જ્યારે તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોય અને આ સમયગાળા દરમિયાન તમને જાણ થાય કે તમે કંસીવ કરી લીધું હોય તો તમે ખૂબ ખુશ થઈ જતા હો છો. તમને એવું ફિલ થવા લાગે છે કે જાણે પૂરી દુનિયા બદલાઈ જવાની ન હોય. જેાકે આ વાત સ્કિન કેર પ્રોડક્ટ પર લાગુ પડે છે. ભલે ને તમારી કેબિનેટ મેકઅપના સામાનથી ભરેલી કેમ ન હોય, જેા તમારી સ્કિનને સુંદર અને ગ્લોઈંગ બનાવવાનું કામ કરતી હોય, પરંતુ પ્રેગ્નન્ટ થતા તમારા શરીરની જેમ તમારી સ્કિનમાં પણ ઘણા બધા પ્રકારના બદલાવ આવવા શરૂ થાય છે. હોર્મોન્સનું સંતુલન બગડવાના લીધે સ્કિનમાં ભીનાશ ઘટી જવાની સાથેસાથે તમારી સ્કિન પણ વધારે સેન્સિટિવ થવા લાગે છે.
તેથી હવે ન તમે પહેલાંની જેમ ફોલો કરી શકો છો કે ન તમારી સ્કિન કેર રૂટિનને. હવે તમારે જરૂર છે પોતાના સ્કિન રૂટિનમાં એવી બ્યૂટિ પ્રોડક્ટને સામેલ કરવાની, જેા પ્રેગ્નન્સીમાં તમારા અને તમારા બાળક માટે યોગ્ય અને સેફ હોય. ઘણા બધા રિસર્ચમાં સાબિત થયું છે કે પ્રેગ્નન્ટ મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન કેમિકલથી દૂર રહેવું ખૂબ જરૂરી રહે છે. તો જાણીએ એવા કેમિકલ વિશે કોસ્મેટોલોજિસ્ટ પૂજા નાગદેવ પાસેથી :

રેટિનોઈડ્સ
સારી સ્કિન, પ્રજનન સંબંધી તથા આંખોની સારી હેલ્થ માટે વિટામિન ઈ ને ખૂબ જરૂરી તત્ત્વ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે તેને લઈએ છીએ અથવા સ્કિન દ્વારા અવશોષિત કરીએ છીએ ત્યારે આપણું શરીર તેને રેટિનોલમાં બદલી નાખે છે. ખૂબ સારા એન્ટિએજિંગ સ્કિન કેર પ્રોડક્ટમાં રેટિનોઈડ્સ હોય છે, જે એક પ્રકારનું રેટિનોલ હોય છે, જેમાં ખીલ અને કરચલીઓ સામે લડવાની ક્ષમતા હોય છે. રેટિનોઈડ્સ ડેડ સ્કિનને એક્સફોલિએટ કરીને ઝડપથી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે. પરંતુ ઓવર ધ કાઉન્ટર મેડિસિનની સરખામણીમાં પ્રિસક્રાઈબ્ડ મેડિસિનમાં ખૂબ વધારે પ્રમાણમાં રેટિનોઈડ્સ હોય છે, પરંતુ જ્યારે જરૂર કરતા વધારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે બાળકમાં ઘણી બધી સમસ્યાનું કારણ બની શકે છે. તેથી તેનો ઉપયોગ પ્રેગ્નન્સી દરમિયાન સ્કિન કેર પ્રોડક્ટમાં કરવાથી બચવું જેાઈએ.

સેલિસિલિક એસિડ
વધારે પ્રમાણમાં સેલિસિલિક એસિડમાં એસ્પિરિનની સરખામણીમાં એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે, જેનો હંમેશાં ખીલને ઠીક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેથી ડોક્ટરને પૂછ્યા વિના સેલિસિલિક એસિડયુક્ત ક્રીમનો ઉપયોગ પ્રેગ્નન્સી દરમિયાન ન કરો, કારણ કે ઘણું ખરું જરૂર પડતા ડોક્ટર ૨ ટકા ઓછા સેલિસિલિક એસિડનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેથી જેા તમે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા એસિડનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે. તેથી જેા તમે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા હોય તો તે તમને નુકસાન પહોંચાડવાનું કામ કરશે.

ફેથલેટ્સ
ફેથલેટ્સ એક એવું તત્ત્વ છે, જેને હોર્મોન્સના સંતુલનને ખરાબ કરવા માટે જવાબદાર માનવામાં આવે છે. તેનો ઉપયોગ ખૂબ સારા કોસ્મેટિક્સ અને પર્સનલ કેર પ્રોડક્ટમાં કરવામાં આવતો હોય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે પ્રાણીઓની પ્રજનનક્ષમતા તથા હોર્મોન્સના સંતુલનને ખરાબ કરવામાં તે જવાબદાર હોય છે. તેથી આ કેમિકલથી દૂર રહેવામાં સમજદારી છે.

કેમિકલ સનસ્ક્રીન
સનસ્ક્રીનમાં સૌથી વધારે ઉપયોગ થનાર અલ્ટ્રાવાયોલેટ ફિલ્ટર ઓક્સિબેંઝોન તથા તેના વિવિધ પ્રકાર છે. જેાકે તે સ્કિનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, પરંતુ ઓક્સિબેંઝોનને સ્વાસ્થ્ય તથા પર્યાવરણ માટે યોગ્ય માનવામાં નથી આવતું, કારણ કે તે એક એન્ડોક્રાઈન ડિસ રૂપ્ટર છે. તેથી આશંકા રહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન તે હોર્મોન્સનું સંતુલન ખરાબ કરવાની સાથેસાથે મા તથા બાળક બંનેને નુકસાન પહોંચાડી શકે છે.

હેર ડાઈ
હેર કલરમાં એમોનિયા અને પેરોક્સાઈડ હોય છે જે સ્કેલ્પ દ્વારા શરીરમાં જઈને બળતરા, એલર્જી તથા બીજી કેટલીક નકારાત્મક અસર પેદા કરવાનું કામ કરે છે.

બ્લીચ
બ્લીચમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ હોય છે, જે સ્કિનને ડેમેજ કરવાની સાથેસાથે આંખોના ટિશ્યૂને પણ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તેથી પ્રેગ્નન્સીમાં તેનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જેાઈએ.

હવે જણીએ ઓલ્ટરનેટિવ સેફ સ્કિન કેર ઈન્ગ્રીડિએંટ્સ વિશે :
ખીલ અને હાઈપરપિગમેંટેશન
તમે પ્રેગ્નન્સી દરમિયાન ખીલ તથા સ્કિન પિગમેન્ટેશનની સમસ્યાથી પરેશાન છો, તો રેટિનોઈડ બેઝ્ડ કોસ્મેટિક્સના બદલે જેમાં ગ્લાઈકોલિક એસિડ ઈન્ગ્રીડિએંટ હોય, તેનો ઉપયોગ કરો, કારણ કે તે હેલ્ધિ સ્કિન સેલ્સને પ્રમોટ કરીને તમારી પ્રેગ્નન્સીના ગ્લોને પણ જળવી રાખવાનું કામ કરે છે.

એન્ટિએજિંગ
વિટામિન સી જે રીતે તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. તે રીતે વિટામિન સી એન્ટિઓક્સિડેન્ટ કોલેજનને જાળવી રાખવાનું તેમજ સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવી રાખવાનું કામ કરે છે. તેની સાથે તમે પ્રેગ્નન્સી દરમિયાન બીજા એન્ટિઓક્સિડેન્ટ જેમ કે વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન બી-૩ તથા ગ્રીન ટીનો પણ ઉપયોગ કરી શકો છો.

ડ્રાય સ્કિન એન્ડ સ્ટ્રેચ માર્ક્સ
એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે પ્રેગ્નન્સી દરમિયાન શરીર પર ખૂબ દબાણ તથા ભાર પડતો હોય છે અને ગર્ભમાં ઊછરી રહેલા શિશુને કોઈ પણ સમયે પાણીની જરૂર પડે છે, ત્યારે તે તમારી પાસેથી તેની પૂર્તિ કરે છે. આ વાતથી તમારી સ્કિન ડ્રાય થઈ જય છે. શુષ્ક સ્કિન તેનું તથા હોર્મોન્સના અસંતુલનનું પરિણામ હોય છે. આ સ્થિતિમાં જે તમે સ્ટ્રેચ માર્ક્સથી બચવા ઈચ્છતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારી સ્કિન ડ્રાય ન થાય. તેના માટે તમે સ્વીટ આલ્મંડ ઓઈલ કે પછી સીસમ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તમે લવન્ડર ઓઈલ, રોઝ ઓઈલ, જાસ્મીન ઓઈલનો પણ ડર્યા વિના ઉપયોગ કરીને ડ્રાય સ્કિન તથા સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

સન પ્રોટેક્શન
સ્કિનને તાપથી બચાવવી ખૂબ જરૂરી હોય છે. જેા તમારી સ્કિન તાપથી સુરક્ષિત રહેશે તો સ્કિન કેન્સરની સાથેસાથે કરચલીઓનું જેાખમ પણ ઓછું થશે. આ સ્થિતિમાં તમે પ્રેગ્નન્સી દરમિયાન નેચરલ સનસ્ક્રીન રૂપે રસભર્યા સીડ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. પ્રેગ્નન્સી દરમિયાન કેમિકલયુક્ત સનસ્ક્રીનની જગ્યાએ મિનરલ બેઝ સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....