આજકાલ મલ્ટિટાસ્કિંગનો જમાનો છે. બે આંખ, બાર હાથથી કામ ચાલે છે. સિંગલ હેંડેડ લોકોને ન કામ મળે છે કે ન રોજગારમાં તેમની કોઈ જગ્યા છે. આ સ્થિતિમાં હોમ એપ્લાયંસિસ તમારા ઘરમાં મલ્ટિટાસ્કિંગ તરીકે બેસ્ટ ટૂલ સાબિત થઈ શકે છે. તમારે ઘરના નાનામોટા કામકાજથી લઈને જરૂરી કેલ્ક્યુલેશન, વેન્ટિલેશન, હાઈજીન, કિચન વર્ક. ત્યાં સુધી કે કોઈ પણ કામ માટે હોમ એપ્લાયંસિસની જરૂર પડે છે. બસ તમારે એટલું કરવાનું છે કે તમારા ઘરની જરૂરિયાત પ્રમાણે હોમ એપ્લાયંસિસ ટૂલ્સને કસ્ટમાઈઝ કરો. તેનો ઉપયોગ કરીને બેઠાંબેઠાં ઘરના કામ પૂરા કરો. તો આવો જાણીએ તેના વિશે :

વેક્યૂમ ક્લીનર
તમે તમારા ઘરને ગમે તેટલું સારી રીતે રેનોવેટ કરાવો, તેને મોડર્ન લુક આપો, પરંતુ ઘર સુંદર ત્યાં સુધી નથી દેખાતું, જ્યાં સુધી બધી વસ્તુ સારી રીતે ગોઠવી ન હોય અને ઘરનો દરેક ખૂણો સ્વચ્છ ન હોય, પરંતુ આજકાલ દોડધામવાળી લાઈફમાં એટલો સમય નથી રહેતો કે રોજ કાર્પેટ, સોફા, પડદા અને ખૂણામાં છુપાયેલી ગંદકી જાતે સાફ કરી શકો. એવામાં આપણું મિત્ર બનીને આવ્યું વેક્યૂમ ક્લીનર. આપણા ઘર સાથે જેાડાયેલા નાનામોટા ક્લીનિંગના કામમાં આપણી હેલ્પ કરવાની સાથેસાથે આપણા ઘરને રોજ મિનિટોમાં ચમકાવવાનું કામ કરે છે. બજારમાં તમને અનેક વેક્યૂમ ક્લીનર જેાવા મળશે, જેમાં બધા ક્લીનિંગ મોડ હોય છે, જે ડસ્ટને હવાથી અલગ કરવાની સાથેસાથે ખૂણેખૂણામાં છુપાયેલી ધૂળમાટીને પોતાની અંદર એબ્ઝોર્બ કરીને તેને એક બાજુ વેક્યૂમ ક્લીનરમાં રહેલી ડસ્ટબિનમાં એકત્રિત કરીને તમારા ઘરને ક્લીન કરવાનું કામ કરે છે એટલે સફાઈ તમારી મરજી પ્રમાણે થશે.
જેાકે તમે તમારા ઘરની જરૂરિયાત પ્રમાણે કોઈ પણ વેક્યૂમ ક્લીનર ખરીદી શકો છો, પરંતુ જેા તમે થોડું સારું વેક્યૂમ ક્લીનર ખરીદવા માંગો છો તો રોબોટિક વેક્યૂમ ક્લીનર ખરીદી શકો છો. તેને તમે રિમોટ અથવા એલેક્સાથી ઓપરેટ કરી શકો છો. તે ડસ્ટને કાઢવાની સાથેસાથે પોતું પણ કરી આપે છે. તેમાં તમામ ક્લીનિંગ મોડ હોવાથી તમે તમારી ઈચ્છા પ્રમાણે સફાઈ કરાવી શકો છો.

માઈક્રોવેવ
તમે ક્યાંક બહારથી થાકેલાપાકેલા આવ્યા અને તમારે તરત જ ઘરે આવીને ગેસ પર ખાવાનું બનાવવું પડે, તો વિચારો તમે સ્વયંને કેટલા થાકેલા અને મજબૂર ફીલ કરશો, પરંતુ જેા તમારા કિચનમાં લેટેસ્ટ માઈક્રોવેવ ઓવન છે તો ન માત્ર બાળકો, પરંતુ ઘરના વડીલો પણ સરળતાથી તેમાં ભોજન ગરમ કરીને મિનિટોમાં પોતાની મનપસંદ ડિશ બનાવીને બધાને ગરમાગરમ સર્વ કરી શકે છે. તમને બજારમાં સોલો, ગ્રિલ, કન્વેક્શન અનેક પ્રકારના માઈક્રોવેવ મળશે, જેને તમે કિચન અને પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદીને કિચનમાં રાખીને સમય બચાવવાની સાથે કિચનને મોડર્ન લુક આપી શકો છો. પછી ભલે ને તેમાં તમે ભોજન ગરમ કરો કે પછી કુકીઝ, કેક બનાવો કે પોતાની મનપસંદ કોઈ પણ ડિશ બનાવી શકો છો. જે તમારા કામને સરળ બનાવવાની સાથે મિનિટોમાં તમારા કિચન ટાસ્કને પૂરું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

ડિશવોશર
તમારો જેાબ ટાઈમિંગ એવો છે કે તમે તમારા ઘરના વાસણને ક્લીન કરવા માટે મેડ નથી રાખી શકતા, પરંતુ તમે ગેઝેટ પર પૈસા ખર્ચ કરવા એફોર્ડ કરી શકો છો તો કિચન માટે આજે જ લાવો ડિશવોશર, જેથી ઓછી મહેનતમાં વાસણની બરાબર સફાઈ થઈ શકે. આજકાલ તમને બજારમાં એવા એડવાન્સ ડિશવોશર મળશે, જેનાથી ઓછા પાણીમાં વધારેમાં વધારે અને દરેક પ્રકારના વાસણ વોશ કરી શકાય છે. બીજી બાજુ એવા ડિશવોશર પણ હોય છે, જેનાથી તમે વાસણો પર રહેલી જિદ્દીમાં જિદ્દી ચીકાશ સાફ કરવાની સાથે તેમાં એલઈડી ડિસ્પ્લે, ઓવરફ્લો, લીકેજ પ્રોટેક્શન, હીટર પ્રોટેક્શન વગેરે પણ હોય છે, સાથે તેમાં ચાઈલ્ડ લોક ફેસિલિટી તેને વધારે ખાસ બનાવવામાં મદદ કરે છે. બીજી બાજુ કેટલાક ડિશવોશરમાં યૂવી ટેક્નોલોજી હોય છે, જે વાસણમાંથી જર્મ્સ અને બેક્ટેરિયા દૂર કરીને તમને પણ હેલ્ધિ રાખવામાં મદદ કરે છે. બજારમાં દરેક પ્રકારના ડિશવોશર ઉપલબ્ધ છે. જેને તમે તમારી જરૂરિયાત અને પોકેટ પ્રમાણે ખરીદીને કામને સરળ બનાવી શકો છો. તેનો તમે કોઈ પણ સમયે તમારા કંફર્ટ પ્રમાણે ઉપયોગ કરી શકો છો.

ઓટોમેટિક વોશિંગ મશીન
વર્તમાન સમયની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં હાથથી કપડા ધોવા કોઈ નથી ઈચ્છતું. તેનાથી ન માત્ર વધારે સમય લાગે છે, પરંતુ આજે ટેક્નોલોજીનો જમાનો છે. હવે હાથથી કપડાં ધોવા અથવા સેમી વોશિંગ મશીનનો જમાનો આઉટ થઈ ગયો છે અને તેની જગ્યા ઓટોમેટિક વોશિંગ મશીને લીધી છે. તેમાં બસ કપડાં નાખો, પાણી ભરો અને ટાઈમર સેટ કરી દો. કપડાની ડિમાન્ડ પ્રમાણે તેમાં કપડાં ધોવાની સાથે ડ્રાય પણ થઈ જાય છે. તેનાથી તમારો સમય અને મહેનત બંને બચે છે. તમે આ સમયને ફેમિલી સાથે સ્પેન્ડ કરીને તેમને ક્વોલિટી ટાઈમ આપી શકો છો.

હેન્ડ બ્લેંડર
હાલમાં લોકો કિચનના કામને મિનિટોમાં કરવાનું પસંદ કરે છે, જેથી આપણે આ સમય ફેમિલીને આપી શકીએ, તેમની સાથે શોપિંગ પર જવા માટે સમય કાઢી શકો, પરંતુ આ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે કિચનમાં લેટેસ્ટ ગેઝેટ લાવીએ. એવામાં કિચન વર્કમાં હેન્ડ બ્લેંડરની મહત્ત્વની ભૂમિકા હોય છે, કારણ કે તેનાથી ન માત્ર તમે અલગઅલગ વસ્તુને મિક્સ કરી શકો છો, પરંતુ તે ચટણી, સૂપ ગ્રાઈન્ડ કરવા, બેબી ફૂડને મેશ કરવા, પ્યૂરી, સ્મૂધિ, દહીંને ફીણવા વગેરેમાં ઉપયોગી બની રહે છે. તેનાથી વસ્તુને સારી રીતે ગ્રાઈન્ડ કરી શકાય છે અને તમે વધારે એફર્ટ લગાવ્યા વિના ગ્રાઈન્ડ કરી શકો છો તો પછી તમે અત્યાર સુધી તમારા હાથથી જ વસ્તુને ગ્રાઈન્ડ કરી રહ્યા છો, તો આ તહેવારમાં કિચન માટે લાવો હેન્ડ બ્લેંડર, જે તમારા કિચનને સ્માર્ટ લુક આપવાની સાથેસાથે તમારા કામને પણ સરળ બનાવવામાં મદદ કરશે.

મલ્ટિપર્પઝ ફૂડ પ્રોસેસર
ફૂડ પ્રોસેસર હકીકતમાં કામની વસ્તુ સાબિત થઈ છે. હકીકતમાં તેમાં તમે લોટ ગૂંદવાથી લઈને શાકનું ચોપિંગ, ચટણી બનાવવી અને જ્યૂસ બનાવવા જેવા કામ મિનિટોમાં કરીને તમારો સમય અને મહેનત બંને બચાવી શકો છો. ભલે આ મિક્સર ગ્રાઈન્ડરથી થોડું મોંઘું હોય છે, પરંતુ તેનો ઉપયોગ અનેક કામમાં થવાથી તમારા માટે કામનું સાબિત થશે. તો પછી આ તહેવારમાં ઘર અને કિચન માટે આ એપ્લાયંસિસ લાવીને કામને સરળ બનાવો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....