા
• કોન્ડ્રો સારકોમા
• એડમેન્ટીનોમા

હાડકાના કેન્સરના નિદાન માટે કયા ટેસ્ટ જરૂરી :
• એક્સ-રે (પ્લેન રેડિયોગ્રાફ)
• બ્લડ ટેસ્ટ
• એમઆરઆઈ અથવા સિટી સ્કેન
• બાયોપ્સી
• હોલ બોડી સ્કેન

કઈકઈ સારવાર ઉપલબ્ધ છે
સૌપ્રથમ કેન્સરના સ્ટેજ અને કેન્સરના ટાઈપને જેાઈને ડોક્ટરની ટીમ સારવાર શરૂ કરે છે. તેની સારવાર માટે કીમોથેરપિ, સર્જરી અથવા રેડિયોથેરપિની મદદ લેવામાં આવે છે. ૧૦ ટકાથી વધારે હાડકાના કેન્સરના કેસમાં લિંબ સાલ્વેજ સર્જરીથી ઈલાજ કરવામાં આવે છે. તેનાથી અવયવો એટલે કે અંગ બચી શકે, જ્યારે બીજા ઉપાયથી પણ તે ગાંઠને દૂર કરી શકાય છે, જેથી વ્યક્તિ ફરીથી સામાન્ય જીવન જીવી શકે.

– પારૂલ ભટનાગર

વધુ વાંચવા કિલક કરો....