જેા લોકોમાં ડર અને નફરતનું ઝેર ભરી દેવામાં આવે તો તેમને ખૂબ સરળતાથી સંગઠિત કરી શકાય છે. તેનો નમૂનો આપણે છેલ્લા ૩૦ વર્ષથી જેાઈ રહ્યા છીએ. નફરત ફેલાવવા જેવા કાર્યો માટે ધર્મ સૌથી વધારે સુલભ અને સસ્તું ઝેર છે, જેનો ઉપયોગ દાયકાથી શાસક વર્ગ તથા ધર્મગુરુ કરતા આવ્યા છે. મતોની રાજનીતિ માટે ધર્મરૂપી ઝેરનો ઉપયોગ લગભગ તમામ રાજકીય પાર્ટી કોઈ ને કોઈ રીતે કરી રહી છે. ભાજપાનું જેાઈને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ વગેરે ભયભીત લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તેમના મતો પોતાની પાર્ટી માટે પાકા કરી લેવાના પ્રયાસમાં જેાડાયેલી છે.
હવે મુસલમાનોને દેશદ્રોહી સાબિત કરીને હિંદુઓના મતો પોતાની તરફેણમાં કરી લેવા ઈચ્છે છે. લોકોના વિકાસ અને તેમની સમસ્યાના ઉકેલની કોઈને પણ ચિંતા નથી. તમામ પાર્ટીઓ ‘ભાગલા પાડો અને રાજ કરો’ ના સિદ્ધાંતનો પૂરેપૂરો લાભ ઉઠાવવામાં જેાડાયેલી છે.
લોકસભા તથા રાજ્યસભામાં ચાલતી ચર્ચા પણ સામાન્ય પ્રજાને એ જ સંકેત આપી રહી છે કે ધર્મની આડમાં સત્તાને કેવી રીતે જાળવી રાખવામાં આવે અથવા સત્તાને કેવી રીતે મેળવી લેવામાં આવે. હવે કોઈ પણ પાર્ટી નથી ઈચ્છતી કે હિંદુમુસ્લિમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે.

ધર્મના નામે વહેંચાયેલા રહો
નેતાઓ તથા ધર્મગુરુની રોજીરોટી એ વાત પર નિર્ભર કરે છે કે લોકો ધર્મના નામે વહેંચાયેલા રહે. વાસ્તવમાં આ પુરાતનકાળથી ચાલતું આવ્યું છે ભાગલા પાડો અને રાજ કરો. ધર્મના નામે અને જાતિના નામે લોકોને ખૂબ સરળતાથી વહેંચી શકાય છે. પૂરી કોમ કે જાતિને સંગઠિત રાખવા માટે આ ધર્મરૂપી ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાને આ ધાર્મિક ઝેરના સહારે પોતાના અસ્તિત્વને જાળવી રાખ્યું છે. પશ્ચિમી એશિયાના તમામ સરમુખત્યાર આવી યુક્તિનો ઉપયોગ કરીને પોતાની સત્તાને જાળવી રાખવામાં સફળ થયા છે. ધર્મની આડમાં લાખો નિર્દોષ લોકોને જેલમાં બંધ કરી લેવા અને શસ્ત્રહીન, ગરીબ પર બોમ્બ વર્ષા કરવાને પણ પુણ્યનું કામ ઠેરવી દેવામાં આવે છે. સામાજિક દૂષણોને પણ યોગ્ય માનીને તેને સન્માન આપવામાં આવે છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધમાં મોસ્કોના ઓર્થોડોક્સ ચર્ચની ખૂબ મોટી ભૂમિકા રહી છે, જે રશિયન આક્રમણને હોલી કહે છે. પોતાના પૂર્વગ્રહોને બાજુમાં મૂકીને એક વાર ખુલ્લા અને તાર્કિક મગજથી વિચાર કરીએ તો એ વાત પૂરી રીતે સ્પષ્ટ થશે કે ધર્મ જ સંસારમાં સૌથી મોટો રોગ છે. હજારો વર્ષોથી લોકો ધર્મના નામે મારકાપ કરતા આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ૩ હજાર વર્ષમાં જે પણ ૧૫ હજારથી વધારે મોટા યુદ્ધ લડવામાં આવ્યા હતા તે મુખ્યત્વે ધર્મના નામે હતા. ધર્મની રક્ષાના નામે, ધર્મને બચાવવાના નામે અથવા ધર્મને ફેલાવવાના નામે પણ હતા.

આવી ઘટના પાછળ કોણ
માનવતાના ફેલાવા દરમિયાન ધર્મગુરુના મનમાં એ વિચાર પેદા થયો કે ધર્મના નામે યુદ્ધ લડી શકાય છે અથવા યુદ્ધ ધાર્મિક હોઈ શકે છે. પછી ઈસ્લામ તથા બીજા ધર્મે તેનું અનુકરણ કરવાની શરૂઆત કરી દીધી, જેનાથી દુનિયામાં એવા યુદ્ધ થવા લાગ્યા જેને ધર્મયુદ્ધ કહેવામાં આવતા હતા. ધર્મગુરુએ લોકોના મનમાં એ વાત બેસાડી દીધી હતી કે માતૃભૂમિનું રક્ષણ કરતા જેા કોઈ વ્યક્તિ પોતાનો પ્રાણ ગુમાવે છે કે સીધો સ્વર્ગમાં જાય છે. રામાયણ અને મહાભારતના યુદ્ધને આ ધર્મગ્રંથની કલ્પિત કથામાં ધર્મયુદ્ધ કહેવામાં આવ્યું હતું. લગભગ આવી તમામ ઘટનાની પાછળ કોઈને કોઈ ધર્મગુરુ રહ્યા છે.
શાસકવર્ગે પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે ધર્મગુરુની સહાયતાથી ધર્મનો ખૂબ ખૂલીને દુરુપયોગ કર્યો છે. બીજી તરફ ધર્મગુરુએ પણ પોતાની આજીવિકા તથા વર્ચસ્વ જાળવી રાખવા માટે શાસકવર્ગને પૂરેપૂરો સાથ આપ્યો અને ધર્મની આડમાં સામાન્ય પ્રજાને મૂરખ બનાવી.
હકીકત એ છે કે કોઈ વ્યક્તિ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી અથવા બૌદ્ધ માત્ર એટલે છે, કારણ કે તેના માતાપિતા તે ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હતા અને તેનું પાલન કરતા હતા. હકીકતમાં હિંદુત્વ શું છે તે મોટાભાગના હિંદુ નથી જાણતા. ખ્રિસ્તીપણું શું છે તે ખ્રિસ્તી નથી જાણતા. આ જ રીતે ઈસ્લામ શું છે તે મોટાભાગના મુસલમાન નથી જાણતા. જેવા ધાર્મિક સંસ્કાર તેમને પોતાના પરિવાર પાસેથી મળ્યા હોય છે તેનું તેઓ આજીવન પાલન કરતા રહ્યા છે. આમ દુનિયાના તમામ ધર્મો સત્ય, અહિંસા, પ્રેમ, સહનશીલતા તથા ભાઈચારાનો સંદેશ આપતા જેાવા મળે છે, પરંતુ પૂરી દુનિયામાં ધર્મના નામે હિંસા, આતંકવાદ તથા યુદ્ધ ચાલી રહ્યા છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીને પોતાના શત્રુ માની રહ્યા છે અને તેમની હત્યા કરી નાખવાને ધર્મનું કાર્ય માની રહ્યા છે.
બીજા ધર્મના ધાર્મિક સ્થાનને તોડી નાખવા તથા સળગાવી દેવાના કામ એ લોકો કરી રહ્યા છે, જે સ્વયંને આસ્તિક તથા ધર્મના સાચા અનુયાયી માની રહ્યા છે. નાસ્તિક લોકો ધર્મયુદ્ધ, જેહાદ અથવા ઉગ્રવાદ જેવા ઘૃણાસ્પદ કાર્યમાં ભાગ લેતા હોય છે. જે આસ્તિક લોકો કોઈ કારણસર બીજા ધર્મના સ્થાનને નષ્ટ નથી કરી શકતા તેઓ તેની ટીકા કરે છે. પરંતુ મજાની વાત એ છે કે જે વાતને લોકો ધર્મ માની રહ્યા છે તે માણસને માણસથી તોડવાનું કામ કરે છે, એકબીજા સાથે જેાડવાનું નહીં. જે ધર્મ મનુષ્યને મનુષ્ય સાથે જેાડી નથી શકતો, તે માણસને ઈશ્વર સાથે ભલા કેવા રીતે જેાડી શકશે?

કાલ્પનિક ઈશ્વરના બહાને
જેા ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સંસારમાં હજારો ધર્મ તથા મત ચાલી રહ્યા છે, તેમનો કોઈ પણ અનુયાયી આજ સુધી એ ઈશ્વરના દર્શન નથી કરી શક્યો, કારણ કે પ્રત્યેક ધર્મના લોકોના મનમાં એક કાલ્પનિક ઈશ્વરનું ચિત્ર બેસાડી રાખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ કરવા લાગે છે અને તેને મેળવવા માટે મુશ્કેલ ઉપાય કરવા લાગે છે. તે માનસિક નીરિક્ષણ દ્વારા એ કાલ્પનિક ઈશ્વરના દર્શન કરી લે છે, જેનું ચિત્રણ તેણે પોતાના માનસપટ પર બનાવી રાખ્યું હોય છે.
આ જ કારણ રહ્યું છે કે હિંદુઓને માત્ર રામ, કૃષ્ણ, શિવ વગેરેના દર્શન થાય છે, મુસલમાનોને માત્ર અલ્લાહના અને ખ્રિસ્તીઓને માત્ર ઈસુખ્રિસ્તના દર્શન થાય છે. બૌદ્ધોએ આ છબિને બનાવવા માટે મોટી મૂર્તિ બનાવી. જેાકે ભારતમાં બધી મૂર્તિને નષ્ટ કરવામાં આવી હતી.
આ એક મનોવૈજ્ઞાનિક તથ્ય અને વિશેષતા છે કે માનવમનની વાતમાં આપણે દઢવિશ્વાસ કરી લઈએ છીએ, આપણું મન તેનું ચિત્ર જેાવા લાગે છે. આ જ કારણસર જે લોકો ઈશ્વરને પ્રત્યક્ષ જેાયા હોવાનો દાવો કરે છે, ઈશ્વર માત્ર તેમને જ દેખાયા હોય છે. આસપાસના બીજા કોઈ વ્યક્તિને નહીં. જ્યારે વ્યક્તિ વિક્ષિપ્ત અવસ્થામાં હોય છે, ત્યારે તેને આકાશવાણી પણ સંભળાવા લાગે છે અને ઈશ્વરની આકૃતિ પણ દેખાવા લાગે છે.

કાલ્પનિક કહાણી
બધા ધર્મ શ્રદ્ધા, અંધશ્રદ્ધા તથા જૂઠા ચમત્કારના સહારે ચાલી રહ્યા છે. બધા ધર્મે પોતાના ધર્મના દેવીદેવતા સાથે ઘણા બધા પ્રકારના ચમત્કારની કહાણીને જેાડી રાખી છે. બધા ધર્મ એવું આશ્વાસન આપતા હોય છે કે જે કોઈ તેમના ધર્મમાં વિશ્વાસ કરશે, તેની બધી મનોકામના પૂરી થશે અને મૃત્યુ પછી તેને સ્વર્ગમાં સીધું સ્થાન મળશે અથવા જન્મમરણના ચક્રમાંથી તેને મુક્તિ મળશે. જેાકે એ વાત પણ સાચી છે કે સામાન્ય જનતા પણ બધા ધર્મ પાસેથી ચમત્કારની આશા રાખે છે અને એ ચમત્કારોને જેાવાની ઈચ્છામાં તેમનો વિશ્વાસ અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. દરેક ધર્મમાં ચમત્કારોની કહાણી છે, જેનો ન કોઈ તાર્કિક આધાર છે કે ન આજે તેવું ફરીથી થઈ શકે છે. તે માત્ર ધર્મના પુસ્તકોમાં છે.
ધર્મગુરુ લોકોને હંમેશાં એવી શિખામણ આપે છે કે જ્યાં સુધી તમે ધર્મની વાતમાં સંપૂર્ણ વિશ્વાસ તથા શ્રદ્ધા નહીં રાખો, ત્યાં સુધી તમને ઈશ્વર ક્યારેય નહીં મળે. પછી આવી ધાર્મિક વિચાર શૂન્યતાના લીધે ધાર્મિક વ્યક્તિ સમય જતા અંધશ્રદ્ધાળુ બની જાય છે અને પોતાના પ્રાણ સુધ્ધાનું બલિદાન આપવા તૈયાર થાય છે. આ ઈશ્વરને પ્રાપ્ત કરીને તમે શું કરશો તે વાતને સમજવવાની ચિંતા ધર્મગુરુ નથી કરતા, કારણ કે તેમણે શરૂઆતથી કહી રાખ્યું છે કે ઈશ્વરના મળવા પર તેમની પાસે ધનદોલત, ભરપૂર ભોજન, સુંદર મહિલા, સ્વાસ્થ્ય વગેરે આપમેળે મળે.

એક મોટો વેપાર ધર્મ છે
ધર્મ એ દુનિયાનો સૌથી મોટો ધંધો છે, જેમાં લોકોને નરકનો ભય તથા સ્વર્ગની લાલચ બતાવીને કે પછી મોક્ષનું નામ લઈને પંડાપૂજારી ઘણી બધી રીતે લોકોને છેતરતા હોય છે. ધર્મ માત્ર એ જ હોઈ શકે છે, જે એક મનુષ્યને બીજા મનુષ્ય સાથે જેાડે, ન કે તોડે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની પર કોઈ ખાસ ધર્મનું લેબલ લગાવી લે છે ત્યારે તે બીજા ધર્મના લોકોને પોતાના શત્રુ માનવા લાગે છે અને તેના ધર્મસ્થાનને નુકસાન પહોંચાડીને એક વિશેષ સુખનો અનુભવ કરવા લાગે છે. પોતાના પૂર્વગ્રહ અનુસાર તેને એક પુણ્યનું કામ માનવા લાગે છે.
ધર્મના ઉન્માદથી લોકોને બચાવવાનું કામ આજે ઘણા બધા દેશના બંધારણ કરી રહ્યા છે, તે સામાન્ય લોકોના અધિકારોનું રક્ષણ કરી રહ્યા છે. ધર્મ અને સરકારના આતંકમાં લોકોને બચાવવાનું કામ બંધારણ કરી રહ્યા છે. જેાકે ધર્મગુરુ હવે આ બંધારણની પાછળ પડી ગયા છે. ભારતમાં બંધારણના રક્ષક રામમંદિર જેવા અતાર્કિક નિર્ણય બંધારણના નામે ધર્મના રક્ષણ માટે આપે છે અને અમેરિકામાં મહિલાઓને ગુલામીમાં ધકેલનાર ચુકાદા પણ આપે છે. બધા ધર્મ મહિલાઓ અને કમજેરને ગુલામીની હદ સુધી રાખે છે, જેથી સક્ષમ, હોશિયાર લોકો ધર્મના સહારે પોતાના જીવનને સુખીસમૃદ્ધ બનાવી રાખે. જેાકે ધર્મગુરુને પણ તેમાં લાભ હોય છે.
– હરિદત્ત શર્મા.

વધુ વાંચવા કિલક કરો....