મીઠાઈની દુકાનથી લઈને પરચૂરણની દુકાન સુધીનું ઈન્ટીરિયર હવે પહેલાંથી વધારે સારું હોય છે. જે દુકાનમાં પહેલાં ઈન્ટીરિયર પર બિલકુલ ધ્યાન નહોતું અપાતું ત્યાં પણ હવે મોડર્ન સ્ટાઈલનું ઈન્ટીરિયર થવા લાગ્યું છે. કપડાંની શોપ પહેલાં કરતા બદલાઈ છે. ફરસ હોય કે છત દરેક જગ્યાનું ઈન્ટીરિયર ડિફરન્ટ દેખાય છે. સલૂનના નામે પહેલા માત્ર મહિલાઓના બ્યૂટિપાર્લર ઝગમગતા હતા, પણ હવે પુરુષોના સલૂનમાં પણ ઈન્ટીરિયર ડિઝાઈન થવા લાગી છે. સોશિયલ મીડિયાના જમાનામાં લોકો જ્યાં જાય છે ત્યાંના ફોટા અપડેટ કરવાની કોશિશ કરે છે. નંબર વન ઈન્ટીરિયર ફ્રીમાં પ્રચાર કરવાનું કામ કરે છે. આ પરિવર્તન કયા કારણોસર આવ્યું છે? તે બાબતે પ્રસ્તુત છે લખનૌના રહેવાસી ઈંટીરિયર ડિઝાઈનર અને આર્કિટેક્ટ અનીતા શ્રીવાસ્તવ સાથેની વાતચીત :

શોપનું મેનેજમેન્ટ સારું થઈ જાય છે
અનીતા શ્રીવાસ્તવ કહે છે, ‘‘સુંદર અને સુવ્યવસ્થિત માહોલ બધાને ગમે છે. આવો માહોલ મન પર સુંદર છાપ છોડે છે. પહેલા શોપમાં સામાન આમતેમ ફેલાયેલો રહેતો હતો, જેથી ગંદકી દેખાતી હતી, સફાઈ કરવી મુશ્કેલ થઈ જતી હતી. ઉંદર અને કીડામકોડા સામાનને નુકસાન પહોંચાડતા હતા. લાઈટિંગની વ્યવસ્થા સારી નહોતી. વીજળીના તારથી દુકાનમાં દુર્ઘટના સર્જતી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી જતી હતી. કામ કરનારને બેસવા અથવા ઊભા થવાની જગ્યા નહોતી મળતી. હવા અને પ્રકાશ નહોતા મળતા. હવે ઈન્ટીરિયર ડિઝાઈનર શોપની જરૂરિયાત અને ત્યાં આવનાર કસ્ટમરની સુવિધા જેાતા શોપને સારી રીતે ડિઝાઈન કરે છે. તેનાથી વર્કિંગ કર્મચારીને સુવિધા અને કસ્ટમરને સારું લાગે છે.

વીજળીનો ડિઝાઈનર સામાન
ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં પહેલા વીજળીનો ઉપયોગ જરૂર પૂરતો જ હતો. અત્યારે લાઈટનો એવો સામાન આવ્યો છે જે જરૂરિયાતની સાથેસાથે સુંદર પણ લાગે છે. જ્યાં જે પ્રકારની હવા અને પ્રકાશની જરૂર હોય છે. ત્યાં તેનો ઉપયોગ કરવામાં?આવે છે. વીજળીના એવા ઉપકરણ આવી ગયા છે જે ઓછા વોલ્ટેજ પર ચાલે છે. તેનાથી વીજળીની બચત થાય છે. હવા માટે પંખાની સાથેસાથે એસીનો ઉપયોગ થવા લાગ્યો છે. પીવાનું સ્વચ્છ પાણી પણ વીજળીના પ્રયોગથી મળે છે. તેનો ઉપાય પણ યોગ્ય જગ્યાએ થવા લાગ્યો છે. ઓછા અને વધારે પ્રકાશનો ઉપયોગ જરૂર પ્રમાણે થાય છે. ઈંટીરિયર ડિઝાઈન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે. વીજળી જતી રહે તો ઈનવર્ટર, સોલર એનર્જી કે જનરેટરનો ઉપયોગ કેવી રીતે થાય તેની વ્યવસ્થા પહેલાંથી કરવામાં આવી છે.

અરસથી ફરસ સુધી બધું બદલાઈ ગયું
અનીતા શ્રીવાસ્તવ જણાવે છે, ‘‘આજે ઈન્ટીરિયર માટે સારુંસારું ઈન્ટીરિયર મળવા લાગ્યું છે, જે સસ્તું પણ છે અને સારી રીતે તૈયાર થઈ જાય છે, સાથે હળવું પણ હોય છે. ભલે ને તે લાકડા જેવું મજબૂત અને ટકાઉ ન હોય, પણ આજે એન્જિનિયર વુડ અને પ્લાયનો ઉપયોગ ઈન્ટીરિયરમાં થવા લાગ્યો છે. સસ્તું હોવાથી તેને જલદી બદલી શકાય છે.’’
‘‘કેમિકલનો ઉપયોગ થવાથી ઊધઈ નથી લાગતી. ઈન્ટીરિયરમાં પેપર કાર્ડબોર્ડનો ઉપયોગ થવા લાગ્યો છે. મોંઘી ટાઈલ્સના બદલે આકર્ષક ફ્લોરિંગ મળવા લાગ્યું છે. તે મેચિંગ અને મનપસંદ રંગ અને ડિઝાઈનવાળી થવા લાગી છે. ફરસથી લઈને છત સુધીના નવા રંગરૂપમાં બદલી શકાય છે.’’

બજેટ ઈન્ટીરિયર
ઈન્ટીરિયર ડિઝાઈનર પહેલા ડિઝાઈન તૈયાર કરે છે ત્યાર પછી તે બજેટ અનુસાર મટીરિયલ પસંદ કરે છે. ડિઝાઈનનું હવે થ્રીડી ફોર્મેટ બની જાય છે, જેથી પૂરું ઈન્ટીરિયર કેવું લાગશે તે પહેલાંથી ખબર પડી જાય છે. જેા સારું ન લાગે તો તેને બદલી શકાય છે. ઈન્ટીરિયરમાં કંઈક એવું સામેલ કરવામાં આવે છે જે પૂરા ઈન્ટીરિયરને હાઈલાઈટ કરે છે. જેમ કે મ્યૂરલ આર્ટનો પ્રયોગ વધી ગયો છે. ગ્રીન વાતાવરણ દેખાડવાનો પ્રયાસ રહે છે. સ્પેસ રહે તો માહોલ સારો રહે છે. લોકો કંફર્ટેબલ ફીલ કરે છે.

કાર્યક્ષમતા વધારે છે
ઈન્ટીરિયરની ઉપયોગિતા એટલે વધી રહી છે, કારણ કે તે જેાનારને આકર્ષિત કરે છે. કસ્ટમર અહીં આવવામાં કંફર્ટેબલ ફીલ કરે છે. અહીં કામ કરનારને જ્યારે સ્વચ્છ હવા, પાણી, ખુશનુમા માહોલ મળે છે ત્યારે તેમની કાર્યક્ષમતામાં?આપોઆપ વધારો થાય છે.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....