ઘરમાં પોતાના રૂમ સાથે ઘરની દરેક વ્યક્તિને, ખાસ તો યુવાનોને જરૂર કરતા વધારે લાગણી હોવી એ કુદરતી વાત છે. ઘરમાં પોતાના રૂમની બહાર જિંદગી અનેક ભાગમાં વહેંચાયેલી રહે છે જેમાં કેટલાક દબાણ પણ હોય છે, પરંતુ આપણે જ્યારે રૂમમાં હોઈએ છીએ ત્યારે આ નાની જગ્યામાં આઝાદી અને શાંતિનો અહેસાસ થાય છે. ફેસ્ટિવલનાં દિવસો પહેલાં ઘરમાં સાફસફાઈ કરવામાં આવે છે, જેના વિશે કહેવામાં આવે છે કે મોસમ પણ છે, તક પણ છે અને સમય પણ છે.
વરસાદની ઋતુ જતા ઘરમાં દિવાલો પર ભેજ છોડી જાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે ઠંડીની શરૂઆતમાં જ રૂમ સાફ કરવો એક સારા સ્વાસ્થ્યની ગેરન્ટી છે. ફેસ્ટિવલના દિવસોમાં લોકો સ્વચ્છતા અને રંગરોગાનમાં વ્યસ્ત રહે છે તો તમે કેમ ચૂકશો? એક દિવસનો સ્મય પોતાના રૂમની સાફસફાઈ માટે ફાળવો. તેને દિલથી ચમકાવો અને પૂરા વર્ષનો કચરો બહાર કાઢીને ફેંકો. આ ખૂબ સરળ અને રસપ્રદ પણ છે. જેા તમે તમારી રીતે રહેવાનું પસંદ કરો છો તો રૂમને તમારી રીતે સજાવો, જેથી ચમકતા ઘરથી તમારો રૂમ ખરાબ ન લાગે.
તેના માટે પહેલા તમારા રૂમને ચમકાવવાની જવાબદારી જાતે લો અને પછી એક વાર તેને બારીકાઈથી જેાઈને કામ પર લાગી જાઓ કે શું-શું કરવાનું છે અને કેવી રીતે કરશો. સામાન્ય રીતે બેડરૂમ હવે મોટા નથી હોતા. તેનો સરેરાશ આકાર ૧૦x૧૨ વર્ગ ફૂટનો હોય છે, જેને ચમકાવવામાં વધારે ખર્ચ નથી થતો અને વધારે મહેનત પણ નથી લાગતી.

ઘરમાં તમારો પોતાનો રૂમ ચમકાવવા માટે સૌપ્રથમ ફેસ્ટિવલનાં રંગ પર ધ્યાન આપવું જરૂરી છે, જે એક મુશ્કેલ કામ છે કે પેઈન્ટ કયા કલરનો હોવો જેાઈએ. તમારા રૂમની દીવાલનો રંગ લાઈટ રાખો, કારણ કે તેનાથી લાઈટિંગ ઈફેક્ટ વધારે રહે છે. જેાકે આ રૂમ જ બેડરૂમ હોય છે. પોતાનો ડ્રોઈંગ, લિવિંગ અને સ્ટડી રૂમ પણ હોય છે. તેથી દીવાલ પર ડાર્ક રંગ શોભતા નથી અને દરેક કામ માટે સૂટ નથી કરતા. ચારમાંથી કોઈ એક દીવાલ પર તમારી પસંદ અને ડિઝાઈન મુજબ વોલપેપર લગાવી શકો છો, જેનો ખર્ચ ૩ હજાર રૂપિયાની આસપાસ આવે છે. આજકાલ હજારો પ્રકારના આકર્ષક અને ડિઝાઈનર વોલપેપર બજારમાં ઉપલબ્ધ છે, જેને સમયસર સ્વચ્છ કરી શકો છો.
પેઈન્ટ કરાવ્યા પછી નંબર આવે છે ફર્નિચરનો, જેને લઈને સૌ કોઈ કંફ્યૂઝ રહે છે કે ફર્નિચર કેવું હોય. પ્રયત્ન કરો કે તમારા રૂમમાં માત્ર ઉપયોગી ફર્નિચર જ હોય, કારણ કે વધારે ફર્નિચરથી રૂમ છલોછલ લાગે છે અને સ્વચ્છતા કરવામાં સમસ્યા થાય છે. એક સોફાસેટ અથવા ચાર ખુરશીટેબલ પૂરતા હોય છે. રૂમ ત્યારે જ ચમકશે જ્યારે તેમાં વધારે સ્પેસ હશે. પલંગને એક ખૂણામાં રાખવાથી જગ્યા વધારે દેખાય છે. રૂમ સ્વચ્છ રાખવા અને જગ્યા બચાવવા માટે પેટી પલંગ સારા રહે છે, જેમાં મોસમ મુજબ સામાન ગોઠવી શકો છો.
રૂમના કોઈ એક ખૂણામાં એક ડિઝાઈનર શેલ્ફ આકર્ષક લાગે છે. તિજેરી પણ જરૂરિયાત અને રૂમની સાઈઝ મુજબ હોવા જેાઈએ. મોટી તિજેરી રૂમની ચમકને ફિક્કી કરે છે. એક ખૂણામાં બોનસાઈ રાખવાથી રૂમની ચમક વધે છે અંદરની આ હરિયાળી દિલદિમાગને શાંતિ આપે છે.
ફર્નિચર પછી લાઈટિંગ પર ધ્યાન આપવું જરૂરી છે જેના રૂમની ચમકદમકમાં મહત્ત્વનો રોલ છે. આ ફેસ્ટિવલ સીઝનમાં લાઈટની કેટલીક નવી આઈટમ ખરીદવાથી રૂમની ચમકમાં ચારચાંદ લગાવી શકો છો. રૂમની વચ્ચોવચ નાનું, પરંતુ સુંદર ઝૂમર એક સારો આઈડિયા છે. તે ઉપરાંત કોર્નરમાં ઝૂલતા લેમ્પ પણ ચમક વધારે છે, પરંતુ વધારે લાઈટની આઈટમ આંખ અને મગજને નુકસાન પહોંચાડે છે, તેથી તેની પસંદગી અને ઉપયોગ સાવચેતીથી કરવા જેાઈએ. ઈલેક્ટ્રિકની સ્વિચ પલંગની પાસે હોય તો ઉપકરણોને ઓપરેટ કરવામાં સરળતા રહે છે. એક આકર્ષક દીવાલ ઘડિયાળ પણ ચમક પેદા કરવા માટે જરૂરી છે.

તમારા રૂમનો સામાન એ રીતે સજાવો કે રોજિંદી સ્વચ્છતામાં સમસ્યા ન થાય અને રૂમમાં ધૂળમાટી જમા ન થઈ શકે. ફેસ્ટિવલના કેટલાક દિવસ પહેલાં પૂરો સામાન સ્વચ્છ કરીને એ રીતે સજવો કે ઘરના લોકો તમારી પસંદ અને મહેનતના ઘેલા થઈ જાય અને કહે કે પૂરા ઘરમાં આ જ એક રૂમ છે જે સૌથી વધારે ચમકે છે. રૂમ માત્ર ફેસ્ટિવલનાં દિવસોમાં જ નહીં, પરંતુ પૂરું વર્ષ ચમકે, તેના માટે નિયમિત સફાઈ કરવી જરૂરી છે. મહિનામાં એક દિવસ તમારા રૂમને સાફ કરશો તો દિવાળીમાં ઓછી મહેનત કરવી પડશે અને ધૂળ, ગંદકી અને વેસ્ટ કાગળ પણ ઓછા નીકળશે.
તમારા રૂમને જાતે સાફ કરવો એક રસપ્રદ કામ છે, જેથી પોતાની જાતને પણ સંતોષ મળે છે. ભોપાલની એક બેંક કર્મી સાનિધ્યાનું માનીએ તો લેટબાથ અટેચ હોય તો તે પણ ચમકતા રાખો. હોટલ જેવા રૂમની કલ્પના તો બધા જ કરે છે, પરંતુ પોતાના જ રૂમને હોટલ જેવો બનાવવાની કોશિશ ખૂબ ઓછા લોકો કરે છે. દિવાળી શરૂઆત કરવાની સારી તક છે. કોઈ પણ કોલોનીમાં તે ઘર અલગ જ દેખાય છે, જેનો પેઈન્ટ નથી થયો હોતો. આ તેમાં રહેનારા લોકોમાં શરમિંદા પેદા કરે છે. આ વાત તમારા રૂમ પર લાગુ થાય છે કે પૂરું ઘર ચમકતું રહે તો ગંદો રૂમ તમને કેવો લાગશે?

ઘરને ડેકોરેટ કરવાનાં અન્ય વિકલ્પ :
ઈલેક્ટ્રિક લાઈટિંગનો ઉત્તમ વિકલ્પ
આજકાલ બજારમાં અનેક પેટર્નવાળી ઈલેક્ટ્રિક લાઈટ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમે ફેસ્ટિવલના દિવસોમાં રોશની કરી શકો છો. અલગ-અલગ આકારવાળી આ લાઈટ્સથી, જેમાં ઓછી અને વધારે પ્રકાશ આવે છે, થી તમારું ઘર ઝગમગી ઊઠશે. આ જગ્યાને તમે સોબર લુક આપવા ઈચ્છો છો, ત્યાં સતત ચાલું રહેતી બ્લૂ, લીલી, સફેદ કે લાલ ઝાલર લાઈટ લગાવી શકો છો, ત્યાં બ્રાઈટ લુક માટે મલ્ટિ કલર્ડ લાઈટ્સ, જેમાં એક સાથે અનેક પેટર્ન જેાવા મળે છે, પણ સુંદર લાગે છે. લાઈટિંગમાં તમને કલરફુલ એલઈડી લાઈટ્સના વિકલ્પ મળે છે, પરંતુ તે લગાવવામાં નાજુક હોય છે, તેથી તેમને લગાવવામાં સાવચેતી રાખો. તે સિવાય ગોલ્ડન સ્ટ્રિંગ લાઈટ્સથી તમે તમારા ઘરનાં અલગ-અલગ ભાગને સજાવી શકો છો. ઘર નાનું હોય કે મોટું, તે લાઈટ્સથી ઘરના દરેક ખૂણામાં સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય છે. તેની સાથે આ લાઈટ્સથી તમે મંદિર અને બાહ્ય વૃક્ષ-છોડને પણ સજાવી શકો છો.

મીણબત્તીથી ઘર ઝગમગશે
આજકાલ બજારમાં અનેક પ્રકારની મીણબત્તી ઉપલબ્ધ છે. તમે સેંટેડ કલર ચેંજિંગ કેંડલ્સ લગાવી શકો છો. સારી વાત એ છે કે તેને પ્રગટાવ્યા વિના પણ રોશની જાળવી શકો છો. હકીકતમાં આ લાઈટ્સ રિમોટ બેઝ કે લાઈટવાળી હોય છે. તેમાં કલર બદલવાનો વિકલ્પ પણ હોય છે, જેથી ઘરની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. તે સિવાય ફ્લોટિંગ કેંડલ્સથી પણ ઘરની સજાવટ ખૂબ સારી થાય છે. તેને તમે ડાઈનિંગ ટેબલ, લિવિંગ રૂમ કે રૂમના ખૂણામાં સજાવી શકો છો. પાણીમાં તરતી નાની-નાની મીણબત્તી ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

દીવાથી સજાવો તમારું ઘર
ફેસ્ટિવલમાં ઘરમાં દીવા પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. દીપ પ્રાગટ્ય ફેસ્ટિવલ સેલિબ્રેશનનૌ સૌથી સારો વિકલ્પ છે.

મનને મોહી લેશે રંગોળીના રંગ
ફેસ્ટિવલમાં અલગ-અલગ પ્રકારનાં રંગોથી સુંદર ડિઝાઈનવાળી રંગોળી બનાવીને પણ ઘરને સુંદર બનાવી શકો છો. રંગો સિવાય તમે ફૂલો અને દીવાથી પણ સુંદર રંગોળી બનાવી શકો છો. પ્રવેશ દ્વાર પર બનેલી સુંદર રંગોળી તમારા ઘરની શોભા અનેક ગણી વધારી દે છે.

ફૂલોથી સજાવો
ગલગોટા, ગુલાબ, જસૂદ અને ચમેલી જેવા અલગઅલગ પ્રકારના ફૂલોથી તમે ફેસ્ટિવલની સુંદર સજાવટ કરી શકો છો. રંગોળી, ફ્લોટિંગ કેન્ડલની સાથે સેન્ટ્રલ ટેબલ અને ઘરનાં ખૂણામાં બાઉલમાં પાણી ભરીને તેમાં ફૂલ મૂકીને સજવવાથી લુક ખૂબ સુંદર લાગે છે. આ ફૂલોથી ઘરની સુંદરતા વધવાની સાથે ઘરમાં ખુશ્બૂ પણ ફેલાઈ જશે.

પ્રવેશ દ્વાર પર તોરણથી સજાવટ
ફેસ્ટિવલમાં ઘરના દરેક ખૂણાની સજાવટ પર ખાસ રીતે ધ્યાન આપવામાં આવે છે. તેમાં પ્રવેશ દ્વાર સૌથી મહત્ત્વનો હોય છે. પ્રવેશ દ્વારને તમે અલગઅલગ પ્રકારના તોરણથી સજાવી શકો છો. ફૂલ, પાંદડાં અને રંગબેરંગી કાગળથી બનેલા તોરણ સુંદર હોવાની સાથે ઘર માટે પણ શુભ માનવામાં આવે છે.
– ભારત ભૂષણ.

વધુ વાંચવા કિલક કરો....